By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    Adani Bhutan deal, hydro power India, renewable energy news, business Gujarat
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    Adani Bhutan deal, hydro power India, renewable energy news, business Gujarat
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    Adani Bhutan deal, hydro power India, renewable energy news, business Gujarat
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    Adani Bhutan deal, hydro power India, renewable energy news, business Gujarat
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    Adani Bhutan deal, hydro power India, renewable energy news, business Gujarat
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભૂતાને 5,000 મેગાવોટ હાઇડ્રો પાવરના વિકાસ માટે અદાણી સાથે એમ.ઓ.યુ.કર્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > ભૂતાને 5,000 મેગાવોટ હાઇડ્રો પાવરના વિકાસ માટે અદાણી સાથે એમ.ઓ.યુ.કર્યા
બિઝનેસ

ભૂતાને 5,000 મેગાવોટ હાઇડ્રો પાવરના વિકાસ માટે અદાણી સાથે એમ.ઓ.યુ.કર્યા

Hotline News
Last updated: May 9, 2025 3:56 PM
Hotline News - Editor Published May 9, 2025
SHARE

થિમ્ફુ/અમદાવાદ:અદાણી ગ્રુપ અને ભૂતાનના ડ્રક ગ્રીન પાવર કોર્પોરેશન (ડીજીપીસી) એ ભૂતાનમાં 5,000 મેગાવોટ હાઇડ્રોપાવર ક્ષમતાનો પ્રકલ્પ સંયુક્ત રીતે વિકસાવવા માટે એક સીમાચિહ્નરુપ સમજૂતિ કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.

​વડાપ્રધાન દાશો ત્શેરીંગ તોબ્ગે, ઉર્જા અને કુદરતી સંસાધન મંત્રી લિઓન્પો જેમ ત્શેરીંગ અને અન્ય વરિષ્ઠ મહોદયોની ઉપસ્થિતિમાં ડી.જી.પી.સી. ના મેનેજીંગ ડિરેક્ટર દાશો છેવાંગ રિન્ન અને અદાણી ગ્રીન હાઇડ્રો લિ.ના સી.ઓ.ઓ. (PSP & Hydro) નરેશ તેલ્ગુએ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ સમજૂતિ કરાર 570/900 મેગાવોટ વાંગચુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ માટેના વર્તમાન સહયોગ પર નિર્મિત છે, જેમાં ડીજીપીસી 51% બહુમત હિસ્સો ધરાવે છે અને અદાણીનો હિસ્સો 49% રહેશે. 5,000 મેગાવોટની આ વિશાળ પહેલ વધારાના હાઇડ્રોપાવર અને પમ્પ સ્ટોરેજ પ્રકલ્પોને તારવવા માટે સમાવિષ્ટ કરશે, જેના વિગતવાર પ્રોજેક્ટ અહેવાલો તૈયાર કરવામાં આવશે અને તેના તબક્કાવાર અમલીકરણ માટે આગળ વધવામાં આવશે.

અદાણી ગ્રીન હાઇડ્રો લિ.ના PSP & Hydroના સીઓઓ નરેશ તેલ્ગુ એ જણાવ્યું હતું કે આ ભાગીદારી સ્વચ્છ ઉર્જા  માળખાના વિકાસ માટે અમારી ઠોસ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરી પ્રાદેશિક ઉર્જા સુરક્ષા વધારે છે. ડીજીપીસી સાથે મળીને અમે ભૂતાનને તેના હાઇડ્રોપાવર સામર્થ્યને ભારતને  વિશ્વસનીય હરીત ઉર્જાની નિકાસ કરવા માટે સક્ષમ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે વહેંચાયેલ ટકાઉ વિકાસના લક્ષ્યોની શોધમાં સરહદપારનો આ સહયોગ એક શક્તિશાળી ઉદાહરણ છે.​

ડી.જી.પી.સી. ના મેનેજીંગ ડિરેક્ટર દાશો છેવાંગ રિન્નએ આ વેળા કહ્યું હતું કે અદાણી સાથેની આ વ્યૂહાત્મક ભાગીદારી, ભૂતાનના હાઇડ્રોપાવર સંસાધનોનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરવામાં ભારત સરકાર સાથેના અમારા અત્યંત મજબૂત જોડાણને વધુ તાકાતવાન બનાવશે, જેને બંને દેશો વચ્ચેના અનુકરણીય અને મૈત્રીપૂર્ણ સંબંધોનો પાયાનો આધાર માનવામાં આવે છે. અમે આ ભાગીદારીને અદાણી સાથે આગળ વધારવાની અને વિશ્વભરમાં તેમની વિશાળ સફળતામાંથી શીખવાની રાહ જોઇ રહ્યા છીએ.એમ તેમણે ઉમેર્યું હતું.

​ભૂતાનના મુખ્ય હાઇડ્રોપાવર વિકાસકાર ડીજીપીસીને દેશના નવીનીકરણીય ઉર્જા સંસાધનોના સંચાલનમાં દાયકાઓનો વિશાળ અનુભવ છે અને ભૂતાનની સ્વચ્છ ઉર્જા યાત્રામાં તેની મુખ્ય ભૂમિકા રહી છે જે સ્થાનિક ઉર્જા સુરક્ષા અને ટકાઉ વિકાસ બંનેમાં યોગદાન આપે છે. આવી ભાગીદારીઓ મારફત ડીજીપીસી પ્રાદેશિક ઉર્જા સહયોગમાં ભૂતાનની સ્થિતિને મજબૂત બનાવવામાં પણ મદદ કરી રહી છે.

​ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રનો અગ્રીમ અદાણી સમૂહ પ્રકલ્પ વિકાસ, ધિરાણ અને બજાર પ્રવેશમાં વ્યાપક કુશળતા ધરાવે છે. તે ભૂતાનને તેની હાઇડ્રો પાવર ક્ષમતા વધારવા અને ભારતીય ઉર્જા બજારોમાં પ્રવેશની સુવિધામાં બળ આપશે.

​અદાણી આ સહયોગના ભાગ રૂપે  પ્રાદેશિક ઉર્જા વેપારમાં ભૂતાનની ભૂમિકાને વધુ મજબુત બનાવતા ભારતના વ્યાપારી વીજ બજારો સાથે વિશ્વસનીય પાવર ઓફટેક અને એકીકરણની ખાતરી કરશે. ભૂતાનની શાહી સરકાર અને ભારત સરકાર દ્વારા આ ભાગીદારીને  ભારપૂર્વક સમર્થન આપવામાં આવ્યું છે, જેમાં સ્વચ્છ  ઉર્જા વૃદ્ધિ અને આર્થિક એકીકરણ માટે વહેંચાયેલ દ્રષ્ટિને રેખાંકિત કરવામાં આવી છે.

​આ પહેલ ભૂતાનના નવીનીકરણીય ઉર્જા રોડમેપ સાથે પણ સંલગ્ન છે, જેનો હેતુ 2040 સુધીમાં 20,000 મેગાવોટ ઉર્જા ઉત્પાદનની ક્ષમતા હાંસલ કરવાનો છે.આ રોડમેપ સૌર અને ભૂસ્તર ઉર્જામાં વિવિધતાને પ્રાધાન્ય આપીને રોકાણ અને નવીનતાને આકર્ષવા માટે વ્યૂહાત્મક ભાગીદારીને પણ પ્રોત્સાહિત કરે છે.

​વધુ એક સીમાચિહ્નરૂપે ડીજીપીસી અને અદાણીએ  વાંગ્ચુ પ્રકલ્પ માટે શેરહોલ્ડરોના કરારની પણ શરૂઆત કરીને ભુતાનના હાઇડ્રોપાવર ક્ષેત્રને આગળ વધારવાના તેમના સહયોગી પ્રયત્નોમાં નોંધપાત્ર પ્રગતિને અંકીત કરી છે.

You Might Also Like

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

અદાણીના સૌથી મોટા ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રહેવાસીઓની પહેલ

‘બ્રાન્ડ ફાઇનાન્સ 2026’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપનો નવો રેકોર્ડ: માત્ર 3 વર્ષમાં ટોપ-10 માં આવનારી સૌથી ઝડપી કંપની બની

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સુરતના ઉદ્યોગપતિના પુત્રની હત્યા અને ખંડણીના આરોપીને તિહાર જેલમાંથી ગુજરાત લાવવામાં આવ્યો
Hotline News Hotline News March 29, 2025
અનોખી રક્ષાબંધન, એકમાત્ર બહેનનું મૃત્યુ, પછી પોતાના હાથે ભાઈના કાંડા પર રાખડી બાંધી, ગુજરાતની આ વાર્તા તમને રડાવી દેશે
ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત
એક જ દિવસમાં બિમારીથી ભાઈ-બહેનના મોત, ગામમાં 15થી વધુ લોકો તાવમાં સપડાયા
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો : બંગલામાં ઘૂસેલા લુંટારૂએ ઘા માર્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Adani Bhutan deal, hydro power India, renewable energy news, business Gujarat
Top Newsબિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

Hotline News Hotline News July 7, 2026
Adani Bhutan deal, hydro power India, renewable energy news, business Gujarat
બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
Adani Bhutan deal, hydro power India, renewable energy news, business Gujarat
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?