By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો : બંગલામાં ઘૂસેલા લુંટારૂએ ઘા માર્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો : બંગલામાં ઘૂસેલા લુંટારૂએ ઘા માર્યા
Top Newsમનોરંજન

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો : બંગલામાં ઘૂસેલા લુંટારૂએ ઘા માર્યા

મોડી રાત્રે 2.30 વાગ્યે બનેલી ઘટના : એક અજાણ્યો વ્યક્તિ બંગલામાં ઘૂસી ગયો અને તેને પકડવાનો પ્રયાસ કરતી વખતે છરીથી હુમલો કર્યો : સૈફ અલી ખાનને માથા, ગરદન અને પીઠ પર ઈજાઓ થઈ : તેને સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો : સવારે તેની સર્જરી કરવામાં આવી : અભિનેતાની હાલત ખતરાથી બહાર હોવાનું જાણવા મળ્યું છે.

Hotline News
Last updated: January 16, 2025 1:26 PM
Hotline News - Editor Published January 16, 2025
SHARE

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘુસી ગયેલા અજાણ્યા શખ્સ-લુંટારાએ અભિનેતા પર છરીથી હુમલો કરતા તેને ઇજા થઇ હતી અને સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવથી મુંબઇ પોલીસ સ્તબ્ધ બની છે. જયારે બોલીવુડમાં પણ ખળભળાટ સર્જાયો છે.

લુંટારૂ ઘટના બાદ ફરાર થઇ ગયો હતો. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ફરાર થયેલા લુંટારૂને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. અભિનેતાના બંગલામાં રહેતા કર્મચારી-નોકરોની પણ ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરવામાં આવી છે. 

બોલીવુડમાં સનસનાટી સર્જનાર આ બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે મુંબઇના બ્રાંદ્રા સ્થિત સૈલી અલી ખાનના નિવાસ સ્થાને રાત્રે 2.30 વાગ્યાના અરસામાં એક અજાણ્યો શખ્સ ઘુસી ગયો હતો. આ સમયે ઘરમાં તમામ લોકો મીઠી ઉંઘ માણી રહ્યા હતા. અજાણ્યો શખ્સ ઘુસ્યાનું ધ્યાને આવતા ઘરના નોકરો જાગી ગયા હતા અને ચોર.. ચોરની બુમ પાડવા લાગ્યા હતા.

આ દરમ્યાન અભિનેતા સૈફ અલી ખાન પણ જાગી ગયો હતો અને ચોરને પકડવા પ્રયત્ન કર્યો હતો. આ દરમ્યાન લુંટારૂએ તેને પર છરીથી હુમલો કરતા સૈલી અલી ખાનને માથા, ગળા અને પીઠના ભાગે ઇજા થઇ હતી.

સૈફ અલી ખાન પર હુમલો કરીને લુંટારૂ ફરાર થઇ ગયો હતો. સૈલી અલી ખાનને ઇજા થઇ હોવાથી તાત્કાલીક  લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના ગળાના ભાગે છરીથી લાંબો ચીરો થયો હોવાનું માલુમ પડયુ હતું. ઉપરાંત માથા અને પીઠમાં ઇજા હતી. હોસ્પિટલમાં તબીબો દ્વારા બોલીવુડ અભિનેતા પર સર્જરી કરવામાં આવી હતી. 

આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ તથા સૈલી અલી ખાનના નિવાસે પહોંચી ગયો હતો. સમગ્ર બનાવ વિશે ફરિયાદ નોંધવામાં આવી હતી.  આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જુદી જુદી તપાસ ટીમો બનાવવામાં આવી છે. 

સૈફની ટીમનું સત્તાવાર નિવેદન
સૈફ અલી ખાનના બંગલામાં લુંટારૂ દ્વારા કરાયેલા હુમલામાં બોલીવુડ અભિનેતા ઘાયલ થયો હતો. અભિનેતાની ટીમ દ્વારા સત્તાવાર નિવેદનમાં એમ જણાવાયું છે કે સૈફ અલી ખાનના ઘરે ચોરીનો પ્રયાસ થયો હતો તે દરમ્યાન અભિનેતા ઘાયલ થયો હતો. તેને લીલાવતી હોસ્પિટલમાં ખસેડાયો છે અને સર્જરી કરાઇ હતી. સૈફ અલીનો એક નોકર પણ હુમલામાં ઘાયલ થયો હતો. પોલીસ તપાસ કરી રહી છે અને કંઇ અપડેટ હશે તો મીડિયાને શેર કરવામાં આવશે.

સૈફ અલી ખાનની પત્ની કરીના કપુર ઘેર હાજર ન હતી
પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે, સૈફ અલી ખાન પર ઘરમાં હુમલાની ઘટના વખતે તેની પત્ની કરીના કપુર હાજર ન હતી. અભિનેત્રી કરીના પોતાની બહેન કરિશ્મા અને સોનમ કપુર સાથે ગર્લ્સ નાઇટ આઉટમાં હતી. કરિશ્મા કપુરે ઇન્સ્ટાગ્રામ  પર ફોટા પણ અપલોડ કર્યા હતા અને તેમાં કરીના કપુર હાજર હોવાનું જણાયું હતું. કરિશ્મા, કરીના ઉપરાંત ફિલ્મ નિર્માતા વિહા કપુર અને સોનમ કપુર પણ આ તસ્વીરમાં નજરે ચડતા હતા.

સૌપ્રથમ નોકરાણી સાથે લુંટારૂને ઘર્ષણ થયું હતું
મુંબઇ પોલીસે એવો નિર્દેશ આપ્યો છે કે, સૈલી અલી ખાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને ઘુસેલા અજાણ્યા શખ્સને સૌપ્રથમ ઘરની નોકરાણી સાથે ઘર્ષણ થયું હતું અને આ દરમ્યાન અભિનેતા આવી ગયો હતો અને દરમ્યાનગીરીનો પ્રયાસ કર્યો હતો ત્યારે ઉશ્કેરાયેલા શખ્સને સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરી દીધો હતો અને તેમાં તે ઘાયલ થયો હતો. 

ઝપાઝપી થઇ હતી કે ?
પોલીસના સુત્રોએ કહ્યું કે, બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનને છરીથી ઇજા થઇ છે કે ઝપાઝપીમાં ઘાયલ થયો છે તે હજુ સ્પષ્ટ થયું નથી. તબીબી રીપોર્ટ આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે. સમગ્ર બનાવની તપાસ કરવામાં આવી રહી છે.  તપાસમાં મુંબઇ ક્રાઇમ બ્રાંચને પણ સામેલ કરવામાં આવી છે.

સૈફ અલીને છ જગ્યાએ ઇજા
લીલાવતી હોસ્પિટલના સીઓઓ ડો.નિરજ ઉતમાનીએ જણાવ્યું હતું કે બોલીવુડ અભિનેતા પર તેના જ ઘરમાં અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો. વહેલી સવારે 3.30 વાગ્યે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. શરીર પર  છ જગ્યાએ ઇજાના નિશાન માલુમ પડયા હતા. તેમાંથી બે ઘા ઉંડા હતા, એક ઘા ગળા પર હતો તેના માટે સર્જરી કરવામાં આવી છે. ન્યુરો સર્જન નીતિન ડાંગે તથા કોસ્મેટીક સર્જન લીના જૈન દ્વારા તેની સર્જરી કરવામાં આવી રહી છે. ઓપરેશન પૂર્ણ થયા બાદ ઇજા વિશે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#entertainmenthotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
દિલ્હી ફરવા માટે વિશ્વનું પાંચમું સૌથી સસ્તું શહેર
Hotline News Hotline News April 3, 2025
આ સપ્તાહ કામકાજથી વ્યસ્ત રાખનારું તથા અત્યાધિક લાભદાયક નીવડશે: સાપ્તાહિક રાશિ ભવિષ્ય
મહિલાને એકલી જોઈને પહેલા પોતાની વાતોથી લલચાવી, પછી નિર્જન જગ્યાએ લઈ જઈ કર્યો ગેંગરેપ
વૈભવી નહીં જરૂરિયાત! ગુજરાતમાં કાર માલિકોની સંખ્યામાં 15 વર્ષમાં ત્રણ ગણો વધારો
ધડક 2 અવશ્ય જોજો… જિગ્નેશ મેવાણીએ ખૂબ પ્રશંસા કરી, કારણ પણ જણાવ્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?