By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Operation shield, Night siren drill, નાઇટ મોકડ્રીલ ભારત, सुरक्षा મૉક ડ્રિલ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    Operation shield, Night siren drill, નાઇટ મોકડ્રીલ ભારત, सुरक्षा મૉક ડ્રિલ
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    Operation shield, Night siren drill, નાઇટ મોકડ્રીલ ભારત, सुरक्षा મૉક ડ્રિલ
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    Operation shield, Night siren drill, નાઇટ મોકડ્રીલ ભારત, सुरक्षा મૉક ડ્રિલ
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    Operation shield, Night siren drill, નાઇટ મોકડ્રીલ ભારત, सुरक्षा મૉક ડ્રિલ
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ‘ઓપરેશન શીલ્ડ’; આજે રાત્રે બ્લેકઆઉટ-સાયરન વાગશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ‘ઓપરેશન શીલ્ડ’; આજે રાત્રે બ્લેકઆઉટ-સાયરન વાગશે
Top Newsભારત

‘ઓપરેશન શીલ્ડ’; આજે રાત્રે બ્લેકઆઉટ-સાયરન વાગશે

દ્વારકા-વાડીનારમાં તૈયારીઓ : કેશોદ, સોમનાથ, વેરાવળ, કોડીનારમાં મોકડ્રીલ : અમરેલી જીલ્લામાં અંધારપટ - રાજુલામાં કોસ્ટગાર્ડ જોડાશે : રાજકોટના માધાપર વિસ્તારમાં લાઈટો બંધ કરાશે

Hotline News
Last updated: May 31, 2025 1:44 PM
Hotline News - Editor Published May 31, 2025
SHARE

ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ ગત તા. 7 મે ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે.

દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ‘ઓપરેશન શિલ્ડ’નું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં પણ શનિવાર તા. 31 ના રોજ સાંજે 5 વાગ્યે ફરી એક વાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે.જેના ભાગરૂપે દ્વારકાના એરફોર્સ સ્ટેશન અને વાડીનારમાં કોસ્ટ ગાર્ડ ખાતે પણ આ મોકડ્રિલ યોજવાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયું છે.

આ ઉપરાંત આ બંને સ્થળોએ શનિવારે રાત્રે 7:45 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ શરૂ થવાના સમયે લાંબુ સાયરન અને પૂર્ણ થવા સમયે ટૂંકું સાયરન વગાડવામાં આવશે.

આ મોકડ્રીલ દરમ્યાન નાગરિક સંરક્ષણ દળમાં નવા નોંધાયેલા સ્વયંસેવકો, એનસીસી કેડેટ, હોમગાર્ડ સહિતના જોડાશે. તેમજ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લામાં આ મોકડ્રીલનું આયોજન થશે. જેમાં જિલ્લાના નાગરિકોને સહયોગ આપવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રાજકોટ
રાજકોટમાં આજે માધાપર ચોક આસપાસના વિસ્તારોમાં બ્લેક આઉટ કરી સાઇરન વગાડાશે. લોકોને સહકાર આપવા અપીલ કરાઇ છે. 

ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં યુદ્ધ સહિતની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે નાગરિક સંરક્ષણની તૈયારીઓ માટે સમગ્ર રાજ્યની સાથે સાથે ગીર સોમનાથ જિલ્લામાં આજે તા.31 મેના રોજ સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ યોજાશે.

ગીર સોમનાથ જિલ્લામાં સાંજના 05:30 કલાકથી સોમનાથ મંદિર ખાતે તેમજ સાંજના 06:30 કલાકથી વેરાવળ કોસ્ટ ગાર્ડ સ્ટેશન અને કોડીનાર છારા પોર્ટ ખાતે મોકડ્રીલ યોજાશે. મોકડ્રિલ સંદર્ભે સાંજના 07.45 થી 08.15 સુધી બ્લેકઆઉટ રહેશે. આ બ્લેકઆઉટમાં નાગરિકોને સહકાર આપવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

મોકડ્રીલ દ્વારા નાગરિક સંરક્ષણની તૈયારીઓ, દુશ્મન દેશો દ્વારા થતા ડ્રોન/મિસાઇલ/હવાઈ હુમલા સામે બચાવ માટેની તૈયારીઓ, સિવિલ તથા મિલિટરી ઓથોરીટી વચ્ચે તાલમેલ અંગેનો અભ્યાસ કરી ત્રૂટીઓ દૂર કરવામાં આવશે. આ મોકડ્રીલમાં નાગરિક સંરક્ષણ દળમાં નવા નોંધાયેલ 2312 જેટલા સ્વયંસેવકો, એન.સી.સી કેડેટ્સ, હોમ ગાર્ડ્સ, બ્લેક આઉટ વોર્ડન વગેરે જોડાશે. 

આ મોકડ્રિલ દરમિયાન હવાઈ હુમલા સમયે સાયરન દ્વારા એલર્ટ, બ્લેકઆઉટ પ્રોટોકોલ, કોમ્યુનીકેશન સીસ્ટમ, મેડીકલ રીસ્પોન્સ, ઇવેક્યુએશન, વહીવટી તંત્રની સુસજ્જતા, વોલિયન્ટિયર્સ, આરોગ્ય વિષયક બાબતો, ફાયર સેફ્ટી અને આપાતકાલીન વ્યવસ્થાઓ સહિતના પાસાઓને આવરી લઈ અને નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ બાબતોને ચકાસવામાં આવશે. 

અમરેલી જિલ્લો
ઓપરેશન સિંદૂર બાદ નાગરિકોને સચેત તેમજ જ્ઞાત કરવાના ઉદ્દેશ્ય સાથે તકેદારીના ભાગરુપે રાજયભરમાં ઓપરેશન શીલ્ડ યોજવામાં આવી રહ્યું છે.
ઓપરેશન શીલ્ડ અન્વયે અમરેલી જિલ્લામાં આજરોજ રાત્રે 8 થી રાત્રે 8.30 વાગ્યા (30 મિનિટ) સુધી તમામ તાલુકા મથકો, નગરપાલિકાઓ અને વિવિધ ગામોના વિસ્તારોમાં બ્લેક આઉટ એક્સરસાઇઝ યોજાશે.

મહત્વનું છે કે, નાગરિકોએ આ અંગે ગભરાવાની કે અફવાઓને ઘ્યાને લેવાની નથી, ઓપરેશન શિલ્ડ એ માત્ર નાગરિકોને જ્ઞાત કરવાનો હેતુ ધરાવે છે. 
આ મોક બ્લેક આઉટ એક્સરસાઇઝ (અંધારપટ)ના ભાગરૂપે અમરેલી જિલ્લાના નાગરિકોને સ્વંયભૂ ઘર, વ્યવસાયના સ્થળો સહિતની જાહેર જગ્યાઓ પર લાઇટ બંધ રાખવા અને અતિ આવશ્યક ન હોય તો માર્ગો પર વાહનો સાથે નીકળવાનું ટાળવા અને અંધારપટ જાળવવા માટે સહયોગ આપવા અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાએ અનુરોધ કર્યો છે. 

ઓપરેશન શીલ્ડ અંતર્ગત તકેદારીના ભાગરૂપે શનિવારે બ્લેકઆઉટ એક્સરસાઇઝ યોજી નાગરિકોને જાગૃત્ત તેમજ ઓપરેશન શિલ્ડ અને તેના મહત્વ અને જરૂરિયાતબાબતે સમજૂત કરવા માટે રાજય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે.

આ અન્વયે અમરેલી જિલ્લાના તમામ મહત્વના સ્થળો, ડેમ, એદ્યોગિક એકમોની પ્રોડક્શન સિવાયની સાઇટ તેમજ રહેણાંક મકાનો, વ્યવસાયિક એકમોને બ્લેકઆઉટમાં સ્વયંભૂ જોડાવવા માટે જાગૃત્ત કરવાના છે.

આ સમયે પણ જિલ્લામાં હોસ્પિટલ-દવાખાનાઓ અને આવશ્યક સેવાઓ સહિત ઇમરજન્સી તમામ સેવાઓ વિના વિક્ષેપ યથાવત રીતે શરૂ રહેશે, તેમને આબાબતથી મુક્તત રાખવામાં આવશે.  

બ્લેકઆઉટ એક્સર સાઇઝમાં વધુમાં વધુ નાગરિકોને જોડી રાત્રિના 8.00 વાગ્યાથી 8.30 વાગ્યા સુધી લાઇટ બંધ રાખવા જાગૃત્ત કરવાના પ્રયાસો અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.

જિલ્લાના તમામ ડેમ અને જે સ્થળોએ સાઇરન છે તેવા સ્થળોએ રાત્રિના 8.00 કલાકે સાઇરન વાગશે. સાઇરન વાગતા નાગરિકોએ લાઇટ બંધ રાખવાની છે. જરૂરી ન હોય તેવો વાહન વ્યવહાર પણ સ્થગિત રહે તે માટે નાગરિકોએ સહકાર આપવો. 

રાજુલા
ઓપરેશન શીલ્ડ અન્વયે રાજુલા મુકામે કોસ્ટગાર્ડ સાઇટ પર મોકડ્રીલ યોજાશે. આ સાથે સંભવિત સ્થિતિને પહોંચી વળવા સિવિલ ડિફેન્સ, એન.સી.સી. એન.એસ.એસ., નહેરૂ યુવા કેન્દ્ર સહિતના સ્વયંસેવકોને જોડી રક્તદાન તેમજ રાહત બચાવની કામગીરીમાં જોતરવામાં આવશે.

જે સ્વયંસેવકોએ નોંધણી કરાવી છે તેમણેસંબંધિત કચેરીનો સંપર્ક કરવો. સ્વંયસેવક તરીકે જરૂરી હોય ત્યાં જોડાવવાનું રહેશે, આ તમામના રિસ્પોન્સિંગ સમય નોંધવામાં આવશે. 

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Operation shield, Night siren drill, નાઇટ મોકડ્રીલ ભારત, सुरक्षा મૉક ડ્રિલ
Top Newsગુજરાતસુરત
સુરતમાં દેશનો પહેલો બેરિયર લેસ ટોલ પ્લાઝા શરૂ, રોકાયા વગર જ વાહનો પાસેથી ટોલ કપાઈ રહ્યો છે
Hotline News Hotline News May 5, 2026
એક સમયે ગુજરાતમાં પુત્રને સૌથી મોટી જીત અપાવી હતી, આ વખતે શૈલેષ સોટ્ટા અને મધુ શ્રીવાસ્તવ આમને-સામને થશે, કોણ જીતશે?
અદાણી ટોટલ ગેસ Q2 પરિણામો: નફો 8% વધીને રૂ. 186 કરોડ થયો
અમદાવાદ એરપોર્ટ પર નવા પેરેલલ ટેક્સીવેથી કાર્યક્ષમતામાં વધારો થશે
નમાજ અદા કરીને નીકળતાં જ જૂની અદાવતમાં બિલ્ડરની હત્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Operation shield, Night siren drill, નાઇટ મોકડ્રીલ ભારત, सुरक्षा મૉક ડ્રિલ
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Operation shield, Night siren drill, નાઇટ મોકડ્રીલ ભારત, सुरक्षा મૉક ડ્રિલ
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
Operation shield, Night siren drill, નાઇટ મોકડ્રીલ ભારત, सुरक्षा મૉક ડ્રિલ
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?