અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ નોર્વે ચેસ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચનારા યુવા ચેસ ગ્રાન્ડ માસ્ટર આર. પ્રજ્ઞાનંદાને ખાસ અભિનંદન પાઠવ્યા છે. ગૌતમ અદાણીએ પ્રજ્ઞાનંદાને નોર્વે ચેસ જીતનાર પ્રથમ ભારતીય બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રજ્ઞાનંદાની આ સિદ્ધિને ચેસની દુનિયામાં સહનશીલતા, બુદ્ધિ અને સ્વભાવની અંતિમ કસોટીઓમાંની એક ગણાવી હતી.
અદાણી ગ્રુપના ચેરમેને તેમની પોસ્ટમાં આગળ લખ્યું, “પ્રજ્ઞાનંદાની જીતને વધુ ખાસ બનાવે છે તે તેના જુસ્સાથી રમે છે. તે એક ભારતીયની જેમ નિર્ભય છે અને તેના લક્ષ્ય પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રજ્ઞાનંદા, તમે ઉભરતા યુવા ભારતના આત્મવિશ્વાસનું પ્રતીક છો. સમગ્ર દેશ તમારા પર ગર્વ કરે છે.”

પ્રજ્ઞાનંદાની ચેસની કારકિર્દીની યાત્રા અને તેના અસાધારણ કમિટમેન્ટને શરૂઆતમાં જ પારખના અદાણીએ અદાણી સ્પોર્ટ્સલાઇનના “ગર્વ હૈ”ની પહેલ દ્વારા તેમને સહાયકની ભૂમિકાના રુપમાં સમર્થન આપતા નોંધ્યું હતું કે રમતના સૌથી ભવ્ય તબક્કામાંના એક પર વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને પરાજીત કરવા એ એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેમણે યુવાન ગ્રાન્ડમાસ્ટરના નિર્ભય, રમત કેન્દ્રિત અભિગમ અને ઊંડાણપૂર્વકની ભારતીય ભાવનાની પ્રશંસા કરી હતી.
અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના ના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે: “વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાંની એક, નોર્વે ચેસ જીતનાર પ્રથમ ભારતીય બનવાની પ્રજ્ઞાનંદાની સિદ્ધિ ભારતીય ચેસ અને ભારતીય રમત માટે ગર્વની ક્ષણ છે. ઓસ્લોમાં તેમણે જે કંઈ ઉપ્લબ્ધિ હાંસલ કરી છે તેનું અમોને ખૂબ ગૌરવ છે. પ્રણવ અદાણીએ વધુમાં કહ્યું કે તેઓ ભારતીય ચેસ અને ભારતીય રમતગમતના ક્ષેત્રમાં મોટી છલાંગ ભરવાની દીશામાં આગળ વધશે અને તેમની યાત્રા દેશભરના અસંખ્ય યુવા-યુવતીઓને ચેસ રમવા અને આત્મવિશ્વાસ સાથે તેમના સપનાઓને આગળ વધારવા માટે પ્રેરણા આપશે. તેમણે પ્રજ્ઞાનંદા આવનારા વર્ષોમાં સતત પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી છે.

૨૦ વર્ષીય આ ગ્રાન્ડમાસ્ટરે વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસન, વર્તમાન વિશ્વ ચેમ્પિયન ગુકેશ ડી, અલીરેઝા ફિરોઝા, વેસ્લી સો અને વિન્સેન્ટ કાયમરની હરોળથી આગળ રહીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ દરમિયાન, તેણે કાર્લસનને બે વાર પરાજીત કર્યો અને ગુકેશ પર એક મહત્વપૂર્ણ ક્લાસિકલ વિજય મેળવી ચેસની સૌથી પ્રખ્યાત ટ્રોફી જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે.
ટાઇટલ માટેની દાવેદારીમાં અંતિમ રાઉન્ડમાં પ્રવેશતા પ્રજ્ઞાનંદાએ આર્માગેડન ટાઈબ્રેકમાં જીત મેળવતા પહેલા સાથી ભારતીય ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગાઈસીને ડ્રો પર અટકાવવાના કારણે અન્ય પરિણામો સાથે મળીને સ્ટેન્ડિંગમાં ટોચ પર પોતાનું સ્થાન સુરક્ષિત કરીને ભારતીય ચેસ માટે એક સીમાચિહ્નરૂપ વિજય હાંસલ કર્યો છે.
2013 માં શરુ થયેલી નોર્વે ચેસ ટુર્નામેન્ટની ગણના આંતરરાષ્ટ્રીય ચેસ કેલેન્ડર પર સૌથી મજબૂત અને સૌથી પ્રતિષ્ઠિત ઇવેન્ટ્સમાંની એક તરીકે થાય છે. ભારતનો સમૃદ્ધ ચેસ વારસો અને વર્ષોથી અનેક અગ્રણી ભારતીય ગ્રાન્ડમાસ્ટરોની ભાગીદારી હોવા છતાં પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ કે વર્તમાન વિશ્વ ચેમ્પિયન ગુકેશ ડી બંનેમાંથી કોઈએ અગાઉ આ ખિતાબ જીત્યો નથી તે સંદર્ભમાં પ્રજ્ઞાનંદની સિદ્ધિ નોંધપાત્ર બની રહી છે. ભારતીય ચેસના એક નોંધપાત્ર તબક્કા વચ્ચે તેમણે જ્વલંત વિજય મેળવ્યો છે. ગ્રાન્ડમાસ્ટર્સની એક નવી પેઢી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને સૌથી મોટા સ્ટેજ પર પડકાર ફેંકી રહી છે અને હરાવી રહી છે.
“ચેસના વિમ્બલ્ડન” તરીકે વ્યાપકપણે ઓળખાતી નોર્વે ચેસ પ્રતિવર્ષ રમતના ઘણા ઉચ્ચ ક્રમાંકિત ખેલાડીઓને એકસાથે લાવે છે. આ વર્ષની એડિશન તાજેતરના ઇતિહાસમાં સૌથી મજબૂત હતી જેમાં બહુવિધ વિશ્વ-ટાઇટલ દાવેદારો અને રમતના કેટલાક સૌથી સફળ ગ્રાન્ડમાસ્ટરનો સમાવેશ થાય છે.
સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પ્રજ્ઞાનંદાએ નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા અને સંયમ દર્શાવ્યો હતો, વારંવાર નિષ્ફળતાઓનો પડકાર જીલી તેમણે નિર્ણાયક પ્રદર્શન સાથે આ સ્પર્ધામાં અડગ રહીને તાજ સુરક્ષિત રાખ્યો હતો.. ખાસ કરીને કાર્લસન સામેનો તેમનો વિજય નોંધપાત્ર હતો. આ સાથે પ્રજ્ઞાનંધ એક જ ટુર્નામેન્ટમાં બે વાર નોર્વેજીયન ખેલાડીને હરાવનારા ખેલાડીઓના એક ઉચ્ચ જૂથમાં જોડાયો છે અને પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન પર ત્રણ ક્લાસિકલ જીત નોંધાવનારા જૂજ ખેલાડીઓમાંનો એક બન્યો છે.
આ વિજય પ્રજ્ઞાનંદાના નોંધપાત્ર ઉદયમાં વધુ એક સીમાચિહ્નરૂપ ક્ષણ દર્શાવે છે અને રમતની તેજસ્વી પ્રતિભાઓમાં તેમનું સ્થાન વધુ મજબૂત બનાવે છે. તે ભારતીય ચેસની વધતી જતી શક્તિ અને ઊંડાણને પણ પ્રતિબિંબિત કરે છે, જેમાં ગ્રાન્ડમાસ્ટર્સની નવી પેઢી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને પડકારતી રહી છે. પ્રજ્ઞાનંદાને અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા તેની “ગર્વ હૈ” પહેલ દ્વારા પ્રેરક ટેકો આપવામાં આવ્યો છે, આ પહેલ મારફત નાણાકીય સહાય,આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અને માળખાગત માર્ગદર્શન દ્વારા ભારતની આગામી પેઢીના રમતગમત ચેમ્પિયનને પોષે છે.
………………………………..
વિશેષ જાણકારી માટે સંપર્ક: [email protected]


