પોલિસે છેલ્લા 24 કલાકમાં વધુ એક કાર્યવાહી કરી પાકિસ્તાની જાસુસ અને યુ ટયુબર જસબીરસિંહની ધરપકડ કરી છે.મોહાલીનો આ યુ ટયુબર પાકિસ્તાનને આપતો હતો ગુપ્ત માહિતી.
જસબીરસિંહ યુ-ટયુબ પર ‘જાન મહલ’ નામની ચેનલ ચલાવે છે તેનું કનેકશન પીઆઈઓ, શાકીર ઉર્ફે જટ્ટ રંધાવા સાથે ખુલ્યુ છે.આરોપી આતંક સમર્થિત જાસુસી નેટવર્કનો ભાગ છે.
તેણે જાસુસીનાં આરોપમાં ધરપકડ થયેલ હરિયાણાની યુ-ટયુબર જાસુસ જયોતિ મલ્હોત્રા અને પાકિસ્તાની નાગરિક અને પાક ઉચ્ચાયોગ અધિકારી અહેસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશની સાથે પણ સંપર્ક રાખ્યા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જયોતિ મલ્હોત્રાની પૂછપરછમાં જસબીરનું નામ બહાર આવ્યુ હતુ. તેમની પરસ્પર અનેક વાતો થઈ છે. જયોતિ મલ્હોત્રાથી જ જસબીર દાનિશના સંપર્કમાં આવ્યો હતો. પ્રારંભીક તપાસમાં આરોપીનાં મોબાઈલમાં કેટલાંક વાંધાજનક ફોટા અને વીડીયો મળી આવ્યા છે.
તપાસમાં એ પણ વિગત બહાર આવી છે કે જસબીર દાનિશનાં નિમંત્રણ પર દિલ્હીમાં પાકિસ્તાન રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં સામેલ થયો હતો.જયાં તેણે પાકિસ્તાની સેનેટનાં અધિકારીઓ અને બ્લોગર્સ સાથે મુલાકાત કરી હતી તે ત્રણ વખત (2020,2021,2024) પાકિસ્તાન ગયો હતો અને તેના મોબાઈલમાં પાકિસ્તાનનાં અનેક નંબરો હતા.


