મુખ્ય મુદ્દા:
- ધારાવી સોશિયલ મિશન (DSM) બ્યૂટી થેરાપિસ્ટ કોર્સીઝ જેવા વર્કશોપ વિના મૂલ્યે ઓફર કરે છે, જેમહિલાઓને તકનીકી અને વ્યાવસાયિક રીતે કૌશલ્યવાન બનાવે છે અને તેના પગલે તેઓ કારકિર્દીની નવી તકો શોધવા માટે સક્ષમ બને છે.
- આવી પહેલી દ્વારા ધારાવીની મહિલાઓએ ઘરે જ સલૂન જેવા નાના વ્યવસાયો શરૂ કર્યા છે અને પોતાના પરિવારને નાણાંકીય યોગદાન આપી રહી છે.
- અમલ માટે ઉપયોગી અને જેની માગ હોય તેવાં કૌશલ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને ધારાવી સોશિયલ મિશન ધારાવીમાં સંભાવના અને તક વચ્ચેનું અંતર દૂર કરી રહ્યું છે.
- મહિલાઓને પરંપરાગત રીતે સંભાળ-દેખભાળ કરનાર (કેરગિવ તરીકે જોવામાં આવે છે, પરંતુ ધારાવીમાં મહિલાઓ હવે ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકોની ભૂમિકામાં જોવા મળી રહી છે.
- તાલીમ કાર્યક્રમો મહિલાઓને આત્મ-વિશ્વાસ હાંસલ કરવામાં ગ્રાહકો સાથે વાતચીતનું કૌશલ્ય વધારવામાં, વ્યવસાયોનું સંચાલન કરવામાં અને મોટાં ધ્યેયો નક્કી કરવામાં મદદગાર નીવડી રહ્યા છે.
- વર્કશોપમાં ભાગ લેનારા અનેક સહભાગીઓએ અન્ય લોકોને તાલીમ આપીને સશક્ત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેનાથી સમુદાયમાં એક વહેર ઊભી થઈ છે.
મુંબઈ: ભારતના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પરંપરાગત રીતે મહિંવાઓ પોતાની ઈચ્છાઓ અને મહાત્વાકાંક્ષાઓને બાજુએ મૂકીને નિઃસ્વાર્થપણે પોતાનું જીવન પોતાના પરિવારને સમર્પિત કરી દે છે. પત્ની તરીકે, માતા તરીકે, દીકરી અને બહેન તરીકે તેમની દિનચર્ચાઓ જવાબદારીઓના અનંત ચક્રની આસપાસ ઘૂમતી રહે છે, જેના કારણે તેઓને પોતાના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ભાગ્યે જ કોઈ અવકાશ મળે છે. ઘર અને પરિવારની દબાણભરી માગોને કારણે તેમણે જતનથી પોષેલાં સપનાં ધીરે ધીરે પૃષ્ઠભૂમિમાં સરકીને ઝાંખાં પડી જાય છે.
એશિયાની સૌથી મોટી અને ભારતની સૌથી પ્રતિષ્ઠિત ઝૂંપડપટ્ટી ધારાવીમાં પણ આ જ સ્થિતિ હતી. અનેક પેઢીઓથી, અહીંની સ્ત્રીઓ ગંદી, ભીડભાડવાળી, વ્યસ્ત ગલીઓમાં, પરંપરા અને કૌટુંબિક જવાબદારીઓનો બોજ ઉઠાવીને મોટી થઈ છે. સમય જતાં, ઘણાએ પોતાનાં સપનાં જતાં કર્યાં છે. જો કે, કેરગિવર્સ તરીકેની સ્ત્રીઓની પરંપરાગત ભૂમિકામાં હવે એક સૂક્ષ્મ પરિવર્તન આવવાનું શરૂ થયું છે. આ શાંત ક્રાંતિ પ્રેરણાદાયી કથાઓને જન્મ આપી રહી છે. જેમકે, 28 વર્ષીય શીતલ ઘુમાલે એ પોતાનું બ્યુટી સલૂન શરૂ કરીને બીબાંઢાળ ઢાંચાને તોડ્યો છે.
શીતલ કહે છે, “હું વર્ષોથી એમ જ માનતી હતી કે મને સપનાં જોવાનો અધિકાર નથી. ભાગ્યને શરણે જવું અને જીવનને તેની પોતાની રીતે ચાલવા દેવાનું સરળ લાગતું. ધારાવીમાં રહીને તમે કઈ નવી કલ્પના કરી શકો? પછી અચાનક આ બ્યુટી થેરાપિસ્ટ વર્કશોપ આવ્યો! તે અમને ધારાવી સોશિયલ મિશન (DSM) હેઠળ વિનામૂલ્યે ઓફર કરવામાં આવ્યો હતો. તમે માનશો કે મેં તે તદ્દન આકસ્મિક રીતે શરૂ કર્યો હતો અને હું તેમાં ગળાડૂબ થઈ ગઈ. મને એમાં એટલો બધો રસ પડ્યો અને હું તેમાં એટલી બધ ઓતપ્રોત બની કે મને તેના વિશે બધું જ મને ગમ્યું. આ વર્કશોપમાં મેં માત્ર બ્યુટિશિયન તરીકેના ટેકનિકલ કૌશલ્યો જ નહીં, પણ ગ્રાહકોને કેવી રીતે હેન્ડલ કરવા અને તેમની સાથે કેવી રીતે વાતચીત કરવી તે પણ શીખ્યું. હું હાલમાં ઘરેથી સલૂન ચલાવું છું, પરંતુ વ્યવહારુ અનુભવ મેળવવા માટે વ્યાવસાયિક સલૂનમાં કામ કરવા આતુર છું. મારું આખરી ધ્યેય મારું પોતાનું સલૂન ખોલવાનું અને કંઈક એવું બનાવવાનું છે, જેને હું ખરેખર મારું પોતાનું કહી શકું.”
બ્યૂટી થેરાપિસ્ટના કોર્સની અન્ય એક સ્નાતક અરમા ખાન પણ પોતાની લાગણી અભિવ્યક્ત કરે છે, “આ કોર્સે બ્યૂટી (સૌંદર્ય, પ્રત્યેના મારા જુસ્સાને કારકીર્દિમાં ફેરવવાનો આત્મવિશ્વાસ આપ્યો. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે હું આવું કંઈક હાંસલ કરી શકીશ, પરંતુ હવે હું મારા પોતાના માટે અને મારા પરિવાર માટે વધુ ઉજ્જવળ ભવિષ્ય ઘડવા સજ્જ છું. આ તક માટે હું ખરેખર આભારી છું,” તેણે આનંદભેર જણાવ્યું.
ધારાવી સોશિયલ મિશન, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો દ્વારા યુવાનો, પુરુષો અને મહિલાઓને સશક્ત બનાવીને ધીમે ધીમે, પરંતુ મક્કમ અને સતત પરિવર્તનશીલ પરિવર્તન લાવી રહ્યું છે. તે પુનઃ ઉત્થાન અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપીને સંભાવના અને તક વચ્ચેનું અંતર મીટાવી રહ્યું છે.
28 વર્ષીય કોમલ પવાર માટે બ્યૂટી થેરાપિસ્ટનો વર્કશોપ જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો. કોમલ પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતી હતી, પરંતુ તેની પાસે સંસાધનો અને માર્ગદર્શનનો અભાવ હતો. તેણે જણાવ્યું કે, “મને બ્યૂટી સર્વિસીઝની મૂળભૂત સમજ હતી, પરંતુ આ વર્કશોપે મારાં કૌશલ્યો વધાર્યાં અને આત્મવિશ્વાસ ઊભો કરવામાં મદદ કરી. આજે હું ઘરેથી જ નાનકડું પાર્લર ચલાવું છું.” વ્યવસાયને સતત આગળ ધપાવવા સાથે માતૃત્વને સંતુલિત કરી રહેલી કોમલ ઉમેરે છે, “મારા પરિવારના સપોર્ટને કારણે હું ફક્ત નાણાંકીય યોગદાન જ આપતી નથી, પરંતુ મારા સપનાનું ચણતર પણ કરું છું. મારાં બાળકો મોટાં થઈ જાય તે પછી હું બહાર મારું પોતાનું બ્યૂટી સલૂન ખોલવા માગું છું. “
શીતલ, અરમા અને કોમલની કહાનીઓ સૂચવે છે કે ધારાવીમાં વિવિધ પશ્ચાદભૂમિકા ધરાવતી મહિવાઓ કર્મચારીઓ, ઉદ્યોગસાહસિકો અને ફ્રીવાન્સ બ્યૂટિશિયન તરીકેની નવી ભૂમિકાઓમાં પ્રવેશી રહી છે. તેઓ પોતાની રૂઢિગત – પરંપરાગત ભૂમિકાઓને તોડી રહી છે અને અન્ય લોકોને પણ પ્રેરણારૂપ બની રહી છે. તેમની સફળતા અન્ય મહિલાઓને નવાં કૌશલ્યો શીખવા માટેની જિજ્ઞાસા અને અને પ્રોત્સાહન આપી રહી છે. ધારાવી સોશિયલ મિશન (ડીએસએમ), જેની શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં માગ હોય તેવા અને જે બ્યૂટી સર્વિસ વર્કશોપ જેવી આર્થિક તકો ઉપલબ્ધ બનાવે તેવા અભ્યાસક્રમો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને કુનેહપૂર્વક આ પરિવર્તન આગળ ધપાવી રહ્યું છે. જોકે, ધારાવીની અંદર સશક્તિકરણનું ચક્ર ગતિમાન કરવા માટે અન્ય લોકોને તાલીમ આપવાની સહભાગીઓની ઈચ્છા સૌથી મૂલ્યવાન નિચોડ છે.