પહેલગામ હુમલાના પગલે ફરી એક વખત ત્રાસવાદ મુદે પાકિસ્તાન એ ભારતના ટાર્ગેટ પર આવી ગયુ છે અને ગઈકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી કેન્દ્રીય કેબીનેટની સલામતી અંગેની બેઠકમાં પાકિસ્તાન સાથેની સિન્ધુ જળ સમજુતી ને હોલ્ડ પર મુકીને આગામી સમયમાં પાકના પંજાબ પ્રાંત માટે મુશ્કેલીના દિવસો આવી રહ્યા છે તે સંકેત આપી દીધો છે.
તો વાઘા બોર્ડર પર આવાગમન પણ સ્થગીત કરીને દિલ્હી ખાતે હાલ ડી-ગ્રેડ રહેલી પાક દૂતાવાસ કચેરીના મીલીટ્રી એટેચી (સલાહકાર) ને પણ પાકિસ્તાન પરત જવા જણાવ્યુ છે અને હજુ વધુ રાજયમાંથી પગલા આવશે પણ મહત્વનું ભારત લશ્કરી પગલા કયારે અને શું લેશે તેના પર નજર છે.
અગાઉ આ પ્રકારના હુમલાના 11થી12 દિવસમાં સર્જીકલ સ્ટ્રાઈક થઈ હતી અને ગઈકાલે સંરક્ષણમંત્રી શ્રી રાજનાથ સિંઘે સૈન્યના ટોચના નેતૃત્વ સાથે અઢી કલાક લાંબી બેઠક યોજી હતી તે સૂચક છે અને તેઓએ ખાતરી આપી કે બહુ જલ્દી પાકિસ્તાનને આકરો જવાબ આપવામાં આવશે તો વિદેશ સચીવે પણ કહ્યું કે આ હુમલા માટે જેઓ જવાબદાર છે તેઓ ‘ન્યાય’ થશે.
દેશના સૈન્યને પણ હાલ સર્વોચ્ચ એલર્ટ પર મુકી દેવામાં આવ્યુ છે અને ભારત કોઈ પ્રકારે હુમલો કરશે તે નિશ્ચિત હોવાનું પાક પણ બચાવ માટે દોડાદોડી કરી રહી છે. ભારત પ્રથમ તો અંકુશ રેખા પર જે યુદ્ધવિરામ છે તેને ફગાવી દેશે. આ માટે કોઈ સતાવાર જાહેરાતની જરૂર નથી તો હવે સર્જીકલ સ્ટ્રાઈક વધુ મોટી હશે.
અગાઉ પણ લશ્કરે તોયબાનું બહાવલપુર ભારતના આકાશી હુમલાનું શિકાર બન્યું પણ હવે પાકિસ્તાન વધુ સજાગ છે તેમ હવેનું લશ્કરી ઓપરેશન ખૂબ જ મહત્વનું બની જશે અને ભારતે પુરા યુદ્ધની તૈયારી રાખવી પડશે તો આ માટે અમેરિકા-રશિયા જેવા દેશો સાથે પણ સંતલત કરવી પડશે.
હાલ તો ડિરેકટર જનરલ ઓફ મિલીટ્રી ઓપરેશનના નેજા હેઠળ સૈન્યની ત્રણેય પાંખ તેના આયોજન અને તૈયારીમાં વ્યસ્ત બની ગઈ છે અને ટુંક સમયમાં કેબીનેટની બેઠક પણ તેને મંજુરી આપશે પણ હવેનુ પગલુ પાકમાં ‘ખોફ’ પેદા થાય તેવુ હશે તે નિશ્ચિત છે.
હવેના હુમલામાં નવા મેળવાયેલા રાફેલ વિમાનને પ્રથમ વખત હવે આકાશી યુદ્ધમાં જોડાશે અને મીરાજ-2000 તથા સુખોઈ-30 એમકેઆઈની સ્કવોડ્રન પણ સામેલ થશે. આ સ્થિતિમાં ઈઝરાયેલ પાસેથી મેળવાયેલા કિસ્ટલ મેઝ મિસાઈલ અને સ્પાઈસ-2000 ગાઈલ્ડ મેનેટ્રેશન બોમ્બ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
ગાઝામાં પેલેસ્ટાઈનના એન્ડરગ્રાઉન્ડ મથકોને એક જમીનની અંદર જઈને તોડી પાડવામાં આ બોમ્બની ભૂમિકા મહત્વની બની રહી હતી. ભારત-પાક વચ્ચે 778 કીમીની જે અંકુશરેખા છે તે સૌથી વધુ એકશનમાં આવશે તો ગુજરાત-પંજાબ સરહદો પણ જબરુ એલર્ટ જરૂરી બનશે.
આ ઉપરાંત કાશ્મીરમાં ત્રાસવાદી ઘૂસણખોરી માટે જે પાક સેનાએ લોન્ચપેડ ઉભા કર્યા છે તેને ઉડાવી દેવાનો વિકાસ પણ છે અને જરૂર પડે પાક કબ્જાના કાશ્મીરમાં પણ ભારતીય સેના ઘુસી શકે છે અને આ સમયે ભૂમીદળ માટે 90 કીમી રેન્જના સ્મેર્શ્ચ- અને 45 કી.મી. રેન્જના પીનાક રોકેટ સિસ્ટમની ભૂમિકા જ મહત્વની બની જશે.
જે રીતે ત્રાસવાદીઓએ ઠંડે કલેજે સમગ્ર ઓપરેશન પાર પાડયું તેનો જવાબ મોટો આપવો પડશે. ભારત જે કંઈ કરશે તે ટાર્ગેટેડ જ હશે અને ખાસ કરીને ત્રાસવાદી તાલીમ કેમ્પ અને તેની સુવિધાઓ પર હુમલા હશે. જેમાં જેને આઝાદ કાશ્મીર તરીકે ઓળખાયા છે તે પાક કબ્જાના કાશ્મીરના હાજીપીર પાસ- જે સમુદ્રની સપાટીથી 8661 ફુટ ઉંચે પીર પેથલ પર્વતમાળા છે તે અંકુશ રેખા નજીક જ છે અને તે ત્રાસવાદીઓના આવાગમનનો રૂટ છે.
ભારતે 1965ના યુદ્ધમાં હાજીપીર પર કબ્જો કર્યો જ હતો પણ બાદમાં બન્ને દેશો વચ્ચેની સમજુતીમાં ભારતે તે પ્રદેશ પરત કર્યા પણ તે હવે ભારત પાક કબ્જાના કાયમી નિયંત્રણ માટે આ સમગ્ર કબ્જે કરી શકે છે જેથી ત્રાસવાદી ઘુસણખોરી માર્ગ પર ભારતની વોચ આવી જશે.
ભારત હવે આ પ્રકારના મોટા અને ટાર્ગેટેડ લશ્કરી ઓપરેશનમાં ત્રણેય સેનાને સામેલ કરશે જે રીતે પાકના દરિયાઈ વ્યાપારને ફટકો મારવા 1971ના યુદ્ધની માફક કરાચી બંદર પર નેપલ સ્ટ્રાઈકની તૈયારી રાખશે પણ જો યુદ્ધ વિસ્તરશે તો જ આ વિકલ્પ પસંદ કરાશે. આ માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ એલર્ટ અપાશે. ખાસ કરીને જે રીતે બે મહાકાય રીફાઈનરી સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવી છે તેથી તેની સુરક્ષા મહત્વની બની જશે.