પં.ડો. હિતેષ એ. મોઢા
(૧) મેષ :
ફાર્મસી ક્ષેત્રે, ખાસ કરીને મોટી ફાર્મસી તેમજ ફાર્મા-કેમિકલ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ થોડું નબળું નીવડે તેવી શક્યતા છે. ખાનગી શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી તથા હોદ્દેદારો માટે આ સપ્તાહ સાધારણ રહે તેવી પૂર્ણ સંભાવના છે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, ટ્રાવેલ્સ કે હોટેલ બુકિંગ સાથે જોડાયેલા તમામ જાતક માટે આ સપ્તાહ અર્ધ લાભકારી નીવડશે. વ્યાપાર-વાણિજ્યના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતક માટે આ સપ્તાહ પણ પ્રતિકૂળ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભકારી નીવડશે, જ્યારે ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. ૧૪ તથા ૧૫ નવેમ્બર સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય: ન્યાયિક માર્ગ)
(૨) વૃષભ :
સર્વિસ બિઝનેસના જાતક તેમજ મેનેજમેન્ટ/ફાઇનાન્સ રિલેટેડ કન્સલ્ટિંગ ફર્મ ના જાતક માટે આ સપ્તાહ પ્રવાસ વાળું તેમજ લાભકારી નીવડશે. ખાદ્ય તેલ તેમજ તૈલી પદાર્થના ઔદ્યોગિક એકમના જાતક તેમજ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. આ સિવાયના અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. કેવળ ૧૪ નવેમ્બર સાધારણ નીવડે તેવી સંભાવના છે.
(૩) મિથુન :
ગત વર્ષ દરમિયાન ધંધા-વ્યવસાયમાં અધૂરા તથા પેન્ડિંગ રહી ગયેલા કાર્ય પૂરાં થઈ જશે તેવી સંભાવના છે. પેટ્રોલિયમ-પેટ્રોકેમિકલ્સ પ્રોડક્ટના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમના જાતક માટે લાભદાયી તથા દોડધામ વાળું સપ્તાહ. અન્ય ઔદ્યોગિક એકમ તથા વાણિજ્યના એકમના જાતક માટે અર્ધ લાભદાયી સપ્તાહ. ધંધા-ઉદ્યોગમાં નવી નવી તક આવવાની પણ સંભાવના છે. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ અથવા સાનુકૂળ નીવડી શકે છે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ દરમિયાન આર્થિક લાભ સાથે બઢતીના પણ સંયોગ. સગાં-સ્નેહી તથા મિત્ર સાથે તણાવ વાળું વાતાવરણ રહે. વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે હળવું લાભદાયી સપ્તાહ. ૧૩ નવેમ્બર મધ્યમ રહેશે.
(૪) કર્ક :
આ રાશિના જાતકના મોટા ઔદ્યોગિક એકમમાં વાયુ તત્ત્વને લઈને પ્રોબ્લેમ આવવાની પૂર્ણ સંભાવના. નાના ઔદ્યોગિક એકમ તથા કુટિર (હસ્ત) ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. રસાયણ તેમજ સ્ટેશનરી સંબંધિત જથ્થાબંધ વેપારના જાતક માટે આ સપ્તાહ ચડાવ-ઉતાર વાળું જણાશે. આ સિવાયના વ્યાપારી જાતક માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. શિક્ષક તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી તથા સરકારી કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી, મહિલા કર્મી, નિવૃત્ત તથા ગૃહિણી માટે અર્ધ લાભદાયક સપ્તાહ. ૧૨ નવેમ્બર સામાન્ય રહેશે.
(૫) સિંહ :
પેરા-મેડિકલ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ પ્રતિકૂળ અથવા સરેરાશ રહે તેવી પૂર્ણ સંભાવના. મેડિકલ તેમજ ફાર્માસ્યુટિકલ્સ ના જાતક માટે આ સપ્તાહ હળવા ચડાવ-ઉતાર સાથે લાભદાયી રહેશે. ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ તેમજ હળવું લાભદાયક નીવડશે. કમિશન ગ્રેઇન મર્ચન્ટ, જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલા વ્યાપારી જાતક માટે આ સપ્તાહ મંદીવાળું અથવા મધ્યમ જોવા મળે તેવી સંભાવના. નાના તથા છૂટક વ્યાપારી માટે લાભકારી સપ્તાહ. સરકારી કર્મચારી તથા ખાનગી કર્મચારી માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક નીવડશે. વિજ્ઞાનની તમામ શાખાના વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી તથા મહિલા કર્મી માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. ૧૪ નવેમ્બર સામાન્ય રહેશે.
(૬) કન્યા :
આ સપ્તાહ દરમિયાન નજીકના સગા-સંબંધી સાથેના સંબંધમાં સાચવવું, શક્ય હોય તો વાણી-વર્તનમાં વિશેષ કાળજી રાખવી. ફેશન તેમજ ફેબ્રિકના જાતક માટે આ સપ્તાહ હળવું-હળવું પણ લાભકારક રહેશે. ઉદ્યોગ-ધંધા સંબંધિત અધૂરા રહેલા કામકાજ પૂરા થઈ જવાના સંયોગ. ઔદ્યોગિક તથા વ્યાપાર-વાણિજ્યના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું ચડાવ-ઉતાર વાળું જણાશે. નાના તથા છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ હળવી દોડધામ રહેશે, સાથોસાથ લાભદાયી પણ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ અથવા સાનુકૂળ નીવડે તેવી પૂર્ણ સંભાવના છે. નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભકર્તા નીવડશે. ૧૩ નવેમ્બર સરેરાશ જણાશે.
(૭) તુલા :
પેકિંગ-કેનિંગ ફૂડ તેમજ ફાસ્ટ ફૂડ એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. શૃંગારને સંબંધિત ઉદ્યોગ-ધંધાના જાતક માટે દોડધામ વાળું સપ્તાહ. જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે સરેરાશ સપ્તાહ. ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહે અણધાર્યા લાભ થવાના સંયોગ. વ્યાપાર-વાણિજ્ય તેમજ સર્વિસ બિઝનેસ ધરાવતા જાતક માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ-સરકારી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે લાભકારી સપ્તાહ નીવડશે. પરિવાર તરફથી સાથ-સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે શુભ સપ્તાહ. ૧૨ તથા ૧૪ નવેમ્બર સામાન્ય જણાશે.
(૮) વૃશ્ચિક :
આ સપ્તાહ હળવું-હળવું પ્રતિકૂળ જણાશે, આથી, નિષ્ણાતની સલાહ-સૂચન અનુસાર ઉદ્યોગ-ધંધામાં નવા કામકાજનો પ્રારંભ કરવો તે લાભદાયક નીવડશે. મોટા ઉદ્યોગ તેમજ લોખંડ તથા અન્ય તમામ ધાતુ સંબંધિત તમામ ઉદ્યોગ-ધંધાના જાતક માટે આ સપ્તાહ સરેરાશ નીવડે તેવી પૂર્ણ સંભાવના. સેલિબ્રિટી તેમજ જાહેર ક્ષેત્રના વ્યક્તિ માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકૂળ નીવડશે. વ્યાપાર-વાણિજ્યના તમામ જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ અથવા મિશ્ર નીવડશે. પરિવાર કે સ્નેહીઓ વચ્ચે ખટરાગ સર્જાવાના સંયોગ. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૧૫ નવેમ્બર સરેરાશ રહેશે.
(૯) ધન :
જાહેર ક્ષેત્રના વ્યક્તિ વિશેષ માટે આ સપ્તાહ પણ સામાન્ય જણાશે. ગ્રેઇન મર્ચન્ટ તેમજ જથ્થાબંધ વ્યાપારી જાતક માટે વિશેષ આ સપ્તાહ મધ્યમ અથવા તો મિશ્ર નીવડશે. આ સિવાયના અન્ય મોટા ઉદ્યોગ-વ્યાપાર કે વાણિજ્ય ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ અર્ધ-સાનુકૂળ અથવા પ્રતિકૂળ પણ નીવડે તેવી પૂર્ણ સંભાવના. આ સપ્તાહે સરકારી ક્ષેત્રના કર્મચારી માટે બદલીના સંયોગ સર્જાય તેવી શક્યતા. અર્ધ-સરકારી ક્ષેત્રના કર્મચારી તથા અધિકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. પરિવાર તેમજ સ્નેહીઓ સાથે ધાર્મિક યાત્રા થવાની સંભાવના. યુવાવર્ગ, મહિલા કર્મી, વિદ્યાર્થી તથા ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૧૨ નવેમ્બર સામાન્ય જણાશે.
(૧૦) મકર :
સ્થાન બલી શનિ વાળા જાતક તેમજ શશ યોગ ધરાવતા જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયક નીવડશે. ફાસ્ટ ફૂડ, પેકિંગ ફૂડ તેમજ ફેશન તથા શૃંગારને સંબંધિત ઉદ્યોગ-ધંધાના જાતક માટે આ સપ્તાહ દરમિયાન હળવા તેમજ આકસ્મિક લાભના સંયોગ સર્જાય તેવી પૂર્ણ સંભાવના. ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહે અણધાર્યા અથવા આકસ્મિક લાભ મળવાના સંયોગો. મધ્યમ કદના વ્યાપાર-વાણિજ્ય તેમજ સર્વિસ બિઝનેસ ધરાવતા જાતક માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. આ સપ્તાહ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે લાભકારી જણાશે. પરિવારથી સાથ-સહકારના સંયોગ. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે ઉત્તમ સપ્તાહ નીવડશે. ૧૧ નવેમ્બર મધ્યમ રહેશે.
(૧૧) કુંભ :
આ સપ્તાહ સર્વિસ બિઝનેસના જાતક માટે બહુ લાભદાયક નીવડશે. આ સપ્તાહે ધંધા-વ્યવસાય હેતુ પ્રવાસ થવાની પૂર્ણ સંભાવના. જાહેર ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંકળાયેલા વ્યક્તિ માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. કમિશન મર્ચન્ટ માટે આ સપ્તાહે ચડાવ-ઉતારની સાથે લાભદાયી પણ નીવડે તેવી સંભાવના. ઔદ્યોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. વ્યાપાર-વાણિજ્યના જાતક માટે આ સપ્તાહ ચડાવ-ઉતાર સાથે લાભકારી નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી તેમજ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ તથા હળવું લાભકર્તા જણાશે. મહિલા કર્મી, નિવૃત્ત, ગૃહિણી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ રહેશે. ૧૩ તથા ૧૪ નવેમ્બર સાવ સરેરાશ નીવડશે. (પન્નોતિનો ઉપાય: પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)
(૧૨) મીન :
લલિત કલા વ્યવસાયના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. રાજકીય ક્ષેત્રની વ્યક્તિ વિશેષ માટે આ સપ્તાહ લાભકારક જણાશે. સૌંદર્ય પ્રસાધન તેમજ ફેશન સંબંધિત ઉદ્યોગ-ધંધા-વ્યવસાયના જાતક તેમજ પેકિંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ એકમના જાતક માટે આ સપ્તાહ હળવું મંદ કે સુસ્ત રહેવાના સંયોગ. આ સિવાયના અન્ય ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ દરમિયાન અણધાર્યા ફાયદા થવાની પૂર્ણ સંભાવના રહેશે. લઘુ ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર-વાણિજ્ય એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ બહુ લાભકારી જણાશે. સગા તથા મિત્ર વર્તુળ સાથે સુમેળ વધી શકે તેવા સંયોગ. ૧૩ તથા ૧૫ નવેમ્બર પ્રતિકૂળ રહેશે. (પન્નોતિનો ઉપાય: દાન + અભ્યંગ સ્નાન)
પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલિસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
૧૦૧ આરડી ચેમ્બર્સ છાયા ચોકી પોરબંદર
ફોન: ૦૯૮૭૯૪૯૯૩૦૭ – https://wa.me/+919879499307


