By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધથી વ્યથિત મહિલાએ 181 અભયમ પાસે મદદ માગી: પછી…
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધથી વ્યથિત મહિલાએ 181 અભયમ પાસે મદદ માગી: પછી…
Top Newsગુજરાત

પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધથી વ્યથિત મહિલાએ 181 અભયમ પાસે મદદ માગી: પછી…

દંપતિનું કાઉન્સેલિંગ કરી બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી લેખિત બાહેંધરી સાથે વિવાદનો ઉકેલ લાવતી બારડોલી ૧૮૧ અભયમ ટીમ

Hotline News
Last updated: April 15, 2026 12:54 PM
Hotline News - Editor Published April 15, 2026
SHARE

સુરતઃ ઘર કંકાસ અને ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે ત્રીજી વ્યક્તિના પ્રવેશને કારણે ભાંગતા પરિવારોને બચાવવામાં પણ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તાજેતરમાં એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોને કારણે માનસિક રીતે ભાંગી પડેલી મહિલાએ અભયમની મદદ માંગતા ટીમે સમયસૂચકતા અને સમજાવટથી કામ લઇ પરિવારને તૂટતા બચાવ્યો હતો.

           વાત એમ છે કે, એક બારડોલી તાલુકાની એક મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી પતિનું અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધના કારણે સતત માનસિક યાતના અનુભવતા હોવાનું અને પતિ વારંવાર તેમની સાથે ઝગડો કરતા હોવાથી લગ્નજીવન તૂટવાની કગાર પર પહોંચ્યું છે જણાવી મદદ કરવા ૧૮૧ અભયમની મદદ માગી હતી.

          અભયમની બારડોલી ટીમે તાત્કાલિક દર્શાવેલા સ્થળે પહોંચી હતી અને પતિ-પત્ની બંનેને મળી કાઉન્સેલિંગ કર્યું હતું. ધાગા કટિંગનું કામ કરતી પરિણીતાએ જણાવ્યું કે, તેમના લગ્નને ૧૬ વર્ષ પૂર્ણ થયા છે પાંચ સંતાનો છે. પતિને એક અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ છે, જેના કારણે પતિ દરરોજ નાની-મોટી બાબતોને લઈને ઝગડો કરે છે, ગાળો બોલે છે અને હાથ પણ ઉઠાવે છે. સાથે જ પતિ પરિવાર પ્રત્યેની જવાબદારી નિભાવતા નથી તેમજ ઘરખર્ચ માટે જરૂરી પૈસા પણ આપતા નથી, જેના કારણે મહિલાને ઘર ચલાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

           વધુમાં મહિલાએ વ્યથા જણાવી કે, પતિ અન્ય સ્ત્રીના કહેવા મુજબ વર્તે છે, જેના કારણે પરિવારનું વાતાવરણ વધુ તંગ બન્યું છે. સતત અવગણના અને માનસિક ત્રાસના કારણે જીવન જીવવું દુષ્કર બન્યું છે.

            ૧૮૧ હેલ્પલાઇને દંપતિનું અસરકારક કાઉન્સેલિંગ કરી બંનેને સમજાવ્યું કે, આવા વિવાદોની સીધી અસર બાળકોના ભવિષ્ય પર પડી શકે છે. લગ્નેતર સંબંધો માત્ર એક પરિવાર જ નહીં, પણ બાળકોનું ભવિષ્ય અને સામાજિક પ્રતિષ્ઠા પણ રોળે છે.  સાથે જ કાયદાકીય જોગવાઈઓ અને પત્નીના અધિકારો વિશે માર્ગદર્શન પણ આપતા પીડિતાના પતિએ ભૂલ સ્વીકારી હતી અને તેણે તે સ્ત્રી સાથેના તમામ સંબંધો તોડી નાખવાની અને પત્ની સાથે સુખેથી રહેવાની ખાતરી આપી હતી. હવે આગળથી પોતાના ઘર-પરિવાર પર ધ્યાન આપશે, પોતાની જવાબદારીઓ નિભાવશે તેમજ ઘર ખર્ચ માટે નિયમિત પૈસા આપશે તેવી લેખિત બાહેંધરી આપી હતી.

            અભયમની દરમિયાનગીરીથી દંપતિએ પરસ્પર સમજૂતીથી દાંપત્યજીવનને આગળ વધારવાનો નિર્ણય લીધો હતો. આમ, એક હસતો-ખેલતો પરિવાર વિખેરતા બચી ગયો હતો.

You Might Also Like

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

‘હેપ્પી બર્થ ડે સર…’ સાંભળીને શિક્ષક ગુસ્સે ભરાયા અને વિદ્યાર્થીને ખૂબ માર માર્યો

ગુજરાતમાં પ્રેમી સાથે પકડાયા બાદ 9 બાળકોની માતાએ પતિની હત્યા કરી

મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને એક કલાકમાં 3.61 લાખ રોપાઓનું વાવેતર; અમિત શાહની હાજરીમાં અમદાવાદે ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો

#Gujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગર્ભવતી પત્નીને એટલી નિર્દયતાથી મારી કે તેનું લીવર ફાટી ગયું અને હાથ-પગ તૂટી ગયા
Hotline News Hotline News August 1, 2025
Pulse of Gujarat 2026 Survey: સર્વેમાં ભાજપ આગળ, નંબર-2 પર AAP, કોંગ્રેસ ત્રીજા સ્થાને
અદાણીએ પેરીસ ઓલિમ્પિક્સમાં એથલેટ્સનો હોંસલો  વધારવા દેશકા ગીત એટ ઓલિમ્પિક્સનું બ્યુગલ ફૂંક્યુ
આ છોકરીની જીભ 3.8 ઇંચ લાંબી!
અદાણી ફાઉન્ડેશન અને અનુષ્કા ફાઉન્ડેશનની ભાગીદારી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

મધરાતે એક સિંહણ ગામમાં પ્રવેશી, તેની સાથે ત્રણ બચ્ચા પણ જોવા મળ્યા

Hotline News Hotline News July 14, 2026
Top Newsગુજરાત

બજાર આખલાઓનો અખાડો બન્યો, અડધો કલાક ચાલી ‘દંગલ’… MLAની ગાડી પણ ફસાઈ, JCB મંગાવવી પડી

Hotline News Hotline News July 14, 2026
Top Newsઆરોગ્ય

ડૉક્ટરની પ્રિસ્કિપ્શન વિના 12%થી વધુ એલ્કોહોલવાળી દવા મળશે નહીં, સરકારનો નવો નિયમ શું છે?

Hotline News Hotline News July 10, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?