By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કુંભ રાશિમાં રાહુનું  ભ્રમણ ૨૦૨૫
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > કુંભ રાશિમાં રાહુનું  ભ્રમણ ૨૦૨૫
Top News

કુંભ રાશિમાં રાહુનું  ભ્રમણ ૨૦૨૫

Hotline News
Last updated: May 15, 2025 4:49 PM
Hotline News - Editor Published May 15, 2025
SHARE

પં.ડો. હિતેષ એ. મોઢા

પોરબંદરનાં પ્રખ્યાત જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ ડો.હિતેષ મોઢા જણાવે છે કે જેનું નામ સાંભળતા ભલભલા અડીખમ જાતકો પણ એક વખત તો હલબલી જાય છે.  તે ગ્રહ રાહુ દિનાંક,   ૧૮ મે  ૨૦૨૫ ના રોજ  સાંજે ૫ વાગ્યે ને ૮ મિનિટે,   કુંભ રાશિમાં પ્રવેશ કરશે,  આ રાહુ ભ્રમણ  સમગ્ર આ સંસારના તમામ ક્ષેત્રે, તથા  જીવનમાં ઘણા બધા તબક્કે નિર્ણાયક નિવડે છે,  જડ-ચેતન પદાર્થો પર પ્રભાવી હોય છે. 

પૌરાણિક જયોતિષ  એવમ હિંદુ ઈતિહાસાનુસાર, શ્રીમદભાગવત પુરાણ અનુસાર  મહર્ષિ કશ્યપ અને તેની પત્નિ દનુ નો પુત્ર  વિપ્રચિતિના વિવાહ હિરણ્યકશિપુની બહેન સિંહિકા સાથે થાય છે, તેના પુત્રનું સિંહિકેય દાનવ,  દેવનો વેશ ધારણ કરી દેવોની સભામાં બીરાજમાન થયો હતો… અમૃતમંથન સમયે અમૃત વિતરણ સમયે આ સિંહિકાનો પુત્ર સિંહિકેય અમૃતનો ઘૂંટડો પીવા જાય કે રાજા સૂર્ય અને રાણી ચંદ્રએ ભગવાન વિષ્ણુને દિવ્ય શક્તિ દ્વારા જાણ કરી, શ્રી વિષ્ણુ ભગવાન પ્રગટ થઈને સુદર્શન-ચક્રથી આ દાનવનુ મસ્તક ધડથી અલગ કરી નાખે છે… બન્નેને અલગ અલગ વિરોધ્ધ દિશામાં ફેંકી દે છે.  કંઠ સુધી અમૃત હોવાથી મસ્તક અમર થઈ જાય છે. અને તે રાહુ  નામે ઓળખાય છે, પ્રસંગ કથા રૂપકાત્મક & પ્રતિકાત્મક છે, (અથવા હોય શકે) પણ તેની અંદર રહેલ બોધ તથા તથ્ય-સત્ય આજે એટલું જ પ્રસ્તુત અને ઉપયુક્ત છે. રાહુ એ ડીસેપ્શન, કોંસ્પરંસી યાને છળ-કપટ, માયાવી માહોલ, અને અભિનય અને સ્થિરતા-અસ્થિરતાનો જ કારક મનાય છે,  તેમ જ પંચમ સ્થાનમાં રહેલ રાહુ. તથા અષ્ટમ સ્થાન પર રહેલ રાહુ જીનેટીક પેટર્ન તથા પૈતૃક-આનુવંશિકતાનુ પણ  પ્રતિનિધિત્વ કરે છે… આયુર્વેદ-જ્યોતિષ અનુસાર બે પ્રકારના વંધ્યત્વ માટે આ સ્થાનનો આંશિક રીતે જવાબદાર મનાય છે…

પં. ડો હિતેષ મોઢા વિશેષ જણાવતા કહે છે કે  ધુમ્ર વાયુ તત્વનો આ છાયા ગ્રહ અતિ ક્રુર છે. કુંભ રાશિનું નૈસર્ગિક કુંડલી અનુસાર કાળ-પુરુષના દેહ શરીરના ગોઠણનો વિસ્તાર છે,  એકાદશમ સ્થાન પરથી  રાહુ પસાર થતો હોવાથી તેનુ સીધુ કાર્ય ક્ષેત્ર જાતકના ચરણ  પર રહેશે. રાહુનું આ ગોચર ભ્રમણ  પશ્ચિમ એવમ નૈઋત્ય કોણ,  દક્ષિણ દિશાના  વાસ્તુ દોષનો કારક પણ છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ રાહુ ભ્રમણ દરમ્યાન આ બન્ને કોણના દોષથી વિશેષ કાળજી લેવી.

”मेष वृषभ मिथुन कर्क कन्या कुंभेषु राहु दुष्टफलं न ददाते ।

अस्य राशिस्य जनानां अपि तथैव परिणाम विचार्यते ॥

અનુવાદ- મેષ વૃષભ મિથુન કર્ક કન્યા કુંભ રાશિમાં રાહુ અનિષ્ટ ફળ નથી આપતો. આ રાશિના ભાવકોએ આ કથનને ધ્યાનમાં લેવાનું રહે. !!!

મેડીકલ એસ્ટ્રોલોજી મુજબ   વાયુ તત્વના કારણે થતાં  પ્રકોપ, વિકૃતિથી,  તમામ પ્રકારના, વિવિધ ડિસઓર્ડર કે  દોષથી પીડાતા જાતકોએ  પોતાના આરોગ્ય પ્રત્યે વિશેષ કાળજી લેવી.  તેમજ આ વાસ્તુશાસ્ત્ર અનુસાર  પૃથ્વી તત્વનો પણ સ્વામી થતો હોવા થી  વાયુ એવમ પૃથ્વીના સંયોજનથી  ઉત્પન્ન થતા વિકાર પણ ( પ્રકૃતિ ) પર ખાસ ફોક્સ કરવું. એકલું પૃથ્વી તત્વ જ ખરાબ નથી બનતું સાથે જલ તત્વનો અભ્યાસ કરવો ઘટે. એવમ ગૃહ કે અન્ય પરિસરમાં નૈઋત્ય કોણના દોષથી ખાસ બચવું, એવમ કુંભરાશિ જાતકોએ શનિનું પન્નોતિનું પણ નિવારણ કરી લેવું જેથી આ બધા દોષ ઉગ્ર કે પ્રચંડ ન બની જાય !!!

વાયુ તત્વની કુંભરાશિમાં રાહુનું આ ભ્રમણ  + કુંભ રાશિ;  આ બન્નેનું કાર્ય ક્ષેત્ર કેવળ ને કેવળ મૂળાધાર ચક્ર  છે. આથી શિક્ષિત આયુર્વેદાચાર્યની પરામર્શાનુસાર  કાળજી લેવી.  ચક્રો બેલેંસ ને ચક્રો ક્લિનઝીંગ જેવા બકવાસ ને બજારુ  ઉપાયોથી દૂર રહેવું.

કુંભરાશિમાં રાહુના ભ્રમણ થી વિધ-વિવિધ ક્ષેત્રો તથા ભૌગોલિક સ્થાન પર કેવા પ્રકારની અસર થશે તે અંગે ડો. હિતેષ મોઢા જણાવે છે કે ન જોયા હોય તેવાં દ્રશ્યો વિશ્વ સામે  ઉજાગર થશે. અલમોસ્ટ, મીનના રાહુ જેવું પરિવર્તન કુંભમાં પણ જોવા મળશે. વિશ્વ સ્તરે ચાલતાં છળ કપટ અને ષડયંત્રો જાહેર થવાંની સંભાવનાં. દેશમાં એગ્રીકલ્ચર ક્ષેત્રે પરિવર્તન થવાંની શકયતાઓ. કૃષિ ક્ષેત્ર વધારે ફળદ્રુપ બને તેવી સંભાવનાં.

વાયવ્ય દેશો, પશ્ચિમ દેશો દ્વારા વિનિમય વ્યાપાર વગેરે વગેરે. રાજકીય ક્ષેત્રે ચિત્ર હળવું  અસ્પષ્ટ  જણાશે.  દેશમાં શાસક પક્ષ માટે આ રાહુ ભ્રમણ લાભદાયક રહેશે. રણવિસ્તારના દેશ માટે સાનુકૂળ સમય. રાજકીય ક્ષેત્રે અણધાર્યા પરીવર્તનની સંભાવના. 

ભારતિય રાજકારણમાં અનેકવિધ નવા દ્રશ્યો જોવા મળે તેવી પૂર્ણ  શકયતા.  આ ભ્રમણમાં  પણ નિર્ણાયક કે માઈલ સ્ટોન પરિવર્તન ત્થા  આંતરિક સ્થિરતા–પ્રગતિની સંભાવનાં. શાસક પક્ષ ફરીથી  શાસન સંભાળે તેવી સંભાવના જણાયછે.  કુંભરાશિનું રાહુ ભ્રમણ, વર્તમાન શાસક પક્ષ માટે લાભકારક નીવડે તેવી સંભાવનાં. અને એંટી હિંદુ અને એંટી રાષ્ટ્ર એજંસી માટે આ ભ્રમણ સરેરાશ રહેશે.

આ ભ્રમણ સમયે  રાહુ પ્રધાન વ્યક્તિ વધારે પ્રબળ બની શકે છે. અથવા તોફાનોની સંભાવનાં. તેમ આંતકવાદી સંગઠનો માટે આ રાહુ ભ્રમણ પણ હાનીકારક રહેશે.

વાયવ્ય એવમ પશ્ચિમિ દેશોમાં આર્થિક તથા સામાજીક ચડાવ ઉતાર. આફ્રિકા, દક્ષિણ અમેરીકા, રશિયા – ચીન, જાપાનમાં કુદરતી આપદા. પશ્ચિમિ દેશમાં માનવ સર્જીત આપતિની સંભાવના. 

વૈદિક જ્યોતિષ-આયુર્વેદ સમેત તમામ પ્રાકૃત વિજ્ઞાનો વિશ્વ સમક્ષ એક ઉદામ કક્ષાએ પહોંચશે, આ રાહુ ભ્રમણ પણ પ્રાકૃત વિજ્ઞાન માટે લાભદાયક નીવડશે.  જમીન, મકાન અને બાંધકામ ક્ષેત્રે તેજી-મંદીનું વાતાવરણ જોવા મળશે.  સોના-ચાંદી તથા તાંબામાં ઉછાળાની સંભાવનાં. ફાર્માસ્યુટિક્લ્સ તથા શેર બજાર માં ચડાવ જોવા મળશે. 

 કુંભ રાશિના રાહુ ભ્રમણનો ઓવર ઓલ,અભ્યાસ કરતા માલુમ થાય છે આ ભ્રમણ  બહુ ગંભીર ફળ આપનાર નથી, છતાં રાહુ એવમ શનિ પ્રધાન લોકોના છળ,કપટ, પ્રપંચથી કાળજી લેવી.

રાહુ નું કુંભરાશિ ભ્રમણનું રાશ્યાદિ ફળ

મેષ :- આ ભ્રમણથી જૂની બીમારીમાં રાહત થવા અથવા સંપૂર્ણ પણે ક્યોર થવાની શકયતા. ધન સંચય એવમ પ્રાપ્તીના અનેકોનેક સંયોગ,  સરકારી કર્મચારીઓ માટે આ ભ્રમણ લાભદાયક નીવડશે.  નવા વાહન અને મકાનની ખરીદીના સંયોગો.નોકરીમાં પ્રમોશનના સંયોગ. જૂની લેણી પાકવાની સંભાવના સાથે વારસો મળે તેવી સંભાવના. પરિવારમાં સુમેળના સંયોગ.

વૃષભ :-   કર્મ સ્થાનેથી રાહુનું આ ભ્રમણ, જાતકના  સ્થાવર અને જંગમ સંપતિમાં અનેક ગણો વધારો કરશે. સાથે સમૃદ્ધિ, સંપદા, વિત માટે ઉત્તમોત્તમ. આવકમાં અનેક ગણી વૃદ્ધિ થશે. કર્મભૂમિમાં રીયાલ્ટીમાં રોકાણ માટે આ ભ્રમણ ઉત્તમ નીવડશે.  વિદેશ પ્રવાસના ઉત્તમ સંયોગ. વિદેશથી આર્થિક લાભ. તમામ જાતક માટે અતિ લાભકારી ભ્રમણ   કર્મોન્નતિ+ વિત વૃદ્ધિ નિરામય આરોગ્ય = આ ભ્રમણ.

મિથુન :- મૂળ  ત્રિકોણમાં સમાન તત્વની રાશિ પરથી,  ભાગ્ય સ્થાનેથી ભ્રમણ, જાતકને અનેક પ્રકારે સંપતિ, સંપન્નતા અપાવે છે, અને આપે પણ છે. ધન સંચયમાં વધારો થાય તેવી સંભાવના ધંધા વ્યવસાય હેતુ વિદેશ પ્રવાસ થાય તેવી પૂર્ણ સંભાવના. આ ભ્રમણ દરમિયાન, જાતકનું આરોગ્ય નિરામય રહેશે. અધ્યાત્મ ના માર્ગે વિહરણ થાય તેવી પણ સંભાવના.

કર્ક :-  આ રાશિ  માટે  આ રાહુ ભ્રમણ અતિ લાભકારી અમે શ્રેયકારી નીવડશે. આ ભ્રમણ દરમિયાન મોટા આર્થિક લાભ એવમ આકસ્મિક લાભ મળવાની પુષ્કળ સંભાવના નકારી શકાતી નથી.  વિદેશગમનની સંભાવના, અધૂરા રહેલા કામ કે ભાગ્ય આ ભ્રમણ દરમિયાન સફળતા પૂર્વક, ફળદાયક રૂપે પૂર્ણ થશે. ભાગીદારીના ધંધા વ્યવસાય માટે  પ્રગતિકારક રહેશે.

સિંહ :- દામ્પત્ય જીવનમાં હળવા ચડાવ ઉતાર જોવા મળે તેવી સંભાવના. સાથે અવૈધ સંબંધ હોય તો તે પ્રકાશિત થવાની સંભાવના.  ભાગીદારીના ધંધા ઉદ્યોગમાં વિશેષ કાળજી રાખવી, બને તો વહીવટ બધા સ્પષ્ટ રાખવા. વાણી અને અહંકાર પર નિયંત્રણ રાખવું નહીં તો અનેક સંબંધો વણસી જવાની તેમજ ધંધા વ્યવસાયમાં ખોટ જવાની સંભાવના.

કન્યા :-   આ રાશિ  માટે  આ રાહુ ભ્રમણ અતિ લાભકારી અમે શ્રેયકારી નીવડે છે, તેમ સામે રાહુ કોઈ પણ પ્રકારનું હાનિકારક ફળ/પરિણામ/ પ્રતિક્રિયા આપતો નથી, આથી, કન્યા રાશિને બેઉ રીતે, આ રાહુ ભ્રમણ લાભકારક નીવડશે. ધંધા વ્યવસાયમાં પારાવાર લાભ અને અનેક વિધ નવી નવી તક સાંપડે તેવી સંભાવના.

તુલા :-  શેર બજાર અને જુગાર/સટ્ટામાંથી લાભદાયક કમાણી થવાંની સંભાવના. ઉધાર ઉછીના પૈસા ન આપવા તેમ નવા ધંધા- વ્યવસાયમાં રોકાણ કરતા પહેલા ઉચિત પરામર્શકની પરામર્શ લેવી અતિ ફાયદાકારક નીવડશે. પિતા અથવા પુત્ર સાથે ખટરાગ થવા સંભવ. આ બે સંબંધોમાં બને તો આ ભ્રમણ દરમિયાન જતું કરવું.

વૃશ્ચિક :- ચતુર્થ ભવન પરથી  રાહુનું ભ્રમણ+ દશમ ભાવે થી કેતુનું ભ્રમણ, સરેરાશ પરંતુ સાનુકૂળ હોય છે,  આથી, વાહન એવમ કર્મ સ્થાન સંબંધિત થોડી વિશેષ કાળજી રાખવી, તેમજ ઉગ્રતા અને ઉતાવળ વૃતિ પર નિયંત્રણ રાખવું. જાહેર ક્ષેત્ર એવમ રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ ભ્રમણ હળવું પ્રતિકૂળ જણાશે.

ધન :-   રાહુ ધન રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરશે, જે ભાવક માટે સુવર્ણ કાળ સાબિત થઈ શકે છે. આ ભવન મિત્ર,  તથા અનેક વિધ અવસર સાથે જોડાયેલ છે, આથી, આ ભ્રમણ દરમિયાન મિત્ર દ્વારા અનેક પ્રકાર લાભ થવાની શક્યતા. સાથે ધંધા વ્યવસાય ક્ષેત્રે અનેક નવા નવા લાભકર્તા અવસર પ્રાપ્ત થશે.

ચતુર્થ સ્થાને  રાહુ,  દશમ ભાવે થી કેતુ ભ્રમણ, બહુ જ લાભકારી સાબીત થશે, તેમ સાથો સાથ  અકારણ માનસિક તણાવ રહેવા પામે તો મનોરંજન એવમ બહાર ફરવાનું રાખવું. કાર્ય ક્ષેત્ર હળવી સફળતાની શરુઆત થશે, કોઈ ઉતાવળ ન કરવી. રાજકીય લોકો માટે આ ભ્રમણ હળવું પ્રતિકૂળ જણાશે.

મકર :- મકર રાશિ માટે રાહુનું આ ભ્રમણ તેના બીજા ભવન પરથી થઈ રહ્યું છે, વાણી અને વિતના વ્યય બાબતે વિશેષ તકેદારી રાખવી. છળકપટનો ભોગ ન બની જવાય તેની સાવચેતી રાખવી. તેમજ સ્વાસ્થ્ય  અંગે ધ્યાન રાખવું. સંસાર ત્યાગી આત્માએ બોલવામાં ધ્યાન રાખવું.

કુંભ  :-   કુંભ રાશિના જાતકો માટે  આ રાહુ ભ્રમણ બહુ જ સાનુકૂળ અને લાભદાયક નીવડશે પારિવારિક સંબંધ સુધરતા જણાશે. પન્નોતિનો ઉગ્ર પ્રભાવ ન્યુન રહેશે. હળવા હળવા નાણાકીય લાભ થયા કરશે. વધુ સકારાત્મક પરિણામ રાહુકેય તેલનું અભ્યંગ એવમ દીપ કરવા જોઈએ.

મીન:-  મીન રાશિના ભાવકો માટે આ ભ્રમણ સરેરાશ એવમ સાનુકૂળ રહેશે તેમ છતાં ભાવકો એ યોગ અને વ્યાયામ  દ્વારા પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ધંધા વ્યવસાયમાં સરેરાશ રહેશે, સામે ગુરુનું મિથુન રાશિનું ભ્રમણ આ ભરપાઈ પૂરી શકશે, આથી, કોઈ ચિંતાનું કારણ નહીં રહે.

{{ ઉપરોકત ફળકથન લગ્ન કુંડલી આધારીત હોતા અંતિમ તેમ સત્ય ન માનવું. સાથે જન્મ કુંડલીનો અભ્યાસ જરુરી હોય છે. ચંદ્ર કુંડલી કરતાં લગ્ન કુંડલીનુ ફળકથન વધુ સચોટ રહે છે, રાહુ ભ્રમણની બાબતે.}}

||  અસ્તુ ||

પં.ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ,
ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી
પોરબંદર ફોન. 09879499307 —https://wa.me/+919879499307
www.ishanastrovastu.com @@ www.ishanastrovastu.blogspot.com

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
આરોગ્ય
મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ પોપકોર્ન બ્રેઈન સિન્ડ્રોમ સર્જે છે : ચિંતાજનક સ્થિતિ
Hotline News Hotline News January 28, 2025
ભારત-પાકિસ્તાન એશિયા કપની ફાઈનલની આશા ફરી જીવંત થઈ! શ્રીલંકાનો પરાજય રસપ્રદ સમીકરણ
જો તમને પણ ગમે ત્યારે ભૂખ લાગે તો સાવધાન રહો આ સારા સંકેત નથી
ઘરની છતથી લઈને અનાજ સુધી… સરકારે 2026ની વસ્તી ગણતરીમાં પૂછ્યા આ 34 પ્રશ્નો, શું તમારી પાસે દરેક જવાબ છે?
Aajnu Rashifal: આજનો દિવસ આવક વધારવાનો રહેશે, જાણો તમારા જન્માક્ષર
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?