રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ બજારો વધુ ધમધમતા બની ગયા છે. ગુજરાતમાં સોના અને ચાંદીની રાખડીઓનો ક્રેઝ વધી રહ્યો છે. લોકો રંગબેરંગી રાખડીઓ સાથે સોના અને ચાંદીની રાખડીઓ પણ ખરીદી રહ્યા છે. લોકો ભાઈ-બહેનના પ્રેમના આ તહેવારને યાદગાર બનાવવા માંગે છે અને રાખડીઓને સુરક્ષિત રાખવાની વાત કરી રહ્યા છે.


