“સારાભાઈ વર્સિસ સારાભાઈ” ફેમના અભિનેતા સતીશ શાહનું નિધન થયું છે. ભારતીય ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક અશોક પંડિતે આ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું કે અભિનેતા હવે રહ્યા નથી. કિડની ફેલ્યોરને કારણે શનિવારે બપોરે તેમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.


