By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મહાન ગ્રહ ગુરુ મહારાજનું તૃતિય તથા શત્રુ ગ્રહ બુધની રાશિ મિથુનમાં પ્રવેશ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મહાન ગ્રહ ગુરુ મહારાજનું તૃતિય તથા શત્રુ ગ્રહ બુધની રાશિ મિથુનમાં પ્રવેશ
Top News

મહાન ગ્રહ ગુરુ મહારાજનું તૃતિય તથા શત્રુ ગ્રહ બુધની રાશિ મિથુનમાં પ્રવેશ

Hotline News
Last updated: May 14, 2025 4:42 PM
Hotline News - Editor Published May 14, 2025
SHARE

પં. ડો. હિતેષ એ. મોઢા

પોરબંદર ખાતે ના પ્રસિદ્ધ જ્યોતિષ-વાસ્તુજ્ઞ ડો. હિતેષ મોઢા જણાવે છે  કે તા. ૧૪-૦૫-૨૦૨૫ના રોજ  રાત્રે ૧૧ વાગ્યા ને ૨૦ મિનિટે કલાકે રાશિ ચક્રની તૃતિય તથા બૌદ્ધિક, વ્યાપારી ગુણ ધરાવતી,  તર્ક+ કુતર્કશીલ એવમ  ધીમી રાશિ પરંતુ માનવીય રાશિ મિથુનમાં ભ્રમણ કરશે. ગુરુ, ધન આર્થિક, લાભાલાભ, સાંસારિક સુખ, સંતાન સુખ, ગુરુ કૃપા ગુરુ વિદ્યા, વિદ્યા,શિક્ષણ, વ્યાપાર વાણિજ્ય ઉદ્યોગ, ઔદ્યોગિક નીતિઓ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, પેટ્રોલિયમ, વિનિમય,વિત મુદ્રા, ધર્મ, તત્વ દર્શન અખંડ આરોગ્ય, મેદ, સ્વાધિષ્ઠાન ચક્ર, સત્વ, તાસીર, ઈશાન કોણ, આકાશ તત્વનો કારક ગુરુ ગ્રહનું વાયુ તત્વની દ્વિચર -રાશિ મિથુનમાં ભ્રમણ થાય ત્યારે પૃથ્વીના પટ પર વાયુ તથા આકાશ તત્વના સંયોજિત ફળ રૂપ તત્વ/તત્વો વધુ ને વધુ વેગવાન થાય. અથવા બીજા શબ્દોમાં કહીએ તો મિથુન રાશિનો મહાભૂત હળવો વાયુ (ડીલાઈટ ફોર્મ) પ્રબળ થતા  આ રાશિ તેમજ વાયુ તત્વ પ્રધાન અને આકાશ તત્વ પ્રધાન વાળી તમામ વસ્તુઓમાં પ્રચંડ ચડાવ-ઉતાર, પરિવર્તન આવવાની પૂર્ણ સંભાવના વ્યક્ત કરી શકાય છે. અહીં, શુક્રની રાશિ વૃષભ બાદ ફરીથી  શત્રુ પરંતુ દ્વિચર રાશિ મિથુનમાં ગુરુ વિશિષ્ટ પ્રકારે યોગ કારક  થતો હોવાથી  વાયુ તથા આકાશી-વાયુ તત્વ વાળા  વ્યાપાર અને ઉદ્યોગ, સેવા-પરામર્શ એકમમાં  પુરબહારમાં વેગ આવવા સંભાવના. તેમજ વિશુધ્ધ, શુદ્ધ કે સંયોજિત વાયુ તત્વને લઈ ને કોઈ મોટા  ઉદ્યોગ-ગૃહમાં અનેક વિધ નવા સમીકરણો  જોવા મળે. ખાસ કરીને વિજાણુ યંત્રોમાં તેમજ પ્રદૂષણને લઈને કોઈ નવા ચિત્રો લોકો સમક્ષ આવવા વકી.  તેમજ સ્મોલ ટ્રેડર્સ માટે આ ગુરુનું આ ભ્રમણ અતિ લાભદાયી નીવડશે.

અતિચારિન્ ગુરુ ભ્રમણ છે, આ વખતે, અર્થાત ગુરુ વધુ ગતિમાં ભ્રમણ કરે છે, અને કર્ક રાશિમાં ઓકટોબર ૧૮ ના રોજ પ્રવેશ કરીને ૪૮ દિવસ સુધી  કર્ક રાશિમાં ઉચ્ચસ્થ સ્થાને બિરાજમાન થઈને ભ્રમણ કરીને, ફરીથી મિથુન રાશિમાં.

શત્રુ રાશિનો આ ગોચર સંબંધથી માનવ ક્લ્યાણને લઈ અનેક માઈલસ્ટોન કાર્ય આ એક વર્ષની અંદર થવા સંભાવના. બીજા શબ્દોમાં કહીએ તો માનવ કલ્યાણ માટેનો આ શ્રેષ્ઠ સમયગાળો પુરવાર થશે. સાથે અતિચારિન્ ભ્રમણનો તબક્કો, સંકટ, સમસ્યાને પણ નોતરે છે.

વાયુ/આકાશ તત્વ ને લઈ પર્યાવરણમાં સાવ ન જોયા હોય તેવા પરિમાણ અને સાવ  અલગ  જ ચિત્ર જોવા મળવાની સંભાવના. વ્યાપક હરિયાલી તેમજ પર્યાવરણ સુરક્ષાને લઈને કોઈ વિશ્વકક્ષાનું  વિદેશી ભૂમિમાં અધિવેશન કે આંદોલન જોવા મળશે. મિથુનનો ગુરુ પણ મહ્દઅંશે તોફાન અને મહા ડમરી + વંટોળીયા તથા ભૂકંપ થવા,તથા ગેસ લીકેજ જેવી બાબતો નો કારક મનાય છે. ગુરુ ગ્રહ અને મિથુન રાશિ બંને ગંભીર વ્યક્તિત્વ તથા એકાઉન્ટ, એડમિનિસ્ટ્રેશન્સ, ગવર્મેન્ટ જોબ, રાજદુત, તેમજ વેપાર વાણિજ્ય કારક મનાતો હોવાથી આ ક્ષેત્રમાં અનેક વિધ હકારાત્મક પરિણામો જોવા મળવા સંભવ.

તેમજ વાસ્તુ/જ્યોતિષ આધારિત પશ્ચિમ દિશા પણ આ ભ્રમણથી પ્રભાવિત થશે…. આ વિસ્તારના દેશ પ્રદેશમાં ચડાવ ઉતાર કે પરિવર્તન, સ્કેમ સ્કેન્ડલ થવા સંભવ.

 પં. ડો. હિતેષ મોઢા વધુમાં જણાવતા કહે છે ગુરુ તથા મિથુન રાશિના  સીધા અસર ગ્રસ્ત પ્રદેશ જેવા કે વાયવ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મગધ, રણ પ્રદેશના દેશો, આંશિક રીતે ઉત્તરી રશિયા, ક્રીટ અને ગ્રીક, ઈટાલી મેસોડોનિયા, હવાઈ ટાપુ, ન્યુઝિલેન્ડ, જાપાન કોરીઆ તથા USA,  છે. તેમજ વાસ્તુ/જ્યોતિષ આધારિત પશ્ચિમ દિશા પણ આ ભ્રમણથી પ્રભાવિત થશે…. આ વિસ્તારના દેશ પ્રદેશમાં ચડાવ ઉતાર કે પરિવર્તન, સ્કેમ સ્કેન્ડલ, નૈસર્ગિક આપદા,  અકસ્માત થવા સંભવ.

વિશ્વ તથા ભારતીય બજારમાં સરેરાશ ગરમાવો રહે, ધાન્ય માં ઘઉં અને મકાઈ, મગફળી તેલીબીયા તથા રેસાયુક્ત તત્વોમાં ગરમાવો, , ધાતુ બજારમાં સોના ચાંદી તથા તામ્રમાં  ગરમી નરમીનો માહોલ આવવા સંભવ. અને નોન ફેરસ ધાતુઓમાં પણ ગરમાવો .શેર બજારમાં મોટી ઉથલપાથલ સંભવ છે, વિજાણુ યંત્રો સમેત ટેલી કોમ્યુનિકેશન, ઈન્ટરનેટ જેવી સેવામાં ભાવ વધારાની સંભાવના અને અંકુશ નીતિની શક્યતા નકારી શકાતી નથી. આવી બાબતને લઈને મોટું ઉદ્યોગગૃહ સાણસામાં આવવા સંભવ, ખાણ ખનીજ ક્ષેત્રે એવરેજ રહેશે. કોલસામાં થોડું કાળુ  કાળુ થવા સંભવ. આલ્કોહોલીક  પેયને લઈ ને કે તેની કંપની લઈને કોઈ નવી જ બાબત ઉજાગર થવાની સંભાવના. પાવર કે એનર્જી પ્લાન્ટ ને લઈ કોઈ વિવાદ કે સ્થાપન જેવી બાબત લોકો સમક્ષ આવવા સંભવ  કોઈ મોટો અને કાયમ યાદ રહી જાય તેવો લઠ્ઠા કાંડ અથવા કોઈ એવો બનાવ સર્જાવાની પૂર્ણ  સંભાવના. ઔષધ તથા મેડિકલ ક્ષેત્રે આ ગુરુ ભ્રમણ આશિર્વાદ રૂપ સાબિત થશે.  ભારતમાં એકાઉન્ટ શૈક્ષણિક ક્ષેત્રના કર્મચારીઓ માટે ઉત્તમ રહેશે.. શૈક્ષણિક સંસ્થા કે કોલેજ કે યુનિવર્સિટી કે આને સંબંધિત  મોટુ ઉદ્યોગ ગૃહ વિવાદમાં આવવા સંભવ તેમજ કોઈ ચોક્કસ  વિદેશી તથા દેશી બેંકની ફડચામાં આવવાની સંભાવના, સાથે રીયલ એસ્ટેટ-જમીન મકાન ક્ષેત્રે કૌભાંડ તથા ભાવ તૂટવાની સંભાવના નકારી શકાતી નથી.. પબ્લીસીટી કંપની કે કોઈ જાહેરાત ને લઇને વિવાદાસ્પદ બાબત ઉજાગર થવા સંભવ, ફિલ્મ ક્ષેત્રે કોઈ વિવાદ કે પ્રેમનું નવું કોઈ ચક્કર જોવા મળે …. દાન -ધર્માદાની આવક ને લઈ ને કોઈ નવો નિયમ કે બાબત ઉજાગર થવા સંભવ.. ભારતના પ્રાચીન વિજ્ઞાનની  વિશ્વભરમાં પ્રગતિ. કફ પ્રકૃતિ ના રોગ ની સંભાવના… પૃથ્વી તત્વ વાળા જાતકો વિશેષ કાળજી  લેવી… મૂળાધાર ચક્ર/અનાહત ચક્ર/મણિપુર ચક્ર પર મિથુન રાશિના ગુરુ નો સીધો પ્રભાવ હોતા  યોગિક ક્રિયા વડે આ ત્રણમાંથી કોઈ બે  ચક્રનું  નિયમન કરવું.  રહેણાંક – ઔધોગિક- શૈક્ષણિક પરિસરમાં રહેલા ઈશાન, ઉત્તર વાયવ્ય અને પશ્ચિમ દિશા ના વાસ્તુ દોષ થી વિશેષ સાચવવું . 

પં. ડો. હિતેષ મોઢાના અભ્યાસ અનુસાર મિથુન રાશિ સ્થિત ગુરુનું રાશ્યાદિ ફળ

મેષ :-  ધંધા વ્યવસાયી  માટે નવા સાહસ માટે યોગ્ય સમય ગાળો.   વેપાર ક્ષેત્રે પારાવાર ધન લાભની સંભાવના અને કર્મચારી વર્ગ  અચાનક બદલી સાથે બઢ્તી ના ઉત્તમ યોગ, ભાઈ-બહેનના સંબંધમાં  હકારાત્મક સુધારો, વિદ્યા ક્ષેત્રે યોગ્ય સમય,  મધ્યમ વર્ગ તથા નવ સાહસિક માટે લાભદાયી

વૃષભ :-  અણધાર્યા આર્થિક લાભ સાથે, લગ્ન-વેવિશાળના યોગ, સાથે ભંગની શક્યતા પણ આથી, થોડું સાવચેત રહેવું.  કૌટુંબીક સુખમાં વધારો, નવા વાહન યોગ. આ ભ્રમણથી  સુખ, શાંતિ, આનંદ, પ્રસન્નતા અને સમૃદ્ધિ સાથે સંપતિમાં વધારો થશે. નૈતિક સંબંધો મધુર બનશે. અનૈતિક સંબંધ જાહેર થશે. ધંધા વ્યવસાયમાં લાભ, આકસ્મિક ધનલાભ, રાજ્ય તરફથી સન્માન થવા સંભવ, જૂના ભય, ચિંતા+ સ્વાસ્થ્ય સંબંધિત પીડા માંથી છુટકારો.

મિથુન :-  દામ્પત્ય જીવનમાં ખાસ તકેદારી લેવી, લગ્ન સગાઈ ભંગ થવા બકી અને ભંગ થયેલ યુવક યુવતી માટે પુનઃ સંબંધ માટે યોગ્ય સમય,અવૈધ સંબંધ માયામાં ફસાવવા વકી, મેદસ્વીપણા થી બચવું, આકસ્મિક પ્રવાસના યોગ,  વિદેશ યોગ, રાજ્ય તરફથી માન સન્માન,  સંપતિ તથા અન્ય ક્ષેત્રે સારું ફળ રહેશે, શાંતિ સાથે સંઘર્ષ અને તણાવ ની પરિસ્થિતિ રહેવા સંભવ, જાહેર સાહસ તથા નવા ઉદ્યોગ-ધંધા માટે ઉતમ અને શ્રેષ્ઠ સમય.

કર્ક :- કર્મ ફળમાં તથા નવ સાહસમાં  હકારાત્મક રૂપે અનેક ગણો વધારો,  પારાવાર અને આકસ્મિક ધનલાભ,  ભાઈ-બહેન  તથા મિત્રો-મહિલા મિત્રો કે સ્ત્રી વર્ગથી ઉન્નતિ કે લાભ. ભાગ્ય ઉન્નતિ,આરોગ્ય નિરામય રહે,વિદેશગમન સંભાવના, વિદેશથી લાભ, સ્થાવર સંપતિના યોગ, પ્રણય, વિદ્યાભ્યાસ જેવા ક્ષેત્ર પણ લાભ રહેશે. આ સમય ગાળામાં વિદેશ જવાના પ્રયત્ન સફળ રહે છે.

સિંહ :- ભાગ્યોન્નતિ, કર્મ ફળની શરૂઆત ધન સંચય કે આવકની નવી નવી તકો પ્રાપ્ત થાય. ગુપ્ત ધન કે લાભની વકી, અન્યેત્તર સંબંધોમાં ખાસ સાચવવું,  દુષિત યોગ વાળા જાતકો એ ખાસ કાળજી રાખવી, તેમજ આ રાશિના જાતકો આ સમયગાળા માટે આળસ ત્યાગ કરવો.

કન્યા :-   આ રાશિ માટે  કર્મ સ્થાન પરથી ભ્રમણ કરનાર ગુરુ,  મિશ્ર ફળ આપનાર છે, આથી આ ગુરુ ભ્રમણના સમયગાળામાં સગાઈ ભંગ,લગ્ન વિચ્છેદ, દાંપત્યજીવનમાં ખટરાગ, અથવા ભંગ યોગમાં યોગ-યુતિ કરાવનાર નીવડે છે.  તે આકસ્મિક નવી નોકરી પ્રમોશન સાથે  આપે છે. સીએ થયેલા કેન્ડીડેટ માટે આ સમય ઉત્તમ. લાભ ગુપ્ત ધન કે વારસો આપે છે. શૈક્ષણિક વ્યવસાય વાળા લોકો માટે ઉતમ સમય.

તુલા :- લગ્નેત્તર સંબંધ જાહેર થવાની સંભાવના નકારી શકાતી નથી,  ભાગ્યોદય, પદોન્નતિ વિદેશ યોગની શરૂઆત, સાસરા પક્ષે સંબંધ સુધરવા સંભાવના, મેદ સંબધીત બીમારીની વકી, ધંધામાં સ્થિરતાના યોગ,સુખ, સ્થિતિ સારી બની જાય છે અનેક પ્રકારના સાત્વિક સુખ અને ઉપલબ્ધી માટે પણ યોગ કારક છે.

વૃશ્ચિક:-   આકસ્મિક ધન લાભ, વારસો કે વારસાઇ સંપત્તિ માટે યોગ્ય સમય.. મધુ પ્રમેહથી સાચવવું. ,આઠમા સ્થાનેથી ગુરુનું ભ્રમણ મિશ્ર ફળ દાયક નીવડે છે,  નવયુગલ માટે સંતાન પ્રાપ્તિ માટે સારો સમય શક્ય હોય તો આ વર્ષે જ આધાન રાખવું. સુખ વિદ્યા-શૈક્ષણિક ક્ષેત્રે સફળતા માન કે સન્માન.ખર્ચા પર અંકુશ રાખવો, સંતાનોને વિદેશ ગમન ની  ઉજ્જવળ તક.

ધન :-  દામ્પત્ય જીવનના સુખમાં વધારો, સપ્તમ સ્થાને ગુરુ વાળા જાતકને  વિશેષ ફાયદો, વાયવ્ય તથા પશ્ચિમ દિશાથી લાભ કે નવી તકો ની સંભાવના આ ભ્રમણથી  શત્રુ પણ તમારાથી અંતર રાખશે. માતા સાથેના  સંબંધ વધુ પ્રગાઢ બનશે. મનમાં જે ચાલી રહ્યું છે તેનાથી રાહત થશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ધંધા વ્યવસાય માટે આ ભ્રમણ લાભકર્તા નીવડશે. 

મકર :- ક્રોનિક રોગ અને શત્રુઓ થી છુટકારો મળશે, નવા શત્રુથી સંભાળવું,વાતની તાસીર વાળા જાતકો એ પશ્ચિમ તથા વાયવ્યના વાસ્તુ દોષથી ખાસ સવિશેષ કાળજી લેવી. ગુરુનું આ ભ્રમણ મકર રાશિના જાતકને  પારાવાર સંપદા સફળતા આપશે.  એ સિવાય આવકના નવા સ્ત્રોત મળવાથી સંચિત સંપત્તિમાં પણ વધારો થશે. સ્વજનો સાથેના સંબંધ મધુર બનશે. યોગ્ય નોકરી + પ્રમોશન મળવાની સંભાવના.

કુંભ :-  સંતાન સુખમાં વધારો,અથવા માતા બનવાના ઉત્તમ યોગ, સંતાન જોડેના સંબંધ ધનિષ્ઠ રાખવા, અન્યથા હાની થવા સંભવ, લગ્ન તથા નવા વ્યવસાયની શરૂઆત માટે યોગ્ય સમય ધનલાભ, ધન સંચયના યોગો, ધાર્મિકતા, આધ્યાત્મિકતા તરફ નવી દિશા સાંપડે, આ રાશિના સંત-મહંતો એવમ સંસાર ત્યાગી આત્માઓએ ખાસ સાચવવું.

મીન :-   પારિવારિક સંબંધોમાં મધુરતા અને સંવાદિતા વધશે, પુષ્કળ ધન લાભ  એવમ જમીન મકાન ખરીદીના ઉત્તમ સંયોગ સર્જાય છે, વિવિધ ઐશ્વર્ય તથા સુખ શાંતિના માધ્યમ પ્રાપ્ત થાય તેવી સંભાવના, મિથુન રાશિનું ગુરુ ભ્રમણ એટલે ધર્મ અર્થ કામ મોક્ષ માટે ઉત્તમ યોગ કર્તા મનાય છે માટે આઠો પ્રહર આનંદો !!!

આ ફળકથન સામાન્ય હોતા, અંતિમ ન માનવુ,  વિશેષ તથા સચોટ સંભાવના વ્યક્ત કરવા  માટે જાતકની કુંડલીનો  અભ્યાસ પણ એટલો જ જરુરી હોય છે.

પં.ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ,
ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી
પોરબંદર ફોન. 09879499307 —https://wa.me/+919879499307
www.ishanastrovastu.com @@ www.ishanastrovastu.blogspot.com

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
આરોગ્યગુજરાતસિટી ન્યૂઝસુરત
સુરત જિલ્લાના ઉમરપાડાના તાલુકામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘પોષણ પખવાડિયા’ની ઉજવણી
Hotline News Hotline News March 30, 2026
સલમાનના પ્રિય શ્વાન ટોરોનું અવસાન : ખાન પરિવારમાં શોક
‘ટોક્સિક’ સ્ટાર યશને ‘ધુરંધર 2’નો ડર નથી; મધ્ય પૂર્વ યુદ્ધને કારણે ફિલ્મ મુલતવી
ઈંગ્લેન્ડના એક ગામમાં એક ગરુડે પંજો મારીને ઘણા લોકોને લોહી લુહાણ કર્યા : લોકો બહાર જતા ડરતા હતા!!
ક્યાંક ગરદનનું હાડકું કચડાયું તો ક્યાંક નસ કપાઈ, ચાઈનીઝ દોરાની ક્રૂરતાથી હૃદય કંપી ઊઠશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?