By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ટોટાલ ગેસના નાણા વર્ષ-૨૬ના છેલ્લા ત્રિમાસી અને સમગ્ર વર્ષના પરિણામો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > અદાણી ટોટાલ ગેસના નાણા વર્ષ-૨૬ના છેલ્લા ત્રિમાસી અને સમગ્ર વર્ષના પરિણામો
Top Newsપ્રેસ રિલીઝ

અદાણી ટોટાલ ગેસના નાણા વર્ષ-૨૬ના છેલ્લા ત્રિમાસી અને સમગ્ર વર્ષના પરિણામો

Hotline News
Last updated: April 28, 2026 3:13 PM
Hotline News - Editor Published April 28, 2026
SHARE

અમદાવાદ: ભારતની અગ્રણી ઊર્જા સંક્રમણ કંપની અદાણી ટોટલ ગેસ (ATGL)એ વ્યાપક માળખાકીય વિકાસ મારફત ભારતના ઊર્જા ક્ષેત્રમાં  આમૂલ પરિવર્તન લાવવાના તેના મિશનને દર્શાવતા ૩૧ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા અંતિમ ત્રિમાસી અને સમગ્ર નાણા વર્ષ દરમિયાન તેના કામકાજ, માળખાકીય ગતીવિધી અને નાણાકીય પ્રદર્શન આજે જાહેર કર્યા છે.

કંપનીના સી.ઇ.ઓ. અને એક્ઝીક્યુટિવ ડાયરેકટર સુરેશ પી. મંગલાણીએ આ પરિણામો અંગે જણાવ્યું હતું કે શ્રેષ્ઠ કામગીરી અને ડિજિટલ સક્ષમતા આધારીત સમયની માંગને અનુરુપ સ્થિતિસ્થાપક અમલીકરણ મારફત અદાણી ટોટાલ ગેસ લિ.(ATGL) એ પશ્ચિમ એશિયામાંથી ભૌગોલિક રાજકીય વિક્ષેપો, LNG ના ભાવમાં વધારો અને ચલણની અસ્થિરતા જેવા પ્રતિકૂળ વાતાવરણમાં તેની કૂનેહયુકત વૈવિધ્યસભર સોર્સિંગ વ્યૂહરચનાએ અવિરત ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવા સાથે સ્થિર એબિડટા વિસ્તરણ દ્વારા સમર્થિત વોલ્યુમ અને આવકમાં બે આંકડાની મજબૂત વૃદ્ધિ કરી છે. મંગલાણીએ કહ્યું હતું કે કંપનીનું સમગ્ર લક્ષ્ય સ્થિર પ્રણાલી, સમજપુર્વકના નાણાકીય આયોજન સાથે માપાંકિત વિસ્તરણ અને લાંબા ગાળાનું ટકાઉપણું તથા ગ્રાહકના વિશ્વાસને મજબૂતીથી જાળવી રાખીને શ્રેષ્ઠ કામકાજ સુનિશ્ચિત કરવા પર રહ્યું છે.

કંપનીએ CNG, PNG અને e ગતિશીલતામાં અમારા સ્વચ્છ ઉર્જા માળખાને સુદ્રઢ બનાવવાનું ચાલુ રાખવાના પરિણામે EV ચાર્જ પોઈન્ટના ૫,૧૦૦ ના આંકને પાર કર્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીએ સુધારા તરફી ટકાઉપણાના રેટિંગ દ્વારા ESG પ્રદર્શન તેના પીઅર જૂથમાં અગ્રણી ESG પ્રદર્શનકારોમાં તેની સ્થિતિને તાકાતવાન બનાવી છે. તેમણે ઉમેર્યું હતું કે ૨૦૩૦ સુધીમાં કુદરતી ગેસને ઉર્જા મિશ્રણના ૧૫% સુધી વધારવાના ભારતના વિઝન સાથે તાલમેલમાં રહી ATGLદેશને ગેસ આધારિત અને સ્વચ્છ ઉર્જા અર્થતંત્રની દીશામાં સંક્રમણને ટેકો આપવા માટે સંગીન સ્થિતિમાં છે.

નાણાકીય વર્ષ ૨૬ માં વાર્ષિક ધોરણે સતત બે આંકડામાં વોલ્યુમ ૧૪% વધીને ૧,૧૩૩ MMSCM અને વાર્ષિક ધોરણે એબિડટા ૫%ના વધારા સાથે રુ. ૧,૨૨૫ કરોડ પ્રાપ્ત થયો છે. વર્ષના અંતિમ ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે વોલ્યુમ ૧૩%ની વૃદ્ધિ સાથે ૨૯૭ MMSCM અને એબિડટા રુ. 310 કરોડ હાંસલ થયો હતો.

CNG નેટવર્કનો વિસ્તાર ૭૦૫ સ્ટેશનો સુધી વિસ્તર્યો છે જ્યારે PNG જોડાણ ૧૧ લાખ ઘરો સુધી પહોંચ્યા છે. અહેવાલના ગાળામાં વધારાના ૯ સીએનજી ગેસ સ્ટેશન અને એક LCNG પ્લાન્ટ કાર્યરત થવા સાથે, નવા ભૌગોલિક ક્ષેત્રોને ગેસિફાય કર્યા છે. કેરએજ અને એનએસઇએ ટકાઉપણું અપગ્રેડ કરતા કંપનીનું ESG નેતૃત્વ મજબૂત બન્યું છે.

વર્ષ-૨૬ના આખરી ત્રિમાસીમાં એકીકૃત કામકાજની વિગત મુજબ CNG અને PNGનું સંયુક્ત વોલ્યુમ વાર્ષિક ધોરણે ૧૩% વધી ૨૯૭ MMSCM થયું છે.

આ ગાળામાં ૨૫ નવા CNG સ્ટેશન ઉમેરાતા સ્ટેશનોની સંખ્યા વધીને ૭૦૫ થઇ છે. આ સમય દરમિયાન PNGના જોડાણો હેઠળ ૪૯,૫૦૪ નવા આવાસો આવરી લઇને આ સંખ્યા ૧૦.૯૯ લાખ થઇ છે. સમાન ગાળામાં ૨૧૪ નવા ગ્રાહકો ઉમેરાતાં ઔદ્યોગિક અને વાણિજ્યિક જોડાણોની સંખ્યા વધીને ૯૯૬૫ થઇ છે. સ્ટીલ પાઇપ્ લાઇન બિછાવવાનું નેટવર્ક ૧૫,૫૭૨ કિમી. સંપ્પન થયું છે.

સમગ્ર ભારતમાં સરખા સમય ગાળામાં કંપનીના IOAGPL સાથે સંયુકત પગદંડો વિસ્તર્યો છે. તે મુજબ CNG અને PNGનું સંયુક્ત વોલ્યુમ વાર્ષિક ધોરણે ૧૫% વધારા સાથે ૪૩૩ MMSCM થયું છે. આ ગાળામાં ૪૯ નવા સ્ટેશનો ઉમેરવામાં આવ્યા છે, જેમાં CNG સ્ટેશનોનું સંયુક્ત નેટવર્ક ૧,૧૬૯ થયું છે. દૈનિક ૫૦ લાખથી વધુ લોકોને સ્પર્શતા PNGના આવાસ જોડાણનો આંક ૧૩.૧ લાખને વટાવી ગયો છે. આ ગાળામાં ૪૨૯ નવા ગ્રાહકો ઉમેરીને ઔદ્યોગિક અને વાણિજ્યિક જોડાણો વધીને ૧૧,૫૨૯ થયા છે.  સ્ટીલ પાઇપલાઇન નેટવર્કનું સંચિત ૨૮,૦૦૫ ઇંચ કિમીનું કામ આ ગાળામાં પૂર્ણ થયું હતું.

મુખ્ય વ્યવસાયિક કામકાજની છેલ્લી માહિતી મુજબ ફેબ્રુઆરી ‘૨૬ ના અંતથી પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તણાવમાં વધારો થવાથી સમગ્ર વિશ્વમાં ઊર્જા પુરવઠા શૃંખલાઓ ખોરવાતા બજારમાં આવેલી અસ્થિરતાને પરિણામે કુદરતી ગેસના ભાવમાં વધારા ઉપરાંત પુરવઠાના પ્રવાહમાં ચલણની અસ્થિરતાના પડકારો પણ શામેલ હતા જેના કારણે આખરી ત્રિમાસી દરમિયાન ગેસ પ્રાપ્તિના એકંદર ખર્ચમાં વધારો જેવા અવરોધો છતાં કંપની તમામ કાર્યરત ભૌગોલિક વિસ્તારોમાં અવિરત ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવામાં સફળ રહેવા સાથે તેણે વોલ્યુમ, આવક અને એબિડટામાં વૃદ્ધિ હાંસલ કરવાનું ચાલુ રાખ્યું હતું

ભારત સરકારે D-PNG અને CNG ગ્રાહકોને પ્રાથમિકતાના ધોરણે ગેસ ફાળવણી માટે ગેઝેટ મારફત સૂચનાઓ જારી કરવી, મંજૂરીની સમયસીમા વ્યાખ્યાયિત કરવી, સમાન રાઇટ-ઓફ-વે અને પાઇપલાઇનના ધોરણો અને જ્યાં PNG નેટવર્ક અસ્તિત્વમાં છે ત્યાં PNG અપનાવવા પ્રોત્સાહિત કરવા જેવા અંતિમ ગ્રાહકોને PNG અને CNG પુરવઠાની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે આવકાર્ય ઝડપી પગલાં લીધાં છે.કેન્દ્ર સરકારની આ પહેલોને રાજ્ય સરકારો દ્વારા સુંદર પ્રતિસાદ મળ્યો છે. વધુમાં PNGRB એ ઝોન-૧ ટેરિફને MMBtu રુ. ૫૪ પર જાળવી રાખીને સેગમેન્ટને વધુ ટેકો આપ્યો છે, જે PNG (D) અને CNG(T) ના પ્રાથમિકતા વિભાગોને લાગુ પડે છે.

અદાણી ટોટાલએનર્જીઝ ઈ-મોબિલિટી લિ.એ(ATEL) હાલ ૨૬ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ૨૨૬ શહેરોમાં ૫,૧૦૦ કરેલા EV ચાર્જ પોઈન્ટ્સ ઇન્સ્ટોલ કરી તેનો વિસ્તાર્યો છે સ્થાપિત ક્ષમતા વધીને ~૫૪ મેગાવોટ થઈ છે અદાણી ટોટલએનર્જીઝ બાયોમાસ લિ. (ATBL)એ નાણાકીય વર્ષ ૨૬માં કુલ ૧૬૫૪ MT CBGનું વેચાણ કર્યું હતું, જેમાં કંપનીના CBG DODO સ્ટેશનથી ૮૮૮ ટનનો સમાવેશ થાય છે. સમગ્ર નાણા વર્ષમાં, આથો કાર્બનિક ખાતર(FOM) નું વેચાણ ૧૫૦૦થી વધુ ટનના આંકને વટાવી ગયું છે. વર્ષના અંતિમ ત્રિમાસીમાં વેચાણ સાથે, ત્રણેય ત્રિમાસીના સંયુક્ત વેચાણ કરતા ૫૦% વધુ છે.

નાણા વર્ષ ૨૬ ના આખરી ત્રિમાસીમાં અદાણી ટોટાલ ગેસ લિ.નાવાર્ષિક ધોરણે એકીકૃત નાણાકીય કામકાજની માહિતી મુજબ આવક ૧૬% વધીને રુ. ૧,૬૯૬ કરોડ થઈ છે.એબિડટા ૧૩% વધીને રુ. ૩૧૦ કરોડ નોંધાયો છે. સમાન ગાળામાં કર બાદનો નફો ૪% વધારા સાથે રુ.૧૫૬ કરોડ નોંધાયો છે.  સરખા ગાળામાં સંયુક્ત આવક કર બાદનો નફો ૯% વધીને રુ.૧૬૮ કરોડ થયો છે.

સમગ્ર નાણાકીય વર્ષ ૨૬ દરમિયાન વાર્ષિક ધોરણે એકીકૃત આવક ૧૮% વધીને રુ.૬૪૧૫ કરોડ થઈ છે. એબિડટા ૫% વધીને રુ.૧૨૨૫ કરોડ હાંસલ થયો છે. આ ગાળામાં કર બાદનો નફો રુ.૬૩૭ કરોડ થયો છે. અને એકીકૃત કર બાદનો નફો રુ.૬૫૬ કરોડ થયો છે.

માધ્યમોની વિશેષ જાણકારી માટે સંપર્ક: રોય પૌલ: | [email protected]

You Might Also Like

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

‘હેપ્પી બર્થ ડે સર…’ સાંભળીને શિક્ષક ગુસ્સે ભરાયા અને વિદ્યાર્થીને ખૂબ માર માર્યો

#hotlinenewsAdani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
બિઝનેસ
સુરત ટેકસટાઇલ માર્કેટમાં જૂનમાં આડી સિઝનની તૈયારી
Hotline News Hotline News June 27, 2024
જેલમાંથી છૂટી, મિત્રો સાથે પત્ની પર કર્યો ગેંગરેપ, એટલું જ નહીં પણ ચારિત્ર્ય પર શંકા રાખી મારી નાખવાનો પ્રયાસ કર્યો
Kangana Ranautની ફિલ્મ ‘ઇમર્જન્સી’ પાછળની વાસ્તવિક વાર્તા
આંતરરાજ્ય વિવાદોને સમજદારીપૂર્વક ઉકેલીને, અમિત શાહ સરદાર પટેલના વિઝનને સાકાર કરી રહ્યા છે; કોંગ્રેસ પર વધ્યું દબાણ
Weight loss: વજન ઓછું કરવાથી લઈને લોહી સાફ કરવું, રસોડામાં રાખવામાં આવેલ આ 1 મસાલા ખૂબ ઉપયોગી છે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતમાં પ્રેમી સાથે પકડાયા બાદ 9 બાળકોની માતાએ પતિની હત્યા કરી

Hotline News Hotline News July 14, 2026
Top Newsભારત

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રૂ. 40,000 કરોડનો અવરોધ, હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ અટકશે?

Hotline News Hotline News July 14, 2026
Top Newsઅમદાવાદગુજરાત

મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને એક કલાકમાં 3.61 લાખ રોપાઓનું વાવેતર; અમિત શાહની હાજરીમાં અમદાવાદે ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો

Hotline News Hotline News July 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?