By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ધારાવીના બાળ કલાકારોએ ચિત્ર સ્પર્ધા દ્વારા કંડારી ઉજ્જવળ ભવિષ્યની પરિકલ્પના
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > ધારાવીના બાળ કલાકારોએ ચિત્ર સ્પર્ધા દ્વારા કંડારી ઉજ્જવળ ભવિષ્યની પરિકલ્પના
ભારત

ધારાવીના બાળ કલાકારોએ ચિત્ર સ્પર્ધા દ્વારા કંડારી ઉજ્જવળ ભવિષ્યની પરિકલ્પના

Hotline News
Last updated: January 27, 2025 1:03 PM
Hotline News - Editor Published January 27, 2025
SHARE

પ્રજાસત્તાક દિવસે ધારાવીની 10 શાળાઓના 200થી વધુ વિદ્યાર્થીઓએ આંતર-શાળા ચિત્ર સ્પર્ધા ‘મેરે સપનોં કી ધારાવી’માં ભાગ લીધો

મુંબઈઃ ધારાવીની દસ શાળાઓના 200થી વધુ વિદ્યાર્થીઓ પ્રજાસત્તાક દિવસે આંતર-શાળા ચિત્ર સ્પર્ધા ‘મેરે સપનોં કી ધારાવી’ માં પુનઃવિકસિત ધારાવી માટે પોતાનો રચનાત્મક દ્રષ્ટિકોણ રજૂ કરવા માટે એકત્ર થયા હતા. નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL) દ્વારા તેના ધારાવી સોશિયલ મિશન (DSM) હેઠળ આ કાર્યક્રમ ધારાવીની કામરાજ મેમોરિયલ ઇંગ્લિશ હાઇ સ્કૂલ અને જુનિયર કોલેજ ખાતે યોજાયો હતો.

‘2050માં તમે પુનઃવિકસિત ધારાવી અથવા ધારાવીની કેવી કલ્પના કરો છો’ થીમ પર આધારિત આ સ્પર્ધાએ બાળકો અને ફળદ્રુપ મનને વધુ સારા આવતીકાલ માટે પોતાનાં સપના અને આકાંક્ષાઓ વ્યક્ત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. સહભાગીઓને સમાન સ્પર્ધાત્મકતા સુનિશ્ચિત કરવા અને પોતાની પ્રતિભા દર્શાવવા માટે ડ્રોઇંગ કીટ અને કેનવાસ આપવામાં આવ્યા હતા.

નિર્ણાયકોની એક પ્રતિષ્ઠિત પેનલે એન્ટ્રીઓનું મૂલ્યાંકન કર્યું, જેમાં પ્રખ્યાત એનિમેશન કલાકાર અને ચિત્રકાર અને “તારે જમીન પર”માં પોતાના કાર્ય માટે જાણીતા ધીમંત વ્યાસ, બે દાયકાથી વધુ સમય યુવા પ્રતિભાને ઉછેરવા માટે સમર્પિત એવા અનુભવી કલા શિક્ષક ઝંખના મહેતા,  ધારાવીમાં ઉછરેલા ઉત્સાહી કલાકાર પ્રસાદ બાલન અને ઉત્સાહી શિક્ષિકા તેમજ પર્સનાલિટી ડેવલપર એનિડ જોનનો સમાવેશ થાય છે.

ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટના વડા અનુજ મલ્હોત્રા, જેમણે જ્યુરી સભ્ય તરીકે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી, તેમણે ધારાવીના ભાવિ દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરવામાં તેના મહત્વ પર ભાર મૂક્યો.

આ પ્રસંગે બોલતા, ધીમંત વ્યાસે કહ્યું, “આ બાળ કલાકારોમાં મેં જે સર્જનાત્મકતા અને જુસ્સો જોયો તે અસાધારણ છે. પોતાની ચિત્રકલા દ્વારા, આ બાળકોએ માત્ર આશા જ નહીં પરંતુ પુનઃકલ્પિત ધારાવી માટે એક બ્લુપ્રિન્ટ પણ કંડારી છે. તેમની ક્ષમતા અને મોટા સ્વપ્ન જોવાની તેમની શક્તિ પ્રેરણાદાયક છે.”

ઝંખના મહેતાએ ઉમેર્યું, “ ચિત્રએ સપનાંઓની ભાષા છે અને આજે, આ બાળકોએ સાબિત કર્યું છે કે તેમના સપનાં કેટલા શક્તિશાળી હોઈ શકે છે. તેમનું કાર્ય આશા, વિઝન અને ધારાવીની ઓળખ એવા તેના સંઘર્ષમાંથી ખુશખુશાલ પાર ઉતરવાના ગુણને પ્રતિબિંબિત કરે છે.”

ધારાવીમાં ઉછરેલા અને સ્પર્ધામાં મગ્ન દેખાતા પ્રસાદ બાલને કહ્યું, “આ સ્પર્ધા આપણા સમુદાયમાં રહેલી પ્રતિભા અને સર્જનાત્મકતાનો પુરાવો છે. આ બાળ કલાકારોએ પોતાના દ્રષ્ટિકોણ (વિઝન)ને ચિત્રના માધ્યમથી કંડાર્યાં છે  અને ધારાવીના ભવિષ્યને તેમની આંખો દ્વારા જોવું એ સન્માનની વાત છે.”

અનુજ મલ્હોત્રાએ વ્યાપક પુનર્વિકાસ મિશન સાથે આ પહેલની સંલગ્નતા પર પ્રકાશ પાડતાં કહ્યું, “ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરવા માટે છે  અને આ બાળકોએ તેની સુંદર કલ્પના રજૂ કરી છે. તેમની ચિત્રાકૃતિ એક જીવંત, સમાવિષ્ટ અને પ્રગતિશીલ ધારાવી બનાવવાના અમારા મિશન સાથે સુસંગત છે.”

ધારાવીમાં મોર્નિંગ સ્ટાર ઇંગ્લિશ સ્કૂલના પ્રિન્સિપાલ એમ થવામણીએ જણાવ્યું હતું કે, “અમારા વિદ્યાર્થીઓને ‘મેરે સપનોં કી ધારાવી’ કલા સ્પર્ધામાં ભાગ લેવાની આ એક અદ્ભુત તક સાંપડી છે. આવી ઈવેન્ટ્સ માત્ર સર્જનાત્મકતા ઉજાગર કરે છે, એટલું નહીં, પરંતુ તે ધારાવીના તમામ વય જૂથોના રહેવાસીઓનાં સ્વપ્નને પણ પ્રતિબિંબિત કરે છે અને તેમના સમુદાયનું ભવિષ્ય ઘડવા માટે ગર્વ અને જવાબદારીની ભાવના જગાડે છે. આવી પ્રેરણાદાયી પહેલમાં અમારા વિદ્યાર્થીઓ પોતાના દ્રષ્ટિકોણનું યોગદાન આપતાં જોઈને અમને ગર્વ થાય છે.”

ઈવેન્ટનું સમાપન એવોર્ડ સમારંભ સાથે થયું હતું, જેમાં ટોચના ત્રણ વિજેતાઓને ટ્રોફી આપવામાં આવી હતી.

આ દિવસની એક ખાસ વિશેષતા ધારાવી સોશિયલ મિશન (DSM) કિઓસ્ક હતો, જે માતાપિતા અને વાલીઓને સાંકળીને તેમને માનવ પરિવર્તન અને સમુદાય વિકાસ માટેના DSM ના પ્રયાસો વિશે માહિતી આપી.

ધારાવી સોશિયલ મિશિન (DSM) ધારાવીને તેની સાંસ્કૃતિક વિશિષ્ટતાનું જતન કરીને તેને એક જીવંત અને સમાવિષ્ટ સમુદાયમાં રૂપાંતરિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ‘મેરે સપનોં કી ધારાવી’ કલા સ્પર્ધા પરિવર્તન તેમજ ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટેની પ્રેરણામાં સર્જનાત્મકતાની શક્તિનો પુરાવો છે.

ધારાવી સોશિયલ મિશન વિશે:

ધારાવી સોશિયલ મિશન (DSM) એ નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL)ની એક મુખ્ય પહેલ છે, જે ધારાવીના રહેવાસીઓના સામાજિક, આર્થિક અને માળખાગત પરિમાણોને સમાવીને તેમના સમગ્રલક્ષી વિકાસને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. મિશન ધારાવીમાં યુવાનો, મહિલાઓ, ઉદ્યોગો અને વંચિત જૂથો પર વિશેષ ભાર મૂકે છે. તેના પ્રયાસોનું ફોકસ કૌશલ્ય-આધારિત રોજગાર, શિક્ષણ, આરોગ્યસંભાળ અને સ્વચ્છતા, સામાજિક જોડાણ અને સમુદાય કલ્યાણ વધારવા ઉપર છે.

ધારાવી સોશિયલ મિશન સમુદાયનું જીવન ધોરણ સુધારવા, વ્યક્તિઓને સશક્ત બનાવવા, ટકાઉ આજીવિકા વિકસાવીને તેના દ્વારા સહુને માટે એક ઉજ્જવળ, વધુ સ્થિતિસ્થાપક અને સમાવિષ્ટ ભવિષ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ હેતુલક્ષી મિશન આત્મનિર્ભર ઇકો સિસ્ટમ માટે વ્યક્તિઓ અને જૂથોની લાંબા ગાળાની અને ટકાઉ, સામાજિક-આર્થિક ક્ષમતાઓ વધારવાની દિશામાં કાર્યરત રહેવા સંનિષ્ઠ પ્રયાસો કરે છે.

વધુ માહિતી માટે સંપર્કઃ

રાખી કનકને: [email protected] | એનએમડીપીએલ

મકરંદ ગાડગીલ: [email protected] | એનએમડીપીએલ

પંકજ મુધોલકર: [email protected] | આકૃતિ પ્રમોશન્સ એન્ડ મીડિયા લિમિટેડ

You Might Also Like

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

હિન્ડનબર્ગ દ્વારા થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અદાણી કંપનીઓએ તેજીનો વધારો કર્યો

અદાણી પાવરે એક મોટો ઉછાળો, એક વર્ષમાં 126%નો ઉછાળો, માર્કેટ કેપમાં ઇન્ફોસિસને પાછળ છોડી દીધું

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઆરોગ્ય
મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટડી, તમારી આ નાની બેદરકારી મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે
Hotline News Hotline News February 6, 2026
અદાણી પાવરે એક મોટો ઉછાળો, એક વર્ષમાં 126%નો ઉછાળો, માર્કેટ કેપમાં ઇન્ફોસિસને પાછળ છોડી દીધું
વિશ્વનું ભાવિ પ્રવેશદ્વાર બનશે મુંબઇ આંતર રાષ્ટ્રિય એરપોર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમી, પારો 42 ડિગ્રીને વટાવી ગયો! હીટ એક્શન પ્લાન બહાર પાડવામાં આવ્યો
‘મા ગંગા મને લઈ જાવ, બાળકોને પરત કરો’, 100 વર્ષીય દાદીની અંતિમ વિદાય સમયે 4 ભાઈઓ ડૂબી ગયા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsપ્રેસ રિલીઝબિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

Hotline News Hotline News May 26, 2026
Top News

મુંબઈ ૨૦૪૭ સુધીમાં ઝૂંપડપટ્ટી મુક્ત બનવાનું લક્ષ્ય રાખે છે; SRA ૨૦૩૦ સુધીમાં ૭ લાખ પુનર્વસન ઘરોનું લક્ષ્ય રાખે છે

Hotline News Hotline News May 24, 2026
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

Hotline News Hotline News May 22, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?