પં.ડો. હિતેષ એ. મોઢા
(૧) મેષ : નવા ઉદ્યોગ ધંધા- વ્યવસાયની શરુઆત માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે, છતાં નિષ્ણાતની પરામર્શ આવશ્યક જણાશે. નવા ટૂંકા ગાળાના રોકાણ માટે પણ આ સપ્તાહ ફાયદાકારક જણાશે. નાના મોટા તમામ ઔદ્યોગિક એકમના જાતક તેમજ વાણિજ્યક એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે. નાના તથા છૂટક વ્યાપારી તથા ફેરી કરતા વ્યાપારી માટે આ સપ્તાહ ઉત્તમ રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત અને હળવું લાભકારી નીવડશે. મહિલા કર્મી માટે આ સપ્તાહ બહુ લાભદાયક જણાશે. બઢતીના સંયોગ. નિવૃત્ત ગૃહિણી, વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભકારી રહેશે. ૩૦ ઓગસ્ટ સરેરાશ નીવડશે.(પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)
(૨) વૃષભ : નરમ એવમ પોચી ધાતુ સંબંધિત એકમના જાતક એવમ અગ્નિ-વિદ્યુત સંબંધિત ઔદ્યોગિક એકમ કે વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. હેવી & હ્યુજ મશીનરી સંબંધિત ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ જણાશે. આ સિવાયના,, અન્ય ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમના જાતક માટે આ સપ્તાહ સાનુકૂળ એવમ સરેરાશ રહેશે. નાના વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ અથવા પ્રતિકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. પરિવાર તરફથી સાથ સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી માટે હળવું લાભકારી સપ્તાહ. ૨૬, ૨૭ ઓગસ્ટ સાધારણ જણાશે.
(૩) મિથુન : પરિશ્રમી વર્ગ, કારીગર વર્ગ, શિલ્પી વર્ગના તમામ જાતક માટે આ સપ્તાહ ભારે કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ લાભદાયક નીવડશે. સીઝનલ વ્યાપારી જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક તથા ભાગદોડ વાળું જણાશે. ઈલેક્ટ્રીકલ્સ રીલેટેડ ઉદ્યોગ ધંધાના જાતક માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ રહેશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમના જાતક તથા સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ મધ્યમ અથવા અર્ધ-લાભકારક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી તથા સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ-લાભદાયક નીવડશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૨૫ તથા ૨૬ ઓગસ્ટ સામાન્ય રહેશે.
(૪) કર્ક : પ્રાથમિક શાળાના શિક્ષક, એકાઉન્ટ્ન્સી ફર્મસ ના જાતક માટે આ સપ્તાહ અતિ લાભદાયી જણાશે. ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા ફાર્માકેમિલ્સ તથા ફાર્માસ્યુટીક્લ્સના જાતક માટે આ સપ્તાહ ભાગદોડીયું તેમજ હળવું લાભદાયક નીવડશે. ઓર્ગેનિક ખાતર કે તેને સંબંધિત એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. ડેરી એવમ ડેરી ઉત્પાદ એકમના જાતક માટે બહુ લાભકારી સપ્તાહ. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપારી જાતક માટે લાભકારી સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે અતિ વ્યસ્ત સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભકારી જણાશે. વિદ્યાર્થી, નિવૃત્ત, મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ લાભકારી રહેશે. ૨૭ ઓગસ્ટ સામાન્ય નીવડશે.
(૫) સિંહ : આયુર્વેદિક ઔષધિ એવમ-હર્બલ ઔષધિ, હર્બલ પ્રોડકટના ઉત્પાદક જાતક તથા, વિક્રેતા જાતક માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. મરીન એન્જીનીયરીંગ શાખાના જાતક, શીપીંગ, બોડી બિલ્ડીંગ, ગેરેજ-રીપેરીંગ મેઈન્ટેનન્સ સર્વિસ/વર્કસ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ વ્યસ્ત તેમજ મધ્યમ લાભકારી નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્ર કર્મચારી માટે આ સપ્તાહે ભારે કામકાજનો બોજ રહેવા સંભવ અને સંયોગ. પરિવાર તરફથી સાથ સહકારના યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી વર્ગ માટે લાભદાયી સપ્તાહ. ૨૯ ઓગસ્ટ સામાન્ય રહેશે.
(૬) કન્યા : હેવી & હ્યુજ મશીનરીઝ ધરાવતા ઔદ્યોગિક એકમના જાતક તથા મોટા ઉદ્યોગ, ધાતુ ઉદ્યોગ સમેત, આ સિવાયના અન્ય મોટા ઔદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડશે. શેર બજાર તથા કોમોડીટી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડશે. ફેરી કરતા, ગલ્લા પર વ્યાપાર કરતા પરિશ્રમી એવમ વ્યાપારી જાતક માટે આ સપ્તાહ ખૂબ જ લાભકારી રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું લાભકારી અને અતિ વ્યસ્ત જણાશે. સગા સાથે વાદ વિવાદ થવાની સંભાવના. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૨૬ ઓગસ્ટ સામાન્ય નીવડશે
(૭) તુલા : ટૂર & ટ્રાવેલ્સ એજંસીઝ તથા હોટેલ બુકિંગ સાથે જોડાયેલા તમામ જાતક તથા પબ્લીક ટ્રાન્સ્પોર્ટેશન એકમના જાતક માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. હસ્ત કલા તથા અન્ય કલાકારીના ઔદ્યોગિક વ્યાપારી એકમ વાળા જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ ખુબ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રના તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ આંશિક લાભદાયી નીવડશે. મિત્ર વર્તુળ સાથે સુમેળ નો સંયોગ યથાવત જણાશે. વિદ્યાર્થી, નિવૃત્ત, ગૃહિણી એવમ મહિલા કર્મી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૨૮ તથા ૩૦ ઓગસ્ટ સાવ સામાન્ય રહેશે.
(૮) વૃશ્ચિક : તમામ પ્રકારના ખાનગી શૈક્ષણિક એકમના જાતક એવમ સરકારી શૈક્ષણિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું કે આંશિક લાભદાયક નીવડશે. તમામ પ્રકારના સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત એવમ ભાગ દોડ વાળું રહેવાના સંયોગ. આ સિવાયના, તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર-વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભકારી જણાશે. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી એકમના તમામ કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. કુટુંબ તરફથી સુમેળ તથા સહકારના સંયોગ યથાવત. ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. ૩૦ ઓગસ્ટ સરેરાશ જણાશે.
(૯) ધન : કાયદો & વ્યવસ્થા વિભાગના અધિકારીઓ માટે આ સપ્તાહ હળવું તેમજ દોડધામ વાળુ તથા અતિ વ્યસ્ત નીવડશે. સરકારી શૈક્ષણિક સંસ્થાઓ એવમ ખાનગી શૈક્ષણિક સંસ્થાના તમામ જાતક માટે આ સપ્તાહ અતિ સામાન્ય નીવડશે. કલા તથા કારીગરી ક્ષેત્રના જાતક માટે આ લાભદાયી સપ્તાહ. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભદાયક તથા અનેક નવી તકો વાળુ જણાશે. ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. સ્નેહીઓ તરફથી સાથ સહકાર તથા આર્થિક લાભ મળવાના સંયોગ. નિવૃત્ત, ગૃહિણી, વર્કિંગ વુમન, વિદ્યાર્થી માટે આ લાભકારી સપ્તાહ. ૨૯ ઓગસ્ટ અર્ધ મધ્યમ જણાશે.
(૧૦) મકર : આ સપ્તાહે ધંધા-વ્યવસાયમાં અણધાર્યા લાભ મળવાની સંભાવના એવમ સંયોગ. ખાનગી એકાઉન્ટન્ટ્સ એવમ એકાઉંટસી એકમ (ફર્મ) કે તેને રીલેટેડ એકમના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે. ફુડ & બેવરેજીસ ના વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર-વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. નાના, છૂટક વ્યાપારી કે ફેરી કરતા જાતક માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત પણ લાભદાયક નીવડશે. મિત્રો, સ્નેહીઓ તરફથી સાથ સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી, તથા નિવૃત્ત માટે આ સપ્તાહ હળવું અથવા સાવ સાનુકૂળ નીવડશે. ૨૫ ઓગસ્ટ સાવ સામાન્ય નીવડશે.
(૧૧) કુંભ : રેડીમેડ ગાર્મેંટ્સ, ફેશન એસેસરીઝ, જનરલ ફેબ્રીક, કોસ્મેટીક, ફોટોગ્રાફી એવમ મોડેલીંગ સંબંધિત તમામ નાના મોટા તમામ ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યવસાયી એકમના જાતક તેમજ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ દરમિયાન અનેક પ્રકારે હળવો આર્થિક લાભ મળશે સાથોસાથ નવી તકો મળવાની પૂર્ણ સંભાવના. આ સિવાયના, અન્ય ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ પરંતુ લાભદાયક નીવડશે. રીટેઈલર માટે સાનુકૂળ સપ્તાહ. સરકારી ક્ષેત્રના કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ. નિવૃત્ત, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. ૨૫ ઓગસ્ટ સાવ મધ્યમ અથવા પ્રતિકૂળ નીવડશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન)
(૧૨) મીન: આ સપ્તાહ સરકારી ક્ષેત્રના અધિકારીઓ તથા કર્મચારીઓ માટે હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું નીવડશે. સાથોસાથ બદલી થવાના પણ સંયોગ એવમ શક્યતા. ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ સાવ સરેરાશ અથવા પ્રતિકૂળ નીવડશે. સર્વિસ બિઝનેસ તથા ફાઈનાન્સ એજન્સી તથા રીટેઈલર માટે આ સપ્તાહ અર્ધ સાનુકૂળ અથવા પ્રતિકૂળ પણ નીવડી શકે છે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર યથાવત રહેશે. વિદ્યાર્થી, મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃત્ત માટે આ સપ્તાહ પણ સામાન્ય નીવડશે. ૩૦ ઓગસ્ટ સાવ મધ્યમ રહેશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)
પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી, પોરબંદર ફોન. 09879499307
www.ishanastrovastu.in @@ www.ishanastrovastu.blogspot.com
… … …


