અમદાવાદ: ભારતની અગ્રણી ઊર્જા સંક્રમણ કંપની અદાણી ટોટલ ગેસ (ATGL)એ વ્યાપક માળખાકીય વિકાસ મારફત ભારતના ઊર્જા ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવવાના તેના મિશનને દર્શાવતા ૩૧ માર્ચ ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા અંતિમ ત્રિમાસી અને સમગ્ર નાણા વર્ષ દરમિયાન તેના કામકાજ, માળખાકીય ગતીવિધી અને નાણાકીય પ્રદર્શન આજે જાહેર કર્યા છે.
કંપનીના સી.ઇ.ઓ. અને એક્ઝીક્યુટિવ ડાયરેકટર સુરેશ પી. મંગલાણીએ આ પરિણામો અંગે જણાવ્યું હતું કે શ્રેષ્ઠ કામગીરી અને ડિજિટલ સક્ષમતા આધારીત સમયની માંગને અનુરુપ સ્થિતિસ્થાપક અમલીકરણ મારફત અદાણી ટોટાલ ગેસ લિ.(ATGL) એ પશ્ચિમ એશિયામાંથી ભૌગોલિક રાજકીય વિક્ષેપો, LNG ના ભાવમાં વધારો અને ચલણની અસ્થિરતા જેવા પ્રતિકૂળ વાતાવરણમાં તેની કૂનેહયુકત વૈવિધ્યસભર સોર્સિંગ વ્યૂહરચનાએ અવિરત ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવા સાથે સ્થિર એબિડટા વિસ્તરણ દ્વારા સમર્થિત વોલ્યુમ અને આવકમાં બે આંકડાની મજબૂત વૃદ્ધિ કરી છે. મંગલાણીએ કહ્યું હતું કે કંપનીનું સમગ્ર લક્ષ્ય સ્થિર પ્રણાલી, સમજપુર્વકના નાણાકીય આયોજન સાથે માપાંકિત વિસ્તરણ અને લાંબા ગાળાનું ટકાઉપણું તથા ગ્રાહકના વિશ્વાસને મજબૂતીથી જાળવી રાખીને શ્રેષ્ઠ કામકાજ સુનિશ્ચિત કરવા પર રહ્યું છે.
કંપનીએ CNG, PNG અને e ગતિશીલતામાં અમારા સ્વચ્છ ઉર્જા માળખાને સુદ્રઢ બનાવવાનું ચાલુ રાખવાના પરિણામે EV ચાર્જ પોઈન્ટના ૫,૧૦૦ ના આંકને પાર કર્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીએ સુધારા તરફી ટકાઉપણાના રેટિંગ દ્વારા ESG પ્રદર્શન તેના પીઅર જૂથમાં અગ્રણી ESG પ્રદર્શનકારોમાં તેની સ્થિતિને તાકાતવાન બનાવી છે. તેમણે ઉમેર્યું હતું કે ૨૦૩૦ સુધીમાં કુદરતી ગેસને ઉર્જા મિશ્રણના ૧૫% સુધી વધારવાના ભારતના વિઝન સાથે તાલમેલમાં રહી ATGLદેશને ગેસ આધારિત અને સ્વચ્છ ઉર્જા અર્થતંત્રની દીશામાં સંક્રમણને ટેકો આપવા માટે સંગીન સ્થિતિમાં છે.
નાણાકીય વર્ષ ૨૬ માં વાર્ષિક ધોરણે સતત બે આંકડામાં વોલ્યુમ ૧૪% વધીને ૧,૧૩૩ MMSCM અને વાર્ષિક ધોરણે એબિડટા ૫%ના વધારા સાથે રુ. ૧,૨૨૫ કરોડ પ્રાપ્ત થયો છે. વર્ષના અંતિમ ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે વોલ્યુમ ૧૩%ની વૃદ્ધિ સાથે ૨૯૭ MMSCM અને એબિડટા રુ. 310 કરોડ હાંસલ થયો હતો.
CNG નેટવર્કનો વિસ્તાર ૭૦૫ સ્ટેશનો સુધી વિસ્તર્યો છે જ્યારે PNG જોડાણ ૧૧ લાખ ઘરો સુધી પહોંચ્યા છે. અહેવાલના ગાળામાં વધારાના ૯ સીએનજી ગેસ સ્ટેશન અને એક LCNG પ્લાન્ટ કાર્યરત થવા સાથે, નવા ભૌગોલિક ક્ષેત્રોને ગેસિફાય કર્યા છે. કેરએજ અને એનએસઇએ ટકાઉપણું અપગ્રેડ કરતા કંપનીનું ESG નેતૃત્વ મજબૂત બન્યું છે.
વર્ષ-૨૬ના આખરી ત્રિમાસીમાં એકીકૃત કામકાજની વિગત મુજબ CNG અને PNGનું સંયુક્ત વોલ્યુમ વાર્ષિક ધોરણે ૧૩% વધી ૨૯૭ MMSCM થયું છે.
આ ગાળામાં ૨૫ નવા CNG સ્ટેશન ઉમેરાતા સ્ટેશનોની સંખ્યા વધીને ૭૦૫ થઇ છે. આ સમય દરમિયાન PNGના જોડાણો હેઠળ ૪૯,૫૦૪ નવા આવાસો આવરી લઇને આ સંખ્યા ૧૦.૯૯ લાખ થઇ છે. સમાન ગાળામાં ૨૧૪ નવા ગ્રાહકો ઉમેરાતાં ઔદ્યોગિક અને વાણિજ્યિક જોડાણોની સંખ્યા વધીને ૯૯૬૫ થઇ છે. સ્ટીલ પાઇપ્ લાઇન બિછાવવાનું નેટવર્ક ૧૫,૫૭૨ કિમી. સંપ્પન થયું છે.
સમગ્ર ભારતમાં સરખા સમય ગાળામાં કંપનીના IOAGPL સાથે સંયુકત પગદંડો વિસ્તર્યો છે. તે મુજબ CNG અને PNGનું સંયુક્ત વોલ્યુમ વાર્ષિક ધોરણે ૧૫% વધારા સાથે ૪૩૩ MMSCM થયું છે. આ ગાળામાં ૪૯ નવા સ્ટેશનો ઉમેરવામાં આવ્યા છે, જેમાં CNG સ્ટેશનોનું સંયુક્ત નેટવર્ક ૧,૧૬૯ થયું છે. દૈનિક ૫૦ લાખથી વધુ લોકોને સ્પર્શતા PNGના આવાસ જોડાણનો આંક ૧૩.૧ લાખને વટાવી ગયો છે. આ ગાળામાં ૪૨૯ નવા ગ્રાહકો ઉમેરીને ઔદ્યોગિક અને વાણિજ્યિક જોડાણો વધીને ૧૧,૫૨૯ થયા છે. સ્ટીલ પાઇપલાઇન નેટવર્કનું સંચિત ૨૮,૦૦૫ ઇંચ કિમીનું કામ આ ગાળામાં પૂર્ણ થયું હતું.
મુખ્ય વ્યવસાયિક કામકાજની છેલ્લી માહિતી મુજબ ફેબ્રુઆરી ‘૨૬ ના અંતથી પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તણાવમાં વધારો થવાથી સમગ્ર વિશ્વમાં ઊર્જા પુરવઠા શૃંખલાઓ ખોરવાતા બજારમાં આવેલી અસ્થિરતાને પરિણામે કુદરતી ગેસના ભાવમાં વધારા ઉપરાંત પુરવઠાના પ્રવાહમાં ચલણની અસ્થિરતાના પડકારો પણ શામેલ હતા જેના કારણે આખરી ત્રિમાસી દરમિયાન ગેસ પ્રાપ્તિના એકંદર ખર્ચમાં વધારો જેવા અવરોધો છતાં કંપની તમામ કાર્યરત ભૌગોલિક વિસ્તારોમાં અવિરત ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવામાં સફળ રહેવા સાથે તેણે વોલ્યુમ, આવક અને એબિડટામાં વૃદ્ધિ હાંસલ કરવાનું ચાલુ રાખ્યું હતું
ભારત સરકારે D-PNG અને CNG ગ્રાહકોને પ્રાથમિકતાના ધોરણે ગેસ ફાળવણી માટે ગેઝેટ મારફત સૂચનાઓ જારી કરવી, મંજૂરીની સમયસીમા વ્યાખ્યાયિત કરવી, સમાન રાઇટ-ઓફ-વે અને પાઇપલાઇનના ધોરણો અને જ્યાં PNG નેટવર્ક અસ્તિત્વમાં છે ત્યાં PNG અપનાવવા પ્રોત્સાહિત કરવા જેવા અંતિમ ગ્રાહકોને PNG અને CNG પુરવઠાની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે આવકાર્ય ઝડપી પગલાં લીધાં છે.કેન્દ્ર સરકારની આ પહેલોને રાજ્ય સરકારો દ્વારા સુંદર પ્રતિસાદ મળ્યો છે. વધુમાં PNGRB એ ઝોન-૧ ટેરિફને MMBtu રુ. ૫૪ પર જાળવી રાખીને સેગમેન્ટને વધુ ટેકો આપ્યો છે, જે PNG (D) અને CNG(T) ના પ્રાથમિકતા વિભાગોને લાગુ પડે છે.
અદાણી ટોટાલએનર્જીઝ ઈ-મોબિલિટી લિ.એ(ATEL) હાલ ૨૬ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ૨૨૬ શહેરોમાં ૫,૧૦૦ કરેલા EV ચાર્જ પોઈન્ટ્સ ઇન્સ્ટોલ કરી તેનો વિસ્તાર્યો છે સ્થાપિત ક્ષમતા વધીને ~૫૪ મેગાવોટ થઈ છે અદાણી ટોટલએનર્જીઝ બાયોમાસ લિ. (ATBL)એ નાણાકીય વર્ષ ૨૬માં કુલ ૧૬૫૪ MT CBGનું વેચાણ કર્યું હતું, જેમાં કંપનીના CBG DODO સ્ટેશનથી ૮૮૮ ટનનો સમાવેશ થાય છે. સમગ્ર નાણા વર્ષમાં, આથો કાર્બનિક ખાતર(FOM) નું વેચાણ ૧૫૦૦થી વધુ ટનના આંકને વટાવી ગયું છે. વર્ષના અંતિમ ત્રિમાસીમાં વેચાણ સાથે, ત્રણેય ત્રિમાસીના સંયુક્ત વેચાણ કરતા ૫૦% વધુ છે.
નાણા વર્ષ ૨૬ ના આખરી ત્રિમાસીમાં અદાણી ટોટાલ ગેસ લિ.નાવાર્ષિક ધોરણે એકીકૃત નાણાકીય કામકાજની માહિતી મુજબ આવક ૧૬% વધીને રુ. ૧,૬૯૬ કરોડ થઈ છે.એબિડટા ૧૩% વધીને રુ. ૩૧૦ કરોડ નોંધાયો છે. સમાન ગાળામાં કર બાદનો નફો ૪% વધારા સાથે રુ.૧૫૬ કરોડ નોંધાયો છે. સરખા ગાળામાં સંયુક્ત આવક કર બાદનો નફો ૯% વધીને રુ.૧૬૮ કરોડ થયો છે.
સમગ્ર નાણાકીય વર્ષ ૨૬ દરમિયાન વાર્ષિક ધોરણે એકીકૃત આવક ૧૮% વધીને રુ.૬૪૧૫ કરોડ થઈ છે. એબિડટા ૫% વધીને રુ.૧૨૨૫ કરોડ હાંસલ થયો છે. આ ગાળામાં કર બાદનો નફો રુ.૬૩૭ કરોડ થયો છે. અને એકીકૃત કર બાદનો નફો રુ.૬૫૬ કરોડ થયો છે.
માધ્યમોની વિશેષ જાણકારી માટે સંપર્ક: રોય પૌલ: | [email protected]


