By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: લીલાવતી હોસ્પિટલમાં કાળો જાદુ- તંત્ર મંત્ર : 2000 કરોડનું કૌભાંડ : ૩ FIR દાખલ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > લીલાવતી હોસ્પિટલમાં કાળો જાદુ- તંત્ર મંત્ર : 2000 કરોડનું કૌભાંડ : ૩ FIR દાખલ
Top Newsભારત

લીલાવતી હોસ્પિટલમાં કાળો જાદુ- તંત્ર મંત્ર : 2000 કરોડનું કૌભાંડ : ૩ FIR દાખલ

લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીઓએ આરોપ લગાવ્યો છે કે ભૂતપૂર્વ ટ્રસ્ટીઓએ 2000 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય ગેરરીતિઓ કરી છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને તેમના સહયોગીઓ દ્વારા હોસ્પિટલ પરિસરમાં કાળો જાદુ કરવામાં આવતો હતો

Hotline News
Last updated: March 12, 2025 1:55 PM
Hotline News - Editor Published March 12, 2025
SHARE

મુંબઈની પ્રખ્‍યાત લીલાવતી હોસ્‍પિટલ ચલાવતા ચેરિટેબલ ટ્રસ્‍ટે ભૂતપૂર્વ ટ્રસ્‍ટીઓ અને સંબંધિત વ્‍યક્‍તિઓ પર ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુની નાણાકીય ગેરરીતિઓનો આરોપ લગાવ્‍યો છે. લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્‍ટે આ સંદર્ભમાં એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ અને બાંદ્રા પોલીસ સ્‍ટેશનમાં અલગ-અલગ ફરિયાદો નોંધાવી છે. ટ્રસ્‍ટે એવો પણ દાવો કર્યો છે કે હોસ્‍પિટલ પરિસરમાં ભૂતપૂર્વ ટ્રસ્‍ટીઓ અને તેમના સહયોગીઓ દ્વારા કાળો જાદુ કરવામાં આવતો હતો. ટ્રસ્‍ટનો દાવો છે કે કાળા જાદુને લગતી કેટલીક સામગ્રી, જેમ કે માનવ ખોપરી, હોસ્‍પિટલ પરિસરમાંથી મળી આવી હતી.

ફરિયાદોમાં કહેવામાં આવ્‍યું છે કે લીલાવતી હોસ્‍પિટલના નાણાકીય રેકોર્ડના ફોરેન્‍સિક ઓડિટમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ બહાર આવી છે, જેના કારણે ટ્રસ્‍ટના કાર્યપ્રણાલી અને ખાનગી હોસ્‍પિટલની આરોગ્‍યસંભાળ સેવાઓ પર અસર પડી છે.

ટ્રસ્‍ટના આરોપો

હોસ્‍પિટલના ટ્રસ્‍ટી પ્રશાંત મહેતાએ જણાવ્‍યું હતું કે, અમે દાખલ કરેલી ફરિયાદોને બાંદ્રા મેજિસ્‍ટ્રેટ કોર્ટના આદેશ બાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. ભૂતપૂર્વ ટ્રસ્‍ટીઓ અને તેમના સહયોગીઓ સામે ત્રણથી વધુ FIR દાખલ કરવામાં આવી છે. હવે ચોથી ફરિયાદ પણ કોર્ટમાં પેન્‍ડિંગ છે, જે બાંદ્રા પોલીસ સ્‍ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. તે કાળા જાદુ અને ગુપ્ત પ્રવળત્તિઓ સાથે સંબંધિત છે.

ભ્રષ્ટાચારના ગંભીર આરોપો

બાંદ્રા મેજિસ્‍ટ્રેટ કોર્ટે પણ આરોપીઓ સામે તપાસનો આદેશ આપ્‍યો છે. મહેતાએ જણાવ્‍યું હતું કે લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્‍ટની ગરિમા અને પારદર્શિતા જાળવી રાખવી તેમની પ્રાથમિકતા છે, જેથી હોસ્‍પિટલની સેવાઓનો જરૂરિયાતમંદ દર્દીઓ માટે યોગ્‍ય રીતે ઉપયોગ થઈ શકે. ફોરેન્‍સિક ઓડિટમાં બહાર આવેલી અનિયમિતતાઓ માત્ર ટ્રસ્‍ટના વિશ્વાસઘાત જ નથી, પરંતુ હોસ્‍પિટલની મૂળભૂત કામગીરી માટે પણ ખતરો છે. અમે આ ઉચાપતમાં સામેલ તમામ લોકોને ન્‍યાયના કઠેડામાં લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટને મની લોન્‍ડરિંગ પ્રિવેન્‍શન એક્‍ટ (PMLA) હેઠળ આ આર્થિક ગુનાઓની તાત્‍કાલિક અને અસરકારક તપાસ કરવા અપીલ કરી.

ફોરેન્‍સિક ઓડિટમાં મોટો ખુલાસો

લાંબી કાનૂની લડાઈ પછી જ્‍યારે ટ્રસ્‍ટે ફરીથી નિયંત્રણ મેળવ્‍યું, ત્‍યારે વર્તમાન ટ્રસ્‍ટીઓને હોસ્‍પિટલના નાણાકીય વ્‍યવહારોમાં મોટી અનિયમિતતાઓ જોવા મળી અને ફોરેન્‍સિક ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો. ઓડિટ માટે ચેતન દલાલ ઇન્‍વેસ્‍ટિગેશન એન્‍ડ મેનેજમેન્‍ટ સર્વિસીસ અને એડીબી એન્‍ડ એસોસિએટ્‍સની નિમણૂક કરવામાં આવી હતી. ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ટ્રસ્‍ટના ભૂતપૂર્વ ટ્રસ્‍ટીઓ દ્વારા મોટા પાયે ગેરરીતિ, નાણાકીય હેરાફેરી અને ભંડોળનો ગેરઉપયોગ થયો હતો.

૨૦૦૦ કરોડ રૂપિયાની ઉચાપત, ત્રણ FIR

મહેતાએ કહ્યું, પાંચથી વધુ ફોરેન્‍સિક ઓડિટ રિપોર્ટ્‍સથી સ્‍પષ્ટ થયું છે કે ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ઉચાપત કરવામાં આવી હતી. આ નાણાં ભૂતપૂર્વ ટ્રસ્‍ટીઓ દ્વારા ઉચાપત કરવામાં આવ્‍યા હતા, જેમાંથી મોટાભાગના NRI છે અને દુબઈ અને બેલ્‍જિયમમાં રહે છે.ૅ ઓડિટ રિપોર્ટના આધારે, બાંદ્રા પોલીસ સ્‍ટેશનમાં ત્રણ ફરિયાદો નોંધાઈ હતી. આ કેસોની તપાસ હવે આર્થિક ગુના શાખા દ્વારા કરવામાં આવી રહી છે. ત્રીજી FIRમાં આરોપ મૂકવામાં આવ્‍યો છે કે હોસ્‍પિટલ માટે થર્ડ-પાર્ટી ડિસ્‍ટ્રિબ્‍યુટર્સ સાથે ગેરકાયદેસર વ્‍યવહારો દ્વારા રૂ. ૧,૨૦૦ કરોડની નાણાકીય અનિયમિતતાઓ આચરવામાં આવી હતી. આ ઉપરાંત, ગુજરાતની લીલાવતી હોસ્‍પિટલને લગતી કિંમતી વસ્‍તુઓની ચોરી સંબંધિત અન્‍ય એક કેસની પણ તપાસ ચાલી રહી છે.

કાળા જાદુના પુરાવા મળ્‍યા

પ્રશાંત મહેતાએ એવો પણ દાવો કર્યો હતો કે હોસ્‍પિટલ પરિસરમાં કાળા જાદુ અને તાંત્રિક પ્રવળત્તિઓના પુરાવા મળી આવ્‍યા છે. અમને પરિસરમાં સાતથી વધુ કળશ મળ્‍યા, જેમાં માનવ વાળ અને ખોપરીઓ હતી. આ અમારા માટે આઘાતજનક હતું. વર્તમાન ટ્રસ્‍ટીઓએ સ્‍પષ્ટ કર્યું કે તેઓ હોસ્‍પિટલની ગરિમા અને દર્દીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે કાનૂની કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે અને ગુનેગારોને ન્‍યાયના કઠેડામાં લાવવામાં આવશે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
પ્રેસ રિલીઝસુરત
ચેરપર્સન વર્ષાબેન ભટ્ટીને બેસ્ટ એક્સલન્સ એવોર્ડ એનાયત
Hotline News Hotline News October 13, 2025
ગ્રામીણ પોલીસે ચેઝર નામના શૌર્ય શ્વાનની મદદથી નવજાતને બચાવતા ગૃહમંત્રીએ વધાવી લીધા
રાજનાથ – CDS અનિલ ચૌહાણ વચ્ચે મુલાકાત :  હવે મળશે વડા પ્રધાન મોદીને
ઓનલાઈન વીડિયો જોઈને બનાવતા હતા એમડી, સુરતમાં જ બનવા લાગ્યુ મેફેડ્રોન ડ્રગ્સ
પવન સિંહે વિધાનસભા ચૂંટણીને લઈને આપ્યું મોટું અપડેટ, અમિત શાહ સાથેનો ફોટો પણ શેર કર્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?