ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક સ્કૂલ વાન ચાલકે ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું. જ્યારે બાળકીએ તેના ઘરે પહોંચીને તેની માતાને ઈશારા દ્વારા ઘટના વિશે જણાવ્યું તો સમગ્ર મામલો બહાર આવ્યો. આ કેસમાં ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી વાન ચાલકની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, લખનૌના ઈન્દિરાનગર સ્થિત એક નામાંકિત સ્કૂલના વાન ડ્રાઈવરે ચાર વર્ષની માસૂમ બાળકીને સ્કૂલે લઈ જતી વખતે વાનમાં બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી, જ્યારે બાળકી તેના ઘરે પરત આવી, ત્યારે તેણે તેની માતાને આ ઘટના વિશે જાણ કરી. બાળકીનું નિવેદન સાંભળીને પરિવાર સ્તબ્ધ થઈ ગયો. તેની માતા ફરિયાદ લઈને તરત જ સ્કૂલે પહોંચી ગઈ હતી. આ દરમિયાન આરોપી ડ્રાઈવરે બાળકીની માતાને ધમકી આપી હતી. સ્કૂલ મેનેજમેન્ટે પણ આ મામલે કોઈ પગલાં લીધાં ન હતા.
ફરિયાદમાં જણાવાયું છે કે ઘટના સમયે બાળકી વાનમાં એકલી હતી. તેની માતાએ કહ્યું કે બાળકીએ તેને ઈશારા દ્વારા ડ્રાઈવરના દુષ્કર્મ વિશે જણાવ્યું, ત્યારબાદ તે બાળકીને ડૉક્ટર પાસે લઈ ગઈ, જ્યાં ઈજાની પુષ્ટિ થઈ. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે યુવતીએ રેપ દરમિયાન વિરોધ કર્યો તો આરોપીએ તેને માર માર્યો અને ધમકી પણ આપી, જેના કારણે તે ગભરાઈ ગઈ. આરોપીએ બાળકીની માતાને એવી ધમકી પણ આપી હતી કે જો તે ફરિયાદ કરશે તો તે છોકરીને ગાયબ કરી દેશે.
ઘટના અંગે બાળકીની માતાએ શું કહ્યું
આ ઘટના અંગે પીડિત બાળકીની માતાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે મારી દીકરી સ્કૂલે જાય છે. સ્કૂલે મને વાન આપી હતી. સોમવારે સવારે બાળકી શાળાએ ગઈ હતી. વાનનો ડ્રાઈવર મોહમ્મદ આરીફ હતો. બાળકીએ ઘરે આવીને મને કહ્યું. તેણીને ઇજા થઇ હતી.
જ્યારે હું ડૉક્ટર પાસે ગઈ, ત્યારે તેમણે મને કહ્યું કે છોકરી સાથે કંઈક ખોટું થયું છે. આ પછી હું સ્કૂલમાં ગઈ. મેં પ્રિન્સિપાલને ફરિયાદ કરી પરંતુ સ્કૂલે કહ્યું કે તેનાથી સ્કૂલનું નામ બગાડશે અને તેથી અમે ફરિયાદ કરીશું પરંતુ સ્કૂલે કંઈ કર્યું નહીં. સ્કૂલે મારી સાથે વાત કરી નહીં. સ્કૂલે ડ્રાઈવરને નોકરીમાંથી નથી કાઢી મુક્યો. ડ્રાઇવર અમારી સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો. ડ્રાઇવરે અમને ધમકી આપી. પોલીસ પાસે જઈને FIR નોંધાવી.
આ સમગ્ર મામલામાં કાર્યવાહી કરતા પોલીસે આરોપીએ જે વાનમાં આ ગુન્હો કર્યો હતો તે વાન પણ કબજે કરી છે. આ ઘટના અંગે ડીસીપી પૂર્વ ઝોન શશાંક સિંહે જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.


