By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આ વર્ષે ભારતમાં વધુ ગરમીના મોજાના દિવસો રહેવાની  ચેતવણી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > આ વર્ષે ભારતમાં વધુ ગરમીના મોજાના દિવસો રહેવાની  ચેતવણી
Top Newsભારત

આ વર્ષે ભારતમાં વધુ ગરમીના મોજાના દિવસો રહેવાની  ચેતવણી

ગરમીના દિવસોમાં મૃત્યુદર 12.2 ટકા વધે છે, કાર્યક્ષમતા 15 ટકા ઘટે : અમદાવાદ સહિત 10 શહેરોના સર્વેક્ષણમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા : ભારતની 11% વસ્તી એવા શહેરો અને વિસ્તારોમાં રહે છે જ્યાં ગરમીનું જોખમ વધારે છે

Hotline News
Last updated: March 24, 2025 1:31 PM
Hotline News - Editor Published March 24, 2025
SHARE

ભારતમાં જલવાયુ પરિવર્તનની અસર હેઠળ ગરમીમાં અત્યાધિક વધારો થઈ રહ્યો છે. હીટવેવ-લુ ફુંકાવાના દિવસોની સંખ્યા પણ વધી રહી છે. ચાલુ વર્ષે પણ હીટવેવનાં દિવસો વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

સસ્ટેનેબલ ફયુચર કોલેબરેટીંગ નામક સંસ્થાના રીપોર્ટમાં એમ કહેવાયુ છે કે, ભારતમાં 11 ટકા વસતી એવા શહેરોમાં વસે છે જયાં હીટવેવનો ખતરો વધુ છે. ભારત સહીત વિશ્વનાં અનેક વૈજ્ઞાનિકોએ મૃત્યુદર પર હીટવેવનો પ્રભાવ વિષય પર સંશોધન કર્યુ હતું.

જેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગ્લોર, અમદાવાદ, પુના, વારાણસી, સિમલા, તથા કોલકતા જેવા 10 શહેરોને સંસોધનમાં સામેલ કરવામાં આવ્યા હતા.જેમાં એવૂ તારણ નિકળ્યુ હતું કે હીટવેવનાં દિવસોમાં મૃત્યુદરમાં 12.2 ટકાનો વધારો થાય છે.

સળંગ બે દિવસ હીટવેવ રહે તો તેમાં 14.7 ટકા તથા ત્રણ દિવસ રહે તો મૃત્યુદરમાં 17.8 ટકા સુધીનો વધારો થાય છે. સળંગ પાંચ દિવસ હીટવેવ રહેવાના સંજોગોમાં મૃત્યુદર 33.3 ટકા સુધી વધવાનું જોખમ છે.

રીપોર્ટમાં એમ કહેવાયું છે કે, જલવાયુ પરિવર્તનની અસરથી 21મી સદીમાં અત્યાધિક ગરમી તતા લુ ફુંકાવાનો વ્યાપ વધતો રહેશે. રાત્રે પણ તાપમાનનો પારો ઉંચો રહેવાની શકયતા છે.રાત પણ ગરમ બનવાનાં સંજોગોમાં માનવ શરીર પર દબાણ વધે છે અને બિમારી તથા મોતનો ખતરો વધી શકે છે.

હીટવેવનાં વધતા દિવસોથી લોકોની કાર્યક્ષમતામાં 15 ટકા ઘટી શકે છે. 48 કરોડ લોકોના જીવનની ગુણવતા પર પ્રભાવ પડી શકે છે.  ભારતીય હવામાન વિભાગે એવી ચેતવણી આપી છે કે આબોહવા પરિવર્તનનો પ્રવર્તમાન સિલસિલો ન અટકે તો 2060 સુધીમાં ભારતમાં હીટવેવનાં દિવસોની સંખ્યામાં 12 થી 18 દિવસનો વધારો થઈ શકે છે. ખાસ કરીને ઉતર પશ્ચિમ ભારતમાં એક મહિના દરમ્યાન ઓછામાં ઓછા ચાર દિવસ હીટવેવ રહી શકે છે. જે હીટસ્ટ્રોકનું કારણ બની શકે છે.

છેલ્લા 10 વર્ષ પૃથ્વી પરના ‘ટોપ-ટેન’ ગરમ વર્ષ બન્યા
વિશ્વ હવામાન સંસ્થાએ 2024 ને અત્યા સુધીનુ સૌથી ગરમ વર્ષ જાહેર કર્યુ છે. સાથોસાથ એમ પણ કહ્યું છે કે છેલ્લા 10 વર્ષ પૃથ્વી પરના ટોપ 10 સૌથી ગરમ વર્ષ બન્યા છે. છેલ્લા 200 વર્ષોથી હવામાનનો રેકોર્ડ નોંધ રાખવામાં આવે છે.ભુતકાળમાં આવુ કયારેય બન્યુ નથી.

સળંગ 10 વર્ષ સૌથી ગરમ રહ્યા તે બાબત લાલબતી સમાન છે.અત્યાર સુધીનાં ઈતિહાસનું સૌથી ગરમ વર્ષ ગણવામાં આવે તે 2024 બન્યુ છે. આ દરમ્યાન 1850 થી 1900 ના પાયાના સમય ગાળાની સરખામણીએ સપાટીનાં તાપમાનમાં 1.55 ડીગ્રીનો વધારો થઈ ગયો છે. વાતાવરણમાં વધુ ગરમીથી દુષ્કાળ, વાવાઝોડા, જંગલોમાં આગ જેવી કુદરતી આફતો વધી રહી છે.

પારો 53 ડીગ્રી થતા કલાકૃતિ ઓગળી જશે
જલવાયું પરિવર્તનની અસરથી વર્ષો વર્ષ ઉનાળો આકરો બની રહ્યો છે. લોકોમાં જાગૃતિ સર્જવા માટે ગુરૂગ્રામમાં 1000 ગોલ્ફ બોલ તથા મીણથી એક કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે.

જે ગરમીનો પારો 53 ડીગ્રીએ પહોંચતા જ આપમેળે ઓગળી જશે આ કલાકૃતિમાં ધરતી પરથી લુપ્ત થઈ રહેલી પશુઓની 14 પ્રજાતિઓને પણ દર્શાવવામાં આવી છે. આબોહવા પરિવર્તન પ્રતિ લોકોને જાગૃત કરવાનો ઉદેશ છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsસુરત
મેટ્રોની કામગીરીને પગલે મોટા વરાછાથી કાપોદ્રા સુધી રસ્તો બંધ, પોલીસ કમિશનરનું જાહેરનામુ
Hotline News Hotline News July 26, 2024
ભાજપના પોસ્ટરમાં પીએમ મોદીના ફેસ પર કાળી શાહી લગાવાતા હોબાળો
યુટ્યુબ પર પીએમ મોદીનો ડંકો : 30 મિલિયન સબસ્ક્રાઇબર્સને સ્પર્શ્યા, ટ્રમ્પ કરતાં સાત ગણા વધુ ફોલોઅર્સ
નકલી CBI ઓફિસર બનીને વૃદ્ધ મહિલાની ‘ડિજિટલ ધરપકડ’, સુરતમાંથી ₹ 1.34 કરોડની છેતરપિંડી કરનારની ધરપકડ
અનિલ અંબાણીની રિલાયન્સ પાવરને નકલી દસ્તાવેજોના કેસમાં SECI ચીફ બરતરફ: સૂત્રો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?