પહેલગામ ત્રાસવાદી હુમલાના દોષિતોને પાઠ ભણાવવા કટીબદ્ધ ભારત કલાકોમાં હુમલો કરશે તેવા દાવા સાથે ફફડી રહેલા પાકિસ્તાને નવી કાગારોળ શરૂ કરી દીધી છે.
પાકિસ્તાનના સરકારી મીડીયા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતના ચાર રાફેલ વિમાનો પાકિસ્તાની સીમામાં ઘુસી ગયા હતા અને પાકિસ્તાન કાંઈ કરી શકે તે પુર્વે પાછા ફરી ગયા હતા.
પાકિસ્તાની બ્રોડકાસ્ટર પીટીવીના રિપોર્ટ મુજબ વાસ્તવિક અંકુશરેખામાં ઓપરેશન દરમ્યાન રાફેલ તથા સુ-30 એમકેઆઈ લડાકુ વિમાન જોવા મળ્યો હતો. પાક વાયુસેના તેનો પીછો કરે તે પુર્વે પરત ફરી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડર પર ભારતે સૈન્ય ગતિવિધિ વધારી જ દીધી છે. ડ્રોનથી પણ વોચ રાખવામાં આવી રહી છે. પાકિસ્તાની પ્રધાને જ 24-36 કલાકમાં હુમલો થવાની ચેતવણી આપી હતી. ભારત સરકારે સૈન્યને ગમે તેવા હુમલા કરવાની છુટ્ટ આપી જ છે અને હાલત અત્યંત તનાવપૂર્ણ છે.


