કેન્દ્ર સરકારે બધા નાગરિકો માટે ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે, પબ્લિક વાઈ-ફાઈ નેટવર્કનો ઉપયોગ કરીને નાણાંકીય લેવડ-દેવડ અને સંવેદનશીલ ગતિવિધીઓ ન કરો.
કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, વિમાન મથકો, કોફીશોપો અને જાહેર સ્થળો પર મફત પબ્લિક વાઈ-ફાઈ સુવિધાજનક લાગી શકે છે.પરંતુ તે આપની ખાનગી અને નાણાંકીય જાણકારી માટે ખૂબ જ જોખમભર્યુ બની શકે છે.
આમાંથી અનેક પબ્લિક વાઈ-ફાઈ નેટવર્ક ઉચિત રીતે સુરક્ષિત નથી જેથી તે હેકર્સ અને કૌભાંડકારો માટે સરળ લક્ષ્ય બની જાય છે. ડિઝીટલ સુરક્ષા જાગૃતિને મજબૂત બનાવવા માટે ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે પોતાની ‘જાગૃતિ દિવસ’પહેલ અંતર્ગત આ નવુ રિમાઈન્ડ જાહેર કર્યું છે. એડવાઈઝરીમાં નાગરિકોને પબ્લિક વાઈ-ફાઈ નેટવર્ક પર બેન્કીંગ કે ઓનલાઈન શોપીંગ જેવી સંવેદનશીલ ગતિવિધીઓ કરવા પ્રત્યે ચેતવ્યા છે.