By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરત નજીકની જમીનમાં અમદાવાદી બિલ્ડરનું કૌભાંડ, પોલીસ કેમ બચાવે છે?
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > અમદાવાદ > સુરત નજીકની જમીનમાં અમદાવાદી બિલ્ડરનું કૌભાંડ, પોલીસ કેમ બચાવે છે?
Top Newsઅમદાવાદગુજરાતસુરત

સુરત નજીકની જમીનમાં અમદાવાદી બિલ્ડરનું કૌભાંડ, પોલીસ કેમ બચાવે છે?

સુરત નજીક કામરેજના ખોલવડ ગામે આવેલી કરોડોની કિંમતની જમીન બે વખત વેંચી કૌભાંડ કરનારા બે બિલ્ડરો સામે મૂળ જમીન માલિક ઉપરાંત પ્લોટ ખરીદનારા સંખ્યાબંધ લોકોએ કામરેજ પોલીસને અરજી આપ્યા પછી પણ પોલીસે કોઈ ઠોસ કાર્યવાહી કરી ન હતી.

Hotline News
Last updated: November 19, 2025 1:18 PM
Hotline News - Editor Published November 19, 2025
SHARE

સુરત નજીક કામરેજના ખોલવડ ગામે આવેલી કરોડોની કિંમતની જમીન બે વખત વેંચી કૌભાંડ કરનારા બે બિલ્ડરો સામે મૂળ જમીન માલિક ઉપરાંત પ્લોટ ખરીદનારા સંખ્યાબંધ લોકોએ કામરેજ પોલીસને અરજી આપ્યા પછી પણ પોલીસે કોઈ ઠોસ કાર્યવાહી કરી ન હતી. બીજી બાજુ જમીનની એન્ટ્રી પડાવવા માટેના પ્રયાસો કૌભાંડકારીઓએ શરૂ કર્યા હતા. જેમાં નાયબ કલેક્ટરે એન્ટ્રી રદ કરી દીધી હતી. પરિણામે કૌભાંડકારીઓએ ખોટું કર્યું હોવાનું ફલિત થયું હોવા છતાં કોઈ અકળ કારણોસર કામરેજ પોલીસ ગુનો નોંધવાનું નામ લેતી નથી. જેથી ભોગ બનનારાઓમાં પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે. આવી સ્થિતિમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ મસમોટા કૌભાંડ સંદર્ભે તાત્કાલિક અસરથી ગુનો નોંધાય તે માટે પ્રયત્નશીલ બને તે જરૂરી છે.

ખોલવડમાં આવેલી જમીન નાગજી પટેલે અમદાવાદના સત્ય સંકલ્પ બિલ્ડકોનના ઉમંગ હરિ ઠક્કરને વેચી હતી. જેના રૂ. 60 કરોડ લેણા નીકળતા હતા. આ નાણાં ઉમંગ હરિ ઠક્કર સમયસર ચૂકવી ન શકતા નાગજી પટેલે જમીન પરત ખરીદી લીધી હતી અને કિંમત ફેરની રકમ ચેકથી ચૂકવી આપી હતી. આમ છતાં ઉમંગ ઠક્કરે આ જમીન અમદાવાદના શાલિભદ્ર ઇન્ફ્રાકોમના પંકજ મિશ્રિમલ સંઘવીને વેચી મારી હતી. આ ઘટનાની જાણ નાગજી પટેલને થતાં તેમણે કાનૂની જંગના મંડાણ કર્યા હતા.

એક જ જમીન બે વખત વેચી મારનારા ઉમંગ ઠક્કર અને વિવાદિત જમીન ખરીદનારા પંકજ સંઘવી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવાની અરજી કામરેજ પોલીસમાં લાંબા સમય પૂર્વે આપી હતી. પોલીસની તપાસ મંથર ગતિએ ચાલી રહી હોવાથી કોઈ નક્કર પરિણામ આવ્યું નહીં. એ સમયગાળા દરમિયાન એક મહિના પૂર્વે કામરેજના નાયબ કલેક્ટર તરફથી ઉમંગ ઠક્કર અને પંકજ સંઘવીને લપડાક આપવામાં આવી હતી. કારણ કે આ બન્નેએ એન્ટ્રીની નોંધ કરાવવાની કાર્યવાહી કરી હતી. જે નાયાબ કલેક્ટરે રદ કરી નાખી હતી. નાયાબ કલેક્ટર કક્ષાના અધિકારીએ એન્ટ્રી રદ કરી તેનો સીધો અર્થ એ છે કે બન્ને બિલ્ડરોએ સાથે મળી કાંઈક ખોટું કર્યું હશે. આટલી સ્પષ્ટતા કાગળ ઉપર થઈ ગઈ હોવા છતાં કોઈ અકળ કારણોસર કામરેજ પોલીસ ગુનો નોંધવાની તસ્દી લેતી નથી.

ફ્લેટનાં નાણાં લીધા બાદ ટ્રસ્ટની રસીદ આપી

આ કિસ્સામાં ખુલ્લી જમીન પર સ્વામીનારાયણ ગ્રિન સિટી નામે સોસાયટી ઊભી કરી ફ્લેટનું વેચાણ શરૂ કર્યું હતું. જેમાં ફ્લેટ ખરીદનારાઓ પાસેથી નાણાં લઈ તેના બદલામાં શ્રીમતી રીટાબેન ઉમંગભાઈ ઠક્કર ચેરિટેબલ ટ્રસ્ટની રશિદ આપવામાં આવી હતી. જેમાં રૂ. 4 લાખ લીધા હોય તેમને રૂ. 400ની રશિદ આપવામાં આવતી હતી. આ મુદ્દે પણ પોલીસ તપાસ કરે તો ટ્રસ્ટના નામે ગોબાચારીનો પર્દાફાશ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

બેંક સાથે છેતરપિંડી, જીએસટીનો પણ કેસ

ઉમંગ ઠક્કર સામે બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ પણ નોંધાઈ હોવાનું કહેવાય છે. એટલું જ નહીં પણ અમદાવાદમાં ઉમંગ ઠક્કરની માલિકીની નીલકંઠ ગ્રુપ સંચાલિત પતંગ હોટલ છે. જેનું જીએસટી રજિસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

અમિતાભ બચ્ચનની થઈ સર્જરી? ICUમાં રહેવાની અને ઘરે પરત ફરવાની મુશ્કેલીઓ જણાવી તો ગભરાયા ચાહકો- તમે ઠીક તો છો?

FIFA વર્લ્ડ કપ સમાપ્ત, ત્યાર બાદ આવી દિલ તોડી નાખનારી ખબર… કેન્સરથી ફૂટબોલના દિગ્ગજનું નિધન

#hotlinenewsGujaratSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
દિલ્હી મેનેજમેન્ટ કોલેજની 17 છોકરીઓ સાથે છેડતી, સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી ફરાર
Hotline News Hotline News September 25, 2025
પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી: ભાઈ વીડિયો બનાવી રહ્યો હતો
દિગ્ગજ કલાકાર કૌસ્તુભ ત્રિવેદીનું અવસાન : કલા જગતમાં શોક
સિંધુ જળ સંધિના મુદ્દે ભારતે યુએનમાં પાણી વગર પાકિસ્તાનને ‘ધોયું’
શેરબજારમાં રોકાણના નામે ઉદ્યોગપતિએ 26 કરોડની છેતરપિંડી કરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

Hotline News Hotline News July 21, 2026
Top Newsગુજરાતસુરત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

Hotline News Hotline News July 21, 2026
lifestyleTop News

શું તમે ચા પીધા પછી બાકી રહેલી ચાની પત્તીઓ ફેંકી દો છો? આ રીતે ઉપયોગ કરો, ઘરનો દરેક ખૂણો અરીસાની જેમ ચમકશે

Hotline News Hotline News July 21, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?