By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    રાહુલ ગાંધી અદાણીના નામનો જાપ કેમ કરે છે એનું કારણ મળી ગયુઃ સમીર પાલેજા
    May 9, 2025
    નવું સ્ટારફિશ ઉપકરણ હૃદયના ધબકારા, હલનચલન રેકોર્ડ કરશે
    April 22, 2025
    ઇસરો અવકાશમાં આઠ પગવાળું ‘રીંછ’ મોકલશે
    April 19, 2025
    આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ઓટોમેટેડ IVF સિસ્ટમથી જન્મેલું વિશ્વનું પ્રથમ બાળક
    April 11, 2025
    ડ્રોન દ્વારા આંખના કોર્નિયા મોકલવામાં આવ્યા : 40 મિનિટમાં 2 કલાકનું અંતર કાપ્યુ
    April 5, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અમદાવાદ એરપોર્ટની ઉંચી ઉડાન: માળખાગત સુવિધાઓમાં વૃદ્ધિ સાથે મુસાફરોની સંખ્યામાં વિક્રમી વધારો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અમદાવાદ એરપોર્ટની ઉંચી ઉડાન: માળખાગત સુવિધાઓમાં વૃદ્ધિ સાથે મુસાફરોની સંખ્યામાં વિક્રમી વધારો
બિઝનેસ

અમદાવાદ એરપોર્ટની ઉંચી ઉડાન: માળખાગત સુવિધાઓમાં વૃદ્ધિ સાથે મુસાફરોની સંખ્યામાં વિક્રમી વધારો

Hotline News
Last updated: May 13, 2025 3:50 PM
Hotline News - Editor Published May 13, 2025
SHARE

અમદાવાદ: વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના મુખ્ય ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ સતત વિકાસ માટે માર્ગ મોકળો કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં તેણે અસાધારણ પ્રદર્શન કર્યું છે. આ સમયગાળામાં મુસાફરોના ટ્રાફિકમાં નોંધપાત્ર વધારાની સાથોસાથ માળખાગત સુવિધાઓ અને તકનીકી ક્ષમતાઓમાં પણ નોંધપાત્ર છલાંગ લાગાવી છે. પરિણામે અમદાવાદ ઝડપથી વિકસતું ઉડ્ડયન કેન્દ્ર બન્યું છે.

૦1 એપ્રિલ 2024 અને 31 માર્ચ 2025 વચ્ચે SVPI એરપોર્ટે અભૂતપૂર્વ 1,34,27,697 મુસાફરોનું સ્વાગત કર્યું હતું, જે અગાઉના નાણાકીય વર્ષમાં 1,16,96,227 મુસાફરોની સરખામણીમાં 14.8 % નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ પ્રભાવશાળી વૃદ્ધિ અમદાવાદનું અગત્યના ગંતવ્ય સ્થાન અને પરિવહન સ્પોટ તરીકેનું મહત્વ ઉજાગર કરે છે. 11 મિલિયનથી વધુ સ્થાનિક મુસાફરો સ્થાનિક ક્ષેત્રની મજબૂતી દર્શાવે છે. જેમાં 2.2 મિલિયનથી વધુ મુસાફરો અમદાવાદથી વૈશ્વિક સ્થળો સાથે જોડાયા છે.

ગત નાણાકીય વર્ષમાં અમદાવાદમાં અનેક વૈશ્વિક કાર્યક્રમોના આયોજનને કારણે મુસાફરોનો ધસારો ટોચ પર પહોંચ્યો હતો. એરપોર્ટે 25 જાન્યુઆરી 2025 ના રોજ 351 વિમાનોની હિલચાલ સાથે પ્રભાવશાળી 48,137 મુસાફરોને સેવા આપી અત્યાર સુધીનો સૌથી વધુ મુસાફરોનો રેકોર્ડ સર્જ્યો હતો. તેણે 20 નવેમ્બર 2023 ના રોજ 42,224 મુસાફરો અને 328 એર મોમેન્ટસના રેકોર્ડને વટાવ્યો હતો.  

48 થી વધુ સ્થાનિક અને 16 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાએલ SVPI એરપોર્ટ હાલમાં દરરોજ 36,800 થી વધુ મુસાફરોને સેવા આપે છે, જેમાં સરેરાશ 288 ફ્લાઇટ્સ છે, જેમાં ચાર્ટર મૂવમેન્ટ્સનો સમાવેશ થાય છે.   

અમદાવાદ એરપોર્ટ પર એર ટ્રાફિક મૂવમેન્ટ્સમાં (ATM) પણ 16.2% નો નોંધપાત્ર વધારો થયો છે. નાણાકીય વર્ષ 24-25 માં એરપોર્ટે 101,119 વિમાનોનું સંચાલન કર્યું હતું, જે નાણાકીય વર્ષ 23-24 માં 87,025 મૂવમેન્ટ કરતા વધારે છે. વધેલી કાર્યકારી ક્ષમતા વ્યૂહાત્મક માળખાગત રોકાણોનું સીધું પરિણામ છે. પાંચ નવા પાર્કિંગ સ્ટેન્ડ્સનો ઉમેરો અને હાલના એરોબ્રિજ પર મલ્ટીપલ એરક્રાફ્ટ રેમ્પ સિસ્ટમ (MARS) ના અમલીકરણથી ઉપલબ્ધ જગ્યાનો ઉત્તમ ઉપયોગ સરળ બન્યો છે.

વધતી માંગને વિશ્વ-સ્તરીય સુવિધાઓ સાથે મેચ કરવાની જરૂરિયાત જોતા SVPI એરપોર્ટે છેલ્લા એક વર્ષમાં માળખાકીય અને તકનીકી સુધારાઓનો એક વ્યાપક કાર્યક્રમ શરૂ કર્યો છે. સુધારા પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરી મુસાફરોના આરામમાં વધારો અને કાર્યકારી શ્રેષ્ઠતા સુનિશ્ચિત કરવા રચાયેલ છે:

  • અત્યાધુનિક સફાઈ ટેકનોલોજી: સફાઈ માટે રોબોટ્સ એરપોર્ટ પરિસરમાં સ્વચ્છતા અને કાર્યક્ષમતાના ઉચ્ચતમ ધોરણો માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
  • ઝડપી ચેક-ઇન: વધુ સેલ્ફ-બેગેજ ડ્રોપ મશીનોનો ઉમેરો થવાથી ચેક-ઇન પ્રક્રિયા ઝડપી બનાવી કતારો ઘટાડવા અને એકંદર પ્રવાહમાં સુધારો થયો છે.
  • સીમલેસ ઇમિગ્રેશન: ટર્મિનલ 2 પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર્સ પ્રોગ્રામ (FTI-TTP) અને ડિજી યાત્રાનો પ્રારંભ મુસાફરોને સરળ ઇમિગ્રેશનનો અનુભવ પ્રદાન કરે છે.
  • ઉન્નત ટર્મિનલ ક્ષમતા: ટર્મિનલ 2 માં નવા વિસ્તૃત ચેક-ઇન હોલનું ઉદ્ઘાટન મુસાફરોને તૈયારી માટે વધુ જગ્યા ધરાવતું અને આરામદાયક વાતાવરણ પૂરું પાડે છે.

ઓપરેશનલ સુધારાઓ ઉપરાંત SVPI એરપોર્ટે વિવિધ સુવિધાઓ દ્વારા મુસાફરોના અનુભવને ઉન્નત કરી રહ્યું છે:

  • બધા માટે કનેક્ટિવિટી: બિન-ભારતીય સિમકાર્ડ ધારકો માટે મફત Wi-Fi કૂપન કિઓસ્કની સ્થાપના મુસાફરોને આગમન અને પ્રસ્થાન સમયે કનેક્ટેડ રહેવા સક્ષમ બનાવે છે.
  • કાર્યક્ષમ ઇન્ટર-ટર્મિનલ ટ્રાન્સફર: ઇન્ટર-ટર્મિનલ ઇલેક્ટ્રિક શટલ બસો કનેક્ટિંગ ફ્લાઇટ્સ માટે મુસાફરોને પરિવહનનું ઉત્તમ અને અનુકૂળ માધ્યમ પ્રદાન કરે છે.
  • સ્વાગત સુવિધાઓ: ટર્મિનલ 1 પર ઉડાન યાત્રી કાફેનું ઉદઘાટન મુસાફરોને આરામદાયક જગ્યામાં ખાણીપીણીના વિકલ્પોની આપે છે.

SVPI એરપોર્ટની વધતી જતી કનેક્ટિવિટી વર્ષ દરમિયાન અનેક નવા રૂટ શરૂ થવાનું પરિણામ છે. સ્થાનિક રૂટમાં ગુવાહાટી, તિરુવનંતપુરમ, નાંદેડ, કોલ્હાપુર, દિમાપુર અને કિશનગઢનો સમાવેશ થાય છે, જેનાથી સમગ્ર ભારતમાં એરપોર્ટની પહોંચનો વિસ્તાર થયો છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે, ડોન મુઆંગ (બેંગકોક), કુઆલાલંપુર અને દા નાંગ સુધીના નવા રૂટથી અમદાવાદના વૈશ્વિક જોડાણો મજબૂત થયા છે. દિલ્હી, જેદ્દાહ, ડોન મુઆંગ, કુવૈત, કોલકાતા, કોચી અને અબુ ધાબી જેવા મુખ્ય સ્થળોએ ફ્લાઇટ ફ્રીક્વન્સીમાં વધારો વધતી માંગ અને મુસાફરોની જરૂરિયાતો પ્રત્યે એરપોર્ટની પ્રતિભાવશીલતાને પ્રતિબિંબિત કરે છે.

આસપાસના શહેરો માટે એક મહત્વપૂર્ણ લિંક તરીકેની ભૂમિકાને ધ્યાને રાખી SVPI એરપોર્ટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) સંચાલિત વડોદરા માટે સીધી બસ સેવા શરૂ કરી છે, જે મુસાફરોની સુલભતામાં વધારો કરે છે.

SVPI એરપોર્ટને શ્રેષ્ઠતા પ્રત્યેના સમર્પણને ACI લેવલ – 3 સર્ટિફિકેશન, ગ્રીનટેક EHS ગ્લોબલ એવોર્ડ – 2024, 25મા INSSAN ઇવેન્ટમાં અનેક પ્રશંસા, ગ્રીનટેક PCWR એવોર્ડ્સ 2024, SEEM એવોર્ડ્સ 2024માં પ્લેટિનમ એવોર્ડ, નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ 2024માં મેરિટનું પ્રમાણપત્ર અને 22મો ગ્રીનટેક ગ્લોબલ વર્કપ્લેસ સેફ્ટી એવોર્ડ 2024 સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો અને પ્રમાણપત્રો એનાયત થયા છે. આ એવોર્ડ્સ એરપોર્ટની સલામતી, ટકાઉપણું અને કાર્યકારી કાર્યક્ષમતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સલામતી SVPI એરપોર્ટના સંચાલનનો આધારસ્તંભ છે, અને કોઈપણ હોનારત વિના 10 મિલિયન કાર્ય કલાકોની નોંધપાત્ર સિદ્ધિ તેની ટીમના અતૂટ સમર્પણ અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ચુસ્ત સલામતી પ્રોટોકોલ, નિયમિત નિરીક્ષણ અને વારંવાર તાલીમ હિસ્સેદારો માટે સુરક્ષિત અને કાર્યક્ષમ વાતાવરણ સુનિશ્ચિત કરે છે.

About Ahmedabad International Airport Limited (AIAL)

Ahmedabad International Airport Limited (AIAL) manages Sardar Vallabhbhai Patel International Airport (AMD), Ahmedabad, India. AIAL operates under the leadership of Adani Airport Holdings Limited (AAHL), a subsidiary of Adani Enterprises, the infrastructure arm of the diversified Adani Group.

Leveraging Adani Group’s expertise in transport and logistics hubs, AAHL aims to connect India’s major cities through a strategic hub-and-spoke model. This, coupled with a deep understanding of modern mobility needs, fuels AIAL’s vision to establish Ahmedabad Airport as the premier gateway for passenger and cargo traffic in Western India.

AIAL prioritises sustainable growth, emphasising exceptional customer experiences, efficient operations, and fostering strong stakeholder relationships.

માધ્યમોની વિશેષ જાણકારી માટે સંપર્ક: કરણ વાઢેર: : [email protected]

You Might Also Like

અનિલ અંબાણીની રિલાયન્સ પાવરને નકલી દસ્તાવેજોના કેસમાં SECI ચીફ બરતરફ: સૂત્રો

અદાણી પાવર ઉત્તર પ્રદેશને આગામી ગ્રીનફિલ્ડ પાવર પ્લાન્ટમાંથી 1500 મેગાવોટ સપ્લાય કરશે

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ભારતીય સેનાના શૌર્યની ભરપૂર પ્રશંસા કરી

અદાણી ગ્રુપે ખાણકામ લોજિસ્ટિક્સ માટે ભારતનો પ્રથમ હાઇડ્રોજન-સંચાલિત ટ્રક તૈનાત કર્યો

ભૂતાને 5,000 મેગાવોટ હાઇડ્રો પાવરના વિકાસ માટે અદાણી સાથે એમ.ઓ.યુ.કર્યા

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સુરત
મહિલાઓને સ્વસ્થ, સુરક્ષિત અને સશક્ત બનાવતો ‘નારી વંદન ઉત્સવ-2024’
Hotline News Hotline News August 2, 2024
આજે વિશ્વ સાડી દિવસ : અમદાવાદમાં રિવરફ્રન્ટ પર સાડીથોન
ગોવા કેવી રીતે પહોંચ્યા 45 કરોડ રૂપિયા, કેજરીવાલ વિરુદ્ધ EDની ચાર્જશીટમાં મોટા ખુલાસા
સ્થૂળતાથી પીડિત લોકો માટે સારા સમાચાર : અમેરિકાએ વજન ઘટાડવાની દવાને મંજૂરી આપી : ભારતમાં પણ આ દવા લોન્ચ કરવામાં આવશે
પરિવાર માટે એક મોટો આઘાતઃ ટ્રમ્પને ગોળી મારનારના પરિવારની પહેલી પ્રતિક્રિયા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsટેકનોલોજીભારત

રાહુલ ગાંધી અદાણીના નામનો જાપ કેમ કરે છે એનું કારણ મળી ગયુઃ સમીર પાલેજા

Hotline News Hotline News May 9, 2025
બિઝનેસ

પ્રથમ વોટર પોઝીટીવ RE ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર બની અદાણી ગ્રીન

Hotline News Hotline News May 8, 2025
બિઝનેસ

એરપોર્ટ લાઉન્જ અને સફરના અનુભવોની ઉન્નતિ માટે અદાણી ડિજિટલ લેબ્સનો ડ્રેગનપાસ સાથે સહયોગ

Hotline News Hotline News May 8, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • dharavi
  • mahakumbh 2025
  • sports
  • America
  • suratnews
  • Delhi
  • PAKISTAN
  • China
  • Kashmir
  • PM MODI
  • beautiful
  • Love
  • Technology
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?