By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી પોર્ટસના કોલંબો ટર્મિનલે કાર્યારંભના પહેલા જ વર્ષે દસ લાખ કન્ટેનર હેન્ડલ કર્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી પોર્ટસના કોલંબો ટર્મિનલે કાર્યારંભના પહેલા જ વર્ષે દસ લાખ કન્ટેનર હેન્ડલ કર્યા
બિઝનેસભારત

અદાણી પોર્ટસના કોલંબો ટર્મિનલે કાર્યારંભના પહેલા જ વર્ષે દસ લાખ કન્ટેનર હેન્ડલ કર્યા

Hotline News
Last updated: March 19, 2026 11:51 AM
Hotline News - Editor Published March 19, 2026
SHARE

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) સંચાલિત શ્રીલંકાના કોલંબો બંદરે તેના કાર્યારંભના પ્રથમ વર્ષમાં દસ લાખ કન્ટેનર હેન્ડલ કરવા સાથે તેના વિસ્તરતા વૈશ્વિક પદચિહ્નને રેખાંકિત કરી છે. આમ હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR)ના વૈશ્વિક વેપાર પ્રવાહમાં વધતા મહત્વ અને બ્લ્યુ ઇકોનોમીમાં તેની ઉભરતી ભૂમિકા બંનેને ઉજાગર કરી છે.

શ્રીલંકામાં કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ (CWIT)ના નિર્માણની એપ્રિલ ૨૦૨૫માં શરુઆત કર્યાના પ્રથમ વર્ષમાં એક મિલિયન TEUs (વીસ-ફૂટ સમકક્ષ એકમો)ના આંકને વટાવ્યો છે. કોલંબો બંદર પર નોંધાયેલ આ સિદ્ધિ સૌથી ઝડપી રેમ્પ-અપ સાથે ટર્મિનલના ઉદ્ઘાટન વર્ષમાં આટલા વિરાટ મુકામે પહોંચવા માટે વૈશ્વિક સુવિધાઓના પસંદગીના જૂથમાં તેનું સ્થાન મજબૂત કરે છે.

ભારતના લગભગ ૪૫ ટકા કન્ટેનર કાર્ગોનું સંચાલન કરતા કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ એ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.વચ્ચેની ભાગીદારી છે, તાજેતરના વર્ષોમાં શ્રીલંકાના સૌથી ગણમાન્ય જૂથોમાંના એક જોન કીલ્સ હોલ્ડિંગ્સ PLC અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી લગભગ $૮00 મિલિયનના રોકાણ સાથે શ્રીલંકામાં સૌથી મહત્વપૂર્ણ બંદરિય માળખું ઉપલબ્ધ કરાવે છે.
​
કોલંબો દ્વારા એશિયા, મધ્ય પૂર્વ અને યુરોપમાં કાર્ગોના પ્રવાહને સાંકળતા મુખ્ય ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે તેની ભૂમિકાને મજબૂત બનાવવાની પૃષ્ઠભૂમિમાં આ સીમાચિહ્નરૂપ કદમ છે. દુનિયાના મુખ્ય પૂર્વ-પશ્ચિમ શિપિંગ રૂટની નજીક આવેલું હોવાથી લાંબા સમયથી તે મુખ્ય લાઇનના જહાજો અને ફીડર નેટવર્ક્સ માટે પસંદગીનો મુકામ બની રહ્યું છે.
સામાન્ય રીતે કન્ટેનર ટર્મિનલ્સની કામગીરી સ્થિર અને થ્રુપુટ બનાવવામાં ઘણા વર્ષો લાગે છે. કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલના શિપિંગ લાઇનો સાથે પ્રારંભિક મજબૂત સંકલન, કાર્યક્ષમ બર્થ ઉત્પાદકતા અને સ્થાપિત ટ્રાન્સશિપમેન્ટ ઇકોસિસ્ટમમાં સંચાલનના ફાયદાને દર્શાવે છે. ઘણા મોટા પાયે કાર્ય કરતા મહા બંદરો છે, પરંતુ તેમના વિસ્તરણમાં તબક્કાવાર ઐતિહાસિક રીતે વધારો થયો છે. તદુપરાંત યુરોપ અને પૂર્વ એશિયામાં નવા સ્વચાલિત ટર્મિનલ્સને પણ તુલનાત્મક સ્તરે ઉપયોગમાં લેવામાં વધુ સમય લાગ્યો છે.

નવી શ્રેણીના અલ્ટ્રા-લાર્જ કન્ટેનર જહાજોને હેન્ડલ કરવા માટે કોલંબો બંદર ખાતે નિર્માણ કરવામાં આવેલું કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત ઊંડા પાણીનું ટર્મિનલ છે. તેની ૧,૪૦૦ મીટરની ખાડી અને લગભગ ૨૦ મીટરની પાણીની ઊંડાઈ તેને એશિયા-યુરોપ વેપાર માર્ગ પર કાર્યરત સૌથી મોટા કેટલાક જહાજોને બર્થ કરવાની મોકળાશ આપે છે.

લગભગ ૩.૨ મિલિયન TEUs ની વાર્ષિક ક્ષમતા સાથે કોલંબોની હેન્ડલિંગ ક્ષમતાને નોંધપાત્ર રીતે વિસ્તારતા આ ટર્મિનલમાં ડિજિટલી સંકલિત પધ્ધતિઓ, અદ્યતન ક્રેન્સ અને ઇલેક્ટ્રિફાઇડ યાર્ડ સાધનો અહીં ટર્નઅરાઉન્ડ સમય ઘટાડવા અને કામગીરીની કાર્યક્ષમતા સુધારવાના હેતુથી વ્યાપક વૈશ્વિક વલણો સાથે સુસંગત રહીને ડિઝાઇન કરવામાં આવ્યા છે. બંદરો ઉપર પર્યાવરણીય પ્રભાવનું સંચાલન કરવા સાથે ઉત્પાદકતા વધારવા માટે ઓટોમેશન અને ઊર્જા-કાર્યક્ષમ સિસ્ટમમાં રોકાણને પ્રાધાન્ય અપાયું છે.

વૈશ્વિક જહાજ માળખામાં ટર્મિનલની પ્રારંભિક સફળતા કોલંબોના મહત્વને મજબૂત બનાવે છે. ટર્મિનલના વોલ્યુમનો નોંધપાત્ર ટ્રાન્સશિપમેન્ટ કાર્ગોના હિસ્સાનો મોટાભાગનો ભાગ ભારત સાથે જોડાયેલ હોવાથી કાર્યક્ષમતા અને કનેક્ટિવિટીને ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ બનાવે છે.

ભારતમાં ૧૫ અને વિદેશમાં ચાર બંદરોનો પોર્ટફોલિયો ધરાવતા અદાણી પોર્ટ્સ અને સેઝ માટે આ પ્રકલ્પ તેના આંતરરાષ્ટ્રીય ફલકને વિસ્તૃત કરવામાં એક નોંધપાત્ર પગલું છે, જે ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા દરિયાઇ માળખામાં તેના સ્થાન અને સ્થિતિને મજબૂત બનાવે છે. વધુમાં જોન કીલ્સ હોલ્ડિંગ્સ પીએલસી અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી સાથેની ભાગીદારી કામકાજની વૈશ્વિક કુશળતાને સ્થાનિક સંસ્થાકીય ગોઠવણી સાથે સાંકળે છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

CUET UG 2026: ટેકનિકલ ખામીને કારણે પરીક્ષા સમયસર શરૂ ન થઈ

બોસ બેબી દિગ્ગજો પર ભારે: કેટલા રેકોર્ડ તોડ્યા? આંકડાઓમાં સૂર્યવંશીનો વૈભવ

NEET UG: 13 લાખ ઉમેદવારોએ ફી રિફંડ માટે બેંક વિગતો સબમિટ કરી, NTAએ 22 જૂન સુધી સમયમર્યાદા લંબાવી

#AdaniIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PoliticsTop Newsરાજકારણ
માયાવતીએ યુપી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી, ગેસ્ટ હાઉસની ઘટનાને યાદ કરીને આ કહ્યું
Hotline News Hotline News February 19, 2026
સ્પામ કૉલ્સ હંમેશ માટે બ્લોક થઈ જશે, આ ફીચર ઓન કરવું પડશે
શું તમે ફક્ત પાણી પીવાથી વજન ઘટાડી શકો છો? જાણો પાણીનો ઉપવાસ શું છે
અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.એ નાણા વર્ષ-૨૬ના પહેલા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા
આંબેડકરને તેમની પુણ્યતિથિ પર PM મોદીની શ્રદ્ધાંજલિ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

CBIની ‘ટનલ વ્યૂ’ ટેકનિક શું છે? જે ત્વિષાના અંતિમ ક્ષણોનું મિનિટ-દર-મિનિટ મેપિંગ તરફ દોરી જશે

Hotline News Hotline News May 30, 2026
Top Newsભારત

મહારાષ્ટ્રમાં ઝેરી દારૂનો કહેર, પુણે અને પિંપરી-ચિંચવડમાં 14ના મોત

Hotline News Hotline News May 30, 2026
Top Newsપ્રેસ રિલીઝ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

Hotline News Hotline News May 29, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?