મુંબઈ: ધારાવી પુનઃવિકાસ પ્રોજેક્ટના મૂળમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય સર્વેક્ષણ છે. આ સૌથી મહત્વપૂર્ણ પગલું છે જે આ મહત્વાકાંક્ષી યોજનાના ઝડપી અને સફળ અમલીકરણ માટે મહત્વનું સાબિત થશે, જેનો હેતુ ધારાવીને આધુનિક, રહેવા લાયક સમુદાયમાં રૂપાંતરિત કરવાનો છે, સાથે એ સુનિશ્ચીત કરવાનુ છે કે કોઈ નિવાસી વિસ્થાપિત ન થાય. આ પ્રકારના મોટા પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે સચોટ અને વ્યાપક સર્વેક્ષણ જરૂરી છે.
સામાન્યત: સર્વેક્ષણ એ એક જટિલ કાર્ય છે, જેમાં સાવચેતીભર્યા પ્રયત્નો અને સંકલન જરૂરી છે. આ પ્રક્રિયા જમીન સર્વેક્ષણથી શરૂ થાય છે, ત્યારબાદ આવાસની વ્યવસ્થિત સંખ્યા નકકી કરવામાં આવે છે. સમગ્ર એરીયાના લેઆઉટને મેળવવા અદ્યતન લિડર મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. એકવાર આધાર નકશાની પુષ્ટિ થઈ જાય, પછી સૌથી મહત્વપૂર્ણ પગલું શરૂ થાય છે તે છે ડોર-ટુ-ડોર વેરિફિકેશન. દરેક નિવાસને પૂર્વવ્યાખ્યાયિત સિસ્ટમના આધારે અનન્ય ઓળખ કોડ આપવામાં આવે છે.
“ધારાવીના પાંચ વિસ્તારો અને 34 ઝોનમાં દરરોજ 50 થી વધુ ટીમો તૈનાત કરવામાં આવે છે,” ડીઆરપી એસઆરએ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું , “સરેરાશ દિવસે, 300 થી 400 ઘરોને નંબરીંગ કરવામાં આવે છે અને 200 થી 250 ઘરોની ચકાસણી કરવામાં આવે છે, બે ચૂંટણી અને લાંબુ ચોમાસા છતાં, આ વર્ષે માર્ચના મધ્યથી 25,000 થી વધુ ઘરોનું સર્વેક્ષણ કામ પૂર્ણ થયું છે.” 60,000 ઘરોને નંબરીંગ કરવામાં આવ્યા છે આ સિદ્ધિ ફિલ્ડ ટીમોની સતત મહેનતને આભારી છે.
જો કે હજુ આ કામગીરી પૂર્ણ થઈ નથી. સૂત્રના જણાવ્યા અનુસાર, DRP-SRA ની અંદર, રાજ્ય સરકાર ધારાવીના રહેવાસીઓની પાત્રતા અને અયોગ્યતા અંગે અંતિમ નિર્ણય લઈ શકે તે પહેલાં મોટી સંખ્યામાં મકાનોનું સર્વેક્ષણનું કામ કરવાનું છે.
” સર્વેક્ષણએ માત્ર એક વહીવટી ઔપચારિકતા નથી,” સૂત્રોએ જણાવ્યું હતું. “તે દરેક ધારાવીકર માટે વધુ સારા જીવન તરફના પ્રવેશદ્વાર સમાન છે,તેમાં સક્રિયપણે ભાગ લેવો જે સર્વેક્ષણ પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે”
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના સર્વેક્ષણની પહેલને વધુ સઘન બનાવવા માટે ટૂંક સમયમાં વધારાની ટીમો તૈનાત કરવામાં આવશે. પુનઃવિકાસ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ધારાવીકરોને સ્વતંત્ર રસોડું, શૌચાલય, સતત પાણી અને વીજળી અને તંદુરસ્ત, હરિયાળું વાતાવરણ પ્રદાન કરવાનો છે. પહોળા રસ્તાઓ, ખુલ્લી જગ્યાઓ, આધુનિક આરોગ્ય સંભાળ સુવિધાઓ અને બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ આ અભિગમનો જ એક ભાગ છે, અને તેની શરૂઆત સર્વેક્ષણથી થાય છે.
“રાજકીય હસ્તક્ષેપ અને સ્વાર્થી હિત જેવા અવરોધોએ વારંવાર આ કામની પ્રગતિ ધીમી કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ધારાવીના રહેવાસીઓની સામૂહિક ઇચ્છા આ પડકારોને પાર કરી શકે છે, જો કે મોટાભાગના ધારાવીના રહેવાસીઓએ સર્વે ટીમોને સહકાર આપ્યો છે, પરંતુ અમે અને વધુ સહકાર અને સકારાત્મક અભિગમ માટે પણ અપીલ કરીએ છીએ. સર્વેક્ષણની વહેલી સમાપ્તિ આ પરિવર્તનશીલ સફરની શરૂઆતને ચિહ્નિત કરશે,” તેમ સુત્રોએ ઉમેર્યું હતું.
વર્ષ 2022ના ટેન્ડરનો પ્લાનએ ધારાવીના પુનઃવિકાસ માટે એક અનોખી યોજના છે. આ યોજના હેઠળ દરેકને ઘર મળશે, પછી ભલે તે પાત્ર હોય કે ન હોય. 1 જાન્યુઆરી, 2000 પહેલા બનેલા ગ્રાઉન્ડ ફ્લોર સ્ટ્રક્ચર્સને ધારાવી નોટિફાઇડ એરિયા (DNA)માં મફત પુનર્વસન મળશે. ધારાવી નોટિફાઇડ એરિયા (DNA) ની બહાર 1 જાન્યુઆરી, 2000 અને જાન્યુઆરી 1, 2011 વચ્ચે બાંધવામાં આવેલા સ્ટ્રક્ચર્સને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ 2.5 લાખ રૂપિયાની નજીવી કિંમત પર ઘર મળશે.
ઉપરના માળના સ્ટ્રક્ચરના રહેવાસીઓ અને જેઓ 1 જાન્યુઆરી, 2011 થી 15 નવેમ્બર, 2022 વચ્ચે ધારાવીમાં સ્થાયી થયા છે, તેઓને ધારાવી નોટિફાઇડ એરિયા (DNA)ની બહાર ભાડા પર આવાસ આપવામાં આવશે, જેમાં હાયર પરચેઝની સુવિધા હશે. તેઓનું આધુનિક ટાઉનશીપમાં પુનર્વસન કરવામાં આવશે જેમાં હરિયાળી જગ્યા, પહોળા રસ્તાઓ, શાળાઓ, આરોગ્ય સંભાળ સુવિધાઓ, સામુદાયિક કેન્દ્રો, જાહેર પરિવહનનો ઉપયોગ અને અન્ય સામાજિક માળખાકીય સુવિધાઓનો સમાવેશ થશે. રાજ્ય સરકાર હાયર પરચેઝ નક્કી કરશે અને એકત્રિત કરશે.
તમામ પુનઃસ્થાપિત રહેવાસીઓ, પછી ભલે તે ધારાવી નોટિફાઇડ એરિયા (DNA) ની અંદર હોય કે બહાર, આધુનિક સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેળવશે, જેનાથી તેમનું જીવનસ્તર ઉંચુ આવશે. જે બધા માટે સમાન તકો સુનિશ્ચિત કરે છે.
વધુમાં, અન્ય SRA યોજનાઓથી વિપરીત, રહેવાસીઓને પુનર્વસવાટ કરાયેલ ઇમારતો માટે 10 વર્ષનો મફત O&M (ઓપરેશન્સ અને મેન્ટેનન્સ) મળશે અને 10% વધારાનો વ્યાપારી વિસ્તાર પણ મળશે, જેને સોસાયટી તેના O&M માટે મફતમાં આપીને સદાય માટે તેને નિ:શુલ્ક બનાવી શકશે.