પહેલગામ હુમલા બાદ હવે પાકિસ્તાન સામે આકરી લશ્કરી પગલા લેવાશે તેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સહિતના તમામ નેતૃત્વએ સંકેત આપી દીધા છે અને દિલ્હીમાં ઉચ્ચસ્તરીય સરકાર સેન્ય વચ્ચે બેઠકોનો દૌર ચાલુ છે તો પાક સાથેની સરહદો પર પણ હવે બોર્ડર સિકયોરીટી ફોર્મ (બીએસએફ) પુરી રીતે એકશનમાં આવી ગઈ છે.
ખાસ કરીને કાશ્મીર સરહદે ગ્રામીણ ક્ષેત્રમાં લોકોને યુદ્ધના સમયમાં સ્વરક્ષણ કેમ કરવું તે અંગે ગ્રામીણ ક્ષેત્રમાં લોકોને તાલીમ આપવાનું શરૂ કર્યુ છે તો યુદ્ધ છેડાય તો સરહદી ગામો ખાલી પણ કરાવવા પડે તેવા સંકેત છે.
તેથી તેના માટે પણ તૈયાર રહેવા જણાવવામાં ગ્રામીણ ક્ષેત્રમાં લોકોએ હવાઈ સહિતના હુમલાથી બચવા બંકરો જે અગાઉ બનાવ્યા હતા તે પણ ફરી ખોલી નાખ્યા છે અને ઘરેલુ બંકરોની લોકોએ સાફસફાઈ કરી છે.
જેથી કટોકટીના સમયમાં તેમાં સલામત રહી શકાય. સતાવાર યાદી મુજબ સરહદી ક્ષેત્રના ગ્રામ્ય સુરક્ષા ગ્રુપ ફરી એકશનમાં આવ્યા છે. ખાસ કરીને રાજૌરીના નૌશેરામાં આ ગતિવિધિ શરૂ થઈ છે.
ગ્રામીણ લોકો દેશના સેન્યને સહયોગ આપે અને દુશ્મનની હિલચાલ પર નજર રાખે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.બીજી તરફ પંજાબ સરહદે પણ સુરક્ષા દળોએ સરહદી ક્ષેત્રના ખેતરોમાં આગામી બે દિવસમાં પાકની વાવણી-લલણી પુરી કરવા અને કોઈપણ સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવાયુ છે.
ભારત-પાક સરહદ પર ઝીરો-ઝોન તરીકે ઓળખાતા ક્ષેત્રમાં હજારો હેકટરમાં ખેતી થાય છે. પંજાબ સરહદે જ 530 કી.મી. લાંબો આંતરરાષ્ટ્રીય સરહદ પર 45000 એકર જમીનમાં કૃષી પ્રવૃતિ ચાલુ છે. અહી ગુરુદ્વારા સહિતને વિશ્વાસમાં લઈને બીએસએફએ યુદ્ધની સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવાયુ છે. અહી સરહદ નજીકની ચોકીઓ આસપાસના ખેતરોમાં પહોંચવા જે ખાસ ગેટ છે .
તે પણ જરૂર પડે બંધ કરવામાં આવશે. અહી વરસાદના કારણે કૃષી શેડયુલ પર અસર થઈ છે. મોટાભાગના ખેડુતોએ જો કે તેની ચોમાસા પુર્વેની કૃષી પ્રવૃતિ પુરી કરી છે પણ પશુઓના ચારા વિ. માટે જે ઘઉંના લલણી પછીના મુળાઓના ભંડારો છે. તે ખસેડવા પડશે. પંજાબના તરણતારણ, ફિરોજપુર, અમૃતસર અને ફાઝીલ્કા જીલ્લાની સરહદો પાક સાથે જોડાયેલ છે. અહી બીએસએફ અને સેન્ય મુવમેન્ટ વધી ગઈ છે. સલામતી દળોને કોઈ સ્થિતિ માટે તૈયાર રહેવુ પડે તેવી સ્થિતિ છે. સામે છેડે પાક રેન્જરે પણ તેની સ્થિતિ મજબૂત બનાવવા કોશીશ કરી છે.