By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શંકરાચાર્યની અટકાયત સનાતન ધર્મનું અપમાન : ધર્મેશ ભંડેરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > શંકરાચાર્યની અટકાયત સનાતન ધર્મનું અપમાન : ધર્મેશ ભંડેરી
Top Newsગુજરાતસુરત

શંકરાચાર્યની અટકાયત સનાતન ધર્મનું અપમાન : ધર્મેશ ભંડેરી

પ્રયાગરાજ ઘટનાને લઈ સુરતમાં આમ આદમી પાર્ટીએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો

Hotline News
Last updated: January 22, 2026 1:53 PM
Hotline News - Editor Published January 22, 2026
SHARE

પ્રયાગરાજમાં ભાજપ સરકાર દ્વારા પૂજનીય જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ અને સંતો ઉપર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ આ ઘટનાને વિશ્વના તમામ હિંદુઓની આસ્થા પર થયેલો હુમલો ગણાવ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે પૂજનીય જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ સનાતન ધર્મનું ગૌરવ છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ વર્ષોથી ગૌરક્ષા કાયદા અને ગાયમાતાની રક્ષા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જે બાબત ભાજપને અસહ્ય બની છે. આ કારણસર તેમના ઉપર અને સંતો ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો.

આમ આદમી પાર્ટીએ આ ઘટનાનો સખત શબ્દોમાં વિરોધ કરતા સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી ભાજપના નેતાઓ જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ અને સંતો પાસે જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખવામાં આવશે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ  રજનીકાંત વાઘાણી, નવસારી લોકસભા ઇન્ચાર્જ  પંકજ તાયડે, સુરત શહેર મહામંત્રી તુલસી લાલૈયા, પરિમલ કાનાણી, યુવા મોરચા પ્રમુખ પંકજ ધામેલિયા તેમજ કોર્પોરેટરો મહેશ અણઘણ,  વિપુલ સુહાગીયા, શોભનાબેન કેવડિયા, દિપ્તીબેન સાકરિયા, મનીષાબેન કુકડીયા, શહેર ઉપપ્રમુખ શોભનાબેન વાઘાણી સહિત શહેર અને પ્રદેશ સંગઠનના અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા. પોલીસે આ તમામ નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

આ તકે સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ ભારતીય સંસ્કૃતિના પરમ આદરણીય સંત જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ વર્ષોથી ગૌવંશ હત્યા પર પ્રતિબંધ મૂકવા, ગૌરક્ષા માટે કડક કાયદો બનાવવા અને ગૌમાસ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ સાથે સરકારને વારંવાર અપીલ કરતાં આવ્યા છે. ગૌમાતાની રક્ષા માટે તેમણે અનેક કાર્યક્રમો અને આંદોલનો કર્યા છે. આ જ કારણોસર ભાજપ સરકાર દ્વારા વારંવાર શંકરાચાર્ય મહારાજનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને થોડા દિવસ પહેલાં તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પૂજનીય શંકરાચાર્ય મહારાજનું અપમાન એટલે સમગ્ર હિન્દુ સમાજ અને સનાતન ધર્મનું અપમાન છે. ભારતીય જનતા પાર્ટીના આ દુષ્કૃત્ય સામે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા પાંડેસરા ખાતે લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પાસેથી શંકરાચાર્ય મહારાજ અને સમગ્ર હિન્દુ સમાજની જાહેર માફીની માંગ કરવામાં આવી હતી. આ શાંતિપૂર્ણ લોકજાગૃતિ કાર્યક્રમને ભાજપ સહન કરી શક્યું નહીં અને સત્તાનો દુરુપયોગ કરી પોલીસ દ્વારા અમારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. અમારી સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી ભાજપ શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ તથા સમગ્ર હિન્દુ સમાજની માફી નહીં માગે, ત્યાં સુધી આમ આદમી પાર્ટીની આ લડત ચાલુ રહેશે.

સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે, અમે હિન્દુ છીએ અને આ દેશના નાગરિક છીએ. હિન્દુ સમાજના મહાત્માઓ અને સાધુ-સંતો ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતાની રક્ષા માટે કાયદાની માંગ કરે છે, તો સરકાર દ્વારા તેમને જેલમાં નાંખવાની વાત કરવામાં આવે છે. આપણા સૌના પૂજનીય શંકરાચાર્યને પકડી લેવામાં આવે તે અત્યંત નિંદનીય છે. શંકરાચાર્ય સાથે થયેલા આ દુર્વ્યવહાર બદલ ભાજપે તરત માફી માંગવી જોઈએ અને આવો અત્યાચાર બંધ થવો જોઈએ.જ્યાં સુધી ભાજપ માફી નહીં માગે ત્યા સુધી અમારી લડત ચાલુ રહેશે.

You Might Also Like

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

‘હેપ્પી બર્થ ડે સર…’ સાંભળીને શિક્ષક ગુસ્સે ભરાયા અને વિદ્યાર્થીને ખૂબ માર માર્યો

#hotlinenewsGujaratSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsસુરત
વધુ એક લવ જેહાદ… આધાર કાર્ડ એડિટ કરીને સાજીદ ‘અભિષેક’ બન્યો, હોટલમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો
Hotline News Hotline News March 24, 2026
ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું હોવા છતાં, શું નીતિશ કુમારે રિમોટ કંટ્રોલ પોતાના હાથમાં રાખ્યું છે?
ડૉ. પ્રીતિ અદાણીએ ભારતભરમાં ૧૦ લાખ મહિલા ઉદ્યોગસાહસિકોના સશક્તિકરણ માટેના સ્વાભિમાન કાર્યક્રમના વિસ્તારનું નેતૃત્વ સંભાળ્યું
બિહારમાં જનાદેશ બાદ ભાજપ માટે મહારાષ્ટ્રમાંથી ખરાબ સમાચાર? છ નેતાઓએ પાર્ટી છોડી દીધી
ગુજરાતમાં 5 વર્ષની બાળકીનું અપહરણ કરીને નદીમાં ફેંકી દેવાઈ, માનવ બલિદાનની આશંકા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતમાં પ્રેમી સાથે પકડાયા બાદ 9 બાળકોની માતાએ પતિની હત્યા કરી

Hotline News Hotline News July 14, 2026
Top Newsભારત

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રૂ. 40,000 કરોડનો અવરોધ, હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ અટકશે?

Hotline News Hotline News July 14, 2026
Top Newsઅમદાવાદગુજરાત

મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને એક કલાકમાં 3.61 લાખ રોપાઓનું વાવેતર; અમિત શાહની હાજરીમાં અમદાવાદે ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો

Hotline News Hotline News July 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?