By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અંબુજાએ 73.7 મિલિયન ટનના અત્યાર સુધીના સર્વોચ્ચ વાર્ષિક વોલ્યુમ સાથે મેટ્રિક ટન દીઠ રૂ. 887ની વાર્ષિક એબિટા હાંસલ કરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અંબુજાએ 73.7 મિલિયન ટનના અત્યાર સુધીના સર્વોચ્ચ વાર્ષિક વોલ્યુમ સાથે મેટ્રિક ટન દીઠ રૂ. 887ની વાર્ષિક એબિટા હાંસલ કરી
બિઝનેસ

અંબુજાએ 73.7 મિલિયન ટનના અત્યાર સુધીના સર્વોચ્ચ વાર્ષિક વોલ્યુમ સાથે મેટ્રિક ટન દીઠ રૂ. 887ની વાર્ષિક એબિટા હાંસલ કરી

Hotline News
Last updated: May 4, 2026 6:33 PM
Hotline News - Editor Published May 4, 2026
SHARE
  • મૂડી શિસ્ત અને વધુ ક્ષમતા ઉપયોગ દ્વારા ટકાઉ વૃદ્ધિ માટે મજબૂત સ્થિતિ
  • નાણાંકીય વર્ષ 2026 માટે એબિટા રૂ. 6,539 કરોડ, વાર્ષિક ધોરણે 31 ટકાની વૃદ્ધિ

એડિટર માટેની નોંધ

નાણાંકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળાની કન્સોલિડેટેડ નાણાંકીય બાબતોઃ

• એક ત્રિમાસિકમાં અત્યાર સુધીનું સર્વોચ્ચ વેચાણ વોલ્યુમ 19.9 મિલિયન ટન, વાર્ષિક ધોરણે 10 ટકાની વૃદ્ધિ

• રૂ. 10,915 કરોડની અત્યાર સુધીની સર્વોચ્ચ ત્રિમાસિક આવક,વાર્ષિક ધોરણે 9 ટકાની વૃદ્ધિ

• ઓપરેટિંગ એબિટા રૂ. 1,464 કરોડ સાથે 13.4 ટકા માર્જિન; પ્રતિ ટન એબિટા રૂ. 735

• અંબુજાએ સતત દેવા-મુક્ત કંપની તરીકેની સ્થિતિ જાળવી રાખી

• ઇક્વિટી શેર પર રૂ. 2 પ્રતિ શેર ડિવિડન્ડ

મહત્વના અપડેટ્સઃ

• સાંઘી અને પેન્ના સિમેન્ટનું અંબુજા સિમેન્ટ્સ સાથે સફળ વિલીનીકરણ પૂર્ણ,6 એપ્રિલ 2026એ સાંઘીનું સ્ટોક એક્સચેન્જમાંથી ડીલિસ્ટિંગ થયું

• એસીસી અને ઓરિએન્ટ સિમેન્ટ દ્વારા બીએસઈ અને એનએસઈ પાસે જરૂરી અરજીઓ દાખલ,કંપનીઓ હાલ સેબી તરફથી ‘નો-ઓબ્જેક્શન’ સર્ટિફિકેટની રાહ જોઈ રહી છે

• નાણાંકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળામાં જોધપુર ખાતે 3 એમટીપીએ ક્લિંકરિંગ લાઇન કાર્યરત કરવામાં આવી અને દહેજ ખાતે 1.2 એમટીપીએ જીયુલાઇન 2 માટે ટ્રાયલ રન શરૂ

• ગ્રીન પાવરનો હિસ્સો નાણાંકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 26 ટકાથી વધીને 32 ટકા થયો

પશ્ચિમ એશિયા સંઘર્ષનો પ્રભાવ:

• ઇંધણ, ડીઝલ, પેકેજિંગ બેગ સપ્લાય મર્યાદા અને રૂપિયા અવમૂલ્યનને કારણે ખર્ચમાં વધારો,આ અસર ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પણ રહેવાની સંભાવના

• કંપની દ્વારા ફ્યુઅલ મિક્સ ઓપ્ટિમાઇઝેશન, વધુ રિન્યૂએબલ એનર્જીનો ઉપયોગ, રેલ અને સમુદ્ર મારફતે લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદન તથા ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં શિસ્ત દ્વારા ખર્ચ નિયંત્રણના પ્રયત્નો

(નોર્મલાઇઝ્ડ આધાર પર – નાણાંકીય વર્ષ 2025માં રૂ. 826 કરોડની એકવારની આવક અને રૂ. 138 કરોડના જીએસટી પ્રોત્સાહન સિવાય)

અમદાવાદ: ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને વિશ્વની 9મી સૌથી મોટી બિલ્ડિંગ મટિરિયલ સોલ્યુશન્સ કંપની, અંબુજા સિમેન્ટ્સ લિમિટેડે 31 માર્ચ 2026એ સમાપ્ત થયેલા ત્રિમાસિક અને નાણાંકીય વર્ષ માટે મજબૂત અને ટકાઉ પ્રદર્શન નોંધાવ્યું છે.

અંબુજા સિમેન્ટ્સ લિમિટેડના પૂર્ણ સમયના ડિરેક્ટર અને સીઈઓ શ્રી વિનોદ બહેતીએ જણાવ્યું  હતું કે, “નાણાંકીય વર્ષ 2026 સિમેન્ટ ક્ષેત્ર માટે સ્થિરતા અને સહનશક્તિનું વર્ષ રહ્યું છે. એક તરફ ઉદ્યોગમાં સંકલન અને જીએસટી 2.0 સુધારા થયા, જ્યારે બીજી તરફ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, વૈશ્વિક ભૂરાજકીય પરિબળો અને રાજ્યની ચૂંટણીઓએ અસર કરી. આ પરિસ્થિતિ વચ્ચે અંબુજાએ 73.7 મિલિયન ટનના અત્યાર સુધીના સર્વોચ્ચ વાર્ષિક વોલ્યુમ, રૂ. 40,656 કરોડની આવક, રૂ. 6,539 કરોડ એબિટા (પ્રતિ મેટ્રિક ટન રૂ. 887) અને રૂ. 2,647 કરોડના નોર્મલાઇઝ્ડ ચોખ્ખા નફા સાથે મજબૂત પ્રદર્શન આપ્યું. નાણાંકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળામાં 19.9 મિલિયન ટન વોલ્યુમ, રૂ. 10,915 કરોડની આવક અને રૂ. 1,464 કરોડ એબિટા સાથે અમે અમારી કામગીરી જાળવી રાખી છે.

અમારા વોલ્યુમ ઉદ્યોગ કરતાં નોંધપાત્ર રીતે વધુ ગતિએ વધ્યા હતા, જે ટ્રેડ અને પ્રીમિયમ પ્રોડક્ટ્સના વધતા હિસ્સા અને વર્તમાન એસેટ્સના વધુ સારા ઉપયોગથી પ્રાપ્ત થયેલા સુધારેલા રિયલાઇઝેશનને કારણે શક્ય બન્યું હતું.

નાણાંકીય વર્ષ 2026 દરમિયાન વિસ્તરણથી સંકલન તરફનું પરિવર્તન થયું હતું, જેમાં ‘વન સિમેન્ટ પ્લેટફોર્મ’ અંતર્ગત સાંઘી અને પેન્નાનું અંબુજામાં સફળ વિલીનીકરણ થયું હતું. અમે નવી ક્ષમતાઓને સ્થિર બનાવવા, ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરવા અને એસેટ ઉપયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત રાખીએ છીએ, જે દેવા-મુક્ત બેલેન્સ શીટ, મજબૂત લિક્વિડિટી અને ઉચ્ચતમ ક્રેડિટ રેટિંગ્સનો આધારિત છે.

ભારતની લાંબા ગાળાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ મજબૂત છે, પરંતુ વર્તમાન ભૂરાજકીય પડકારો અને સામાન્ય કરતાં ઓછા વરસાદના પ્રારંભિક અનુમાનને કારણે નાણાંકીય વર્ષ 2027 માટે વૃદ્ધિનું દ્રશ્ય થોડું નબળું રહેવાની શક્યતા છે. નાણાંકીય વર્ષ 2027 માટે ઉદ્યોગની માંગ આશરે 5 ટકા રહેવાની અપેક્ષા છે.”

ક્ષમતા વિસ્તરણઃ

• નાણાંકીય વર્ષ 2026 દરમિયાન પ્રોજેક્ટ્સ: કુલ સિમેન્ટ ક્ષમતા 109 એમટીપીએ સુધી વધી, મારવાડ, ફરક્કા, સંક્રાઇલ, સિંદ્રી અને કૃષ્ણાપટ્ટનમ ખાતે કુલ 10.7 એમટીપીએ ગ્રાઇન્ડિંગ યુનિટ્સ તથા જોધપુર અને ભાટાપારા ખાતે 7 એમટીપીએ વધારાની ક્લિંકર ક્ષમતા

• નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન શરૂ થનારા પ્રોજેક્ટ્સ: દહેજ (1.2 એમટીપીએ), ભટિંડા (1.2 એમટીપીએ), સલાઇ બનવા (2.4 એમટીપીએ), કલંબોલી (1 એમટીપીએ), જોધપુર (2 એમટીપીએ), વારીસલીગંજ (2.4 એમટીપીએ) ખાતે ગ્રાઇન્ડિંગ ક્ષમતાઓ અને મરાઠા ખાતે 4 એમટીપીએ વધારાનું ક્લિંકર યુનિટ, કુલ ક્ષમતા અંદાજે 119* એમટીપીએ સુધી પહોંચવાની શક્યતા

• બલ્ક સિમેન્ટ ટર્મિનલ્સ પર તાજેતરની રેલવે નીતિઓ અનુસાર ક્ષમતા વિસ્તરણ યોજનાઓનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં શ્રેષ્ઠ ઉપયોગ સ્તર પ્રાપ્ત કર્યા પછી ધીમે ધીમે વધારા કરવામાં આવી રહ્યા છે. આ અભિગમ શિસ્તબદ્ધ મૂડી ફાળવણી અને ઉપયોગમાં લેવાતી મૂડી પર મહત્તમ વળતર મેળવવા માટેની અડગ પ્રતિબદ્ધતા  દર્શાવે છે.

વ્યૂહાત્મક પહેલઃ

• ઓપરેશન્સમાં એડવાન્સ એન્ટરપ્રાઇઝ ડિજિટલાઇઝેશન, જેમાં CiNOC (Cement Intelligent Network Operating Centre) દ્વારા તમામ કાર્યક્ષેત્રોમાં રિયલ-ટાઇમ વિઝિબિલિટી અને ડેટા આધારિત નિર્ણય પ્રક્રિયા શક્ય બની છે, જે અમલીકરણ પર વધુ મજબૂત નિયંત્રણ સુનિશ્ચિત કરે છે.

• જિલ્લા સ્તરે માલિકી મજબૂત બનાવવા માટે ડીસેન્ટ્રલાઇઝ્ડ અમલીકરણને વધુ ગહન બનાવવામાં આવ્યું છે, સાથે કેન્દ્રિય દેખરેખ જાળવી રાખવામાં આવી છે. ડિજિટલ વિઝિબિલિટી અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત એક સ્ટાન્ડર્ડાઇઝ્ડ જવાબદારી માળખા દ્વારા કાર્યક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે.

• SamvAAAD, NirmAAAAnotsav અને Dhanvarsha જેવા પ્લેટફોર્મ દ્વારા કર્મચારીઓ, ગ્રાહકો અને ચેનલ ભાગીદારોના માળખાગત જોડાણ સાથે જોડાણ, ટકાઉપણા અને લાંબા ગાળાની ક્ષમતા નિર્માણ પર સતત ધ્યાન કેન્દ્રિત કર્યું, અગ્રણી ઉદ્યોગ સંસ્થાઓ સાથે સતત ભાગીદારી

• માર્ચ 2026માં સાંઘીપુરમ પ્લાન્ટ ખાતે સંસ્થાકીય રોકાણકારો અને રિસર્ચ એનાલિસ્ટ્સ માટે કેપિટલ માર્કેટ પ્લાન્ટ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ અને સંશોધન અને વિકાસ પહેલને રજૂ કરીને રોકાણકારોના વિશ્વાસને વધુ મજબૂત બનાવવામાં આવ્યો. આ વર્ષ દરમિયાન મારવાડ મુંડવા પ્લાન્ટ વિઝિટ બાદ આ બીજી એડિશન છે અને કંપની ભવિષ્યમાં પણ નિયમિત રીતે આવી પ્લાન્ટ મુલાકાતો યોજતી રહેશે.

ઈએસજી અપડેટ્સઃ

• ડિકાર્બનાઇઝેશન માટે અદ્યતન રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં SBTi દ્વારા માન્ય કરાયેલા ટૂંકા ગાળાના તેમજ નેટ ઝીરો લક્ષ્યોનો સમાવેશ થાય છે. આ સાથે Coolbrookની RotoDynamic Heater™ ટેકનોલોજીના વ્યાપારી ઉપયોગ તરફ પ્રગતિ થઈ રહી છે અને વૈશ્વિક સિમેન્ટ ક્ષેત્રમાં ઈન્ડો-સ્વીડિશ સીસીયુ પાઇલટ માટે કંપનીની પસંદગી પણ કરવામાં આવી છે.

• S&P Global CSA, CDP, Sustainalytics અને CareEdge દ્વારા 2025ના ઈએસજી રેટિંગ્સમાં સુધારા દ્વારા કંપનીનું વધુ મજબૂત ઈએસજી પ્રદર્શન જોવા મળ્યું છે.

• તમામ પ્લાન્ટ્સમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સાથે 12 ગણી વોટર પોઝિટિવિટી જાળવી રાખવામાં આવી છે. નાણાંકીય વર્ષ 2026 દરમિયાન 9.78 મિલિયન ટન વેસ્ટ આધારિત સંસાધનોનો ઉપયોગ કરીને સર્ક્યુલરિટી પહેલને વિસ્તારવામાં આવી છે અને અત્યાર સુધી કુલ 2.25 મિલિયન વૃક્ષો રોપીને જૈવ વિવિધતા માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે.

• સમુદાય અને આજીવિકા વિકાસ માટેની પહેલ સતત ચાલુ રાખવામાં આવી છે, જેમાં સ્કિલિંગ, ટેક્નોલોજી અને મહિલાઓ કેન્દ્રિત કાર્યક્રમો દ્વારા કુલ 3.72 મિલિયન સીએસઆર પહોંચ હાંસલ કરવામાં આવી છે.

ડિજિટાઇઝેશનઃ

• વધુ મજબૂત OT સુરક્ષા, IT–OT નેટવર્ક સેગ્રેગેશન અને વિશ્વસનીય બેકઅપ તથા રિકવરી સિસ્ટમ્સ દ્વારા સાયબર સુરક્ષા અને ઓપરેશનલ સ્થિરતા વધારવામાં આવી છે.

• વિસ્તૃત ઓટોમેશન, IoT આધારિત મોનિટરિંગ અને કંટ્રોલ સિસ્ટમ્સ સુધી સુરક્ષિત રીમોટ એક્સેસ દ્વારા પ્લાન્ટની વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા સુધારવામાં આવી છે.

• ઓટોમેટેડ ટ્રાન્સપોર્ટર એલોકેશન, ઇન-પ્લાન્ટ ઓટોમેશન અને ડિજિટલ ડિસ્પેચ પ્લેટફોર્મ્સના વ્યાપક ઉપયોગ દ્વારા લોજિસ્ટિક્સ અને ડિસ્પેચ પ્રક્રિયાઓ વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવી છે.

• એડવાન્સ્ડ એન્ટરપ્રાઇઝ સિસ્ટમ્સ અને માહિતી સુરક્ષા, જેમાં મેળવેલા એસેટ્સ માટે ISO 27001:2022 પ્રમાણપત્ર અને પ્રોક્યોરમેન્ટ તેમજ પ્રોજેક્ટ કંટ્રોલ્સને સપોર્ટ કરતા કોર પ્લેટફોર્મ્સનો અમલ સમાવેશ થાય છે.

બ્રાન્ડિંગ અને ટેક્નિકલ સર્વિસીસઃ

• સુપર-પ્રીમિયમ વોટર-રિપેલેન્ટ પ્રોડક્ટ્સ માટે હાઇ-ઇમ્પેક્ટ ડિજિટલ કેમ્પેઇન્સ દ્વારા બ્રાન્ડ એન્ગેજમેન્ટ મજબૂત બનાવાયું છે, જેમાં 15 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચ અને 30 મિલિયનથી વધુ વ્યૂઝ પ્રાપ્ત થયા છે.

• અંબુજા કવચ અને એસીસી ગોલ્ડ જેવા બજારમાં અગ્રણી સુપર-પ્રીમિયમ સિમેન્ટ બ્રાન્ડ્સ તરીકે નેતૃત્વ યથાવત રાખીને મુખ્ય બજારોમાં મૂલ્ય આધારિત વૃદ્ધિને સમર્થન આપવામાં આવ્યું છે.

• લગભગ 36,000 અંબુજા / એસીસી સર્ટિફાઇડ ટેક્નોલોજી (ACT) સાઇટ્સને આવરી લઈને અને 410 ટેક્નિકલ ઇવેન્ટ્સ યોજીને મજબૂત ટેક્નિકલ સર્વિસિસ એન્ગેજમેન્ટ જાળવી રાખવામાં આવ્યું છે.

પશ્ચિમ એશિયાના વિખવાદોની અસરઃ

• ભારતીય સિમેન્ટ ઉદ્યોગ હાલમાં વધતા ઇંધણ અને ડીઝલના ભાવ, સપ્લાય સંબંધિત પડકારોને કારણે પેકેજિંગ બેગના વધતા ખર્ચ અને રૂપિયા અવમૂલ્યનને કારણે ખર્ચ દબાણનો સામનો કરી રહ્યો છે. આ અસર ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વધુ દેખાવાની શક્યતા છે.

• કંપની ફ્યુઅલ મિક્સ ઓપ્ટિમાઇઝેશન, વધુ રિન્યૂએબલ એનર્જી અપનાવવી, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા સુધારવી, વધુ માર્જિનવાળા બજારોને પ્રાથમિકતા આપવી અને લાંબા ગાળાના કાચા માલ પુરવઠા કરારો દ્વારા આ ખર્ચ દબાણને ઘટાડવા માટે સક્રિય પગલાં લઈ રહી છે.

ઇન્ડસ્ટ્રી આઉટલૂકઃ

નાણાંકીય વર્ષ 2026 દરમિયાન સિમેન્ટની માંગ મજબૂત રહી હતી. તેમ છતાં, નાણાંકીય વર્ષ 2027 માટે માંગ વૃદ્ધિ આશરે 5 ટકા જેટલી નરમ રહેવાની શક્યતા છે. સામાન્ય કરતાં ઓછા વરસાદના પ્રારંભિક અનુમાનને ધ્યાનમાં લેતાં કૃષિ ઉત્પાદન અને રહેણાંક માંગ પર તેની નકારાત્મક અસર થઈ શકે છે. ઉપરાંત પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઇંધણના ભાવમાં અસ્થિરતા પણ જોવા મળી શકે છે. કંપની પોતાના પોર્ટફોલિયોમાં બ્રાન્ડ પેનિટ્રેશન મજબૂત બનાવવા, ટ્રેડ સેલ્સમાં વધારો કરવા અને પ્રીમિયમાઇઝેશનને આગળ વધારવા પર સતત ધ્યાન કેન્દ્રિત રાખી રહી છે. નજીકના સમયના ભૂરાજકીય પડકારો છતાં ભારતની લાંબા ગાળાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિની દિશા મજબૂત જ રહેવાની અપેક્ષા છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

CUET UG 2026: ટેકનિકલ ખામીને કારણે પરીક્ષા સમયસર શરૂ ન થઈ

બોસ બેબી દિગ્ગજો પર ભારે: કેટલા રેકોર્ડ તોડ્યા? આંકડાઓમાં સૂર્યવંશીનો વૈભવ

NEET UG: 13 લાખ ઉમેદવારોએ ફી રિફંડ માટે બેંક વિગતો સબમિટ કરી, NTAએ 22 જૂન સુધી સમયમર્યાદા લંબાવી

#AdaniIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયા
શું અમેરિકા વેનેઝુએલા પર ત્રિ-પાંખી હુમલો કરશે? માદુરો ટ્રમ્પની સેના સામે કેટલો સમય ટકી શકશે?
Hotline News Hotline News November 21, 2025
અદાણી યુનિવર્સિટી ખાતે ટકાઉ માળખાકીય વિકાસમાં પડકારો વિશે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ
કેન્દ્ર સરકારની LPG સિલિન્ડરો અંગે અફવા ફેલાવવા સામે કડક પગલાં લેવા તમામ રાજ્ય સરકારોને દૈનિક બ્રીફિંગની સલાહ
વિનેશ ફોગાટ કેસ પર સ્પોર્ટ્સ આર્બિટ્રેશનનું નિવેદન: વજન જાળવી રાખવાની જવાબદારી ખેલાડીની
ટ્રમ્પના H1B વિઝા બોમ્બની આડઅસર… ભારતમાં NRI વરરાજાની માંગ ઘટી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

CBIની ‘ટનલ વ્યૂ’ ટેકનિક શું છે? જે ત્વિષાના અંતિમ ક્ષણોનું મિનિટ-દર-મિનિટ મેપિંગ તરફ દોરી જશે

Hotline News Hotline News May 30, 2026
Top Newsભારત

મહારાષ્ટ્રમાં ઝેરી દારૂનો કહેર, પુણે અને પિંપરી-ચિંચવડમાં 14ના મોત

Hotline News Hotline News May 30, 2026
Top Newsપ્રેસ રિલીઝ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

Hotline News Hotline News May 29, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?