By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરતના દરિયે હવાઈ ડ્રોન હુમલાને પહોચી વળવા ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને અદાણી હજીરા પોર્ટનું સંયુક્ત ઓરેશન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરતના દરિયે હવાઈ ડ્રોન હુમલાને પહોચી વળવા ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને અદાણી હજીરા પોર્ટનું સંયુક્ત ઓરેશન
ScienceTop Newsટેકનોલોજીસિટી ન્યૂઝસુરત

સુરતના દરિયે હવાઈ ડ્રોન હુમલાને પહોચી વળવા ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને અદાણી હજીરા પોર્ટનું સંયુક્ત ઓરેશન

‘હવાઈ ડ્રોન હુમલા’ સામે સુરક્ષા સજ્જતા ચકાસવા મોકડ્રીલ

Hotline News
Last updated: March 9, 2026 4:40 PM
Hotline News - Editor Published March 9, 2026
SHARE

સુરત: હજીરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી વર્તમાન સમયમાં વધતા જતા ટેકનિકલ સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેરીટાઇમ બોર્ડ-સુરત (GMB) અને અદાણી હજીરા પોર્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે અદાણી હજીરા પોર્ટ ઉપર ‘ડ્રોન હુમલા’ની સફળ મોકડ્રીલ યોજાઈ હતી.

અદાણી હજીરા પોર્ટ ઉપર બપોરે ૧૨.૧૦ કલાકે અજાણ્યા શંકાસ્પદ ડ્રોન દ્વારા લિક્વિડ જેટી અને લિક્વિડ ટર્મિનલ પર હવાઈ ડ્રોન હુમલો થયો હતો. કવાયતની શરૂઆત ઓન-સાઈટ ઈમરજન્સી તરીકે થઈ હતી. સતર્કતાના ભાગરૂપે કાર્ગો હેન્ડલિંગ, શિપ મૂવમેન્ટ અને ક્રેન ઓપરેશન તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાઈ હતી. પોર્ટ સિક્યુરિટી યુનિટ્સ, CISF અને મરીન પોલીસ ‘હાઈ એલર્ટ’ થઈ પોર્ટ પરના તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થાને ખસી જવા સૂચના આપી હતી. ત્યારબાદ કેમિકલ કાર્ગો જહાજ અને તેની સાથે જોડાયેલા ટેન્ક ફાર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડ્રોન હુમલાની કવાયત થઈ હતી. આ હુમલાને કારણે ‘હેવી એરોમેટિક કેમિકલ’ સાથે સંબંધિત જોખમી સ્થિતિ સર્જાઈ હતી. ઈમરજન્સી પ્રોટોકોલ ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ મ્યુચ્યુઅલ એઇડ ટીમોને જવાબદારી સોંપાઈ હતી, જેના દ્વારા સ્થાનિક અને જિલ્લા સ્તરે વિવિધ એજન્સીઓ વચ્ચેના તાલમેલ અને પ્રતિસાદની અસરકારકતાની ચકાસણી કરાઈ હતી.

સમગ્ર મોકડ્રીલની પ્રક્રિયા અદાણી હજીરા પોર્ટ લિ.ના ચીફ ઓપરેટિંગ ઓફિસર પંકજ ઉકેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદ હેઠળના ડિસ્ટ્રિક્ટ ક્રાઈસિસ ગ્રુપ (DCG), લોકલ ક્રાઈસિસ ગ્રુપ (LCG), ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) અને મ્યુચ્યુઅલ એઇડ ગ્રુપ-હજીરાના માર્ગદર્શનમાં સુરત પોલીસ કમિશનર કચેરી, રાજ્ય સરકારના ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય નિયામક (DISH), ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને અન્ય જિલ્લા સ્તરીય આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓ સહભાગી બન્યા હતા.

મોકડ્રીલમાં હજીરા વિસ્તારની ‘મ્યુચ્યુઅલ એઇડ’ ઇન્ડસ્ટ્રીઝ જેવી કે શેલ, AM/NS, ક્રિભકો, NTPC, રિલાયન્સ, ONGC, GAIL અને હજીરા નોટિફાઇડ ઓથોરિટીના પ્રતિનિધિઓ સહભાગી બન્યા હતા.

અદાણી હજીરા પોર્ટ લિ., સરકારી વિભાગો અને સ્થાનિક કંપનીઓએ સાથે મળીને આપત્તિ સામે લડવાની ક્ષમતા, સજ્જતા અને સામુદાયિક સુરક્ષાને મજબૂત બનાવવા અભ્યાસ કર્યો હતો. જે ઈમરજન્સી મેનેજમેન્ટ અને જવાબદાર પોર્ટ કામગીરીમાં મદદરૂપ બનશે.

મોકડ્રીલમાં જી.એમ.બી (GMB) પોર્ટ ઓફિસર અમિત કુમાર, અદાણી હજીરા પોર્ટના હેલ્થ, સેફ્ટી અને પર્યાવરણ વિભાગના હેડ આદિત્ય અભિષેક પાંડે, લિક્વિડ ટર્મિનલ હેડ ગૌરાંગ ચુડાસમા, મામલદાર ચોર્યાસી નિરવ પરિતોષ, અદાણી હજીરા પોર્ટ સિક્યુરિટી ટીમ, સ્થાનિક પોલીસ, મરીન પોલીસ અને ફાયર વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે, સમગ્ર મોકડ્રીલનું વિશ્લેષણ કરી સુરક્ષા પ્રોટોકોલમાં વધુ સુધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

You Might Also Like

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
પહેલગામ હુમલા બાદ સલમાન, માધુરી સહિતના સ્ટાર્સનો યુકે પ્રવાસ મુલતવી
Hotline News Hotline News April 30, 2025
પિતા અને ચાર પુત્રીઓના આપઘાતમાં વધુ એક નવો ખુલાસો
અદાણી GEMS સ્કૂલ ઓફ એક્સેલન્સે ભારતની શ્રેષ્ઠ ઉભરતી શાળાઓમાં સ્થાન મેળવ્યું
પતિ બ્રિટન પસંદ કરે છે, પત્ની ભારત પસંદ કરે છે… ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના દંપતીને છૂટાછેડા આપ્યા
સ્વાસ્થ્ય સાથે રમત! સડેલા કેરીમાંથી મેંગો શેક બનાવવામાં આવી રહ્યો હતો; ફૂડ વિભાગે જપ્ત કર્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ઓડિશા પૂર્વ ભારતનું ‘આર્થિક હૃદય’ બનશે – કરણ અદાણીએ કહ્યું ₹1.08 લાખ કરોડનું રોકાણ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત

Hotline News Hotline News July 2, 2026
ટેકનોલોજીબિઝનેસભારત

અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે

Hotline News Hotline News July 1, 2026
બિઝનેસભારત

અદાણી પોર્ટસના વિઝિંજામ બંદરમાં MSC ગ્રુપ 49% હિસ્સો ખરીદી 2.85 અબજ ડોલરનું રોકાણ કરશે

Hotline News Hotline News June 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?