કોઈપણ દેશ વિકસિત હોય કે વિકાસશીલ હોય, પરંતુ સાચી વાસ્તવિકતા એ છે કે દેશના ૩૦થી ૪૦ ટકા ભાગમાં આજ દિન સુધી ઇન્ટરનેટ પહોંચી શક્યું નથી. ખાસ કરીને ગામડાંઓ, જંગલ, રણપ્રદેશ વગેરે કોઈ ને કોઈ પ્રકારના અવરોધ કે ભૌગોલિક મર્યાદાઓને કારણે ત્યાં ટાવર ઈન્સ્ટોલેશન શક્ય નથી, પરિણામે ઇન્ટરનેટ હજુ સુધી પહોંચી શક્યું નથી અને આવી જગ્યાઓને અને ત્યાંના લોકોને ઈન્ટરનેટ થકી વૈશ્વિક જોડાણ પટલ પર લાવવા ખૂબ જ જરૂરી છે. તે મુશ્કેલીઓને દૂર કરવા માટે ઈલોન મસ્ક નામના મોડર્ન સાયન્ટિસ્ટ સ્ટારલિંક નામનો એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સમગ્ર વિશ્વ સમુદાય સામે રજૂ કર્યો છે. જેના દ્વારા દુનિયાના 1 ટ્રિલિયન કરતાં પણ વધુ લોકોને મહત્ત મ ઝડપે, એક સમાન સ્પીડથી, વગર અવરોધે સતત ઇન્ટરનેટ જોડાણ પૂરું પાડવું એ આ પ્રોજેક્ટનું મુખ્ય આધારબિંદુ છે. આ બાબત જ સેટેલાઈટ ઈન્ટરનેટ પાછળનું મહત્ત્વનું વિઝન છે.
સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ શું છે?
સ્પેસએક્સ કંપની દ્વારા શરૂ કરવામાં આવેલ સ્ટારલિંક પ્રોજેક્ટ દુનિયાનો સૌથી મોટો સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ છે, જે એક કરતાં વધુ સેટેલાઈટ વચ્ચેનું નેટવર્ક જોડાણ છે, જેના દ્વારા 12000 સેટેલાઈટને પૃથ્વીની સૌથી નજીકની કક્ષામાં સ્થાપિત કરીને તેમને એકબીજા સાથે જોડીને દુનિયાના દરેક ખૂણામાં વસતી વ્યક્તિને, દુનિયાની દરેક જગ્યાએ સીમકાર્ડ તેમજ બ્રોડબેન્ડ વગર 100 ‘MBPS’થી 1 ‘GBPS’ સુધીની ઝડપે અને સૌથી ઓછી લેટેનસીથી 2021ના અંત સુધીમાં અવિરત ઇન્ટરનેટ જોડાણ ઉપલબ્ધ કરાવવું, જેનાર્થી દુનિયાનું બહુ સરળતાથી અન્વેષણ કરી શકાય તેમજ રિયલ ટાઈમ અનુભવી શકાય. જે અત્યાર સુધી સંભવ ન હતુ. વધુમા સ્ટારલિંક પ્રોજેક્ટ અંતર્ગત જે સેટેલાઈટ અંતરીક્ષમાં મોકલવામાં આવશે તેનું વજન 500 પાઉન્ડથી પણ ઓછું હશે. તેની અંદર એક જ સોલાર પેનલ લગાડવામાં આવશે, સાથે તેનો સમયગાળો પૂર્ણ થતાં તે આપમેળે જ કોઈ પણ પ્રકારનું અન્ય ઉપગ્રહોને નુકસાન કર્યા વગર પૃથ્વી પર પાછું આવી જશે. સ્ટારલિંક પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ફાઈબર ઓપ્ટિકથી પ્રાપ્ત થતા ઇન્ટરનેટ કરતાં. કરતાં 47 % વધુ ઝડપી ઇન્ટરનેટ કનેક્શન પૂરું પાડવાનું હશે અને સ્ટારલિંક પ્રોજેક્ટના મોટાભાગના સેટેલાઈટ પૃથ્વીથી ૫૫૦ કિમી દૂર હશે. મોટાભાગના સેટેલાઈટ પૃથ્વીથી 800 કિલોમીટર દૂર હોય છે. પરિણામે તેમને સિગ્નલ મોકલવામાં અને તેમનાથી સિગ્નલ મેળવવામાં સમય વધુ લાગે છે.
આ પ્રોજેક્ટમાં લેટેનસી કેટલી અગત્યની?
લેટેનસી એક ચોક્કસ પ્રકારની ટાઈમ ફ્રેમ છે, જે સૂચન કરે છે કે ઈન્ટરનેટ સેટેલાઈટ પરથી પૃથ્વી પર કેટલી ઝડપથી પહોંચી શકે છે. અત્યારના સમયમાં લેટેનસી 500 મિલી સેકન્ડની છે, પરંતુ સ્ટારલિંક પ્રોજેક્ટ અંતર્ગત તે શરૂઆતમાં ૨૫થી ૩૫ મિલી સેકન્ડની રાખવામાં આવશે અને અમુક ચોક્કસ પ્રકારના ઓર્ગેનાઇઝેશન માટે તે 10 મિલી સેકન્ડની પણ સેટ કરવામાં આવશે. પરિણામે ઇન્ટરનેટની ઝડપ વધી શકે અને કોઈ પણ વેબસાઈટ, વીડિયો ડાઉનલોડને સરળતાથી ઉપલબ્ધ બનાવી શકાય.
સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેકટ કેવી રીતે કાર્ય કરશે?
દરેક ઘરમાં, દુકાનમાં, ઓફિસમાં કે ફેક્ટરીમાં એક ટર્મિનલ બનાવવામાં આવશે. ટર્મિનલ નાના ડિસ એન્ટેના કદનું હશે, જેનાથી ડિસ એન્ટેનાને સેટેલાઈટ સાથે સીધું જ કેલિબ્રેટ કરી શકાશે. જેટલાં પણ ડિવાઈસને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરવાનાં હશે એ તમામ ડિવાઈસના મેક એડ્રેસને એક ચોક્કસ સોફ્ટવેરની મદદથી વ્યાખ્યાયિત કરવામાં આવશે. પરિણામે અનનોન ડિવાઈસને સરળતાથી નિયંત્રિત કરી શકાય.


