ચણા ને પાવડર બનાવી ને તેમાં કેળું, ખજૂર, દૂધ અને ગોળ નાખીને મિક્સ કરો અને શેક બનાવો
60 ગ્રામ ચણા
5 ગ્રામ ગોળ
1 ગ્લાસ દૂધ
2 ખજૂર
1 કેળું
ફાયદા:
શરીરમાં તાકાત વધે – ચણા અને ખજૂર માં પ્રોટીન અને આયર્ન ભરપૂર હોય છે, જે શરીરમાં ઊર્જા આપે છે.
થાક દૂર કરે – ગોળ અને દૂધ શરીરને તરત એનર્જી આપે છે, જે થાક દૂર કરવામાં મદદ કરે છે.
પાચન તંત્ર મજબૂત બને – ખજૂર અને કેળું પાચનને સુધારે છે અને પેટ સાફ રાખે છે.
સ્નાયુઓ મજબૂત બને – ચણા નો પ્રોટીન અને દૂધનું કેલ્શિયમ સ્નાયુઓ ને બળ આપે છે.
હેમોગ્લોબિન વધે – ગોળ અને ચણામાં આયર્ન હોય છે, જે લોહી વધારવામાં મદદ કરે છે.
વજન વધારવું હોય તો પણ ફાયદાકારક – નબળા અને દુબળા લોકો માટે આ ખૂબ પાવરફૂલ નાસ્તો છે.
Best Time: સવારે ખાલી પેટે અથવા મિડ મોર્નિંગ નાસ્તા તરીકે લેવું.
ડિસ્ક્લેમર: આ લેખમાં કરવામાં આવેલા દાવાઓ ઇન્ટરનેટ પર મળેલી માહિતી પર આધારિત છે. હોટલાઇન ન્યૂઝ.ઇન તેની સત્યતા અને ચોકસાઈની જવાબદારી લેતું નથી.


