By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ધારાવીના  ચર્મકારો  રિડેવલપમેન્ટ થકી આશાનું કિરણ જોઈ રહ્યા છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > ધારાવીના  ચર્મકારો  રિડેવલપમેન્ટ થકી આશાનું કિરણ જોઈ રહ્યા છે
ભારત

ધારાવીના  ચર્મકારો  રિડેવલપમેન્ટ થકી આશાનું કિરણ જોઈ રહ્યા છે

Hotline News
Last updated: June 21, 2025 12:13 PM
Hotline News - Editor Published June 21, 2025
SHARE
  • ધારાવીના ચર્મકારો હવે સમાધાનકારી વાત કરી રહ્યાં છે; કહી રહ્યાં છે કે રિડેવલપમેન્ટ માટેનો કોઈ ઉકેલ આવે  તો સારું.
  • લેધરના રિટેલ આઉટલેટ્સ માટે સર્વે પૂર્ણ થયો છે. ફક્ત ખાનગી માલિકીની જમીન પરની ફેક્ટરીઓ અને વર્કશોપ બાકી છે, કારણ કે જમીનમાલિકો ભાગ લેવા માટે અનિચ્છા ધરાવે છે.

મુંબઈ: ધારાવીમાં લેધર-ચામડાના વ્યવસાય માલિકો, ચર્મકારો જેઓ અગાઉ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના  રિડેવલપમેન્ટનો સખત વિરોધ કરતા હતા, તેઓ હવે તેમના વલણને નરમ બનાવવા લાગ્યા છે. જેમ તેઓના  ચામડાના જૂતા અને હેન્ડબેગની નરમાશ માટે, તેઓ  જાણીતા છે, તેમનો પ્રતિકાર પણ સમય જતાં નરમ થઈ રહ્યો છે.

Contents
લિવ-વર્કનો પ્રસ્તાવપુનર્વિકાસનો વિરોધ નથીશું અહી મોલ્સ હશે?

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાવીમાં લેધર ઉદ્યોગ સાથે સંબંધિત ટેનિંગ, વર્કશોપ/ફેક્ટરીઓ અને છૂટક વેચાણ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં આશરે  5 થી 6 હજાર એકમો  છે. તેમાંથી લગભગ 80%નો સર્વે કરવામાં આવ્યો છે. “જ્યારે લેધર રિટેલ આઉટલેટ્સ માટે સર્વે પૂર્ણ થઈ ગયો છે, ત્યારે ખાનગી માલિકીની જમીન પરના થોડી ફેક્ટરીઓ અને વર્કશોપ બાકી છે, કારણ કે જમીનમાલિકો ભાગ લેવા માટે અનિચ્છા ધરાવે છે,” સૂત્રોએ જણાવ્યું. જોકે, સામાન્ય સૂર એક જ છે કે તેમની માંગણીઓ સરકાર દ્વારા સાંભળવામાં આવે અને સર્વેમાં ભાગ લેવા માટે વધુ તક આપવામાં આવે.

ધારાવીના  ચામડાના મોટા વ્યવસાયોની ચિંતા એ છે કે તેમનો ઉદ્યોગ ‘પ્રદૂષિત’ શ્રેણીમાં આવે છે કારણ કે તેમાં ટેનરીઓ સામેલ છે. પરંતુ કાલા કિલ્લા રોડ પર ‘ઇમેજ ડિઝાઇનર શૂઝ’ નામની દુકાન છેલ્લા 28 વર્ષથી કાર્યરત છે, તે સમાધાનકારી વલણ અપનાવે છે. ” રિડેવલપમેન્ટ ચોક્કસપણે થવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં, ધારાવીમાં 95% ટેનરી બંધ થઈ ગઈ છે. હજુ પણ ચાલી રહેલી 5% ટેનરીમાંથી, મને ખાતરી છે કે કોઈ સૌહાર્દપૂર્ણ ઉકેલ હજુ પણ મળી શકે તેમ છે. અમારા ગોડાઉનમાં પણ કોઈ કેમિકલ કાર્ય થઈ રહ્યું નથી. અમારી વિનંતી છે કે, કૃપા કરીને અમારી સાથે વાત કરો, અમારી વાત સાંભળો,” તેમ અલીમે જણાવ્યું.

અલીમના સ્ટેન્ડથી થોડી દુકાનો દૂર છે ગુપ્તા લેધર બુટિક, જે રાજેશ ગુપ્તા અને તેમના પરિવાર દ્વારા 35 વર્ષ પહેલાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. રાજેશનો ભાઈ સૂરજ તાજેતરમાં જ કૌટુંબિક વ્યવસાયમાં જોડાયેલા છે તેમણે કહ્યું છે કે રિડેવલપમેન્ટ “નવી તકો” લાવી શકે છે.

“બજારોમાં ધંધો ઘટે છે,” સૂરજએ શોક વ્યક્ત કરતાં કહ્યું. “પહેલાં, કામદારોના પગાર ચૂકવ્યા પછી, અમને મહિને લગભગ 30 હજાર રૂપિયાનો સ્પષ્ટ નફો થતો હતો. હવે બધા લોકો ઓનલાઈન વસ્તુઓ ખરીદી રહ્યા છે અને અમારે ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.”

લિવ-વર્કનો પ્રસ્તાવ

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના માસ્ટર પ્લાન વિશે અલીમ અને સૂરજ બંને સકારાત્મક હતા, જે ‘ લિવ-વર્ક’ મોડેલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યાં લોકો તેમના ઘરની નજીક પોતાનો વ્યવસાય કરી શકે છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ખાતરી આપી છે કે દરેક કુશળ કારીગરને રિડેવલપમેન્ટ દ્વારા મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે. “અમારા માટે તે બિઝનેસ અને આજીવિકા  છે. જો સરકાર આપણી સમસ્યાઓનો ઉકેલ શોધે, તો આપણે કેમ સહકાર ન આપીએ,” સૂરજ જણાવે છે.

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના સૌથી નોંધપાત્ર પાસાઓમાંનો એક એ છે કે તેમાં સમાવેશકતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જે ખાતરી કરે છે કે દરેક રહેવાસીની નોંધ લેવાય અને કોઈ પણ પાછળ ન રહી જાય. આ દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરતા, ડીઆરપી સીઇઓ, એસવીઆર  શ્રીનિવાસે જણાવ્યું હતું કે, ” ભૂતકાળના રિડેવલપમેન્ટ પ્રયાસોમાં ઘણીવાર અવગણવામાં આવતા ક્ષેત્રોના સ્થાને અમારું ધ્યાન સમાવિષ્ટ વિકાસ અને લાંબા ગાળાના ટકાઉપણું પર છે . પાંચ વર્ષ માટે SGST ભરપાઈ, આજીવિકા-મૈત્રીપૂર્ણ પહેલ અને રીટેલલક્ષી આયોજન પર વધુ  ભાર મૂકવા સાથે, અમે આર્થિક રીતે સધ્ધર ટાઉનશીપ બનાવી રહ્યા છીએ જે વધુ સારી વ્યવસાયિક તકો ઉભી કરે છે અને સ્થાનિક સાહસોને  વિકસવામાં મદદ કરે છે.”

પુનર્વિકાસનો વિરોધ નથી

કાલા કિલ્લા રોડ પર મોટી જગ્યા ધરાવતા જાઝ લેધર્સના દીપક કાલેએ કહ્યું કે “ધારાવીના પુનર્વિકાસનો કોઈ વિરોધ કરતું ન હોતું”. તેમના મતે, પુનર્વિકાસ થવો જોઈએ. “પરંતુ, આ માટે, ધારાવીના લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ. આજ સુધી કોઈ અમારી સાથે વાતચીત કરવા માટે આવ્યું નથી,” તેમણે કહ્યું.

શું અહી મોલ્સ હશે?

લેધરના વ્યવસાય માલિકો માટે એક ચિંતા એ હતી કે, ભલે તેમને ધારાવીમાં જ જગ્યા આપવામાં આવે, શું તે જગ્યા મોલ્સમાં હશે? “જો સરકાર અથવા ડીઆરપી અમને આવા જવાબો આપી શકે, તો અમે ખૂબ આભારી રહીશું. અમે જોયું છે કે મુંબઈમાં ઘણા મોલ્સ સફળ નથી થયા,” તેમ કાલેએ કહ્યું.

કાલેના સાથી નરેન્દ્રએ કહ્યું કે ધારાવીમાં “સર્વસંમતિ” હતી કે પુનર્વિકાસ થવો જોઈએ. “ઓછામાંઓછી, પાછળના આંગણામાં 10 જેટલી ફેક્ટરીઓ કાર્યરત છે. હું અહીં લગભગ 20 ફેક્ટરીઓમાંથી સ્ત્રોત મેળવું છું. અમે ધારાવીમાં એક વિશાળ બજાર વિશે વાત કરી રહ્યા છીએ, જે તેના અર્થતંત્રની કરોડરજ્જુ છે. કુશળ કારીગરો પર મુખ્યમંત્રીનું નિવેદન ખૂબ જ આવકારદાયક છે,” તેમણે કહ્યું.

નરેન્દ્રએ કહ્યું કે કોઈપણ વિકાસની કામગીરીની પ્રકૃતિ એવી હોય છે કે તે તમામને ખુશ કરી શકે નહીં. “અમે છેલ્લા 34 વર્ષથી આ વ્યવસાયમાં છીએ. અમારા વ્યવસાય ખાતર, અમે ગોઠવણો માટે ખુલ્લા છીએ. હું કહું છું, સરકારને અમારી સાથે બેસવા દો, અને અમે ઉકેલ શોધીશું,” તેમણે ઉમેર્યું.

You Might Also Like

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

અજિત પવાર પ્લેન ક્રેશ કેસની તપાસ CBIને કેમ ન સોંપાઈ, AAIB રિપોર્ટ ક્યારે આવશે? સીએમ ફડણવીસે જવાબ આપ્યો

પાર્થ પવાર સગાઈ કરવા જઈ રહ્યા છે, કોણ છે કાયનાત ધાર, ડેપ્યુટી સીએમ સુનેત્રા પવારની ભાવિ પુત્રવધૂ

#AdanidharaviMumbai
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
2006 ટ્રેન બ્લાસ્ટના આરોપીઓને ઝટકોઃ બોમ્બે હાઈકોર્ટને સુપ્રીમની લપડાક
Hotline News Hotline News July 24, 2025
અભિષેક શર્માના ફોર્મમાં પરત ફર્યા બાદ યુવરાજ ખુશ થઈ ગયો… ઈન્સ્ટા પોસ્ટમાં લખેલી હૃદયસ્પર્શી વાત
ધારાવીની આસપાસ ગ્રીન બફર સાથે પ્રસ્તાવિત રોડ નેટવર્ક સલામતી વધારશે
બજારમાં જોવા મળ્યો પત્નીનો લિવ-ઈન પાર્ટનર, પૂર્વ પતિ ગુસ્સે થઈ ગયો અને જાહેરમાં કરી નાખ્યું દર્દનાક મોત
“આ યુદ્ધોના પરિણામો જુઓ…,” આઝમ ખાને “આઈ લવ મોહમ્મદ” વિવાદ પર કહ્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Uncategorizedબિઝનેસ

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

Hotline News Hotline News July 10, 2026
Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?