By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભારતમાં AI ડેટા સેન્ટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મના નિર્માણના લક્ષ્ય સાથે અદાણી એન્ટરપ્રાઇઝ અને જબિલ વચ્ચે વ્યૂહાત્મક જોડાણ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > ભારતમાં AI ડેટા સેન્ટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મના નિર્માણના લક્ષ્ય સાથે અદાણી એન્ટરપ્રાઇઝ અને જબિલ વચ્ચે વ્યૂહાત્મક જોડાણ
બિઝનેસ

ભારતમાં AI ડેટા સેન્ટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મના નિર્માણના લક્ષ્ય સાથે અદાણી એન્ટરપ્રાઇઝ અને જબિલ વચ્ચે વ્યૂહાત્મક જોડાણ

Hotline News
Last updated: June 16, 2026 11:55 AM
Hotline News - Editor Published June 16, 2026
SHARE

ભારતને AI હાર્ડવેરની નિકાસ માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા સાથે વૈશ્વિક ડેટા સેન્ટર

બિલ્ડ આઉટ્સ માટે ગીગાવોટ–સ્કેલ AI રેક અને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્પાદનનું સંયુક્ત લક્ષ્ય

અમદાવાદ: ભારતના અગ્રણી સંકલિત આંતરમાળખા અને હરીત ઉર્જા સમૂહ, અદાણી અને ઇજનરેી, સપ્લાય ચેઇન અને ઉત્પાદન સોલ્યુશન્સના ક્ષેત્રમાં દુનિયાની અગ્રણી અમેરીકાની જબિલ ઇન્ક. (NYSE: JBL) એ ​​ભારતમાં વિશ્વ-સ્તરીય, વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ AI અને ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મનું નિર્માણ કરવા માટે વ્યૂહાત્મક જોડાણના ઇરાદાની આજે જાહેરાત કરી છે.

જબિલના છ દાયકાના અદ્યતન એન્જિનિયરિંગ, ક્રોસ-ઇન્ડસ્ટ્રી મેન્યુફેક્ચરિંગ કુશળતા અને પુરવાર થયેલ હાઇપરસ્કેલ ડેટા સેન્ટર સોલ્યુશન્સના અદાણી સમૂહની વિશાળ માળખાકીય હાજરી, હરીત ઉર્જા પોર્ટફોલિયો, લોજિસ્ટિક્સ માળખું અને ઝડપથી વિસ્તરી રહેલા સ્થાનિક ડેટા સેન્ટરના કામકાજ સાથેનું અનુસંધાન જોડે છે. આ શક્તિશાળી સંયોજન AI-તૈયાર ડેટા સેન્ટર હાર્ડવેરની વિસ્ફોટક સ્થાનિક અને વૈશ્વિક માંગને સીધી રીતે પહોંચી વળવાના હેતુથી આ જોડાણ રચાશે.

ઉત્પાદકીય આ પ્લેટફોર્મની વિશિષ્ટ લાક્ષણિક્તાઓ અનુસાર ગીગા-સ્કેલ પર AI રેક આર્કિટેક્ચરનું પ્રસ્તાવિત આ પ્લેટફોર્મ ભારતમાં મલ્ટી-ગીગાવોટ ઉચ્ચ-ઘનતા AI રેક ઉત્પાદન ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. આ અદ્યતન સરફેસ માઉન્ટ ટેકનોલોજી (SMT) જટિલ બોક્સ-બિલ્ડ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને આગામી પેઢીના લિક્વિડ-કૂલ્ડ AI રેક્સ, સર્વર્સ, સ્ટોરેજ અને નેટવર્કિંગ સિસ્ટમ્સના અદ્યતન ઉત્પાદન અને એકીકરણ દ્વારા વૈશ્વિક હાઇપરસ્કેલર્સ, કો-લોકેશન સુવિધાઓ અને એન્ટરપ્રાઇઝ ડેટા સેન્ટર્સની મહત્વપૂર્ણ માળખાગત જરૂરિયાતોને પૂરી કરશે.

          યોજના અંતર્ગત આ પ્લેટફોર્મમાં ૩૬૦-ડિગ્રી AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમના ભાગ રુપ કમ્પ્યુટિંગ રેક્સ તથા  ફુલ-સ્પેક્ટ્રમ વ્હાઇટ સ્પેસ અને ગ્રે સ્પેસ ડિવાઇસ મેન્યુફેક્ચરિંગ વ્યવસ્થાનો શામેલ છે.તદુપરાંત પાવર ડિસ્ટ્રિબ્યુશન યુનિટ્સ (PDUs), કૂલન્ટ ડિસ્ટ્રિબ્યુશન યુનિટ્સ (CDUs), ટ્રાન્સફોર્મર્સ, સ્વિચગિયર્સ, બસ બાર્સ અને અદ્યતન થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. અદાણી અને જબિલ એન્ડ-ટુ-એન્ડ, ડિઝાઇન-ટુ-ડિપ્લોયમેન્ટ હાર્ડવેર ઇકોસિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માતાઓને અત્યંત સંકલિત સિંગલ-સોર્સ સોલ્યુશન ઉપલબ્ધ બનાવવાનો સહિયારો ઇરાદો ધરાવે છે.

બજારનું કદ અને અંતિમ ડોક્યુમેન્ટેશનમાં ભાવિ સંક્રમણને ધ્યાનમાં લઇ AI કમ્પ્યુટમાં માળખાકીય રોકાણો દ્વારા સંચાલિત આ શરુઆત આગામી સાત વર્ષમાં ૩ ટ્રિલિયન ડોલરથી વધુની વૈશ્વિક બજાર તકને હાંસલ કરવાની દીશામાં મહત્વની ભૂમિકા ભજવશે. બંને કંપનીઓ  હાલ આ ઉત્પાદનના રોડમેપનું ઝડપથી અમલીકરણ કરવા માટે નિર્ણાયક ઓપરેશનલ ફ્રેમવર્ક અને ઔપચારિક ડોક્યુમેન્ટેશનને આખરી ઓપ આપી રહી છે.

વ્યૂહાત્મક તર્ક મુજબ ભારતમાં ડેટા સેન્ટરનું બજાર હાલ ઝડપી પરિવર્તનના તબક્કે છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાંતોની ભવિષ્યવાણી અનુસાર AI માંગ, ક્લાઉડ વિસ્તરણ અને ડેટા સ્થાનિકીકરણની જરૂરિયાતોને કારણે ૨૦૩૦ સુધીમાં તેની ક્ષમતા ૫ થી ૮ ગીગાવોટની વચ્ચે પહોંચશે. તેને ધ્યાને લઇ વિશ્વના હાઇપરસ્કેલર્સ ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને જોર આપી રહ્યા છે. ડેટા સેન્ટર, ક્લાઉડ અને AI ઇકોસિસ્ટમમાં ૫૦ અબજ ડોલરથી વધુના આયોજિત ખર્ચ સાથે ડેટા સાર્વભૌમત્વ પર દેશનું લક્ષ્ય ટેકનોલોજી સપ્લાય ચેઇનને ફરીથી આકાર આપવા પર કેન્દ્રીત થયું છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટની જરૂરિયાતોના ફળ સ્વરુપ સ્થાનિક રીતે ઉત્પાદિત હાર્ડવેરની માંગમાં વધારા સાથે વ્યૂહાત્મક ટેકનોલોજી ઉત્પાદન કેન્દ્ર તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવી રહ્યા છે. વધુમાં ૨૦૪૭ સુધી ડેટા સેન્ટરો માટે ૨૦૨૬ના કેન્દ્રીય બજેટમાં અપાયેલી સીમાચિહ્નરૂપ કર મુક્તિ ભારત-આધારિત ઉત્પાદનની વૈશ્વિક નિકાસની સ્પર્ધાત્મકતામાં નોંધપાત્ર ઉમેરો કરી રહી છે.

આ જોડાણ અદાણી સમૂહની ૨૦૩૫ સુધીમાં ૧૦૦ બિલિયન ડોલરના રોકાણ સાથે ૫ ગીગાવોટ હરીત ઉર્જા સંચાલિત, હાઇપરસ્કેલ AI-તૈયાર ડેટા સેન્ટર વિકસાવવાના ઇરાદાને સીધી રીતે સાંકળવા ઉપરાંત વૈશ્વિક ટેકનોલોજી અગ્રણી કંપનીઓ સાથે સ્થાપિત સહયોગને પૂરક બનાવે છે.

નાણા વર્ષ ૨૦૨૫માં ૨૯.૮ બિલિયન ડોલરની આવક નોંધાવનાર જબિલl, વૈશ્વિક AI ડેટા સેન્ટરના નિર્માણ ક્ષેત્રની શિરમોર કંપની બની રહી છે. વ્યૂહાત્મક યુ.એસ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ અને હેનલી એનર્જી ગ્રુપ તથા માઇક્રોસ ટેક્નોલોજીના સંપાદન બાદ જબિલ ભારતીય પ્લેટફોર્મ પર વ્યાપક પાવર મેનેજમેન્ટ અને ચોકસાઇપૂર્વકના થર્મલ ઉપાયોની ક્ષમતાઓ લાવી રહી છે.

‘મેક ઇન ઇન્ડિયા’ના વિઝનના આગામી તબક્કામાં પરિપૂર્તી કરતા એક મહત્વના પગલાના રુપમાં આ જોડાણ મુખ્ય ઉદાહરણીય સેવા આપશે, જે ભારતને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આયાતકારમાંથી બહાર લાવી એક પ્રબળ વૈશ્વિક ઉત્પાદક અને AI હાર્ડવેરના નિકાસકારમાં પરિવર્તિત કરનારું બનશે.

સ્થાનિક કક્ષાએ ઉચ્ચ-મૂલ્ય, ગહન-ટેક ઉત્પાદનનું નેતૃત્વ કરીને અદાણી-જબિલ પ્લેટફોર્મ વૈશ્વિક સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવા સાથે ઉચ્ચ કુશળ ઇજનેરીના ક્ષેત્રમાં હજારો નોકરીઓનું સર્જન કરવાની અને સાર્વભૌમ-સંરેખિત ટેકનોલોજી ઇકોસિસ્ટમ સ્થાપિત કરવાની અપેક્ષા સાથે આગળ વધશે.

અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે દુનિયા અગાઉની ઔદ્યોગિક ક્રાંતિ કરતાં સૌથી વધુ ઊંડાણપૂર્વકની ગુપ્તચર ક્રાંતિમાં પ્રવેશી રહી છે ત્યારે ઊર્જા અને ગણતરી વચ્ચે સમપ્રમાણતામાં નિપુણતા ધરાવતા રાષ્ટ્રો આગામી દાયકાને આકાર આપશે.તેમણે જણાવ્યું હતું કે આ સંબંધી તમામ પરિબળો વચ્ચે AI ના ક્ષેત્રમાં ભારત નેતૃત્વ કરવા માટે અનન્ય સ્થાને છે. જબિલ સાથેનું અમારું જોડાણ ભારતના સંપૂર્ણ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેકના નિર્માણમાં એક નિર્ણાયક પગલું છે. શ્રી અદાણીએ ઉમેર્યું હતું કે ગ્રીન પાવર જનરેશનથી લઈ વિશ્વ કક્ષાના હાર્ડવેર ઉત્પાદન સુધી જબિલ સાથે મળીને ભારત AI યુગમાં ફક્ત ગ્રાહક જ નહીં, પરંતુ બુદ્ધિનો સર્જક, નિર્માતા અને નિકાસકાર છે તેની અમે ખાતરી કરીશું.

        જબિલના સી.ઈ.ઓ શ્રી માઈક દસ્તુરએ જણાવ્યું હતું કે અદાણી સમૂહ સાથેનો આ વ્યૂહાત્મક સહયોગ એ ઉત્પાદન ચક્રમાં સ્કેલેબલ સોલ્યુશન્સ ઓફર કરીને સમગ્ર AI ઇકોસિસ્ટમમાં ગ્રાહકો માટે લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરવાના અમારા પ્રયાસોમાં વધુ એક પગલું છે. તેમણે કહયું હતું કે જબિલની સાઠ વર્ષથી વધુની ઇજનેરી કુશળતા અને અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને અદાણીના પ્રચંડ આંતરમાળખા અને ઉર્જા પ્લેટફોર્મ સાથે સાંકળીને ભારત અને વિશ્વભરમાં હાઇપરસ્કેલર્સ અને સાહસો માટે રેક લેવલ સુધી અમલમાં મૂકવાની અમે અપેક્ષા રાખીએ છીએ. તેમણે ઉમેર્યું કે જે રીતે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા AI બજારોમાંનું એક બની રહ્યું છે, તે સાથે દેશના કુશળ કાર્યબળ અને સહાયક વ્યવસાયિક વાતાવરણ તેને આ સહયોગ માટે એક આકર્ષક સ્થળ બનાવે છે.

………….

માધ્યમોની વિશેષ જાણકારી માટે સંપર્ક: રોય પૌલ: [email protected]

You Might Also Like

Prix Versailles 2026: અદાણીના આ બે એરપોર્ટે વિશ્વના સૌથી સુંદર એરપોર્ટની યાદીમાં સ્થાન મેળવ્યું

અલ નીનો ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં દુષ્કાળનું સંકટ લાવશે!

નકલી FIR, CBI નોટિસ અને સુપ્રીમ કોર્ટના દસ્તાવેજો… વડોદરાના સિનિયર સિટીઝન સાથે ₹1.47 કરોડની છેતરપિંડી થઈ

‘મારી બાંગ્લાદેશી પત્નીને દેશનિકાલ ન કરો; તેણે હિન્દુ ધર્મ અપનાવ્યો છે,’ પતિએ સરકારને વિનંતી કરી

Amazon પર આર્યભટ્ટની મજાક ઉડાવવાનો આરોપ, હિંદુ સંગઠનો તરફથી કાનૂની નોટિસ મોકલવામાં આવી

#AdaniGujaratIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સુવર્ણ મંદિર પહોંચ્યા અક્ષય કુમાર-અનન્યા પાંડે-આર માધવન: ‘કેસરી ચેપ્ટર 2’ ની સ્ટાર કાસ્ટ પ્રમોશનમાં વ્યસ્ત
Hotline News Hotline News April 15, 2025
કોણ છે ચૈતર વસાવા? 63 દિવસ પછી 3 દિવસના પેરોલ મળ્યા, હવે ચાર્જશીટથી સંકટ વધ્યું
કુપોષણને  હરાવવા માટે રિડેવલપમેન્ટની રાહ જોતા ધારાવીના બાળકો
શાહરૂખે હંગામો મચાવ્યો ત્યારે વાનખેડેમાં કિંગ ખાનનો ગાર્ડ સાથે કેમ ઝઘડો થયો?
આકાશમાંથી આગ વરસી રહી છેઃ અનેક રાજ્યોમાં પારો 48 ડિગ્રીને પાર; હીટવેવ 28 મે સુધી રહેશે, છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

જ્યારે ભાઈ આશીર્વાદે સદી ફટકારી, ત્યારે વૈભવ સૂર્યવંશી ખુશ થઈ ગયા

Hotline News Hotline News June 16, 2026
Top Newsગુજરાત

આપત્તિમાં અવસર! રોડ સાઇડમાં પાણીની લાઇન ફાટતાં લોકો મફતમાં કાર ધોવા લાગ્યા

Hotline News Hotline News June 16, 2026
PoliticsTop Newsરાજકારણ

…તો શું બળવાખોર જૂથ જ વાસ્તવિક ટીએમસી છે? મમતા બેનર્જી સામે રમાયેલા ‘રમત’ની સંપૂર્ણ વાર્તા

Hotline News Hotline News June 15, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?