મુંબઈ: ખાનગી ક્ષેત્રના ભારતના સૌથી મોટા વીજ ઉત્પાદક અદાણી પાવર લિ.(AAPL)ને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની (MSEDCL) તરફથી તેના આગામી અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રકલ્પો (USCTPP)માંથી ૧૬૦૦ મેગાવોટ વીજ પુરવઠો આપવા સંબંધી લેટર ઓફ એવોર્ડ (LoA) મળ્યો હોવાની માહિતી આજે આપી હતી.
અદાણી પાવર અત્યંત સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયામાં પ્રતિ કીલોવ્હોટ દીઠ રુ.૫.30ના સંયુક્ત ટેરિફ પર વીજળી ઓફર કરી કંપની સૌથી નીચા-ટેરિફ બિડર તરીકે ઉભરી આવી હતી. પ્રસ્તાવિત 25-વર્ષના પાવર સપ્લાય એગ્રીમેન્ટ (PSA) હેઠળ વીજ પુરવઠો નાણાકીય વર્ષ ૨૦૩૦-૩૧ થી શરું થશે.
થર્મલ પાવર સેક્ટરમાં આવેલા રોકાણના નવા ઉછાળાના સમય દરમિયાન અદાણી પાવર માટે આ LoA વધુ એક PSAની જીત દર્શાવે છે.
નવી ઉત્પાદન ક્ષમતાના અગ્રણી પ્રદાતા તરીકે પ્રસ્થાપિત અદાણી પાવર ૨૦૩૨ સુધીમાં ૧00 ગીગાવોટ થર્મલ પાવર ક્ષમતા ઉમેરવાના રાષ્ટ્રના લક્ષ્યને હાંસલ કરવામાં અવિરત યોગદાન આપી રહી છે. નાણા વર્ષ ૨૫-૨૬ દરમિયાન અદાણી પાવરએ ૧૦,૪૦૦ મેગાવોટની સંયુક્ત ક્ષમતા સાથે લાંબા ગાળાના પાંચ PSA માટેની બિડ જીતી છે.
અદાણી પાવરના સી.ઇ.ઓ શ્રી એસ.બી. ખયાલિયાએ જણાવ્યું હતું કે ભારતની વીજળીની માંગમાં થઈ રહેલા સતત વધારાને ધ્યાને રાખી ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લાંબા ગાળા માટે વિશ્વસનીય ક્ષમતામાં વધારા મહત્વના છે. તેમણે ઉમેર્યું કે MSEDCL તરફથી હાંસલ થયેલો આ LoA અદાણી પાવરના ખર્ચના માળખાની સ્પર્ધાત્મકતા, લાંબા ગાળાની ભાગીદારી મારફત વિશ્વસનીય બેઝલોડ પાવર પહોંચાડવાની ક્ષમતા સહિત ભારતની વધતી જતી વીજળી જરૂરિયાતોને ટેકો આપવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારતના અગ્રણી ખાનગી વીજ ઉત્પાદક તરીકે, અદાણી પાવર વિશ્વસનીય અને સસ્તી વીજળી સાથે મહારાષ્ટ્ર અને દેશના મહત્વાકાંક્ષી વિકાસ લક્ષ્યોને ટેકો આપવા ઉત્સુક છે.
આ સાથે અદાણી પાવરે હાલની ૨૩.૮ ગીગાવોટની અમલીકરણ હેઠળની તેની પાઇપલાઇનમાંથી ૧૩.૩ ગીગાવોટના ક્ષમતા માટે લાંબા ગાળાના PSA કરીને તેની લગભગ સંપૂર્ણ ક્ષમતા સુરક્ષિત કરવાના તેના હેતુની પરીપૂર્તિ માટે એક મહત્વનું પગલું ભર્યું છે. અદાણી પાવરની હાલની ૧૮.૧૫ ગીગાવોટની કાર્યકારી ક્ષમતામાંથી હવે ૯૫% થી વધુ ક્ષમતા મધ્યમ-થી-લાંબા ગાળાના PSA હેઠળ આવરી લીધી છે. આગામી પ્રસ્તાવિત ૨૩.૮ ગીગાવોટની ક્ષમતામાંથી ૫૫% થી વધુ ક્ષમતા ૨૫-વર્ષના PSAથી સુરક્ષિત છે. આ બાબત વોલ્યુમ અને આવકની મજબૂત દૃશ્યતા અને સ્થિરતા પ્રદાન કરે છે.
MSEDCLના બિડમાં પૂર્વ-નિર્ધારિત કોલ લિન્કેજ લાંબા ગાળાની ઇંધણ સુરક્ષા સુનિશ્ચિત કરીને વિશ્વસનીય અને ખર્ચ-અસરકારક વીજ પુરવઠાને બળ આપે છે.
ભારતનો ખાનગી ક્ષેત્રનો સૌથી મોટો થર્મલ પાવર મૂડી ખર્ચ કાર્યક્રમ અદાણી પાવર હાથ ધરી રહી છે તે અંતર્ગત નાણાકીય વર્ષ ૩૧-૩૨ સુધીમાં તેની વર્તમાન ક્ષમતા ૧૮.૧૫ ગીગાવોટથી વધારીને ૪૧.૮૭ ગીગાવોટ કરી રહી છે, જેમાં આશરે રૂ.૨ લાખ કરોડનું રોકાણ છે. ભારતની ઝડપથી વધતી વીજળીની માંગ સાથે આ પ્રકલ્પો સુસંગત છે.
વિશેષ જાણકારી માટે સંપર્ક : રોય પૌલ [email protected]


