પં.ડો. હિતેષ એ. મોઢા
મેષ : ૨૦૮૨નું આ વિક્રમ સંવત મેષ રાશિના જાતક માટે આ વર્ષ ના પ્રથમ બે માસ દરમિયાન આવક કરતા ખર્ચ અધિક થવાની આંશિક સંભાવના. દેખીતી રીતે ન સમજાય તેવી સમસ્યાનો સામનો કરવો પડે તેવી સ્થિતિ જોવા મળે તેવી શક્યતા. સગવડના ભૌતિક સાધનોમાં વૃદ્ધિ થશે, પરંતુ માનસિક અસંતોષ જોવા મળી શકે સંભાવના. ધંધા, ઉદ્યોગમાં ભાગીદાર સાથે અસંતોષ એવમ સરેરાશ વ્યવહાર રહેવાની પૂર્ણ સંભાવના. છતાં પણ આ બાબતને લઈને કોઈ પ્રતિકૂળતા જણાશે નહીં.
વિક્રમ સંવત ૨૦૮૨માં પણ આગલા વર્ષ માફક, મોટા ઉદ્યોગ ધંધામાં જોખમ ઉઠાવીને આ વિશિષ્ટ લાભ મેળવી શકાશે. આ વર્ષે પણ ઔદ્યોગિક, વ્યાપાર-વાણિજ્ય એવમ વ્યવસાય ક્ષેત્રે ધન એવમ અન્ય, અનેક પ્રકારના લાભ મળવાની પૂરી શક્યતા. ધન સંપદામાં વધારો થઈ શકે છે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. પોષ મહિના સુધી સરેરાશ સમય જણાશે.
સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી એકમના કર્મચારી માટે આ વર્ષ અત્યાધિક લાભદાયક નીવડશે, છતાં પન્નોતિનો ઉપાય સમયસર કરી લેવો આવશ્યક એવમ ઈશ્વર કૃપા ગણાશે. તદુપરાંત, વાદ વિવાદ તથા ઉતાવળ, આવેગ, કામચોરી, અવૈધ કામકાજથી સો ગજ દૂર રહેવું.
આ વર્ષમાં સ્થળાંતર થઈ શકે તેવી સંભાવના, અથવા લાંબા પ્રવાસ એવમ વિદેશ પ્રવાસ થાય તેવી પૂર્ણ સંભાવના. શેર બજાર કે સટ્ટા બજાર થી લાભ થઈ શકે તેમ છે, પરંતુ વિશેષ કાળજી રાખી હશે અને હોમવર્ક કર્યુ તેને જ લાભ મળવાની સંભાવના.
વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સાનુકૂળ નીવડશે. ડિસ્ટ્રેક ન થઈ જવાય તેનું ખાસ ધ્યાન રાખવું. નિવૃત્ત, ગૃહિણી, મહિલા કર્મી માટે આ વર્ષ અતિ લાભદાયક નીવડશે.
વૃષભ : ઔદ્યોગિક, વ્યાપાર-વાણિજય ક્ષેત્રે, નજીકના લોકો દ્વારા છળ કપટ થવાની પૂર્ણ સંભાવના. મોટા વ્યાપારી જૂથોએ આ બાબત ને લઈને વિશેષ કાળજી રાખવી, તેમ ચાંપતી નજર પણ રાખવી એ ઈશ્વર કૃપા નીવડશે. છૂટક એવમ નાના કે ફેરી કરતા વ્યાપારી માટે આ વર્ષ બહુ લાભદાયક નીવડશે સાથે હળવો સંઘર્ષ એવમ પ્રતિકૂળતા પણ જણાશે. લલિત કલાના એકમના જાતક તથા સર્વિસ બિઝનેસના જાતક માટે આ વર્ષ હળવું દોડધામ વાળું પરંતુ અત્યાધિક લાભદાયક જણાશે.
દશમ સ્થાનેથી રાહુ ભ્રમણ હોતાં, સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી એકમના કર્મચારી વર્ગ માટે આ વર્ષ હળવું હળવું લાભદાયક નીવડશે. તેમજ કાર્ય સ્થળ પર, ઉપરી અધિકારી સાથે નાના મોટી બોલચાલ થવાની પૂર્ણ સંભાવના.
કર્મ ભવનના આ રાહુના કારણે, ધંધા, વ્યવસાય કે ઉદ્યોગમાં કોઈ મોટી યોજના કે પ્લાન બનાવવો નહીં. આ માટે તજજ્ઞ એવમ નિષ્ણાતની પરામર્શ અનુસાર જ નવા કાર્યનું પ્રયાણ કરવું. નહીં તો આખું વર્ષ વ્યર્થ પરિશ્રમના ચક્રમાં પસાર થશે.
વિદ્યાર્થી, એવમ નિવૃત માટે આ વર્ષ અતિ ઉત્તમ નીવડશે, જ્યારે ગૃહિણી અને મહિલા કર્મીએ વિશેષ તો લાગણીકીય સંબંધ કે ઓનલાઈન પ્રશંસા કરતા લાઈક કોમેન્ટ વાળા લોકોથી વિશેષ રૂપે, ખરાઈ + ખાતરી કરીને સાચવવું. અન્યથા, છેતરાવાનો પ્રસંગ બહુ નજીક આવતા વાર નહીં લાગે.
આ વર્ષ દરમિયાન વૃષભ રાશિના જાતકએ સંબંધમાં, લાગણીને બદલે સમ્યક બુદ્ધિ સાથે આવશ્યક પરિપક્વતા રાખશે તો આ વર્ષ બહુ શાંતિપૂર્ણ નીવડશે, સાથે આ વર્ષ અતિ આનંદમયી પણ નીવડશે.
મિથુન : મોટા ઔદ્યોગિક, વ્યાપાર-વાણિજય એકમના જાતક માટે આ વર્ષ દરમિયાન હળવો હળવો પરિશ્રમ કરવો પડશે, નાના ઔદ્યોગિક એકમ ના જાતક, છૂટક એવમ નાના કે ફેરી કરતા વ્યાપારી જાતક માટે આ વર્ષ અર્ધ લાભદાયક નીવડે તેવી પૂર્ણ સંભાવના. સર્વિસ બિઝનેસના જાતક માટે આ વર્ષ હળવું લાભદાયક તથા અતિશય મગજમારી વાળું નીવડશે. એકંદર આ વર્ષ મિશ્ર પરિણામ વાળું રહે તેવી પૂર્ણ સંભાવના.
સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી એકમના કર્મચારી વર્ગ માટે આ વર્ષના પ્રથમના ૪ મહિના સાવ મધ્યમ નીવડશે. બાકીના મહિના આંશિક લાભદાયક નીવડે પૂર્ણ સંભાવના.
વિદ્યાર્થી માટે વિદ્યા-શિક્ષણ ક્ષેત્રે આ વર્ષ અતિ સાનુકૂળ એવમ લાભદાયક નીવડશે. ઉચ્ચ શિક્ષણ હેતુ વિદેશના યોગની સંભાવના નકારી શકાતી નથી. કર્મ સ્થાનેથી શનિનું ભ્રમણ હોતાં પરિશ્રમી મધ્યમ વર્ગ તથા અતિ પરિશ્રમી એવા નવ સાહસિક માટે વર્ષના છેલ્લા છ મહિના બહુ લાભદાયક નીવડશે.
ભાગ્ય ભવનથી રાહુનું ભ્રમણ આર્થિક રીતે પૈસાનો અતિ વ્યય. અવૈધ સંબંધ, કબુતરબાજી દ્વારા વિદેશ ગમન અને ત્યાંથી ફરીથી ડિપોર્ટ થવું, હવાલા દ્વારા અવૈધ પૈસાના વ્યવહાર એવમ વેશ્યાગમન, મહા આળસ, સુસ્તી, ડિપ્રેશન, તનાવ જેવા અનેક વિધ દૂષિત સંયોગનું પણ નિર્માણ કરે છે, આથી, અતિ યત્ન, પરિશ્રમ, અને ન્યાયિક માર્ગથી આ તમામ બાબતથી બચી શકાય તેમ છે. અને આ જ તેનો ઉપાય છે. અને જરુર પડે તો નિષ્ણાતની પરામર્શ લેવી.
કર્ક : ઔદ્યોગિક એકમના જાતક વ્યાપાર-વાણિજય ક્ષેત્રના જાતક માટે આ વર્ષ આર્થિક રૂપે અત્યાધિક લાભદાયક નીવડે તેવી પૂર્ણ સંભાવના. જથ્થાબંધ વ્યાપારી જાતક માટે આ વર્ષ અર્ધ લાભદાયક તથા સાનુકૂળ રહેશે. અવૈધ સટ્ટા બજારના જાતક માટે આ વર્ષ અતિ પ્રતિકૂળ જણાશે. તમામ પ્રકારના સર્વિસ બિઝનેસના જાતક માટે આ વર્ષ અત્યાધિક લાભદાયક નીવડશે એવમ ધનસંચય વાળુ નીવડશે. ઉદ્યોગ, ધંધા, સેવા-વ્યવસાય માટે વિદેશ પ્રવાસ એવમ દેશમાં અનેક લાંબા પ્રવાસ થવાની સંભાવના.
કર્ક રાશિના જાતકના જન્માક્ષરમાં દૂષિત યોગ વાળા જાતકએ જ્યોતિષજ્ઞ કે અથવા અન્ય પરામર્શકની પરામર્શ લઈ આગળ વધવું. આ મર્યાદાને અભ્યાસમાં લ્યે તો ભવિષ્ય માટે પ્લાનીંગનું એકદમ સરળ એવમ સાનુકૂળ વર્ષ નીવડશે. પિત પ્રકોપ વાળા જાતકે હળવી હળવી કાળજી લેવી. તેમજ મદ્યપાન કરતા જાતકે વિશેષ રૂપે સાચવવું. આ સિવાય અન્ય કોઈ રોગ કે પ્રકોપની સંભાવના જણાતી નથી, એકંદરે આ વર્ષ દરમિયાન આરોગ્ય સુદ્રઢ જ રહેશે.
સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી એકમના કર્મચારી વર્ગ માટે આ વર્ષના પ્રારંભના બે મહિના સરેરાશ રહેશે ત્યારે પછીનું આ વર્ષ હળવું હળવું લાભદાયક નીવડશે.
વિદ્યાર્થી, શિક્ષક માટે વિદ્યા-શિક્ષણ ક્ષેત્રે આ વર્ષ અતિ સાનુકૂળ એવમ ફેવરેબલ નીવડશે. તેમ છતાં જ્યાં જરૂર લાગે ત્યાં વિદ્યા શિક્ષણ હેતુ શિક્ષિત દીક્ષિત શિક્ષણાચાર્યની પરામર્શ લેવી હિતાવહ રહેશે. મધ્યમ વર્ગ તથા નવ સાહસિક માટે આ વર્ષ આર્થિક એવમ ભૌતિક રીતે અતિ લાભદાયક નીવડશે. સાથે ધંધા વ્યવસાય અનેક વિધ નવા અવસર એવમ સ્ત્રોત પણ આપશે.
મહિલા કર્મી એવમ ગૃહિણી તેમજ નિવૃત્ત લોકો માટે આ વર્ષ પણ લાભદાયક નીવડશે.
સિંહ : ઔદ્યોગિક એકમના જાતક વ્યાપાર-વાણિજય એકમના જાતક આ વર્ષ દરમિયાન આર્થિક લાભ મળશે, જથ્થાબંધ વ્યાપારી જાતક માટે આ વર્ષ બહુ લાભદાયક એવમ પ્રગતિકારક નીવડશે. ધન સંચય તથા અનેક પ્રકારના આર્થિક લાભની સંભાવના. તમામ પ્રકારના સર્વિસ બિઝનેસના જાતક માટે આ વર્ષ સૌભાગ્ય એવમ માંગલ્યપૂર્ણ નીવડશે. ઉદ્યોગ-ધંધા- સેવા વ્યવસાય હેતુ વિદેશગમન થવાની પૂર્ણ રૂપે શક્યતા, સાથે સાથે વિદેશથી અનેકવિધ લાભ પણ મળશે.
યોગ- આયુર્વેદ, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર જેવા પ્રાકૃત વિજ્ઞાનના જાતક માટે આ વર્ષ દરમિયાન ધન પ્રાપ્તિના અનેક દ્વાર-દિશાની પ્રાપ્તિ, ભાગ્યોદય તથા પ્રસિદ્ધિ, પુરસ્કાર જેવા બહુવિધ લાભ મળશે.
સરકારી ક્ષેત્રના કર્મચારી ખાનગી એકમના કર્મચારી માટે આ વર્ષ હળવું હળવું લાભદાયક અને નિરાંત વાળુ નીવડશે. જણાશે. ખાસ કરીને તો શિક્ષક, આચાર્ય એવમ ઉપાધ્યાય વર્ગ માટે વિશેષ રૂપે.
સપ્તમસ્થાનેથી શનિનું ભ્રમણ પતિ એવમ પત્નીના સંબંધ વચ્ચે, એવમ ધંધાકીય ભાગીદારમાં ક્યારેક ક્યારેક કામ ચલાઉ, વિસંવાદિતા આપે તેવી પૂર્ણ સંભાવના.
વિદ્યાર્થી માટે વિદ્યા-શિક્ષણ ક્ષેત્રે સાનુકૂળ સમય. વિદ્યા શિક્ષણ હેતુ ડ્રોપ લેવાનો થાય કે પછી ફેકલ્ટી બદલવાના સંયોગ પણ સર્જાય છે. યથામતિ નિર્ણય લેવો. મધ્યમ વર્ગના જાતક એવમ તથા ઉદ્યોગ, ધંધા, વ્યવસાય ક્ષેત્રમાં પ્રારંભ કર્તા નવ સાહસિક માટે આ વર્ષ લાભદાયક એવમ સાનુકૂળ નીવડશે. મહિલા કર્મી એવમ ગૃહિણી તેમજ નિવૃત્ત લોકો માટે આ વર્ષ લાભદાયક નીવડે તેવી સંભાવના.
કન્યા : ઔદ્યોગિક એકમના જાતક, વ્યાપાર-વાણિજય એકમના જાતક માટે આ વર્ષ મધ્યમ અથવા સાવ સરેરાશ રહે તેવી પૂર્ણ સંભાવના, ખાસ કરીને ૨૦૮૨ના પ્રથમ ચાર મહિના સાવ સરેરાશ નીવડશે. ત્યાર બાદ હળવા હળવા, સળંગ નહીં કટકે કટકે આર્થિક રીતે લાભ મળે તેવી પૂર્ણ સંભાવના. તમામ પ્રકારના સર્વિસ બિઝનેસના જાતક માટે આ વર્ષ શ્રેષ્ઠ સાબિત થવાની સંભાવના. છતાં વર્ષના પ્રથમ બે મહિના સરેરાશ નીવડશે.
૨૦૮૨ના અંતિમ ત્રણ મહિના દરમિયાન આવક કરતા જાતકનું પ્રમાણ દેખાશે, તો યથામતિ વહીવટ વ્યવહાર કરવા, જરૂર લાગે તો, ધંધા વ્યવસાયના એકમમાં નિષ્ણાત પરામર્શકની પરામર્શ લેવી.
તેમજ સ્થાવર મિલકતમાં ધન વ્યયના સંયોગ સર્જાશે આથી, યોગ્ય અનુભવી નિષ્ણાતની વ્યવસાયિક પરામર્શ લેવી ઈશ્વર કૃપા ગણાશે,ધન સંચય કરી શકાશે તેવી સંભાવના નકારી શકાતી નથી, પરંતુ અન્યત્ર, લાંબા ગાળાના રોકાણ કરી શકાશે તેવી પણ પૂર્ણ સંભાવના નકારી શકાતી નથી.
સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી એકમના કર્મચારીઓમાંથી માટે અમુક જાતક માટે આ વર્ષ સાનુકૂળ રહેશે તો અમુક જાતક માટે આ વર્ષ હળવું લાભદાયક નીવડશે.
વિવાહિત જીવનમાં ખાસ કાળજી રાખવી, વિવાહ વિચ્છેદ કે પ્રતિયોગ થવા ની હળવી હળવી સંભાવના. તેમજ અવૈધ સંબંધ થવાની તેમજ તે ભંગ અને જાહેર થવાની પણ એટલી જ સંભાવના.
વિદ્યાર્થી માટે વિદ્યા-શિક્ષણ ક્ષેત્રે આ વર્ષ બહુ મૂલ્યવાન સાબિત થશે. વિદ્યા શિક્ષણ હેતુ વિદેશ ગમનની પણ સંભાવના. મધ્યમ વર્ગ તથા નવ સાહસિક માટે આંશિક લાભદાયક વર્ષ જણાશે.
તુલા : ઔદ્યોગિક એકમના જાતક વ્યાપાર-વાણિજયના જાતક માટે આ વર્ષ દરમિયાન હળવો હળવો સંઘર્ષ રહેવાની પૂર્ણ સંભાવના, ઉદ્યોગ ધંધાના વિકાસ માટે તેમજ અપેક્ષા કરતાં વધારે માર્કેટિંગ સ્ટ્રેટેજી નો ઉપયોગ કરવો પડશે, એવમ કઠોર પરિશ્રમ પણ કરવો પડે તેવી સ્થિતિ સર્જાશે. ત્યાર બાદ જ આંશિક રૂપે આર્થિક લાભની સંભાવના જણાશે સાથો સાથ, ઉછીના પૈસા એવમ ઉધારી બાબતે વિશેષ રૂપે સંભાળવું પડશે.
શેર બજાર એવમ સટ્ટા બજારના જાતકે બહુ સંભાળીને વ્યવહાર વહીવટ કરવા, કારણ આ વર્ષ આ તુલા રાશિના જાતક માટે થોડું પ્રતિકૂળ નીવડે તેવી પૂર્ણ સંભાવના.
સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી એકમના કર્મચારી માટે આ વર્ષ દરમિયાન બદલીના સંયોગ જણાશે. સાથે નિલંબન જેવો કુયોગ સાંપડવાની સંભાવના આથી વિશેષ તકેદારી રાખવી.. વિદ્યાર્થીઓ માટે વિદ્યા-શિક્ષણ ક્ષેત્રે આ વર્ષ બહુ સાનુકૂળ જણાશે, છતાં, ધાર્યા પરિણામ મેળવવા માટે અભ્યાસ/અધ્યયન ક્ષેત્રે થોડા વધારે પ્રમાણમાં પરિશ્રમ કરવો પડશે.
પિતૃ પક્ષે થોડું સંભાળવું. પ્રશંસા- પદ-પ્રતિષ્ઠાના અવસર આવશે તેવી પૂર્ણ રૂપે સંભાવના. લગ્ન-વેવિશાળના યોગ, કૌટુંબીક સુખમાં વધારો થવાની સંભાવના. આસપાસ રહેલા છુપા શત્રુથી જાળવવું અથવા તેના ચેતીને ચાલવું. આ વર્ષ દરમિયાન પારાવાર પરિશ્રમ રહેવા છતાં આખું વર્ષ આનંદ અને ખૂશીઓ સાથે પસાર કરી શકાશે. રાહુ શનિનું ગોચર ભ્રમણ અહીં આ રાશિ ને આ વર્ષ માટે સરેરાશ ફળ આપનાર છે.
મધ્યમ વર્ગ તથા નિમ્ન વર્ગ. એવમ ધંધા ઔદ્યોગિક ક્ષેત્રે નવ-સાહસિક માટે આ વર્ષ હળવું હળવું લાભકારી નીવડશે. મકાન મિલકતની ખરીદી માટે તથા નવા વાહનની ખરીદી માટે આ વર્ષ બહુ સાનુકૂળ નીવડશે. સ્ત્રીઓએ ગાયનેક સંબંધિત સમસ્યાથી વિશેષ કાળજી અથવા સારવાર લેવી. મહિલા કર્મી, ગૃહિણી માટે આ ૨૦૮૨નું વર્ષ સાનુકૂળ નીવડે તેવી પૂર્ણ સંભાવના.
વૃશ્ચિક: વૃશ્ચિક રાશિ માટે ૨૦૮૨નું વિક્રમ સંવત એટલે નવા ઉદ્યોગ ધંધા વ્યવસાય માટે યોગ્ય અને માંગલ્યપૂર્ણ વર્ષ. ઔદ્યોગિક એકમના જાતક તેમજ વ્યાપાર-વાણિજય જાતક માટે આ વર્ષ દરમિયાન પારાવાર વિત્ત લાભ થવા/મળવાની સંભાવના નકારી શકાતી નથી. ધન સંચય એવમ સ્થાવર સંપતિમાં મોટું રોકાણ કરી શકાશે તેવી સંભાવના નકારી શકાતી નથી.
રંગ, રસાયણ, ઔષધિના નિર્માણ ક્ષેત્રે તથા વિક્રય ક્ષેત્રે સાથે જોડાયેલ તમામ જાતક માટે આ વર્ષ અત્યાધિક લાભદાયક નીવડશે.
આ વર્ષ દરમિયાન, સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી એકમના કર્મચારી અચાનક બદલીના સંયોગ જણાશે. સાથે બઢતી જેવા આકસ્મિક લાભ મળવાની પૂર્ણ સંભાવના.
વિદ્યાર્થી માટે વિદ્યા-શિક્ષણ ક્ષેત્રે વિદ્યાભ્યાસ કે ઉચ્ચ શિક્ષણ માટે, આ વર્ષ સાનુકૂળ તથા લાભદાયક નીવડશે. અનેક વિધ નવી નવી તક સાંપડશે.
મધ્યમ વર્ગ તથા નવ સાહસિક માટે આ વર્ષ અત્યાધિક લાભદાયક નીવડે તેવી પૂર્ણ સંભાવના. સાથે, વિદેશ ગમન તક મળવાની સંભાવના. તેમ, વિદેશ વ્યાપારથી અનેક પ્રકારના લાભ થશે તેમજ અનેક નવા સંપર્ક વધશે.
આ વર્ષ દરમિયાન ઘરના મકાન થવાની સંભાવના પણ પ્રબળ જણાય રહી છે. સાથે અન્ય સંપદા પણ ખરીદી શકાશે તેવી પણ સંભાવના દર્શાય રહી છે.
રોગ-બીમારી અંગે થોડી વધારે કાળજી અથવા દરકાર રાખી. અગ્નિ તત્વના અસંતુલન અથવા દૂષિત થવાને કારણે જન્મ ગુણ (તાસીર) પર હાનિ થવાની પૂર્ણ સંભાવના. ખાસ કરીને, પિત્ત પ્રકૃતિ વાળા જાતકો એ વિશેષ કાળજી રાખવી. અથવા શિક્ષિત આયુર્વેદાચાર્યની જરૂર લાગે ત્યાં પરામર્શ, સારવાર લેવી એ ઈશ્વર કૃપા ગણાશે.
મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ ૨૦૮૨નું વર્ષ સાનુકૂળ નીવડશે તેવી પૂર્ણ સંભાવના.
ધન: ૨૦૮૨નું આ વર્ષ પણ, ધન રાશિના જાતક લાભદાયક અને સફળ નીવડશે. તૃતિય ભાવેથી ભ્રમણ કરી રહેલા રાહુ આકસ્મિક લાભ આપી શકે છે, તો નવમ ભાવેથી ભ્રમણ કરતો કેતુ અધ્યાત્મના માર્ગ પણ ખોલી આપે છે તો સાથે સાથે અણધારી આપત્તિ પણ નોતરી આપે છે. આથી, રાહુ કેતુની પ્રતિમાના દર્શન એવમ પ્રદક્ષિણા શ્રેષ્ઠ ઉપાય રહેશે. અન્ય ઉપાય, ખોટા વાદ વિવાદ અને લોભ અને મોહ જેવા રિપુ થી દૂર રહેવું.
મોટા & વિશાળ ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા કે જથ્થાબંધ વ્યાપાર-વાણિજયના જાતક માટે ચૈત્ર મહિના સુધીનો સમય દરેક રીતે ભાવે સાનુકૂળ એવમ લાભકારી રહેશે. પછીનો સમયગાળો લાભદાયક ની સાથો સાથ હળવાં સંઘર્ષ વાળો જણાશે. તેમજ નાના ઔદ્યોગિક એકમના જાતક તથા નાના વ્યાપારી એકમના જાતક માટે આ વર્ષ અત્યાધિક લાભકર્તા નીવડશે.
ખાનગી સેવા પ્રદાન કરતા તમામ પ્રકારના કલા એવમ વ્યવસાયિક એકમના જાતક માટે આ
વર્ષ અત્યાધિક લાભદાયક નીવડશે, પરંતુ, આ વર્ષ સતત, કઠિન પરિશ્રમ કરાવશે જ. આથી, આ અગત્યની બાબતને લક્ષમાં લઈને, આ વર્ષના વ્યવસાયિક આગામી કામકાજ + કાર્યક્ષેત્ર વિશે પ્લાન બનાવવા.
સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી એકમના કર્મચારી વર્ગ માટે સાવ અણધાર્યા બદલીના સંયોગ જણાય તેવી પૂર્ણ સંભાવના, સાથે આ વર્ષ તેમના માટે લાભદાયક નીવડશે. વિદ્યાર્થી માટે વિદ્યા-શિક્ષણ ક્ષેત્રે આ વર્ષ યોગ્ય નીવડશે તેમજ વિદેશાભ્યાસ માટે પણ આ વર્ષ સાનુકૂળ અને સરળ રહે તેવી પૂર્ણ સંભાવના.
વિજ્ઞાન શાખામાં ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી માટે આ વર્ષ હળવું હળવું લાભદાયક નીવડે તેવી સંભાવના.
મકર : મકર રાશિના જાતક માટે વિક્રમ સંવત ૨૦૮૨નું અત્યાધિક લાભદાયક નીવડશે, અથવા સાવ મધ્યમ નીવડે તેવી પૂર્ણ સંભાવના. પરંતુ જે જે જાતકને, મોટી પન્નોતિના કારણે આવેલ સમસ્યા ના કારણે જે જે આર્થિક નુકસાન ભોગવવું પડયું હોય તેની ભરપાઈ આ વર્ષમાં ચાલુ જ રહેશે. તેવી જ રીતે, પન્નોતિને કારણે વણસેલા સંબંધ, આ વર્ષ દરમિયાન પુનઃ સંધાય/સધાય જશે. આ વર્ષ, આ રાશિના જાતક માટે વિશેષ રૂપે ધાતુમાં રોકાણ કરવું બહુ લાભદાયક નીવડશે. આ વિશેષતા કેવળ આ રાશિને, ૨૦૮૨નો શ્રેષ્ઠ ઉપહાર સાબીત થશે.
તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક એવમ તમામ કદ/પ્રકારના વ્યાપારી એકમના જાતક માટે આ વર્ષ કાં તો અત્યાધિક લાભદાયક નીવડશે. અથવા આ વર્ષ સાવ મધ્યમ નીવડશે તેવી પૂરે પૂરી શકયતા. આથી, સમયની ચાલ અને વ્યવસાયિક તજજ્ઞની પરામર્શ લઈને આગળ વધવું.
જેમાં શારીરિક પરિશ્રમ વધારે તેવા વ્યાપારી + છૂટક — ફેરી કરતા વ્યાપારી એકમના જાતક અને ઔદ્યોગિક એકમના જાતક માટે આ વર્ષ એકંદરે સારું નીવડશે. તેમ આવતા વર્ષ માટેનું સારા આયોજનના બીજારોપણ કરવા માટે આ વર્ષ સરવાળે શ્રેષ્ઠ સાબિત થશે.
સેવા પ્રદાન કરતાં તમામ પ્રકારના અને તમામ કદના સર્વિસ બિઝનેસના જાતક માટે આ વર્ષ અતિ પરિશ્રમ કરાવશે, તેની સામે અઢળક અઢળક આર્થિક સમેત અન્ય લાભ પણ આપશે, પૂર્ણ સંભાવના.
સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી એકમના કર્મચારી માટે આ વર્ષ હળવું હળવું લાભદાયક નીવડશે, પરંતુ વચ્ચે વચ્ચે ક્યાંક અડચણ આવવાની પૂર્ણ સંભાવના.
વિજ્ઞાન શાખાના વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી માટે આ ૨૦૮૨નું આ વર્ષ હળવું હળવું સાનુકૂળ એવમ લાભદાયક નીવડે તેવી સંભાવના.
કુંભ : તમામ પ્રકારના મોટા ઔદ્યોગિક એકમના જાતક તથા તમામ કદના, વ્યાપાર-વાણિજય ક્ષેત્રના જાતક માટે આ વર્ષ હળવું હળવું સંઘર્ષ પૂર્ણ જણાશે અથવા મધ્યમ રહેશે. વચ્ચેના સમય ગાળામાં હળવો લાભ થશે, પરંતુ કાળજી અને આયોજન પૂર્વક ધંધા વ્યવસાય કે ઉદ્યોગ સંબંધિત કામકાજ કરવાં, જ્યાં જરૂર લાગે ત્યાં તજજ્ઞની પરામર્શ લેવી ઈશ્વર કૃપા સાબિત થશે.
કુંભ રાશિના જાતક માટે, વર્ષ દરમિયાન લાંબા ગાળા માટે કરેલા, ધાતુમાં રોકાણ, ભવિષ્યમાં બહુ મોટા લાભ આપશે તેવી પૂર્ણ સંભાવના નકારી શકાતી નથી. ધાતુ સંબંધિત ઉદ્યોગ એવમ ધંધાના પ્રારંભ માટે આ વર્ષ આગળ જતાં અતિ લાભદાયક નીવડશે. છૂટક એવમ નાના તથા ફેરી કરતા પરિશ્રમી વ્યાપારી જાતક માટે આ આખુ વર્ષ પણ હળવું લાભદાયક નીવડશે.
સેવા પ્રદાન કરતા તમામ પ્રકારના સર્વિસ બિઝનેસના જાતક માટે આ વર્ષ દરમિયાન પારાવાર આવક આપશે સામે તેટલી જ જાતક આપશે આથી, યોગ્ય આયોજન કરીને પોતાનો વ્યવસાય કરવો, જરુર લાગે તો નિષ્ણાત કે અનુભવીની પરામર્શ લેવી.
વાત- પિત્તની મિશ્ર પ્રકૃતિ વાળા જાતકે આરોગ્ય પ્રત્યે વિશેષ રૂપે કાળજી લેવી તેમજ સમયાંતરે શિક્ષિત આયુર્વેદાચાર્યની પરામર્શ લેવી ઈશ્વર કૃપા ગણાશે.
સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી એકમના કર્મચારીઓ માટે આ આખું વર્ષ સુખરૂપ અને નિર્વિઘ્ને પસાર થશે. પરંતુ વર્ષે પણ કામકાજ કે વાણીમાં ઉગ્રતા + ઉતાવળ ન દાખવવી.
વિદ્યાર્થીઓ માટે વિદ્યા-શિક્ષણ ક્ષેત્રે આ વર્ષ પણ સારું નીવડશે. સાથે વિદેશાભ્યાસની સંભાવના પણ નકારી શકાતી નથી, ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનો અવસર આ વર્ષ આપશે.
નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી માટે આ વિક્રમ સંવત ૨૦૮૨નું આ વર્ષ હળવું હળવું સાનુકૂળ એવમ લાભદાયક નીવડે તેવી સંભાવના.
મીન: નાના પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક તથા તમામ કદના ,વ્યાપાર-વાણિજય ક્ષેત્રના જાતક માટે આ વર્ષ ગત વર્ષની તુલનાએ બહુ લાભકારી નીવડશે નહીં તેવી પૂરી શક્યતા. સાથે આ આખું વર્ષ દરમિયાન સતત ને સતત વ્યસ્ત રહેવાના સંયોગ & સંભાવના.
તમામ પ્રકારના વિશાળ & મોટા ઔદ્યોગિક એકમના જાતક માટે આ વર્ષ કઠણ પરિશ્રમ વાળું નીવડશે. પન્નોતિનો પ્રભાવ આવશે જ, અગર પન્નોતિનો ઉપાય કર્યો હશે તો બહુ સાનુકૂળતા રહેશે, અન્યથા….. આ તમામ, જાતક માટે આ વર્ષ દરમિયાન પુષ્કળ ધન લાભ પ્રાપ્તિની અપેક્ષા ઓછી રાખવી. આ વર્ષે ગત વર્ષની તુલના આર્થિક પ્રવાહ હળવો અથવા મંદ અથવા સાવ મધ્યમ નીવડે તેવી પૂર્ણ રૂપે સંભાવના.
વ્યસાયિક શુલ્કી સેવા પ્રદાન કરતા તમામ પ્રકારના કલા એવમ વ્યવસાયિક એકમના જાતક માટે આ વર્ષ હળવું હળવું સંઘર્ષપૂર્ણ નીવડશે તેવી સંભાવના. સાથે વ્યવસાય હેતુ સ્થળાંતર થવાની સંભાવના નકારી શકાતી નથી.
સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી એકમના કર્મચારી માટે આ આખું વર્ષ, સરેરાશ રીતે અર્ધ સાનુકૂળ અથવા હળવું પ્રતિકૂળ નીવડશે, વચ્ચે વચ્ચે, સારો સમય આવતો જણાશે.
વિદ્યાર્થી માટે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાના ઉત્તમ સંયોગ & સંભાવના, અભ્યાસ માટે વિદેશ ગયેલા વિદ્યાર્થી માટે ડિપોર્ટ થવાના પણ સંયોગ બને છે, આથી, આ બાબતને લઈને તજજ્ઞની પરામર્શ લેવી ઈશ્વર કૃપા સાબિત થશે.
તમામ શાખાના વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી માટે આ ૨૦૮૨નું આ વર્ષ પણ સાનુકૂળ એવમ આંશિક લાભદાયક નીવડે તેવી પૂરી શક્યતા.
વિશેષ & મહત્વની નોંધ: આ ફળકથન રાષ્ટ્રીય પંચાંગ ના આધારે લખ્યુ છે. આ ફળકથન વર્ષના ગોચરના ગ્રહો ના આધારે લખ્યુ છે. આથી, સામાન્ય હોતા, અંતિમ ન માનવુ, વિશેષ તથા સચોટ સંભાવના વ્યક્ત કરવા માટે જાતકની જન્મ કુંડલી + ગૃહ સ્થિત વાસ્તુદોષનો સૂક્ષ્મ અભ્યાસ કરવો પણ એટલો જ જરૂરી હોય છે.
|| અપૂર્ણમ- સંપૂર્ણમ ||
પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી, પોરબંદર
ફોન. 09879499307 –https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @@ www.ishanastrovastu.blogspot.com


