દેશમાં યુનીફાઈડ પેમેન્ટ સિસ્ટમ એ અત્યંત લોકપ્રિય બની ગઈ છે અને તેનો ઉપયોગ પણ વધી રહ્યો છે પણ હવે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા જે આ સમગ્ર સીસ્ટમનું સંચાલન કરે છે. હવે બેન્કીંગની જેમ આ સેવા પર પણ કેટલીક લગામ લગાવવાનું શરૂ કર્યુ છે.
જે તા.1 ઓગષ્ટથી અમલી બનશે. ખાસ કરીને યુપીઆઈમાં 10 જેટલી સેવાઓનો સૌથી વધુ ઉપયોગ થાય છે તેનો ઉપયોગ મર્યાદીત થાય તે નિશ્ચિત કરશે. ખાસ કરીને ઓટો પેમેન્ટ સીસ્ટમનો જે કમાન્ડ છે તેના પર સૌથી મોટો નિર્ણય લેવાયો છે.
વિવિધ પ્રકારની સેવાઓ, બિલીંગ, પેમેન્ટ, સબક્રીપ્શન વિ. જે દર માસ કે ચોકકસ સમયે તે આપોઆપ પેમેન્ટ થઈ જાય તેના કારણે વ્યસ્ત સમયમાં પણ યુપીઆઈ ટ્રાફીક વધી જાય છે.
તેથી હવે તમામ યુપીઆઈ પેમેન્ટ એક ખાસ કયુ-લાઈનમાં હશે અને તે નોન વીક સમયે કે રાત્રીના સમયે જયારે યુપીઆઈ પર લેવડ દેવડ ઓછી-ધીમી હોય તે સમયે આ ઓટો પેમેન્ટ સિસ્ટમ એકટીવ થશે.
ખાસ કરીને સવારે 10થી1 અને સાંજે 5થી રાત્રીના 9.30 સુધી આ ઓટો પેમેન્ટ સિસ્ટમ કામ કરશે નહી અને તે સમયે રેગ્યુલર ટ્રાફિકને જ થવા દેવાશે. આ ઉપરાંત બેન્ક ખાતા જે યુપીઆઈ સાથે જોડાયેલા છે તેના બેલેન્સ ચેક કરવામાં જે રીતે વ્યવહારો થાય છે તેના બદલે હવે જે તે ટ્રાન્ઝેકશન થયા બાદ બેન્ક બેલેન્સ પણ આપોઆપ જાણ કરાશે.
જેથી તેના માટે અલગથી યુપીઆઈ ટ્રાન્ઝેકશનની જરૂર રહેશે નહી. આમ હવે વર્ષમાં 50 વાર જ યુપીઆઈ મારફત બેલેન્સ ચેક કરી શકાશે. યુપીઆઈ સિસ્ટમ પર બિનજરૂરી બોજો ઘટાડવા આ નિર્ણય લેવાયા છે.