By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ધારાવીના સ્નાતકોના કૌશલ્ય વિકાસ માટે સિમ્બાયોસિસ અને NMDPL વચ્ચે ભાગીદારી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > ધારાવીના સ્નાતકોના કૌશલ્ય વિકાસ માટે સિમ્બાયોસિસ અને NMDPL વચ્ચે ભાગીદારી
બિઝનેસભારત

ધારાવીના સ્નાતકોના કૌશલ્ય વિકાસ માટે સિમ્બાયોસિસ અને NMDPL વચ્ચે ભાગીદારી

Hotline News
Last updated: July 18, 2025 11:50 AM
Hotline News - Editor Published July 18, 2025
SHARE
  • સ્નાતકો અને અનુસ્નાતકોને ઉદ્યોગોમાં નોકરી કરી શકે તેવા કૌશલ્યોથી સજ્જ કરવા માટે ચાર મહિનાનો સઘન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે
  • યુનિવર્સિટીના વ્યાપક ઉદ્યોગ નેટવર્ક દ્વારા પ્લેસમેન્ટ સપોર્ટ પૂરો પાડવામાં આવે છે

મુંબઈ:  ધારાવીકરના યુવક-યુવતીઓ કારકિર્દીલાયક  કૌશલ્યથી સશક્ત બનાવવાના વ્યૂહાત્મક પગલાની દિશામાં સિમ્બાયોસિસ ઓપન એજ્યુકેશન સોસાયટીએ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ – નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL)ની સાથે SPV બનાવીને કૌશલ્ય અને સશક્તિકરણ ટીમ સાથે બિન-લાભકારી ભાગીદારી કરી છે.

સિમ્બાયોસિસ સ્કિલ્સ એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી (SSPU) ભારતની પ્રથમ કૌશલ્ય-કેન્દ્રિત યુનિવર્સિટી છે. તેણે ધારાવીમાં તમામ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે ચાર મહિનાનો સઘન અપસ્કિલિંગ કાર્યક્રમ શરૂ કર્યો છે. અભ્યાસક્રમ BFSI, રિટેલ, લોજિસ્ટિક્સ, આરોગ્યસંભાળ, કન્સલ્ટિંગ અને ઉત્પાદન જેવા ઉચ્ચ-માગવાળા ક્ષેત્રોમાં ફેલાયેલો છે, જે નાણાકીય વિશ્લેષક, વ્યવસાય વિશ્લેષક, HR એક્ઝિક્યુટિવ અને લોજિસ્ટિક્સ કોઓર્ડિનેટર જેવી ભૂમિકાઓમાં પ્રમાણપત્ર આધારિત તાલીમ પ્રદાન કરે છે. સિમ્બાયોસિસ અને NMDPL વચ્ચે આ વર્ષે મે મહિનામાં MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમની વિશેષતાએ તેનું મજબૂત ઉદ્યોગ સંકલન છે. ગેસ્ટ લેક્ચર્સ અને લાઇવ કેસ સ્ટડીઝથી લઈને રિઝ્યુમ-બિલ્ડિંગ વર્કશોપ અને મોક ઇન્ટરવ્યુ સુધી, સહભાગીઓ સીધા કોર્પોરેટ ઇનપુટ્સ સાથે રચાયેલા સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અનુભવમાંથી પસાર થાય છે. સિમ્બાયોસિસના બિઝનેસ ઓપરેશન્સ ડિરેક્ટર શ્રી રાજેશ ખન્નાએ જણાવ્યું હતું કે,  “NMDPL સાથેની અમારી ભાગીદારી ધારાવીના લોકોને સશક્ત બનાવવા તરફ એક મૂળભૂત અને દિશાસૂચક પગલું છે. તેમને ઉદ્યોગ-સંબંધિત સ્કિલથી સજ્જ કરીને, અમે તેમની કારકિર્દીની પ્રગતિ અને આર્થિક સ્વ-નિર્ભરતા માટે નવા માર્ગો ખોલવાનું લક્ષ્ય રાખીએ છીએ.”

આ પહેલ પહેલાથી જ નક્કર અસર કરવાનું શરૂ કરી ચૂકી છે. NMDPLના ધારાવી રિસોર્સ સેન્ટર ખાતે હાલમાં ફાઇનાન્શિયલ એનાલિસ્ટ કોર્સની બે બેચ ચાલી રહી છે, જેમાં કુલ 46 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. નોંધપાત્ર રીતે, 60% થી વધુ સહભાગીઓ મહિલાઓ છે, જે મહિલા ભાગીદારી અને સમાવેશકતાને પ્રોત્સાહન આપવાના સભાન પ્રયાસને પ્રતિબિંબિત કરે છે.

સહભાગીઓએ નોંધપાત્ર શીખવાના લાભો નોંધાવ્યા છે. “મેં પૈસાના સમય મૂલ્ય અને ભવિષ્ય મૂલ્યની ગણતરીઓમાં મૂલ્યવાન આંતરદૃષ્ટિ મેળવી છે. હવે આ બધું વાસ્તવિક લાગવા લાગ્યું છે,” તેમ ધારાવીના તાલીમાર્થી અયાન સિદ્દીકીએ જણાવ્યું હતું. સાયલી ઘોક્ષે અને દિયા વાડેકર જેવા અન્ય લોકોએ નાણાકીય સેવાઓમાં કારકિર્દી માટે પાયાના તત્વો ઇન્સ્યુરન્સ અને પ્રેઝન્ટેશન સ્કિલ પરના સત્રો અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

સિમ્બાયોસિસ માત્ર એક અદ્યતન અને વ્યવસાયલાયક અભ્યાસક્રમ જ નહીં પરંતુ ભૌતિક માળખાગત સુવિધા પણ લાવે છે, જેમાં લર્નિંગ લેબ અને અનુભવી ટ્રેનરોની ઉપલબ્ધિનો સમાવેશ થાય છે. આવા એક નિષ્ણાત હાલમાં ધારાવીમાં સત્રોનું સંચાલન કરી રહ્યા છે, જેમાં યુનિવર્સિટીના વ્યાપક ઉદ્યોગ નેટવર્ક દ્વારા પ્લેસમેન્ટ સપોર્ટ પણ કરવામાં આવી રહ્યો છે.

NMDPL, તેના ભાગરૂપે, ગ્રાઉન્ડ-લેવલ એક્ઝિક્યુશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, તેના ધારાવી રિસોર્સ સેન્ટર દ્વારા ઓપરેશનલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો છે. “આ ફક્ત એક વખતનો કાર્યક્રમ નથી. તે સિમ્બાયોસિસના GCC એમ્પ્લોયબિલિટી એન્ડ સ્કિલિંગ પ્રોગ્રામ (G.E.S.P.) હેઠળના વ્યાપક વિઝનનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ ધારાવી જેવા વિસ્તારોના ઉમેદવારોને ટોચના સ્તરના MNCsના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સમાં ભૂમિકાઓ સુરક્ષિત કરવામાં મદદ કરવાનો છે,” NMDPL પ્રવક્તાએ જણાવ્યું હતું.

ભવિષ્યની યોજનાઓમાં ગ્લોબલ બેન્કિંગ અને બિઝનેસ એનાલિસ્ટ ટ્રેક્સનો સમાવેશ કરીને કાર્યક્રમનો વિસ્તાર કરવાની બાબતનો સમાવેશ થાય છે, જેમાં સતત પરિણામો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. નિરંતર મોનીટરીંગ અને મૂલ્યાંકન નિર્ધારિત કી પર્ફોર્મન્સ ઈન્ડિકેટર્સ (KPIs)ના આધારે કરવામાં આવશે.જેમાં 85% કોર્ષ પૂર્ણતા, ત્રણ મહિનાની અંદર 70% પ્લેસમેન્ટ, 75% હાજરી અને ઓછામાં ઓછું 60% મહિલાઓની સક્રિય ભાગીદારીનો સમાવેશ છે.

શૈક્ષણિક શ્રેષ્ઠતા, કોર્પોરેટ સુસંગતતા અને સમુદાય સુધી પહોંચના સમન્વય સાથે, સિમ્બાયોસિસ-NMDPL ભાગીદારી ભારતના શહેરી માટે એક અનુપમ અને પરિણામલક્ષી કૌશલ્ય વિકાસ મોડેલ તરીકે ઉભરી રહ્યું છે.

About NMDPL:

Navbharat Mega Developers Private Limited (NMDPL) is a Special Purpose Vehicle formed as a joint venture between the Government of Maharashtra and the Adani Group. It is NMDPL’s endeavor to transform and upgrade the lives of Dharavikars by providing them modern housing and preserving their inherent entrepreneurial spirit. This human-centric transformation is about rebuilding spaces and reinventing the very essence of community living, dovetailing state-of-the-art imperatives of transportation connectivity, electricity, water, and internet while enabling a hygienic environment with civic amenities, all benchmarked with the best in class.

For more information, please contact:

Bivabasu Kumar: [email protected] | NMDPL

Parikshit Joshi: [email protected] | NMDPL

Pankaj Mudholkar: [email protected] | Aakriti Promotions and Media Limited

You Might Also Like

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

ધારાવીમાં માસિક ધર્મ સ્વચ્છતા દિવસ પર જાગૃતિ માટે 2,000 થી વધુ મહિલાઓ અને કિશોરીઓ એકમંચ પર આવી

હિન્ડનબર્ગ દ્વારા થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અદાણી કંપનીઓએ તેજીનો વધારો કર્યો

#Adanidharavi
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
હવે રેલ્વે મુસાફરી માટે General Tickets કાઉન્ટર પરથી ત્રણ દિવસ અગાઉથી ઉપલબ્ધ થશે
Hotline News Hotline News February 22, 2025
પોલીસ ભરતી પરીક્ષામાં મોટો ગોટાળો, ઉમેદવારે પોતાની જગ્યાએ  તેના મિત્રને દોડમાં મોકલ્યો
IND vs ENG: ઋષભ પંતે કર્યો ખુલાસો, શા માટે કેપ્ટન શુભમન ગિલને આ જવાબદારી સોંપવામાં આવી
બજેટની મોટી વિશેષતા એ છે કે 11,11,111 કરોડનું મૂડી ખર્ચનું આયોજન છેઃ કનુ દેસાઈ
Israel Iran War: ઇરાની મિસાઇલ હુમલાથી અદાણીનું હાઇફા બંદર અપ્રભાવિત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsબિઝનેસ

અદાણી પાવરે એક મોટો ઉછાળો, એક વર્ષમાં 126%નો ઉછાળો, માર્કેટ કેપમાં ઇન્ફોસિસને પાછળ છોડી દીધું

Hotline News Hotline News May 27, 2026
Top Newsપ્રેસ રિલીઝબિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

Hotline News Hotline News May 26, 2026
Top News

મુંબઈ ૨૦૪૭ સુધીમાં ઝૂંપડપટ્ટી મુક્ત બનવાનું લક્ષ્ય રાખે છે; SRA ૨૦૩૦ સુધીમાં ૭ લાખ પુનર્વસન ઘરોનું લક્ષ્ય રાખે છે

Hotline News Hotline News May 24, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?