By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: Jalgaon train accident : મૃત્યુઆંક વધીને ૧૩ થયો : તપાસના આદેશ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > Jalgaon train accident : મૃત્યુઆંક વધીને ૧૩ થયો : તપાસના આદેશ
Top News

Jalgaon train accident : મૃત્યુઆંક વધીને ૧૩ થયો : તપાસના આદેશ

ભૂલથી ફાયર એલાર્મ વાગતા અફડાતફડી મચી અને સર્જાઈ કરૂણાંતિકા : આગની અફવાથી ગભરાઈને મુસાફરો નીચે કૂદી પડ્યા અને બીજા ટ્રેક પરથી આવતી ટ્રેન સાથે અથડાઈ ગયા : ઘણા મુસાફરો ઘાયલ : રેલ્વે ટ્રેક પર મૃત્યુના ભયાનક દ્રશ્યો : બચાવ કાર્ય માટે રાહત અને બચાવ ટ્રેન ઘટનાસ્થળે પહોંચી

Hotline News
Last updated: January 23, 2025 12:51 PM
Hotline News - Editor Published January 23, 2025
SHARE

આગ લાગ્યાની અફવાથી ગભરાટમાં યાત્રીઓ ટ્રેનમાંથી નીચે કુદી પડતા દરમિયાન અન્ય પાટા પર પુરઝડપે આવેલી ટ્રેનની હડફેટે આવી જતા અનેક યાત્રીઓના મોત થવાની ઘટનાથી દેશ હચમચી ગયો છે. આ દુર્ઘટનામાં 13 લોકો માર્યા ગયા છે.

અનેક લોકો ઘાયલ થયા છે. આ ટ્રેન દુર્ઘટનાથી ઘટના સ્થળે દર્દનાક દ્રશ્યો ખડા થયા હતા. અન્ય ટ્રેનની હડફેટે આવેલા લોકોએ દમ તોડી દેતા ઘટનાસ્થળે દર્દનાક દ્દશ્યો મન વિચલીત કરી નાખે તેવા હતા. આ રેલ કરુણાંતિકા મામલે તપાસના આદેશ અપાયા છે.

આ ટ્રેન અકસ્માત માટે લોકોમાં ટ્રેનમાં આગામી અફવાથી કૂદી જતા અને સામે પૂરઝડપે આવતી ટ્રેનની ઠોકરે આવી જવા ઉપરાંત ગોળાઈ વાળા પાટા હોવાથી ટ્રેનના પાયલોટને દૂરથી પાટા પર લોકો ન દેખાયાની શંકા વ્યક્ત કરાઈ છે.

ખોફનાક દ્દશ્ય: નજરે જોનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે દુર્ઘટનાનો ભોગ બનેલ એક વ્યક્તિનું માથું કપાઈ ગયું હતું. એક મહિલાને ખબર પડી કે તેનો પતિ આ દુર્ઘટનામાં માર્યો ગયો છે તો તે આ સાંભળીને બેશુદ્ધ થઈ ગઈ હતી. વિખેરાયેલી લાશો વચ્ચે લોકો પોતાના સ્વજનને શોધી રહ્યા હતા. હાલત એટલી હદે ખરાબ હતી કે મૃતકોને ઓળખવા મુશ્કેલ હતા.

વિડીયો સોશ્યલ મીડીયા પર વાયરલ: રેલવે ટ્રેક પર અનેક યાત્રીઓના ક્ષત-વિક્ષત મૃતદેહોનો વિડીયો વાયરલ થયો હતો. આવા ભયાનક દ્દશ્ય જોવાથી બચવા કેટલાક તો કોચની બારી પણ બંધ કરી દીધી હતી.

બચાવ કાર્ય શરૂ: દુર્ઘટના બાદ રાહત બચાવ ટ્રેન ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મહારાષ્ટ્રના જલગાંવથી મંત્રી ગુલાબરાવ પાટીલે જણાવ્યું હતું કે અકસ્માત બાદ રાહત બચાવ ટ્રેન ઘટનાસ્થળે મોકલાઈ હતી. ઘાયલોની સારવાર માટે ડોકટરોની ટીમ મોકલાઈ હતી.

ફાયર એલાર્મ વાગવા પર સંશય: જલગાંવ રેલ કરુણાંતિકા માટે આગની અફવાના મામલામાં ભૂલથી ફાયર એલાર્મ વાગવા અને બચવા માટે યાત્રીઓમાં અફડાતફડી મચી હોવાની શંકા સેવાઈ રહી છે. જો કે રેલવેએ હજુ આ બારામાં કંઈ સ્પષ્ટ નથી કહ્યું, હાલ તો મામલાની તપાસ ચાલી રહી છે.

રેલ દુર્ઘટનાની તપાસના આદેશ: રેલવેએ જલગાંવ રેલ દુર્ઘટનાની તપાસના આદેશ અપાયા છે. તપાસ ટીમ નજરે જોનારાઓની સાથે રેલ યાત્રીઓના નિવેદન નોંધશે. રેલ યાત્રીઓને બોલાવવામાં આવશે. સીઆરએસની ટીમ બન્ને ટ્રેનના લોકો પાયલોટ અને ગાર્ડ સહિત અન્ય સ્ટાફની પણ પુછપરછ કરશે.

દુર્ઘટનાનું કારણ ગોળાઈવાળા પાટા? ટ્રેક લીધો હોત તો બ્રેક લાગી શકી હોત
મહારાષ્ટ્રમાં જલગાંવ રેલ દુર્ઘટના માટે ગોળાઈ વાળા પાટા પર પણ શંકા સેવાઈ રહી છે.એક અધિકારીએ જણાવ્યું હતું કે જયાં દુર્ઘટના સર્જાઈ ત્યાં પાટા ગોળાઈ વાળા છે.આ કારણે દિલ્હી જઈ રહેલી કર્ણાટક એકસપ્રેસની દ્રશ્યતાને અસર થઈ જો પાટા સીધા હોત તો કર્ણાટક એકસપ્રેસના લોકો પાયલોટ (ટ્રેન ચાલક) ને દુરથી જ પાટા પર ઉભેલી ભીડ દેખાઈ હોત અને અકસ્માત ટળી શકયો હોત.

રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે બન્ને ટ્રેનનાં લોકો પાયલોટોએ અકસ્માત ટાળવા દરેક સંભવ કોશીશ કરી હતી. પુષ્પક એકસપ્રેસના લોકો પાયલોટે ઈમરજન્સી સ્થિતિમાં ફલેઈ લાઈટ કરી જેને જોઈને કર્ણાટક એકસપ્રેસના લોકો પાયલોટે ટ્રેન રોકવા બ્રેક લગાવવી શરૂ કરી પણ પાટા ગોળાઈવાળા હોઈ બ્રેકીંગને અસર થઈ.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગુજરાતભરૂચસિટી ન્યૂઝ
અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા દિવાળી મેળા મારફતે મહિલાઓના ઉદ્યોગસાહસને નવો વેગ મળ્યો
Hotline News Hotline News October 15, 2025
મોહમ્મદ રફીની તસવીર રૂા.૧૦૦ ના સિક્કા પર જોવા મળશે
62 કલાક સ્પેસવોક, 900 કલાક સંશોધન… સુનિતા વિલિયમ્સે અવકાશમાં ફસાયા પછી પણ રેકોર્ડ બનાવ્યા
ભારતીય રમતગમતના સ્ટાર્સ ભારતીય સેનાને સલામ કરે છે
સલમાન ખાન ઉઘાડા પગે ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

દ્વારકા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત… ઈ-રિક્શા પર લદાયેલા સળિયા કૅબ ડ્રાઈવરની છાતી ચીરીને આરપાર નીકળી ગયા, મોત

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?