By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ટુંક સમયમાં મિલકત નોંધણી ઘેર બેઠા થઇ શકશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ટુંક સમયમાં મિલકત નોંધણી ઘેર બેઠા થઇ શકશે
Top Newsભારત

ટુંક સમયમાં મિલકત નોંધણી ઘેર બેઠા થઇ શકશે

117 વર્ષ જૂના કાયદામાં ધરખમ ફેરફાર કરવામાં આવી રહ્યો છે : મિલકતની નોંધણી હવે ઓનલાઈન થશે : સરકાર નવું બિલ લાવી રહી છે : છેતરપિંડી અને દગાબાજી બંધ થશે : પારદર્શિતા આવશે

Hotline News
Last updated: May 29, 2025 12:12 PM
Hotline News - Editor Published May 29, 2025
SHARE

ઓનલાઈનના આ યુગમાં હવે મિલકત નોંધણી ઘરેથી પણ થશે. કેન્‍દ્ર સરકાર આ માટે કાયદો બનાવી રહી છે. વાસ્‍તવમાં, સરકારે એક નવું બિલ તૈયાર કર્યું છે, જેમાં મિલકતની ઓનલાઈન નોંધણીની સુવિધા શરૂ કરવાનો પ્રસ્‍તાવ છે. આ બિલ ૧૧૭ વર્ષ જૂના નોંધણી કાયદાનું સ્‍થાન લેશે. આ નવા કાયદામાં, વેચાણ કરાર, પાવર ઓફ એટર્ની, વેચાણ પ્રમાણપત્ર અને સમાન ગીરો જેવા દસ્‍તાવેજોની નોંધણી ફરજિયાત રહેશે. ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળના જમીન સંસાધન વિભાગે જાહેર ટિપ્‍પણીઓ માટે આ ડ્રાફ્‌ટ બહાર પાડ્‍યો છે. ઘણા રાજ્‍યોએ ઓનલાઈન નોંધણીને મંજૂરી આપવા માટે આ કાયદામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. નોંધણી કાયદો સમગ્ર દેશમાં લાગુ હોવા છતાં રાજ્‍યો કેન્‍દ્ર સાથે મળીને તેમાં ફેરફાર કરી શકે છે.

સરકાર આ બિલ દ્વારા ઇલેક્‍ટ્રોનિક નોંધણી પ્રમાણપત્રો અને રેકોર્ડ ડિજિટલ રીતે રાખવાની સિસ્‍ટમ શરૂ કરવા માંગે છે. દસ્‍તાવેજો ઓનલાઈન સબમિટ કરવા અને સ્‍વીકારવાની સુવિધા પણ હશે. આ ઉપરાંત, છેતરપિંડી અટકાવવા માટે આધાર આધારિત ચકાસણી સિસ્‍ટમનો પ્રસ્‍તાવ મૂકવામાં આવ્‍યો છે, જેમાં વ્‍યક્‍તિની સંમતિ જરૂરી રહેશે. જે લોકો પોતાની આધાર માહિતી શેર કરવા માંગતા નથી તેમના માટે અન્‍ય ચકાસણી વિકલ્‍પો પણ ઉપલબ્‍ધ થશે. સરકારે એવું પણ સૂચન કર્યું છે કે નોંધણી પ્રક્રિયાને વધુ સારી બનાવવા માટે, તેને અન્‍ય રેકોર્ડ-કીપિંગ એજન્‍સીઓ સાથે જોડવી જોઈએ, જેથી માહિતીનું આદાન-પ્રદાન સરળતાથી થઈ શકે.

ભૂમિ સંસાધન વિભાગ કહે છે કે તાજેતરના વર્ષોમાં ટેકનોલોજીના વધતા ઉપયોગ, સામાજિક-આર્થિક ફેરફારો અને નોંધાયેલા દસ્‍તાવેજો પર વધતી નિર્ભરતાને કારણે, આધુનિક નોંધણી માળખાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. દસ્‍તાવેજ ચકાસણી, સેવા વિતરણ અને કાનૂની નિર્ણયો જેવા કાનૂની અને વ્‍યવસાયિક બાબતોમાં નોંધાયેલા દસ્‍તાવેજોનો ઉપયોગ ખૂબ જ મહત્‍વપૂર્ણ બની ગયો છે. તેથી, આ બિલ સ્‍પષ્ટ કરે છે કે કયા સંજોગોમાં નોંધણી અધિકારી દસ્‍તાવેજ નોંધણી કરવાનો ઇનકાર કરી શકે છે. નોંધણી રદ કરવા માટે નિયમો બનાવવાની પણ જોગવાઈ છે, જે ચોક્કસ ધોરણો પર આધારિત હશે.

આ નવા કાયદા સાથે, મિલકત નોંધણીની પ્રક્રિયાને વધુ પારદર્શક, ઝડપી અને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઓનલાઈન નોંધણી અને ડિજિટલ રેકોર્ડ સમય અને પ્રયત્‍ન બચાવશે. આધાર ચકાસણી અને અન્‍ય વિકલ્‍પો છેતરપિંડીની શકયતા ઘટાડશે. ઉપરાંત, અન્‍ય એજન્‍સીઓ સાથે માહિતી શેર કરવાથી પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે. આ બિલ મિલકત સંબંધિત વ્‍યવહારોને સરળ અને વિશ્વસનીય બનાવવા તરફ એક મોટું પગલું હોઈ શકે છે. સરકારે લોકોને આ ડ્રાફ્‌ટ પર પોતાનો અભિપ્રાય આપવા કહ્યું છે, જેથી તેને વધુ સારી બનાવી શકાય.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
માત્ર નવ દિવસમાં બ્લડ કેન્સરનો ઈલાજ
Hotline News Hotline News May 23, 2025
સુરતના ઇતિહાસમાં સૌથી મોટો ઇ-સિગારેટનો જથ્‍થો કબજે
ધારાવીના કુંભારવાડાની જેમ વીએલટીના રહેવાસીઓને પણ ડીઆરપીના સંપૂર્ણ લાભ મળવાપાત્ર: CEO
નૂતનની પૌત્રી હોવા છતાં કોઈ ફાયદો થયો નહીં, તેણીએ ઓડિશન આપ્યું અને રિજેક્શનનો સામનો કરવો પડ્યો
દિલ્હી બ્લાસ્ટની વાંધાજનક પોસ્ટ પર કાર્યવાહી, 15ની ધરપકડ, નામ પણ જાહેર કરવા જોઈએ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?