By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી એન્ટરપ્રાઇઝે રુ.1000 કરોડના નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઇશ્યુની જાહેરાત કરી, વાર્ષિક 9.30% સુધી વ્યાજ દર
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી એન્ટરપ્રાઇઝે રુ.1000 કરોડના નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઇશ્યુની જાહેરાત કરી, વાર્ષિક 9.30% સુધી વ્યાજ દર
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝે રુ.1000 કરોડના નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઇશ્યુની જાહેરાત કરી, વાર્ષિક 9.30% સુધી વ્યાજ દર

Hotline News
Last updated: July 7, 2025 11:58 AM
Hotline News - Editor Published July 7, 2025
SHARE

અમદાવાદ : ૧૯૯૩ થી ટકાઉ માળખાગત વ્યવસાયોની સ્થાપનાનો લાંબો ટ્રેક રેકોર્ડ ધરાવતી અને બજારના મૂડીકરણની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી લિસ્ટેડ બિઝનેસ ઇન્ક્યુબેટર્સ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ.એ સુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના તેના બીજા જાહેર ઇશ્યૂની જાહેરાત કરી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરાયેલ AELના ₹ ૮૦૦ કરોડનો પ્રથમ નોન કન્વર્ટીબલ ઇસ્યુ પ્રથમ દિવસે જ સંપૂર્ણપણે ભરાઇ ગયો હતો.

અદાણી સમૂહના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર જુગેશિંદર ‘રોબી’ સિંઘે જણાવ્યું હતું ” અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા જારી કરવામાં આવી રહેલ નોન કન્ર્ટીબલ ડિબેન્ચર (NCD) નો બીજો જાહેર ઇશ્યુ લાંબા ગાળા માટેના માળખાકીય વિકાસમાં સમાવિષ્ટ મૂડી બજારની વૃદ્ધિ અને છૂટક હિસ્સેદારી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વધુ ગાઢ બનાવે છે. આ નવો ઇશ્યૂ અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) ની પ્રથમ NCD ઓફરને બજારમાંથી મળેલા મજબૂત પ્રતિસાદને અનુસરે છે, જેમાં છ મહિનામાં અંડર રેટિંગ અપગ્રેડ થયા પછી ડેટ રોકાણકારોની મૂડી માટે જોવા મળેલી પ્રશંસા જૂથની એકધારી ડિલિવરી અને નાણાકીય મજબૂતાઈને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે “અદાણી પોર્ટ્સ અને SEZ, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પાવર અને અદાણી ગ્રીન એનર્જી સહિત ભારતના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા અને પરિવહન ઉપયોગિતા પ્લેટફોર્મના ઇન્ક્યુબેટર તરીકે અદાણી એન્ટરપ્રાઇઝ હવે એરપોર્ટ, રસ્તાઓ, ડેટા સેન્ટરો અને ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમમાં આગામી પેઢીના માળખાકીય વ્યવસાયોને સફળતાપૂર્વક આગળ વધારી રહ્યું છે. આ દરેક વર્ટિકલ્સ $5 ટ્રિલિયનના અર્થતંત્ર બનાવવાના લક્ષ્ય તરફ ભારતની સફરમાં પરિવર્તનશીલ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.”

(NBFC સિવાય) AEL એકમાત્ર કોર્પોરેટ છે જે વ્યક્તિગત અને બિન-સંસ્થાકીય રોકાણકારો માટે ભારતની માળખાગત વિકાસની ગાથામાં ભાગ લેવાની અમૂલ્ય તક છૂટક રોકાણકારોને લિસ્ટેડ ડેટ પ્રોડક્ટ ઓફર કરી રહી છે. તાજેતરના વ્યાજ દરમાં ઘટાડા અને નરમ વ્યાજ દરના ચક્રની વચ્ચે AELનો NCDનો ઇશ્યૂ સ્થિર, નિશ્ચિત-આવકના માર્ગો શોધતા રોકાણકારો માટે યોગ્ય સમયે આવી રહ્યો છે. સમાન રેટેડ NCDs અને ફિક્સ્ડ ડિપોઝિટની તુલનામાં સ્પર્ધાત્મક આવક ઓફર કરતો આ ઇશ્યૂ રોકાણકારો માટે એક મૂલ્યવાન પ્રસ્તાવ પ્રસ્તુત કરે છે.

સૂચિત NCDs ને “Care AA-; Stable” અને “[ICRA]AA- (સ્થિર)” રેટિંગ આપવામાં આવ્યું છે. સૌ પ્રથમ CARE રેટિંગ્સે ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ AEL ના ક્રેડિટ રેટિંગને અપગ્રેડ કર્યું હતું અને ૧૮ જૂન ૨૦૨૫ ના રોજ આ રેટિંગને ફરીથી સમર્થન આપ્યું હતું. ICRA એ ૨૮ માર્ચ ૨૦૨૫ ના રોજ ‘ [ICRA]AA- (સ્થિર) ‘ રેટિંગ આપ્યું હતું અને 17 જૂન 2025 ના રોજ તેને ફરી સમર્થન આપ્યું હતું. આ રેટિંગ ધરાવતી સિક્યોરિટીઝ નાણાકીય જવાબદારીઓની સમયસર સેવા આપવાના સંદર્ભમાં ઉચ્ચ સ્તરનું સલામત માનવામાં આવે છે. આ શ્રેણીના રેટીંગ સિક્યોરિટીઝ માટે બહુ જ ઓછું ક્રેડિટ જોખમ ધરાવે છે.

ઇશ્યૂની બેઝ સાઇઝ ₹ 500 કરોડની છે, જેમાં વધારાના ₹ 500 કરોડ (ગ્રીન શૂ ઓપ્શન) સુધીના ઓવર-સબ્સ્ક્રિપ્શનને જાળવી રાખવાનો વિકલ્પ છે આમ ઇશ્યૂ અથવા ઇશ્યૂ સાઈઝ કુલ ₹ 1,000 કરોડ સુધીની છે . આ ઇશ્યૂ 9 જુલાઈ 2025 ના રોજ ખુલશે અને 22 જુલાઈ 2025 ના રોજ બંધ થશે, જેમાં વહેલા બંધ થવાનો અથવા વિસ્તરણનો વિકલ્પ હશે.

ડિબેન્ચરની ફેસ વેલ્યુ ₹ 1000 છે. દરેક અરજી ઓછામાં ઓછી 10 NCD માટે અને ત્યારબાદ 1 NCD ના ગુણાંકમાં હશે. અરજીનું લઘુત્તમ કદ ₹ 10,000 હશે. આ ઇશ્યુમાંથી મળેલી રકમના ઓછામાં ઓછા 75%નો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલા હાલના દેવાની સંપૂર્ણ અથવા આંશિક પૂર્વ ચુકવણી માટે અને બાકીની (મહત્તમ 25% સુધી) રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

આ એનસીડી 24, 36 અને 60 મહિનાની મુદતમાં ઉપલબ્ધ છે, જેમાં આઠ શ્રેણીમાં ત્રિમાસિક, વાર્ષિક અને સંચિત વ્યાજ ચુકવણી વિકલ્પો છે.

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઓફ-બીટ
Aajnu Rashifal: તુલા રાશિ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, જાણો તમારો ગ્રહો શું કહે છે
Hotline News Hotline News June 20, 2024
“હું ત્રણ વર્ષથી કરાચીમાં ફસાયેલી છું, મોદીજી, કૃપા કરીને મને બચાવો,” રિહાના રડતાં રડતાં વિનંતી કરે છે
પતિ છૂટાછેડા માટે પત્ની પાસેથી ભરણપોષણ માંગી શકે છે, જ્યોતિ મૌર્ય વિરુદ્ધ પતિ કોર્ટમાં
દિલ્હીથી મુંબઈ 33 નહીં, માત્ર 12 કલાકમાં; કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા જણાવે છે કે NE-4 નું કામ ક્યારે પૂર્ણ થશે?
CID ક્રાઈમના ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ ૩૦ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?