પં.ડો. હિતેષ એ. મોઢા
(૧) મેષ : ફેબ્રીકેશન એવમ આર્યન/સ્ટીલ & લેથ વર્ક તથા ગેરેજ વર્કસ, રીપેરીંગ & મેઈનટેઈન્સ જેવા એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ નીવડે તેવી સંભાવના.શેર બજાર, કોમોડિટી એકમના જાતક માટે હળવું સરેરાશ અથવા અર્ધ પ્રતિકૂળ સપ્તાહ જણાશે. ટ્રાન્સપોર્ટેશન એકમના જાતક માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે. તમામ ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ તેમજ વ્યસ્ત નીવડશે. છૂટક વ્યાપારી તથા નાના વ્યાપારી માટે પણ આ સપ્તાહ પણ હળવું લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે વ્યસ્ત, આંશિક લાભકારી સપ્તાહ. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી માટે હિતકારી સપ્તાહ. ૨૨ તથા ૨૩ ઓગસ્ટ સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)
(૨) વૃષભ : અતિ પરિશ્રમી લોકો એવમ વર્ગ, કારીગર વર્ગ, શિલ્પી વર્ગના તમામ જાતક તેમજ કોઈ પણ ક્ષેત્રમાં મહેનતુ લોકો માટે આ સપ્તાહ કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ લાભદાયક નીવડશે. આવકની નવી નવી તકો એવમ સ્ત્રોત મળવાની સંભાવના. જૂની લેણી-ઉઘરાણી પાકવાની સંભાવના. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે પરંતુ સાથોસાથ ભાગદોડ વાળું પણ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત તેમજ હળવું લાભદાયી નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ સારું રહેશે. કેવળ ૧૯ ઓગસ્ટનો દિવસ જ સામાન્ય રહેશે.
(૩) મિથુન : મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ જ સાનુકૂળ નીવડશે. અગ્નિ તત્વને સંબંધિત ઉદ્યોગ ધંધાના જાતક કોઈને કોઈ પ્રકારે વિશેષ લાભ મળવાની પૂર્ણ સંભાવના. વિદ્યુત કે સોલાર ઊર્જા સંબંધિત તમામ ઉત્પાદક તથા રંગ તથા રસાયણના જથ્થાબંધ વ્યાપારી જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. આ સિવાયના, અન્ય, વ્યાપારી જાતક માટે આ સપ્તાહ સરેરાશ અથવા મધ્યમ જણાશે. સર્વિસ બિઝનેસના જાતક માટે સારુ સપ્તાહ. સરકારી કર્મચારી માટે બદલી તેમજ બઢતીના સંયોગ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. મેડીકલ વિદ્યાર્થી,તથા મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. ૨૨ તથા ૨૩ ઓગસ્ટ મધ્યમ રહેશે.
(૪) કર્ક : મરીન એંજીનીયરીંગ, શીપીંગ બોડી બિલ્ડીંગ યાર્ડ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ અત્યાધિક લાભદાયક નીવડશે. રિયાલ્ટી ક્ષેત્રે બિલ્ડીંગ મટીરીયલ્સ ના વિક્રેતા તથા ઉત્પાદક માટે આ સપ્તાહ આંશિક લાભકારી રહેશે. ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા વ્યાપાર વણિજ કે જથ્થાબંધ માલના વ્યાપારના જાતક માટે આ સપ્તાહ હળવું અથવા સામાન્ય નીવડશે. પરિશ્રમી વ્યવસાય કે વ્યાપારીના કોઈ પણ એકમના તમામ જાતક માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું એવમ સંઘર્ષપૂર્ણ જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. ૨૦ ઓગસ્ટ સામાન્ય રહેશે.
(૫) સિંહ : કાયદો એવમ વ્યવસ્થા તંત્રના અધિકારી + કર્મચારી તેમજ સરકારી એવમ ખાનગી વકીલ માટે વિશેષ ને વધારે કાળજી રાખવા જેવું સપ્તાહ. સરકારી ક્ષેત્રના ઉચ્ચ પદાધિકારીઓ માટે આ સપ્તાહ સરેરાશ અથવા પ્રતિકૂળ જણાશે. આ સિવાયના અન્ય, કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકૂળ અને પ્રતિકૂળ ની વચ્ચે રહેશે. મોટા ઔધોગિક એકમના જાતક તથા વ્યાપાર-વણિજના એકમના તમામ જાતક માટે આ સપ્તાહ હળવું પણ લાભકારી નીવડશે. નાના એવમ છૂટક વ્યાપારી તથા ફેરી કરતા વ્યાપારી જાતક માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયક નીવડશે. પરિવાર તરફથી સાથ સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ રહેશે. ૨૩ ઓગસ્ટ સાધારણ નીવડશે.
(૬) કન્યા : ખાનગી શૈક્ષણિક સંસ્થાના જાતક માટે આ સપ્તાહ પ્રતિકૂળ અથવા સરેરાશ નીવડશે. દરેક પ્રકારના પ્રવાહી આહાર એકમના ઔદ્યોગિક-વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ફાર્મસી તથા ફાર્મા કેમિકલ કે તેને સંબંધિત એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. આ સિવાયના, તમામ ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતક એવમ નાના વ્યાપારી જાતક માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ એવમ સાનુકૂળ નીવડશે. નિવૃત્ત, ગૃહિણી, મહિલાકર્મી માટે સાનુકૂળ સપ્તાહ. ૧૮ તથા ૧૯ ઓગસ્ટ સાવ સામાન્ય રહેશે.
(૭) તુલા : પરફ્યુમરીઝ તથા સુગંધિત તમામ પ્રકારના દ્ર્વ્ય/પદાર્થ ના ઔદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતક તેમજ ઈમીટેશન જવેલરીઝ, ફેશન એસેસરીઝ ના એવમ જાતક માટે લાભકારી સપ્તાહ. સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ પણ દોડધામ વાળું નીવડશે. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. આ સપ્તાહે પણ છૂટક વ્યાપારી માટે સાનુકૂળ સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક અને વ્યસ્ત નીવડશે કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ યથાવત રહેશે. વિદ્યાર્થી, મહિલાકર્મી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. ૨૩ ઓગસ્ટ સાવ સાધારણ નીવડશે
(૮) વૃશ્ચિક : રાજકીય વ્યક્તિ એવમ જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. આ સપ્તાહ દરમિયાન પણ અનેક પ્રકારના લાભ તથા અનેક વિધ નવી તક મળવાની સંભાવના. ઉદ્યોગ-ધંધાના નવા કામકાજનો પ્રારંભ કરવા માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ લાભકારી નીવડશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે લાભદાયક સપ્તાહ. નાના ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે. પરિવારજનો સાથે સુમેળ નો સંયોગ જણાશે. વિદ્યાર્થી, ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. ૨૩ ઓગસ્ટ સામાન્ય રહેશે.
(૯) ધન : હસ્ત કલાના ઔદ્યોગિક વ્યાપારી એકમ વાળા જાતક માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે. ટૂર & ટ્રાવેલ એજન્સી તથા હોટેલ બુકિંગ સાથે જોડાયેલા તમામ જાતક તથા પબ્લીક ટ્રાસ્પોર્ટેશંસના જાતક માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ ખૂબ જ સાનુકૂળ નીવડશે. મોટા તથા જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારક જણાશે. નાના વ્યાપારી માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મિત્રો તરફથી સાથ સહકારની સંભાવના.વર્કીંગ વુમન, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ લાભદાયી સપ્તાહ. ૨૦ ઓગસ્ટ સામાન્ય જણાશે.
(૧૦) મકર : જાહેર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ અતિ લાભકારક નીવડશે. એનીમલ ફોડર, કેનિંગ ફૂડ, તથા પ્રોસેસ્ડ ફૂડ, પેકિંગ ફૂડના ઔદ્યોગિક, વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ અથવા સાધારણ નીવડશે. ફેશન તેમજ શૃંગારને સંબંધિત ઉદ્યોગ ધંધાના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ અણધાર્યા લાભ અપાવશે. વ્યાપાર વણિજના જાતક લાભકર્તા સપ્તાહ. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. કુટુંબમાં સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સારું નીવડશે. ૨૦ ઓગસ્ટ સામાન્ય જણાશે.
(૧૧) કુંભ : નોન આલ્કોહોલિક શિતલ પેય અને પેય પદાર્થના ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી એકમના જાતક માટે આંશિક રીતે આ સપ્તાહ લાભકારી નીવડશે. પરિશ્રમી, કારીગર વર્ગ- શિલ્પી વર્ગ માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. નાના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. મોટા ઔદ્યોગિક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ તથા ભાગદોડીયું જણાશે. ગેરેજ, વ્હીકલ સર્વિસના જાતક માટે બહુ લાભકારી સપ્તાહ. નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવું સપ્તાહ. સગા દ્વારા સાથ સહકાર મળવાના સંયોગ. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે લાભકર્તા સપ્તાહ. ૧૮ ઓગસ્ટ સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન)
(૧૨) મીન: ખાનગી શરાફી પેઢી, નોન બેંકિંગ ત્થા બેન્કિંગ ફાઇનાન્સ કંપની સાથે સંકળાયેલ તમામ જાતક તથા ખાનગી મેનેજમેન્ટ એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ સરેરાશ તથા વ્યસ્ત નીવડશે. મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજ એકમના તમામ જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ અને વ્યસ્ત નીવડશે. સરકારી કર્મચારી માટે અતિ વ્યસ્ત સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ કામકાજ વાળુ રહેશે તેમજ બઢતીના સંયોગ + સંભાવના વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી માટે લાભકર્તા સપ્તાહ. ૨૦ ઓગસ્ટ સાવ સાધારણ અથવા પ્રતિકૂળ નીવડી શકે છે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)
પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી પોરબંદર
ફોન. 09879499307 –https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @ www.ishanastrovastu.blogspot.com


