પં.ડો. હિતેષ એ. મોઢા
(૧) મેષ : ક્રાફ્ટ ઈંડસ્ટ્રીઝ, ગૃહ ઉદ્યોગ તથા નાના નાના ઔદ્યોગિક એકમવાળા જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ, તથા હળવું હળવું લાભકારી નીવડશે, હેવી-હ્યુજ મશીનરીઝ કે હેવી વ્હીકલ્સ કે જાયંટ કોંટ્રાકટ કંપની જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના. આ સિવાયના અન્ય, તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક તેમજ વ્યાપાર-વાણિજયક તમામ એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ તથા દોડધામ વાળુ અને વ્યસ્ત નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત તથા ધમાલીયું જણાશે જ્યારે તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે અર્ધ સામાન્ય સપ્તાહ. પરિવાર સાથે સુમેળ યથાવત. મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. ૧૨ તથા ૧૩ સપ્ટેંબર સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)
(૨) વૃષભ : સીવીલ એંજીનીયરીંગ તથા મરીન એંજીનીયરીંગના એકમના જાતક માટે આ સપ્તાહ દોડધામ વાળુ એવમ હળવું લાભદાયક રહેશે. સ્પેર પાર્ટ્સ ના ઔદ્યોગિક એકમ વાળા જાતક માટે લાભદાયી સપ્તાહ. શેર બજાર, કોમોડિટી માટે આ સપ્તાહ પ્રતિકૂળ જણાશે, આથી સંભાળવું. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના જાતક માટે ભાગદોડ વાળું તથા આ સપ્તાહ પણ હળવું લાભકારી રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે અતિ વ્યસ્ત અને દોડધામ વાળુ સપ્તાહ. વાદ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. મહિલાકર્મી, ગૃહિણી, વિદ્યાર્થી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ હળવું લાભકારી જણાશે. ૭ તથા ૯ સપ્ટેમ્બર સાધારણ રહેશે.
(૩) મિથુન : વ્યવસાયીક સાહિત્ય લેખન ક્ષેત્ર તથા અખબાર તથા પ્રસાર માધ્યમ સાથે જોડાયેલ જાતક માટે આ સપ્તાહ સરેરાશ નીવડે તેવી સંભાવના. ફૂડ & બેવરેજીસ એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. હ્યુજ અને હેવી ઈંડસ્ટ્રીઝના જાતક માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. ફેબ્રીક & કોસ્મેટિક, ઉદ્યોગ વ્યાપારના જાતક માટે આ સરેરાશ સપ્તાહ. આ સિવાયના ઔદ્યોગિક એકમના તમામ જાતક માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. ગ્રેઈન અને ગ્રોસરી મર્ચંટ માટે આ સપ્તાહ ભાગદોડ વાળું નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહે પ્રમોશન મળવાના સંયોગ + પૂર્ણ શક્યતા. મધ્યમ વર્ગના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. વિદ્યાર્થી, મહિલાકર્મી તથા ગૃહિણી વર્ગ માટે ઉત્તમ સપ્તાહ. ૯ સપ્ટેમ્બર મધ્યમ રહેશે.
(૪) કર્ક : ધંધાકીય એવમ વ્યવસાયિક કલા, લલિત કલા એવમ વ્યવસાયિક સાહિત્ય લેખન ક્ષેત્રે જોડાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. બેંકિંગ/ ફાઇનાન્સ ક્ષેત્રે જોડાયેલ જાતક માટે આ સપ્તાહ સાવ મધ્યમ અથવા પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના. સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ આંશિક લાભકારી રહેશે. નાના કદના ઔદ્યોગિક એકમના જાતક માટે વ્યસ્ત તથા ભાગદોડ વાળુ સપ્તાહ જણાશે. નાના-મોટા વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સારુ નીવડશે. આ સપ્તાહ દરમિયાન પરિવાર કે સગા સ્નેહી સાથે પ્રવાસના સંયોગ. નિવૃત્ત, વિદ્યાર્થી, ગૃહિણી તથા મહિલા કર્મી માટે સાનુકૂળ સપ્તાહ. ૧૦ સપ્ટેમ્બર મધ્યમ રહેશે.
(૫) સિંહ : ખાનગી શરાફો તથા સરકારી + ખાનગી બેંકના ઉચ્ચાધિકારીઓ થી લઈને કર્મચારીઓ સુધીના જાતક માટે હળવું લાભકારી સપ્તાહ. ઔદ્યોગિક એકમના જાતક માટે ભાગદોડ વાળું તથા હળવું સાનુકૂળ સપ્તાહ. વ્યાપાર વણિજ ક્ષેત્રે, છૂટક વ્યાપારી તથા ફેરી કરતા વ્યાપારી જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારક જણાશે. આ સિવાયના અન્ય, વ્યાપારી જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ સરેરાશ નીવડશે. પ્રોફેશનલ એડવાઈઝર્સ એવમ સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભદાયી જણાશે. મેડીકલ છાત્ર, નિવૃત્ત,ગૃહિણી તથા મહિલા કર્મી માટે લાભવંતુ સપ્તાહ. ૧૨ સપ્ટેમ્બર સામાન્ય રહેશે.
(૬) કન્યા : ગીફટ આટિકલ્સ, શો પીસ, તેમજ ઈંટીરીયર ડેકોરેશન સંબંધિત ઉત્પાદના ઉત્પાદક તથા વ્યાપારી માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. આયાત નિકાસ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. ખાનગી શૈક્ષણિક એકમના જાતક તથા ખાનગી નાણાકીય એકમના જાતક માટે આ સપ્તાહ સરેરાશ તથા ભાગદોડ વાળુ રહેશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તેમજ વ્યાપાર-વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે તથા નવી તક આપનાર નીવડશે. સરકારી કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ લાભવંતુ સપ્તાહ. નિવૃત્ત, વિદ્યાર્થી માટે મધ્યમ સપ્તાહ રહેશે. ૯ સપ્ટેમ્બર મધ્યમ જણાશે.
(૭) તુલા : આ સપ્તાહ દરમિયાન આકસ્મિક કે અણધાર્યા મોટા લાભ થવાની તથા તે પ્રકારની અનેક તક મળવાની પૂર્ણ સંભાવના. કોમોડીટી-વાયદા બજારના જાતક માટે આ સપ્તાહ સાવ પ્રતિકૂળ નીવડશે. નાના કદના તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. વ્યાપાર- વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકૂળ નીવડશે. પરિશ્રમી વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. હજુ, આ સપ્તાહે સરકારી કર્મચારી માટે બઢતી બદલીના સંયોગો જણાશે. ખાનગી એકમના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે. વિજ્ઞાન શાખાના વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલાકર્મી,તથા ગૃહિણી માટે લાભદાયી સપ્તાહ. ૯ સપ્ટેમ્બર અર્ધ-મધ્યમ જણાશે.
(૮) વૃશ્ચિક : અગ્નિ તત્વ સંબંધિત ઉદ્યોગ ધંધા, તેમાં પણ ખાસ કરીને પેટ્રોલિયમ ઉત્પાદ, કોલસો, તથા અન્ય જવલનશીલ પદાર્થના વ્યાપાર વણિજ સંબંધિત એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. સામાજિક તથા સંસ્થાકીય વહીવટી કામકાજ મા રૂકાવટ આવે અથવા વિલંબ થાય તેવા સંયોગ. આ સિવાયના, અન્ય તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા તમામ પ્રકાર વ્યાપાર વણિજના જાતક માટે આ સપ્તાહ સામાન્ય એવમ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ મધ્યમ રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ. પરીવારમાં નાના મોટા ખટરાગ છતાં સુમેળ અકબંધ રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. ૧૨ સપ્ટેમ્બર મધ્યમ જણાશે.
(૯) ધન : કાયદો-વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલ તમામ વર્ગના અધિકારી તેમજ કર્મચારી માટે વ્યસ્ત એવમ સાનુકૂળ સપ્તાહ. ખાનગી ધારાશાસ્ત્રીઓ માટે આ સપ્તાહે અણધાર્યા લાભ થવાની સંભાવના. સરકારી તથા ખાનગી શૈક્ષણિક એકમના તમામ જાતક માટે આ સપ્તાહ હળવું સંઘર્ષ વાળું કે ભાગદોડ વાળુ નીવડશે. ઔધોગિક એકમના જાતક તથા વ્યાપાર-વણિજના એકમના તમામ જાતક માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે. નાના, છૂટક વ્યાપારી તથા ફેરી કરતા વ્યાપારીઓ માટે આ સપ્તાહ અનેક રીતે લાભદાયક નીવડશે. સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે હળવું લાભકારી સપ્તાહ. મિત્ર, દ્વારા સહકારના સંયોગો. વિદ્યાર્થી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે ઉત્તમ સપ્તાહ. ૧૦ સપ્ટેમ્બર સાધારણ નીવડશે.
(૧૦) મકર : આ સપ્તાહ દરમિયાન પણ આગલા વર્ષના અધૂરા રહી ગયેલ ધંધા વ્યવસાયના કામકાજને વેગ સાથે પૂર્ણ થઈ જવાની સંભાવના. આ સાથે હળવો લાભ થવાના પણ સંયોગ. ધાતુ ઉદ્યોગ તથા મેટલ પાર્ટસના ઉત્પાદક–વ્યાપારી માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. આ સિવાય, અન્ય ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તથા દોડધામ વાળુ રહેશે. વ્યાપાર વણિજ, સર્વિસ બિઝનેસ ધરાવતા જાતક માટે અર્ધ લાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ જણાશે. પરિવાર તરફથી સાથ સહકાર, ધાર્મિક પ્રવાસ ના સંયોગો. ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. ૮ તથા ૯ સપ્ટેમ્બર સાધારણ રહેશે.
(૧૧) કુંભ : ધંધા વ્યવસાયના અધૂરા કામકાજ પૂરા થઈ જવાના સંયોગ. તમામ પ્રકારની પ્રિંટ્સ, કાગળ, પેકીંગ મટીરીયલ્સ, પેકીંગ વેસ્ટેજીસ તથા પ્રકાશન એકમના જાતક એવમ સ્ટેશનરીઝ સંબંધિત વ્યાપારી તથા ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ નીવડે તેવી શક્યતા. ધાતુ કાર્ય, ગેરેજ, રીપેરીંગ/મેઈન્ટેનન્સ એકમના જાતક માટે આ સપ્તાહ લાભકારી જણાશે. આ સિવાયના, અન્ય, તમામ ઔદ્યોગિક એકમ તથા વાણિજ્યક એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તથા સાનુકૂળ જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ દોડધામવાળું ત્થા ધમાલિયું જણાશે. વિદ્યાર્થી નિવૃત્ત, ગૃહિણી તથા મહિલા કર્મી માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે. ૭ તથા ૯ સપ્ટેમ્બર સાધારણ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન)
(૧૨) મીન: આ સપ્તાહ દરમિયાન નિરાંત, રાહત તથા શાંતિ મળવાંના સંયોગ. જૂની ઉઘરાણી કે લેણી રકમ પાકવાની સંભાવના,આગલાં વર્ષમાં ટલ્લે ચડેલ ધંધાકીય કામકાજ પૂરા થવાની પૂર્ણ સંભાવના. કોમોડીટી તથા રિયાલ્ટી ક્ષેત્રના જાતકએ આ સપ્તાહે દરમિયાન સંભાળવું આ સિવાય, તમામ નાના મોટા દરેક પ્રકારના ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા જથ્થાબંધ વ્યાપાર વણિજ એકમના વ્યાપારી જાતક માટે આ સપ્તાહ, સરળ તથા હળવું લાભકારક નીવડશે. પરિશ્રમ વાળા એકમના જાતક માટે લાભદાયી સપ્તાહ. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ. મહિલાકર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૧૨ સપ્ટેમ્બર સાવ સાધારણ જણાશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)
પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી
પોરબંદર ફોન. 09879499307 –https://wa.me/+919879499307
www.ishanastrovastu.in @@ www.ishanastrovastu.blogspot.com


