By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    દુષ્કર્મ કેસ સુરત, મ્યુનિ સજા, યુવતી પર હેવાનિયત, સુરત ગુનાઓ, સજા 10 વર્ષ, ક્રાઈમ ન્યુઝ ગુજરાત
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    દુષ્કર્મ કેસ સુરત, મ્યુનિ સજા, યુવતી પર હેવાનિયત, સુરત ગુનાઓ, સજા 10 વર્ષ, ક્રાઈમ ન્યુઝ ગુજરાત
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    દુષ્કર્મ કેસ સુરત, મ્યુનિ સજા, યુવતી પર હેવાનિયત, સુરત ગુનાઓ, સજા 10 વર્ષ, ક્રાઈમ ન્યુઝ ગુજરાત
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    દુષ્કર્મ કેસ સુરત, મ્યુનિ સજા, યુવતી પર હેવાનિયત, સુરત ગુનાઓ, સજા 10 વર્ષ, ક્રાઈમ ન્યુઝ ગુજરાત
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    દુષ્કર્મ કેસ સુરત, મ્યુનિ સજા, યુવતી પર હેવાનિયત, સુરત ગુનાઓ, સજા 10 વર્ષ, ક્રાઈમ ન્યુઝ ગુજરાત
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: દુષ્કર્મ કેસમાં નરાધમ મુનિને 10 વર્ષની સજા: સુરતના ઉપાશ્રયમાં યુવતી પર હેવાનિયત આચરી હતી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > દુષ્કર્મ કેસમાં નરાધમ મુનિને 10 વર્ષની સજા: સુરતના ઉપાશ્રયમાં યુવતી પર હેવાનિયત આચરી હતી
ગુજરાતસુરત

દુષ્કર્મ કેસમાં નરાધમ મુનિને 10 વર્ષની સજા: સુરતના ઉપાશ્રયમાં યુવતી પર હેવાનિયત આચરી હતી

2017માં વડોદરાની એક શ્રાવિકાને ધાર્મિક વિધિ માટે બોલાવીને દુષ્કર્મ આચર્યુ હતું

Hotline News
Last updated: April 5, 2025 2:41 PM
Hotline News - Editor Published April 5, 2025
SHARE

સુરતમાં વર્ષ 2017માં શ્રાવિકા પર આચરેલા દુષ્કર્મના કેસમાં કોર્ટે દિગંબર જૈન મુનિને દોષિત જાહેર કરતા ચુકાદા બાદ 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. વર્ષ 2017માં સુરતના નાનપુરા સ્થિત ટીમલિયાવડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં  વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે બોલાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આ કેસની વિગત મુજબ નાનપુરા ટીમલિયાવાડ ખાતેના દિગંબર જૈન ઉપાશ્રયમાં આવેલા એક રૂમમાં ધાર્મિક વિધિના બહાને વડોદરાની યુવતીને બોલાવવામાં આવી હતી અને જૈન મુનિ એવા આરોપી મુનિ શાંતિસાગરે તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.

આ અંગેની ફરિયાદ યુવતીએ અઠવાલાઇન્સ પોલિસ મથકમાં નોંધાવતા આરોપી મુનિ શાંતિસાગરની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટના જામીન અરજી નામંજૂર થયા બાદ આ કેસની ટ્રાયલ શરૂ થઇ હતી.

વડોદરાની 19 વર્ષીય શ્રાવિકા યુવતીએ પોતાના પરિવાર સાથે સુરત ખાતે ધાર્મિક વિધિ માટે આવ્યા બાદ આરોપી મુનિએ તેને એકાંત રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. પીડિતાએ પોલીસ સમક્ષ આપેલા નિવેદન મુજબ શાંતિસાગરે પ્રથમ તેના માતા-પિતાને ચંદનના લાકડાથી ઘેરાવેલા કુંડાળામાં બેસાડયા અને ‘ઓમ રીં શ્રી ધનપતિ કુબેરાય નમ:’નો જાપ કરવાનું કહ્યું પછી યુવતીને આ કુંડાળામાંથી મારી પરવાનગી વગર બહાર ન જવાનું કહ્યું હતું.

આચાર્ય શાંતિસાગરે  યુવતી પાસે ધાર્મિક વિધિની તૈયાર માટે તેના આપત્તિજનક ફોટા મગાવ્યા હતા. તેણે તસ્વીરો માટે કેટલીક વખત ફોન અને વોટસએપનો ઉપયોગ કર્યો હતો અને યુવતીને જણાવ્યું હતું કે, મને તારો મિત્ર સમજજે. નગ્ન ફોટો વિધિ માટે જરૂરી છે.

પીડિતાનું કહેવું હતું કે, શાંતિસાગર મહારાજના પ્રવચનથી મંત્રમુગ્ધ થઇ તેણે પરિવાર સાથે તેની ધાર્મિક વિધિ માટે સુરત આવવાનું નકકી કર્યુ હતું. તેણે રાત્રિરોકાણની વાત કહી, ઉપાશ્રય ખાતે બધાને રોકયા હતા. રાત્રે વિધિ દરમિયાન શાંતિસાગરે યુવતીના માતા-પિતાને કુંડાળામાં બેસાડી, તેના ભાઇને બીજા રૂમમાં મોકલી દીધો હતો અને યુવતીને મોરપંખની પીંછીથી શારીરિક રીતે સ્પર્શ કર્યો પછી યુવતીને અન્ય ખંડમાં લઇ જઇને કહ્યું કે, ‘તું તારા માતા-પિતાને સુખી જોવા માગે છે ને ?

તો હું કહું એ પ્રમાણે ચાલ, નહીં તો તેમના મૃત્યુ થશે. એ પછી લાઇટ બંધ કરીને તેની ઇચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ કર્યુ હતું. દુષ્કર્મની ઘટના પછી બેભાન થઇ ગઇ હતી. આ પછી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

પરિવારજનોના સહકાર અને યુવતીના હિંમતભર્યા નિવેદન બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. અઠવા પોલીસ મથકે કેસ નોંધાયા બાદ તત્કાલ નિવેદન લેવામાં આવ્યા અને એ આધારે દિગંબર જૈન મુનિ શાંતિસાગરની ધરપકડ કરવામાં આવી હતી.

સમગ્ર કેસમાં પોલીસે મેડીકલ રીપોર્ટ, પીડિતાનું નિવેદન અને ડિજિટલ પુરાવાઓ આધારે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટમાં ચાલેલી લાંબી સુનાવણી બાદ આજે જજ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.

ચુકાદા અંગે સરકારી વકીલ રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે શાંતિસાગર સામે 2017થી ટ્રાયલ ચાલતી હતી. કોર્ટે તકસીરવાર ઠેરવ્યા છે. કોર્ટે પીડિતાની જુબાની અને મેડીકલ પુરાવાઓને ધ્યાન પર લઇ દોષિત ઠેરવ્યા છે હવે સજાની સુનાવણી થશે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsGujaratSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
દુષ્કર્મ કેસ સુરત, મ્યુનિ સજા, યુવતી પર હેવાનિયત, સુરત ગુનાઓ, સજા 10 વર્ષ, ક્રાઈમ ન્યુઝ ગુજરાત
Top Newsભારત
200,000 મુસ્લિમ બાળકો રાતોરાત ગાયબ થયા, PM મોદી પણ ચોંકી ગયા!
Hotline News Hotline News September 7, 2024
શહેરમાં ભારતનો સૌથી મોટો ભૂગર્ભજળ પ્રોજેક્ટ બનશે; સ્થાયી સમિતિએ બેરેજના પ્રથમ તબક્કાને મંજૂરી આપી
સલમાન ખાનનો વધુ એક ધડાકો, ‘સિકંદર’ના સેટ પર ‘કિક 2’ની જાહેરાત
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહિત તમામ 7 આરોપીઓ નિર્દોષ, કોઈ પુરાવા મળ્યા નહીં
મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ મેડમ! સુનેત્રા પવાર લેશે શપથ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

દુષ્કર્મ કેસ સુરત, મ્યુનિ સજા, યુવતી પર હેવાનિયત, સુરત ગુનાઓ, સજા 10 વર્ષ, ક્રાઈમ ન્યુઝ ગુજરાત
Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
દુષ્કર્મ કેસ સુરત, મ્યુનિ સજા, યુવતી પર હેવાનિયત, સુરત ગુનાઓ, સજા 10 વર્ષ, ક્રાઈમ ન્યુઝ ગુજરાત
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
દુષ્કર્મ કેસ સુરત, મ્યુનિ સજા, યુવતી પર હેવાનિયત, સુરત ગુનાઓ, સજા 10 વર્ષ, ક્રાઈમ ન્યુઝ ગુજરાત
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?