(૧) મેષ : હોટેલ ટુરીઝ્મ એકમ માટે લાભદાયી સપ્તાહ. પેરા મેડિકલ, મેડિકલ એવમ ફાર્માસ્યુટીક્લ્સ ક્ષેત્રે હળવા ચડાવ ઉતાર આવવા તથા કોઈ વિવાદ કે ફેરફાર થવાની સંભાવના. ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ હળવું લાભદાયી નીવડશે. કમીશન ગ્રેઈન મર્ચન્ટ, જથ્થાબંધ તથા છૂટક વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે મંદીનો હળવો માહોલ જોવા મળશે. નાના, વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. વિજ્ઞાન શાખાના વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી તથા ગૃહિણી માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે. ૧૧ જુલાઈ મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)
(૨) વૃષભ : બ્યુટી પાર્લર/સલુન/સ્પાના જાતકો, એવમ કોસ્મેટીક ઉત્પાદના ઉદ્યોગ ધંધા સાથે જોડાયેલ જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. અન્ય, ઉદ્યોગ ધંધા વ્યવસાયમાં આકસ્મિક લાભ થવાના સંયોગ સર્જાય છે. ઉદ્યોગ તથા વ્યાપાર વણિજના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ અને લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના તમામ શ્રેણીના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવા સંઘર્ષ વાળું પરંતુ સાથોસાથ લાભકારી નીવડશે. કૌટુંબિક તેમજ પારિવારિક સુખ, શાંતિ તથા સુમેળ પ્રગાઢ થવાના સંયોગ. નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભદાયક નીવડવાની સંભાવના. ૯ તથા ૧૦ જુલાઈ સાધારણ રહેશે.
(૩) મિથુન : આ સપ્તાહે સખત પરિશ્રમ સાથે સતત ભાગદોડ થવાના સંયોગ. અગાઉ બોલીને બગડી ગયેલા સંબંધો સુધરતા જણાશે. બહારી અવૈધ સંબંધોમાં સાચવવું નિષ્ઠાવાન અધિકારી/ કર્મચારી માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ હળવું ચડાવ ઉતાર વાળું જણાશે. ખાનગી એકાઉન્ટ, મેનેજમેન્ટ ફર્મસ તથા પ્રિન્ટ અને પબ્લિકેશન એકમના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ રહેશે. પરિવાર દ્વારા સાથ સહકારના સંયોગ. વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે લાભદાયી સપ્તાહ. ૭ તથા ૮ જુલાઈ મધ્યમ જણાશે.
(૪) કર્ક : સટ્ટો, જુગાર, કડા કુડી, ગાળીયાઓથી તથા શેરબજારથી દૂર રહેવું. કપાસ, યાર્ન, ફેબ્રિક્સ ના જાતક માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. આ સપ્તાહ દરમિયાન વર્ષ અગાઉ વણસી ગયેલા જૂના સંબંધ સુધરવાના સંયોગ. ઉદ્યોગ, ધંધા-વ્યવસાય સંબંધિત અધૂરા રહેલા કે અટકી ગયેલ તમામ કામકાજ પૂરા થઈ જવાની સંભાવના. ઔદ્યોગિક તથા વ્યાપાર-વાણિજ્ય એકમના જાતક માટે આ સપ્તાહ હળવું ચડાવ ઉતાર વાળું જણાશે. છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ હળવી દોડધામ જણાશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ લાભકારી સપ્તાહ. નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી, તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે. ૯ જુલાઈ સામાન્ય જણાશે.
(૫) સિંહ : ધંધા વ્યવસાય હેતુ ભાગદોડ એવમ લાંબા પ્રવાસ થવાની સંભાવના તેની સાથે સાથે હળવી પ્રતિકૂળતા રહે તેવી પણ સંભાવના. રાજકીય એવમ જાહેર ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ જોડાયેલ વ્યક્તિઓ માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. કમીશન મર્ચન્ટ અને બ્રોકર્સ માટે આ સપ્તાહ ચડાવ ઉતાર તથા હળવા અવરોધ વાળું નીવડશે. ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાધારણ પરંતુ સાનુકૂળ નીવડશે. વ્યાપાર-વણિજના જાતક માટે આ સપ્તાહ દરમિયાન લાભ સાથે હળવા ચડાવ ઉતાર પણ જોવા મળશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. નિવૃત્ત, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે લાભકારી સપ્તાહ. ૮ તથા ૧૨ જુલાઈ અર્ધ મધ્યમ જણાશે.
(૬) કન્યા : સરકારી બેંક, ખાનગી ફાઈનાન્સ એકમ તેમજ એકાઉન્ટન્સી એકમના જાતક માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. ઈવેન્ટ મેનેજમેન્ટ તથા કેટરીંગ સર્વિસીઝના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે. નાના ઔધોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે, ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે. પરંતુ છૂટક વ્યાપાર તથા ફેરી કરતા વ્યાપારી જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. સરકારી ક્ષેત્ર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું રહેશે. ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી, ગૃહિણી, મહિલા કર્મી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. ૭ તથા ૮ જુલાઈ સરેરાશ રહેશે.
(૭) તુલા : લલિત કલા એવમ શિલ્પ કાર્ય, કારીગરી એકમના તમામ જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. કાયદો-વ્યવસ્થા વિભાગના ઉચ્ચાધિકારીઓ, સમેત તમામ કર્મચારીઓ માટે આ સપ્તાહ શ્રેષ્ઠ અને શ્રેયકર નીવડશે. કન્સલ્ટન્સી તેમજ સર્વિસ બિઝનેસ ના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. વ્યાપાર વણિજ તથા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાવ સામાન્ય અથવા પ્રતિકૂળ જણાશે. સગા, સ્નેહી તરફથી સાથ સહકાર મળવાની સંભાવના. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. ૧૨ જુલાઈ સાધારણ રહેશે.
(૮) વૃશ્ચિક : આ સપ્તાહ દરમિયાન અનેક જગ્યાએથી હકારાત્મક તથા લાભદાયક ધંધાકીય તેમ ઔદ્યોગિક કામકાજ મળવાના સંયોગ. ઉદ્યોગ ધંધાના નવા કામકાજની શરૂઆત માટે આ સપ્તાહ આગળ જતા બહુ ફળદાયી નીવડશે સાથોસાથ સરકારી કામકાજ જેવા કે દસ્તાવેજી કાર્ય માટે પણ આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવુ સાનુકૂળ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. મિત્રો સાથે મતભેદ થવાના સંયોગો. વિજ્ઞાન શાખાના શિક્ષક તેમજ વિદ્યાર્થી, તથા ગૃહિણી, મહિલા કર્મીઓ, નિવૃત્ત માટે આ સપ્તાહ અર્ધ લાભકારક નીવડશે. કેવળ ૧૧ જુલાઈ જ સામાન્ય રહેશે.
(૯) ધન : સ્વગૃહી તથા ઉચ્ચસ્થ ગુરુ વાળા જાતક આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. સરકારી વિદ્યાલય તેમજ ખાનગી વિદ્યાલયના શિક્ષકો, કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. ઔદ્યોગિક તથા વ્યાપાર-વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ નીવડશે. નાના વ્યાપાર વણિજ તથા છૂટક વ્યાપાર કે ફેરી કરતા જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. વિદ્યાર્થી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે શ્રેષ્ઠ એવમ સાનુકૂળ સપ્તાહ. કેવળ, ૯ જુલાઈ જ મધ્યમ રહેશે.
(૧૦) મકર : આ સપ્તાહ દરમિયાન અણધાર્યા લાભ થવાની સંભાવના.તેમજ ધંધા વ્યવસાય માટે લાંબા પ્રવાસ થવાની સંભાવના પણ. લોજીસ્ટીક કંપનીના જાતક તથા હેવી વ્હીક્લ્સના એકમના જાતક માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. નાના નાના ઉદ્યોગ તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજના તમામ એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ-સાધારણ જણાશે સ્વજન તરફથી સહકાર યથાવત રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડે તેવા સંયોગ. નિવૃત્ત, વિદ્યાર્થી, ગૃહિણી તથા મહિલા કર્મી માટે હજુ આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. ૬ તથા ૮ જુલાઈ સાધારણ રહેશે.
(૧૧) કુંભ : આ સપ્તાહે આરોગ્ય પ્રતિ હળવી સંભાળ રાખવી. કોમોડીટી, શેર બજાર તથા સટ્ટા બજારના જાતક માટે આ સપ્તાહ પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના દેખાય છે. મોટા ઔદ્યોગિક એકમના જાતક તથા જથ્થાબંધ વાણિજયના એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ એવમ દોડધામ વાળું નીવડશે. સાથે ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો મળવાના સંયોગ. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડશે, સાથો સાથ પ્રમોશન મળે તેવી સંભાવના જણાય છે. સગા, કુટુંબીઓ સાથે સુમેળ સધાશે, તેમજ સાથ સહકાર પણ મળશે. વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. ૭ તથા ૮ જુલાઈ સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)
(૧૨) મીન: ફ્રોઝન આહાર એવમ શાકભાજી, ડિહાયડ્રેટ્સ ફૂડ, પેકિંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ એકમના જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના. પ્રવાહી જ્વલનશીલ ઉત્પાદના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. આ સિવાયના, અન્ય, ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહે અણધાર્યા ફાયદાના સંયોગ, મધ્યમ કદના વ્યાપાર વણિજ તથા સર્વિસ બિઝનેસ ધરાવતા જાતક માટે હળવું લાભકારક સપ્તાહ. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળના સંયોગો. ગૃહિણીઓ, નિવૃત્ત તથા ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૧૧ જુલાઈ સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)
પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ,
ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી, પોરબંદર ફોન. 09879499307
www.ishanastrovastu.in @@ www.ishanastrovastu.blogspot.com


