By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: પર્દાફાશ: અદાણી પર આરોપ લગાવનાર OCCRP સંસ્થાને અમેરિકાનું ફંડીંગ  
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > દુનીયા > પર્દાફાશ: અદાણી પર આરોપ લગાવનાર OCCRP સંસ્થાને અમેરિકાનું ફંડીંગ  
દુનીયાબિઝનેસ

પર્દાફાશ: અદાણી પર આરોપ લગાવનાર OCCRP સંસ્થાને અમેરિકાનું ફંડીંગ  

Hotline News
Last updated: December 5, 2024 1:23 PM
Hotline News - Editor Published December 5, 2024
SHARE
  •  વિપક્ષે અદાણી અને સરકાર પર આક્ષેપ કરવા OCCRP સમર્થિત અહેવાલો ટાંક્યા

ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે જાણીતા જાણીતા અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસની સંસ્થા OCCRP ફરી એકવાર ચર્ચામાં છે. OCCRP (ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ)ને જો બિડેન સરકારના કાર્યકાળ દરમિયાન જંગી નાણાકીય સહાય મળી હોવાનો ખુલાસો થયો છે.  રાહુલ ગાંધી, પ્રશાંત ભૂષણ અને મહુઆ મોઇત્રા સહિતના વિપક્ષી નેતાઓએ અદાણી અને ભાજપ સરકાર પર આક્ષેપ કરવા OCCRP સમર્થિત અહેવાલોને વ્યાપકપણે ટાંક્યા હતા.

એક તપાસ અહેવાલ મુજબ યુએસ સરકાર તરફથી OCCRP ને ઓછામાં ઓછું 47 મિલિયન ડોલરનું ભંડોળ અપાયું છે. ચોંકાવનારી વાત એ છે કે, સંસ્થાની વેબસાઈટ પર તેનો કોઈ ઉલ્લેખ દર્શાવવામાં આવ્યો નથી. ભારતમાં, OCCRPએ ઘણા પત્રકારો અને કેટલાક અંગ્રેજી અખબારો સાથે જોડાણ કર્યું છે. દરમિયાન હિંડનબર્ગના આક્ષેપો અને અદાણી જૂથને નિશાન બનાવતા OCCRPના અહેવાલને ગોસ્પેલ તરીકે ગણી શકાય નહીં, એમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું.

4 સપ્ટેમ્બર 23 ના રોજ યુએસ શોર્ટ-સેલર હિંડનબર્ગ-અદાણી કેસની સુપ્રીમ કોર્ટની સુનાવણીના માત્ર એક દિવસ પહેલા  ફાઇનાન્સિયલ ટાઇમ્સ, OCCRP અને ધ ગાર્ડિયનએ અદાણી જૂથ વિરુદ્ધ ‘સિક્રેટ પેપર ટ્રેલ રિવલ્સ હિડન અદાણી ઈન્વેસ્ચર્સ (Secret paper trail reveals hidden Adani investors)’ શીર્ષક હેઠળ એક લેખો પ્રકાશિત કર્યા હતા. યુએસ સમર્થિત સંસ્થા OCRP દ્વારા આ લેખોને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.

ફ્રેન્ચ અખબાર મીડિયાપાર્ટના અહેવાલમાં જણાવાયું કે, વિશ્વમાં તપાસ માધ્યમોનું સૌથી મોટું સંગઠિત નેટવર્ક OCCRP યુએસ સરકાર સાથેના સંબંધો છુપાવે છે. વોશિંગ્ટન તેનું અડધો-અડધ બજેટ પુરુ પાડે છે. વળી તેના વરિષ્ઠ સ્ટાફને વીટો કરવાનો પણ અધિકાર છે,” ધ હિડન લિંક્સ બિટવીન જ્વાઈંટ ઓફ ઈનવેસ્ટિગેટિવ જર્નાલિજ્મ એન્ડ યૂએસ ગવર્મેન્ટ શિર્ષક ધરાવતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે OCCRP યુએસ સરકારના પ્રભાવ હેઠળ કામ કરે છે. 

OCCRP બોસ્નિયન કેપિટલ સારાજેવો (જ્યાં જ્યોર્જ સોરોસ એનજીઓ સક્રિય છે) ખાતે 2008 માં બાલ્કન્સ પ્રદેશમાં સંગઠિત અપરાધ અને ભ્રષ્ટાચારની તપાસ હાથ ધરવા માટે મીડિયા નેટવર્ક તરીકે શરૂઆતમાં બનાવવામાં આવ્યું હતું. ભારતના ઉર્જા ક્ષેત્રમાં મોખરે રહેલું અદાણી ગ્રુપ તેમના રડારમાં ટોચ પર છે. છેલ્લા બે વર્ષમાં અદાણી જૂથે OCCRPનો ભાગ બનેલા પત્રકારો દ્વારા ઘણા હુમલા જોયા છે.  

ભારતમાં OCCRPએ તેના એક પ્રોજેક્ટ-ધ પનામા પેપર્સ માટે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે સહયોગ કર્યો હતો. યુએસના હિતમાં સેવા આપતા આ વિશાળ સંગઠનમાં રવિ નાયર અને આનંદ મંગલે જેવા ભારતીય પત્રકારોનો સમાવેશ થાય છે. તેઓ ધ વાયર અને ન્યૂઝક્લિક માટે લખે છે. ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ ધ વાયર યુએસ નાગરિક સિદ્ધાર્થ વરદરાજન દ્વારા પ્રમોટ કરવામાં આવે છે.

રવિ નાયર અને આનંદ મંગલેએ ભારતીય ડેટા લીક કરવા માટે પશ્ચિમી મીડિયા સાથે વ્યાપક રીતે સહયોગ કર્યો હતો. માનવામાં આવે છે કે અદાણીના કિસ્સામાં આ પત્રકારો જ ભારત વિરોધી અને અદાણી વિરોધી લેખો લખવામાં સહયોગ કરે છે. કોંગ્રેસ અને મહુઆ મોઇત્રા સહિતના વિપક્ષી નેતાઓએ ભાજપ સરકારને નિશાન બનાવવા માટે OCCRP પત્રકારો દ્વારા અદાણી વિરુદ્ધ OCCRP અહેવાલોને વ્યાપકપણે ટાંક્યા છે.

અહેવાલ મુજબ OCCRP ને યુએસ સરકાર તરફથી $47 મિલિયનનું ભંડોળ પ્રાપ્ત થયું છે. ઉપરાંત NGOને યુરોપિયન યુનિયનમાંથી $1.1 મિલિયન અને 6 યુરોપિયન દેશો (બ્રિટન, સ્વીડન, ડેનમાર્ક, સ્વિટ્ઝર્લેન્ડ, સ્લોવાકિયા અને ફ્રાન્સ) પાસેથી $14 મિલિયન મળ્યા છે. જ્યારે યુએસ હોમ ડિપાર્ટમેન્ટે વેનેઝુએલામાં ભ્રષ્ટાચારના કેસને ટાર્ગેટ કરવાના મિશન માટે NGOને $1,73,324 આપ્યા હતા.

You Might Also Like

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

હિન્ડનબર્ગ દ્વારા થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અદાણી કંપનીઓએ તેજીનો વધારો કર્યો

અદાણી પાવરે એક મોટો ઉછાળો, એક વર્ષમાં 126%નો ઉછાળો, માર્કેટ કેપમાં ઇન્ફોસિસને પાછળ છોડી દીધું

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
નિવૃત્ત IAS પ્રદીપ શર્માને વધુ એક ફટકો, મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ
Hotline News Hotline News December 8, 2025
જો તમે દરરોજ લિપસ્ટિક લગાવો છો તો સાવધાન રહો
પતિએ પત્નીને થપ્પડ મારવી એ ક્રૂરતા નથી, ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને મળ્યા
સર્વેની સફળતાથી ગભરાયેલા બાબુરાવ માને, ધારાવીના રહેવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે!
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsપ્રેસ રિલીઝબિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

Hotline News Hotline News May 26, 2026
Top News

મુંબઈ ૨૦૪૭ સુધીમાં ઝૂંપડપટ્ટી મુક્ત બનવાનું લક્ષ્ય રાખે છે; SRA ૨૦૩૦ સુધીમાં ૭ લાખ પુનર્વસન ઘરોનું લક્ષ્ય રાખે છે

Hotline News Hotline News May 24, 2026
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

Hotline News Hotline News May 22, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?