મુંબઈ: અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની પેટાકંપની અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. એ મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજીઅન(MMR) માં વીજળીના આંતરમાળખાને મજબૂત બનાવવાની દીશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને કુડુસ અને આરે વચ્ચે ૧,૦૦૦ મેગાવોટ હાઇ-વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ (HVDC) ટ્રાન્સમિશન લિંક શરૂ કરી છે.

ગીચ શહેરી વાતાવરણની મર્યાદાઓમાં કાર્ય કરવા સક્ષમ બનાવવાના ધ્યેયથી ડિઝાઇન કરવામાં આવેલા આ પ્રકલ્પમાં ૩૦ કિ.મી.ની ઓવરહેડ લાઇન અને ૫૦ કિ.મી.ના ભૂગર્ભ કોરિડોરનો સમાવેશ થાય છે, તેમાં વિશ્વનું પ્રથમ કોમ્પેક્ટ HVDC સબસ્ટેશન પણ છે.
ઓક્ટોબર ૨૦૨૦માં મુંબઈમાં સર્જાયેલા બ્લેકઆઉટની સ્થિતિએ મુંબઇ શહેરના વીજ પુરવઠામાં રહેલી નબળાઈઓ ઉજાગર કરી હતી. આવી સ્થિતિનું પુનરાવર્તન ટાળી શકાય તે માટે આ પ્રકલ્પમાં ગ્રીડની સ્થિતિસ્થાપકતા અને વિશ્વસનીયતાને મજબૂત બનાવવા માટેના વ્યાપક દબાણને લક્ષ્યમાં લેવામાં આવી છે.
મુંબઈ અને મુંબઇ મેટ્રોપોલિટન રીજીઅનને શહેર બહારથી વધુ વીજળી ખેંચવા સક્ષમ બનાવવાનો ઉદ્દેશને આવરી લેતી આ લિંકના મૂળમાં અન્ય પ્રદેશોમાં ઉત્પન્ન થતી નવીનીકરણીય ઉર્જા લાવવાની બાબતનો સમાવેશ થાય છે. મુંબઈ પહેલેથી જ રાષ્ટ્રીય ગ્રીડ સાથે જોડાયેલ છે, ત્યારે ખાસ કરીને નવીનીકરણીય ઉર્જા એકીકરણ માટે HVDC લિંક વધુ નિયંત્રિત, કાર્યક્ષમ અને ઉચ્ચ-ક્ષમતાવાળા વીજ પ્રવાહને સક્ષમ કરીને આ જોડાણને વધારે છે.
ભારતના સૌથી વધુ ઉર્જા-સઘન શહેરી ક્લસ્ટરોમાંના મુંબઇ મેટ્રોપોલિટન રીજીઅનમાં પુરા પાડવામાં આવતા વીજ પુરવઠામાં આ વ્યવસ્થા પરિવર્તન દર્શાવવા સાથે વધારાની ૧,૦૦૦ મેગાવોટ ક્ષમતા આ મહાનગરની ઉત્પાદન પર નિર્ભરતા ઘટાડી ગ્રીડની સ્થિતિસ્થાપકતામાં સુધારો કરવા ઉપરાંત મોટા પાયે આઉટેજનું જોખમ ઘટાડે છે.
આ વિકાસ ભારતની વધતી જતી નવીનીકરણીય ઉર્જા ક્ષમતાને ટેકો આપવા માટે આધુનિક ટ્રાન્સમિશન આંતરમાળખાનું નિર્માણ કરવા ઉપરના અદાણી એનર્જી સોલ્યુશન્સના સતત વ્યાપક આયામો દર્શાવે છે. શહેરી વિસ્તારોમાં માંગમાં થઇ રહેલા ઉત્તરોત્તર વધારાના કારણે ડીકાર્બોનાઇઝેશનના લક્ષ્યોને આંબતી વેળા ટકાઉ વિકાસના ચક્રને સતત ફરતું રાખવા માટે શહેરની ગ્રીડમાં લાંબા અંતરની સ્વચ્છ ઉર્જાને એકીકૃત કરવી મહત્વની બની રહી છે.
ખાસ કરીને સાંકડી જગ્યા-અવરોધિત શહેરી વાતાવરણમાં વીજળીના પ્રવાહના ઝડપી અને વધુ સુનિશ્ચિત નિયંત્રણ માટે સક્ષમ બનાવી વોલ્ટેજની સ્થિરતામાં સુધાર સાથે ગ્રીડની વિશ્વસનીયતા વધારતા આ પ્રકલ્પમાં વોલ્ટેજ સોર્સ કન્વર્ટર (VSC) આધારિત HVDC ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પ્રકલ્પ વેગીલા વોલ્ટેજ સપોર્ટ, લાંબા અંતરના ટ્રાન્સમિશન દરમિયાન થતાં નુકસાનમાં ઘટાડો અને બ્લેક-સ્ટાર્ટ ક્ષમતા જેવા મુખ્ય ઓપરેશનલ લાભો પણ પુરા પાડે છે અને બાહ્ય સ્ત્રોત પર આધાર રાખ્યા વિના વીજ પુરવઠાના પુનઃસ્થાપનને સક્ષમ બનાવી અને આઉટેજની સ્થિતિમાં ઝડપી પુનઃપ્રાપ્તિને મોકળાશ આપે છે.
કુડુસ-આરે લિંક પ્રકલ્પ એ વિશ્વભરમાં સૌથી મોટા શહેરી HVDC માંનો એક છે અને તે મુંબઈ બહારથી મેળવાતી વીજળીના હિસ્સામાં નોંધપાત્ર વધારો કરવા ઉપરાંત શહેરમાં વીજ ઉત્પાદન ઉપરનું દબાણ ઘટાડશે. મેટ્રપોલિટન રીજીઅનમાં માંગ અનુસાર ગ્રીડની સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ના સીઈઓ કંદર્પ પટેલે જણાવ્યું હતું કે આરે-કુડુસ ટ્રાન્સમિશન લાઇન કાર્યાન્વિત થતાં મુંબઈને હવે અત્યાર સુધીના સૌથી ઝડપી HVDC પ્રોજેક્ટ્સમાંનો એક ઉચ્ચ વિશ્વસનીયતા સાથે મોટા પાયે નવીનીકરણીય ઊર્જાને સંકલિત કરવા સક્ષમ એક આધુનિક પાવર કોરિડોર ઉપલબ્ધ થયો છે. તેમણે ઉમેર્યું હતું કે અદ્યતન VSC-આધારિત HVDC ટેકનોલોજી દ્વારા સંચાલિત આ પ્રકલ્પ ગ્રીડની સ્થિરતા વધારી હાલના નેટવર્કમાં ભીડ ઘટાડે છે અને શહેરની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવે છે. મુંબઈ માટે સ્વચ્છ, વધુ સ્થિતિસ્થાપક ઊર્જા ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
………………………………….
માધ્યમોની વિશેષ જાણકારી માટે સંપર્ક: રોય પૌલ: [email protected]


