By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ડુંગળી-ટામેટા-બટાકાના ભાવ આસમાને : ગૃહિણીઓ પરેશાન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > ડુંગળી-ટામેટા-બટાકાના ભાવ આસમાને : ગૃહિણીઓ પરેશાન
સિટી ન્યૂઝ

ડુંગળી-ટામેટા-બટાકાના ભાવ આસમાને : ગૃહિણીઓ પરેશાન

રસોડાની શાન એવી આ ‘ત્રિપુટી'ના બેફામ ભાવવધારાથી સામાન્યશ માણસોના બજેટ ખોરવાયા : સારા ટામેટાં 140થી 200 કિલો : ડુંગળી 80 કિલો: બટાકા 50થી 55: શું ખાવું? સર્વત્ર પુછાતો સવાલ

Hotline News
Last updated: October 10, 2024 6:14 PM
Hotline News - Editor Published October 10, 2024
SHARE

ટામેટાંના ભાવમાં વધારો ફરી એકવાર રેકોર્ડ સ્‍તરે પહોંચી ગયા છે. છૂટક બજારોમાં ૧૪૦થી ૨૦૦ રૂપિયા કિલોના ભાવે વેચાતા ટામેટાં નવરાત્રિના નહીં પરંતુ મોંઘવારીના ડાકલા વગાડી રહ્યા છે…! માત્ર ટામેટાં જ નહીં ગરીબોની કસ્‍તુરી એવી ડુંગળીના ભાવ પણ આસમાને પહોંચ્‍યા છે. ૮૦ રૂપિયે કિલોના ભાવે પહોંચેલી ડુંગળી ગૃહિણીઓને રાતા પાણીએ રડાવી રહી છે. એની સાથે સાથે બટાકા પણ પાછળ રહ્યા નથી અને ૫૦દ્મક ૫૫ રૂપિયે કિલો વેચાતા બટાકાએ ગૃહિણીઓના બજેટ ખોરવી કાઢ્‍યા છે. દરેક રસોડાની શાન એવા ડુંગળી-બટાકા અને ટામેટાંમાં બેફામ ભાવવધારાથી મધ્‍યમવર્ગની કમર તૂટી ગઇ છે…!

નાસિકની આસપાસના મુખ્‍ય ખેતીવાળા વિસ્‍તારોમાં ટામેટાંના પાકને કમોસમી વરસાદ અને વાયરસના હુમલાને કારણે અચાનક ભાવ વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આના કારણે પુરવઠામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના પ્રતાપે એક સપ્તાહની અંદર જ ધરખમ ભાવવધારો થયો છે. ૨૦ કિલોના ટામેટાંના ક્રેટ હવે ફાર્મ માર્કેટમાં રૂ. ૧,૫૦૦થી રૂ. ૧,૬૦૦માં મળી રહ્યા છે. આ ઉછાળાથી શહેરોમાં ટામેટાંના છૂટક ભાવ રૂ.૧૪૦થી રૂ.૨૦૦ સુધીના થઇ ગયા છે. સ્‍થાનિક બજારોમાં નીચલા ગ્રેડના ટામેટાં રૂ. ૧૦૦થી રૂ. ૧૨૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

ટામેટાંના ખેડૂતોનું કહેવું છે કે, છેલ્લા પખવાડિયામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે અને માત્ર એક ચતુર્થાંશ ઉપજ બચી જવાથી, એક અઠવાડિયામાં ભાવ બમણાથી વધુ થઈ ગયા છે. ગયા સિઝનમાં નબળા વળતરને કારણે ખેડૂતોએ આ વર્ષે ટામેટાંની ખેતીમાં ઘટાડો કર્યો હતો, જેના કારણે જયારે વરસાદ પડ્‍યો ત્‍યારે પુરવઠામાં વધુ તાણ આવી હતી.

જયારે કેટલાક ખેડૂતોને ભાવ વધારાથી ફાયદો થયો છે તો કેટલાકને ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની વધારે અસર વર્તાઇ છે. ટામેટાંના વેપારીઓનું કહેવું છે કે એકવાર નવો પાકો આવ્‍યા પછી ભાવ સ્‍થિર થશે, જોકે પશ્ચિમ નાસિકમાંથી ઉપજ ઓછી રહેવાની ધારણા છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પ્રદેશો પણ ટામેટાંનો સ્ત્રોત છે, અહીં પણ પુરવઠો ઓછો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. એક અંદાજ મુજબ શહેરમાં ટામેટાંની આવતી ટ્રકમાં ૬૦ થી ૭૦ ટકાનો મસમોટો ઘટાડો થયો છે. એટલે કે માંગ સામેની આવકમાં ૭૦ ટકાના ઘટાડાના પગલે ટામેટાંના ભાગ રોકેટ ગતિએ ડબલ થઇ ગયા છે.!

ગૃહિણીઓ હાલ ટામેટાંના ભાવના લીધે તો હેરાન છે જ પરંતુ સૌથી મોટો ત્રાસ ડુંગળી અને બટાકાના ભાવવધારાના લીધે થઇ રહ્યો છે. એક ગૃહિણીએ જણાવ્‍યું હતું કે, છેલ્લા લાંબા સમયથી ડુંગળી અને બટાકાના ભાવ ઘટવાનું નામ લેતાં નથી અને તેના કારણે નાકે દમ આવી ગયો છે. લીલા શાકભાજી ૧૦૦થી ૧૨૦ રૂપિયે કિલો હોય ત્‍યારે ડુંગળી બટાકા સસ્‍તા હોવાથી રસોડા સચવાઇ જતાં હોય છે પરંતુ ૩૦ રૂપિયાની ડુંગળી અત્‍યારે ૮૦ રૂપિયા અને ૨૫ રૂપિયાના બટાકા અત્‍યારે ૫૦ રૂપિયા સુધી વેચાઇ રહ્યા છે. જેથી ઘરના બજેટ ખોરવાઇ ગયા છે.

વિવિધ ઓનલાઇન પ્‍લેટફોર્મ પર ટામેટાના ભાવ ૯૦ થી ૧૦૦ રૂપિયા સુધીના બતાવે છે. જોકે આ ટામેટાની ગુણવત્તા અંગે સવાલ થાય છે. સારી ક્‍વોલિટીના ટામેટાં મળવા હાલ મુશ્‍કેલ બન્‍યા છે. ત્‍યારે ઓનલાઇન પ્‍લેટફોર્મ પરથી સસ્‍તા ૧૦૦ રૂપિયાના ટામેટાં વેચાઇ રહ્યા છે.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
UPSC વિદ્યાર્થીની હત્યાની વાર્તા: ઘી, રિફાઇન્ડ તેલ અને દારૂ… ગેસ સિલિન્ડર, હત્યા પછી તેણે આ કર્યું; સ્થળ પરથી સત્ય બહાર આવ્યું હતું
Hotline News Hotline News October 28, 2025
ભારતીય હોકી સ્ટાર અને લિએન્ડર પેસના પિતા ડૉ. વેસ પેસનું 80 વર્ષની વયે અવસાન
અદાણી ગ્રૂપના શેરમાં ઉછાળો, હિંડનબર્ગના આરોપોનું સુરસુરીયું!
આપ કેમ નબળી પડી રહી? દિલ્હી અને પંજાબથી ગુજરાત સુધી વિવાદ, ચૈતર વસાવા-ગોપાલ ઇટાલિયા માટે પણ મુશ્કેલીઓ વધી શકે
ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંધાએ ગૌતમ અદાણીનો આભાર માન્યો !     
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?