By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ડૉ. પ્રીતિ અદાણીએ ભારતભરમાં ૧૦ લાખ મહિલા ઉદ્યોગસાહસિકોના સશક્તિકરણ માટેના સ્વાભિમાન કાર્યક્રમના વિસ્તારનું નેતૃત્વ સંભાળ્યું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > ડૉ. પ્રીતિ અદાણીએ ભારતભરમાં ૧૦ લાખ મહિલા ઉદ્યોગસાહસિકોના સશક્તિકરણ માટેના સ્વાભિમાન કાર્યક્રમના વિસ્તારનું નેતૃત્વ સંભાળ્યું
ભારત

ડૉ. પ્રીતિ અદાણીએ ભારતભરમાં ૧૦ લાખ મહિલા ઉદ્યોગસાહસિકોના સશક્તિકરણ માટેના સ્વાભિમાન કાર્યક્રમના વિસ્તારનું નેતૃત્વ સંભાળ્યું

Hotline News
Last updated: March 13, 2026 12:21 PM
Hotline News - Editor Published March 13, 2026
SHARE

મુંબઈ: ૧૧ અદાણી સમૂહની સામાજિક કલ્યાણ અને વિકાસ પ્રવૃત્તિઓ માટેની એક પાંખ એવા અદાણી ફાઉન્ડેશનની સ્થાપનાની આગામી ૧૧મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ૩૦મી વર્ષગાંઠ નજીક આવી રહી છે ત્યારે તેની અગ્રીમ મહિલાઓના સશક્તિકરણની ’સ્વાભિમાન’ પહેલના કદાવર વિસ્તરણની જાહેરાત કરી છે, તેનો ધ્યેય સમગ્ર ભારતમાં ૧૦ લાખ મહિલા ઉદ્યોગસાહસિકોને સક્ષમ બનાવવાનો છે.

ગુરુવારે મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે આયોજિત એક કાર્યક્રમ “સ્વાભિમાન – ધ રાઇઝ ઓફ શી” માં આ ઘોષણા કરવામાં આવી હતી, જેમાં મહિલાઓની આજીવિકા, ઉદ્યોગસાહસિકતા અને નાણાકીય સ્વતંત્રતા પર વધતી જતી અસર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરતી આ પહેલના વિસ્તરણના પ્રથમ તબક્કાનો હેતુ પહેલા વર્ષમાં એક લાખ મહિલાઓને સશક્ત બનાવી તે અંતર્ગત મહિલાઓ દ્વારા સંચાલિત સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકતા અને પાયાની ઉદ્યોગસાહસિકતા માટે નવી તકો ઊભી કરવાનો છે.

મહારાષ્ટ્ર સરકારના મહિલા આર્થિક સશક્તિકરણ અને સ્વ-સહાય જૂથ વિકાસ માટેની નોડલ એજન્સી, મહિલા આર્થિક વિકાસ મહામંડળ (MAVIM) સાથે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ આધારીત ભાગીદારીમાં શરુ થયેલો ’સ્વાભિમાન’ કાર્યક્રમ શરુથી જ મુંબઈમાં વંચિત સમુદાયોની ૪,૫૦૦ થી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ, ઉદ્યોગસાહસિકતા વિકાસ અને નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા દ્વારા ટકાઉ આજીવિકા વિકસાવવા માટે પીઠબળ આપી રહ્યો છે.

અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી શિલિન અદાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અદિતિ તટકરે, મુંબઈના મેયર શ્રીમતી રીતુ તાવડે અને મહિલા આર્થિક વિકાસ મહામંડળના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી નંદિની આવડેએ હાજરી આપી હતી.

એક અગત્યની તાકીદની બેઠકમાં હાજરી આપવાનું થતાં ઇચ્છા જાહેર કરી હોવા છતા આ કાર્યક્રમમાં હાજરી નહી આપી શકેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે પાઠવેલા એક હૃદયસ્પર્શી સંદેશમાં તેમણે મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રમાં તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહેલા ઉત્કૃષ્ટ સામાજિક કાર્ય માટે અદાણી સમૂહ અને અદાણી ફાઉન્ડેશનને અભિનંદન આપ્યા હતા.

મુંબઈમાં મહિલાઓની-આગેવાની હેઠળના સમુદાય-સંચાલિત બજાર સ્વતેજા માર્ટને ઉપસ્થિત અતિથિગણે સંયુકત રીતે ખુલ્લું મૂકયું હતું. આ બજાર સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિકોને તાલીમ, બજારોના જોડાણો અને ઓનલાઈન અને ઓફલાઈન બંને ચેનલો દ્વારા તેમના ઉત્પાદનોના વેચાણ માટે તૈયાર મંચ પૂરો પાડે છે. આ વેળા સ્વતેજા માર્ટ પહેલ હેઠળ ક્લાઉડ કિચન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

મહાનુભાવોએ સ્વાભિમાન કાર્યક્રમ દ્વારા જેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે તેવી મહિલાઓની પ્રેરણાદાયી સફર દર્શાવતી કોફી ટેબલ બુકનું પણ અનાવરણ કર્યું હતું.
આ કાર્યક્રમ સમગ્ર મુંબઈમાં શરુથી જ ૮00 થી વધુ મહિલાઓને “લખપતિ દીદી” બનવા માટે સક્ષમ બનાવી ચૂક્યો છે, જે માળખાગત આજીવિકા અને ઉદ્યોગસાહસિક સહાયની પરિવર્તનશીલ સંભાવના દર્શાવે છે.

શ્રીમતી તટકરેએ જણાવ્યું હતું કે સ્વાભિમાન એ મહિલા આર્થિક વિકાસ મહામંડળના સૌથી સફળ સાહસોમાંનો એક કાર્યક્રમ છે અને મહિલા સશક્તિકરણ માટે એક શક્તિશાળી રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યો છે,” “નાણાકીય સાક્ષરતા અને ઉદ્યોગસાહસિકતાને મજબૂત કરીને, તે મુખ્યમંત્રી માજી લડકી બહિન યોજના જેવી પહેલોને પૂરક બનાવી દર્શાવે છે કે હિસ્સેદારી, મહિલાઓ માટે ટકાઉ તકો કેવી રીતે ઊભી કરી શકે છે.

શ્રીમતી રીતુ તાવડેએ જણાવ્યું હતું કે ભારતીય સમાજમાં વધતી ‘શી પાવર’ ધારાવી જેવા સમુદાયોમાં સ્પષ્ટપણે દેખાય છે. સ્વાભિમાન જેવી પહેલ નાણાકીય આત્મવિશ્વાસ અને ઉદ્યોગસાહસિકની ભાવના બનાવીને વંચિત મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે,”.

આ પ્રસંગે બોલતા ડૉ. પ્રીતી અદાણીએ કહ્યું હતું કે મહિલાઓનું સશક્તિકરણ એ સમુદાયોને મજબૂત કરવા અને સ્થિતિસ્થાપક સ્થાનિક અર્થતંત્રોના નિર્માણ માટે સૌથી શક્તિશાળી માર્ગોમાંના એક ’સ્વાભિમાન’એ અમારા ભરોસાને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું હતું કે મુંબઈની મહિલાઓની પ્રેરણાદાયી સફર દર્શાવે છે કે જ્યારે યોગ્ય સહાયક પ્રથાઓ કાર્યરત હોય ત્યારે શું શક્ય બને છે. મહારાષ્ટ્રમાં એક લાખ મહિલાઓથી શરૂ કરીને હવે સમગ્ર ભારતમાં અમે ૧૦ લાખ મહિલાઓને સશક્ત બનાવવા માટેના કાર્યક્રમનો જેમ જેમ વિસ્તાર કરીએ છીએ ત્યારે અમારું ધ્યાન ટકાઉ આજીવિકાને સક્ષમ બનાવવા અને મહિલાઓના-નેતૃત્વ હેઠળના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રીત રહે છે જેની અસર કાયમી રહે છે.

સ્વાભિમાન દ્વારા લાભાર્થી સહભાગીઓ માર્ગદર્શન, બજાર જોડાણો અને ઉદ્યોગ માર્ગદર્શન દ્વારા સમર્થિત ઉદ્યોગસાહસિકતા, નાણાકીય સાક્ષરતા અને આજીવિકા કૌશલ્યોમાં માળખાગત તાલીમ મેળવે છે, ઘણા લોકોએ પહેલાથી જ ગૃહ-ઉદ્યોગ સાહસો અને સામૂહિક સાહસો શરૂ કર્યા છે, જે ઘરની આવકને મજબૂત બનાવે છે અને સાથે જ તેમના સમુદાયોમાં રોલ મોડેલ તરીકે ઉભરી આવે છે.

અદાણી ફાઉન્ડેશન હાલમાં શિક્ષણ, આરોગ્યસંભાળ, ટકાઉ આજીવિકા, આબોહવા કાર્યવાહી અને સમુદાય વિકાસ પર કેન્દ્રિત કાર્યક્રમો દ્વારા ભારતના ૨૨ રાજ્યોના ૭,000 થી વધુ ગામડાઓમાં આશરે ૯૬ લાખથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

ભારતની રાષ્ટ્રીય વિકાસ પ્રાથમિકતાઓ અને સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે સુસંગત, સ્વાભિમાનનું વિસ્તરણ ફાઉન્ડેશનની મહિલાઓ માટે વ્યાપક આર્થિક તકોનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેના રાષ્ટ્રીય વિસ્તરણ સાથે સ્વાભિમાન ભારતની સૌથી મોટી મહિલા-આગેવાની હેઠળની આજીવિકા પહેલોમાંની એક બનવા માટે સજજ બની એક શક્તિશાળી રાષ્ટ્રીય ચળવળ તરીકે ઉભરી રહ્યું છે જે મહિલાઓને ઉદ્યોગસાહસિકો, સમુદાયના વડા અને સ્થાનિક આર્થિક વિકાસના ચાલક બળ બનવા સક્ષમ બનાવે છે.

You Might Also Like

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

અજિત પવાર પ્લેન ક્રેશ કેસની તપાસ CBIને કેમ ન સોંપાઈ, AAIB રિપોર્ટ ક્યારે આવશે? સીએમ ફડણવીસે જવાબ આપ્યો

પાર્થ પવાર સગાઈ કરવા જઈ રહ્યા છે, કોણ છે કાયનાત ધાર, ડેપ્યુટી સીએમ સુનેત્રા પવારની ભાવિ પુત્રવધૂ

ભારતમાં ઓછા કાર્બનવાળા રાસાયણિક ઉત્પાદનને વેગ આપવા અદાણી ગ્રુપની ફ્રાન્સના ડાયોક્સિકલ સાથે ભાગીદારી

અદાણી એન્ટરપ્રાઇઝિસની કચ્છ કોપર લંડનની મેટલ એક્સચેન્જમાં ગ્રેડ-એ બ્રાન્ડ તરીકે રજીસ્ટર્ડ

#AdaniMumbai
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઅમદાવાદગુજરાત
હિતેશ બારોટ બન્યા અમદાવાદના નવા મેયર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે હાંસલ કર્યો જંગી વિજય, જાણો કોણ
Hotline News Hotline News May 26, 2026
સુનીલ શેટ્ટીએ ₹ 40 કરોડની તમાકુની જાહેરાત ઠુકરાવી, શું આથિયા અને અહાન છે કારણ?
નવા પ્રોજેક્ટ્સના બળ પર અદાણી એનર્જીની વૃદ્ધિ યથાવત, જેફરીઝે ‘BUY’ રેટિંગ જાળવી રાખ્યું
ભાજપ કાર્યાલય પર ગ્રેનેડ હુમલામાં ખુલાસો: ફતેહગઢ સાહિબના અમન અને ગુરતેજે ગ્રેનેડ ફેંક્યા
ધારાવી બચાવો આંદોલનમાં ભંગાણ, નેતાઓના મતભેદ છતા થયા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

અદાણી ડિફેન્સ મ.પ્ર.ના શિવપુરીમાં રુ.2500 કરોડના ખર્ચે દ.એશિયામાં ખાનગી ક્ષેત્રે સૌથી મોટી મિસાઇલ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

Hotline News Hotline News July 6, 2026
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઇઝના QIP ને જોરદાર પ્રતિસાદ મળ્યો, કંપનીએ ₹15,000 કરોડ એકત્ર કરવા માટે 3.8 ગણી બોલી લગાવ્યા પછી ઇશ્યૂનું કદ વધાર્યું

Hotline News Hotline News July 3, 2026
બિઝનેસ

ઓડિશા પૂર્વ ભારતનું ‘આર્થિક હૃદય’ બનશે – કરણ અદાણીએ કહ્યું ₹1.08 લાખ કરોડનું રોકાણ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત

Hotline News Hotline News July 2, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?