By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News
Last updated: July 6, 2026 12:16 PM
Hotline News - Editor Published July 6, 2026
SHARE

શિવપુરી (મધ્યપ્રદેશ): અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) હસ્તકના સંરક્ષણ અને એરોસ્પેસ અંગ અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે મધ્યપ્રદેશના શિવપુરીમાં રુ.૨,૫૦૦ કરોડના રોકાણથી દક્ષિણ એશિયાની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટેના પ્રકલ્પનો આજે શિલાન્યાસ કર્યો હતો. કરશે.
સૌ પ્રથમવાર એક જ સ્થળે કમ્પોઝિટ પ્રોપેલન્ટ અને ટ્રિનિટ્રોટોલ્યુએન (TNT) ના ઉત્પાદન સાથેની અદ્યતન મિસાઇલ ઇકોસિસ્ટમ, ભારતના ખાનગી ક્ષેત્રમાં એક ઉચ્ચ કક્ષાની ક્ષમતાનું સર્જન કરશે.

મધ્યપ્રદેશને અગ્રણી સંરક્ષણ હબ તરીકે સ્થાપવાની દિશામાં આગળ વધનાર આ પ્રકલ્પમાં થનારા રોકાણ મારફત પ્રત્યક્ષ અને પરોક્ષ મળી ૫,૦૦૦ કુશળ નોકરીઓનું સર્જન કરવા સાથે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસના નવા દ્વાર ખોલશે. શિવપુરીમાં આકાર લેનાર આ પ્રકલ્પ અતિ મહત્વની સામગ્રીના ઉત્પાદન સાથે સિસ્ટમનું એકીકરણ કરીને ભારતની સંરક્ષણ પુરવઠા હરોળમાં પ્રવર્તતા લાંબા સમયના શૂન્યવકાશને ભરશે પરિણામે ભારતીય સશસ્ત્ર દળો સ્વદેશી મિસાઇલ સિસ્ટમ્સને મોટા પાયે સામેલ કરી શકશે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે આ વિરાટ રોકાણને આવકારતા જણાવ્યું હતું કે “આ રોકાણ વ્યૂહાત્મક ઉત્પાદનના સ્થળ તરીકે મધ્ય પ્રદેશની એક પસંદગીના સ્થળની ઓળખને મજબૂત બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતની અતિ મહત્વની સ્વદેશી સંરક્ષણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા સાથે આ પ્રકલ્પ ઔદ્યોગિક વિકાસને વેગવંતો બનાવશે તેથી રાજ્યમાં વધુ મોટા રોકાણોને આકર્ષશે.

ગુનાના સંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ પ્રદેશની પરિવર્તનશીલ અસર પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે સીમાચિહ્ન સમો આ પ્રકલ્પ શિવપુરી-ગુના ક્ષેત્ર માટે એક વિશિષ્ટ ઔદ્યોગિક અધ્યાય લખવાની શરૂઆત કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આપણા રાજ્યની ધરતીમાં આ અદ્યતન સંરક્ષણ ઉત્પાદન એકમ ઉચ્ચ ગુણવત્તાની રોજગારીની તકોનું નિર્માણ કરી ભવિષ્યની એક મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે.
આ પ્રસંગે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના ડિરેક્ટર શ્રી જીત અદાણીએ જણાવ્યું હતું કે, “આજે વાસ્તવમાં એક મહત્વના કાર્યની શરૂઆત થઇ છે. તેમણે કહ્યું હતું કે એક જ સ્થળે મિસાઇલ સિસ્ટમ સંકલિત કરીને અદ્યતન મિસાઇલ સિસ્ટમના નિર્માણ માટે જરૂરી સામગ્રીના ઉત્પાદનને સાંકળી લેતો આ પ્રકલ્પ દક્ષિણ એશિયાની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમ બનાવશે. જીત અદાણીએ ઉમેર્યું હતું કે ભારતની સંરક્ષણ તૈયારીઓને મજબૂત બનાવી આપણી સાર્વભૌમ ક્ષમતાને મધ્યપ્રદેશમાં લાવવા ઉપરાંત ભારતને આ ક્ષેત્રમાં આત્મ નિર્ભર બનાવવામાં યોગદાન આપવા માટે અમારા માટે આ ગૌરવની ક્ષણ છે.

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને અદાણી સિમેન્ટના ડિરેક્ટર શ્રી કરણ અદાણી તથા રાજ્યના ઉર્જા મંત્રી શ્રી પ્રદ્યુમન સિંહ તોમર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

એકસાથે બહુવિધ મિસાઇલ કાર્યક્રમોને આધાર આપનાર આ સુવિધા અદ્યતન ઉત્પાદન તકનીકો, સ્વચાલિત ઉત્પાદન પ્રણાલીઓ અને વૈશ્વિક સ્તરે સ્થાપિત બેન્ચમાર્ક અનુસારના સલામતી ધોરણોને એક બીજા સાથે સંકલિત કરશે જે ભારતીય સશસ્ત્ર દળો તેમજ વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય ભાગીદારોની જરૂરિયાતોને પૂરી થવા ઉપરાંત ભારતની વ્યૂહાત્મક સંરક્ષણ ઔદ્યોગિક ક્ષમતાઓ અને ચોકસાઇ-માર્ગદર્શિત દારૂગોળાના વિશ્વસનીય સપ્લાયર તરીકે દેશની સ્થિતિને શક્તિશાળી બનાવશે.
સન ૨૦૨૦થી ગ્વાલિયરમાં અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓમાં રાજ્યના યોગદાનને મજબૂત બનાવતી નાના શસ્ત્રોની એક સંગીન ઇકોસિસ્ટમ વિકસાવી છે. આ સુવિધા મારફત ભારતીય સશસ્ત્ર દળોને પિસ્તોલ, લાઇટ મશીનગન, કાર્બાઇન્સ, એસોલ્ટ રાઇફલ્સ અને અન્ય અદ્યતન નાના શસ્ત્રોની સિસ્ટમ્સ જેવા હથિયારો પૂરા પાડવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારના મજબૂત સમર્થન અને માર્ગદર્શનના કારણે ગ્વાલિયર સંકુલ સંરક્ષણ ઉત્પાદનમાં ભારતની આત્મનિર્ભરતા માટેના અભિયાનમાં એક મુખ્ય સ્તંભ તરીકે ઉભરી આવ્યું છે.

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ સાથે ભાગીદારીમાં હાથ ધરવામાં આવેલા સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ના સફળ પરીક્ષણો પછી ભારતની સ્વદેશી મિસાઇલ યાત્રામાં એક મહત્વપૂર્ણ તબક્કે પહોંચેલું આ રોકાણ આગામી પેઢીની અનેક મિસાઇલ સિસ્ટમ્સના ઉત્પાદનની દિશામાં આગળ વધી રહ્યું છે, જેમાં નેક્સ્ટ જનરેશન એન્ટિ-રેડિયેશન મિસાઇલ (NGARM), RUDRAM-II, નેવલ એન્ટી-શીપ મિસાઇલ-શોર્ટ રેન્જ (NASM-SR), લોંગ-રેન્જ ગ્લાઇડ બોમ્બ (LRGB ‘ગૌરવ’) અને ટેક્ટિકલ ઓટોનોમસ રિકોનિસન્સ એન્ડ એટેક (TARA) સિસ્ટમ શામેલ છે.

You Might Also Like

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
લૂ અને ગરમી દરમિયાન તમારી આંખોની સંભાળ કેવી રીતે રાખવી?
Hotline News Hotline News April 14, 2025
શું નાળિયેર તેલ તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે? સત્ય જાણો
બાળકોના મન પર મનોરંજન માટે બનેલી ફિલ્મોમાં હત્યા અને હત્યા વિશેના હિંસક સંવાદોની નકારાત્મક અસર
ડ્રમ, ફ્રિજ બાદ કચરાની થેલીમાં મળ્યો મૃતદેહઃ કપાયેલા માથા સાથે પોલીથીનમાં પેક કરેલો નગ્ન દેહ, પ્રેમ ત્રિકોણની શંકા
લેબર પાર્ટીએ 37 વર્ષ જૂનો ગઢ છીન્યો, હવે ગીતા સાથે લીધા શપથ, જાણો કોણ છે શિવાની રાજા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
બિઝનેસ

ઓડિશા પૂર્વ ભારતનું ‘આર્થિક હૃદય’ બનશે – કરણ અદાણીએ કહ્યું ₹1.08 લાખ કરોડનું રોકાણ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત

Hotline News Hotline News July 2, 2026
ટેકનોલોજીબિઝનેસભારત

અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે

Hotline News Hotline News July 1, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?